અહેવાલ-2019 -જાન્યુઆરી -ફેબ્રુઆરી-મહિનાનો અહેવાલ

 

 

 

 

 

 

 

 

જે  જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં બેઠકમાં હાજર ન રહી શક્યા  તેમના માટે –

અહેવાલ આ વાંચી આજે જરૂર આવજો.

ફેબ્રુઆરી મહિનાની બેઠક  1લી  માર્ચના ના રોજ મીલપીટાસ, કેલીફોર્નીયાની ICCમાં વર્ષ 2019ની ‘બેઠક’ મળી. પ્રેમ એક રહસ્ય વિષયને લઈને વિચારોની લ્હાણી કરી. શરૂમાં પોટલક ડીનર પછીબેઠકની શરૂઆત થઇ. આજે કલ્પનાબેન શાહની ની વર્ષગાંઠ હતી. બધાએ તેમના સુખી અને તંદુરસ્ત જીવનની શુભેચ્છા પાઠવી. તેમના લાવેલા  રસગુલ્લા માણ્યાં.અને દર્શનાબેન ને બધાએ તેમની ભારત ની સફર માટે અને નવા કાર્ય માટે શુભેચ્છા પાઠવી. 
વસુબેન શેઠે  પ્રાર્થના ગાઇને બેઠકની શરૂઆત કરી. આયોજક પ્રજ્ઞા દાદભાવાલાએ સૌને આવકારી, વતનના સૌનિકો માટે પ્રાર્થના કરાવી। સાથે રાજેશભાઈના પત્ની જયશ્રીબેના માતૃશ્રી જસુમતી બંસીલાલ શાહ નો સ્વર્ગવાસ 1 માર્ચ, 2019 ના રોજ થયો તે માટે બેઠકના બધા તરફથી તેમના આત્મા માટે શાંતિની ભાવના ભાવિ
P1070270P1070345027
P1070322P1070362P1070296
બેઠકના સર્જકોએ એક પછી એક  ફેબ્રુઆરીનો વિષય “પ્રેમ એક અનંત રહસ્ય”, વિષય પર 5 to  7 મિનિટ રજૂઆત કરી. રાજેશ શાહ, સપનાબેન વિજાપુરા,દર્શન વારિયા નાડકર્ણી,કલ્પનાબેન રઘુ, જિગીષા પટેલ ત્યાર બાદ યુવાન મહેમાન શ્રી ચીનુભાઈ મોદીના પૌત્ર કિંશૂક મોદી તેમના દાદાની ગઝલ સાથે પોતાની લખેલ કવિતા રજુ કરીને પ્રેક્ષકોની  વાહ કેળવી।  જાગૃતિએ પોતાના વિચાર દર્શાવી ને ભાગ લીધો આ બેઠકમાં આવેલ પ્રક્ષોકો એ અને સાથે ન બોલતી ન લખતી વ્યક્તિએ પોતાના વિચારો રજુ કર્યા.  વસુબેન ,જયવંતીબેન ,કુંતાબેન ઉષાબેન, શરીફભાઇ વિજાપુરા, નીતા શાહ અને ભૂમિ સાથે પહેલીવાર આવતા મહેમાનોએ પણ પોતાની રજૂઆત કરી પોતાના વિચાર દર્શાવી ને ભાગ લીધો અને કેટલાકે શ્રોતા બનીને સહકાર આપ્યો,કલ્પનાબેનને જન્મદિવસની સમૂહમાં ગિફ્ટ આપી  તો દર્શનાબેને ઇન્ડિયા જવા માટે શુભેચ્છા આપી એક પરિવાર જેવું વાતાવરણ સર્જાયું .

P1070269દરેક વોલન્ટરે સાથ અને સહકાર આપ્યો. રઘુભાઇએ આખા પ્રસંગને કેમેરામાં કંડાર્યો. પ્રજ્ઞાબેને  આભારવિધિ કરી. આનંદ, યાદો, જ્ઞાનની વહેંચણી, મન અને ખોરાકના જમણવાર સાથે તૃપ્તિનો ઓડકાર લઇને સૌ છૂટા પડ્યા.

***********************************************************************************

જાન્યુઆરી મહિનાનો અહેવાલ

રાજેશભાઈએ 2018 ના વર્ષમાં બેઠક અંતર્ગત દર મહિને કાર્યક્રમો થયા તેની વિગતવાર રજુઆત કરતા તેઓએ જણાવ્યું કે જાન્યુઆરી મહિનાના પ્રોગ્રામ નું વિશેષ મહત્વ છે વર્ષનો પ્રથમ કાર્યક્રમ હોવા ઉપરાંત નવલા વર્ષને વધાવવા ભાષા પ્રેમીઓ ખુબ ઉત્સુક હોય છે અને વિશેષમાં નવા વર્ષના શુભારંભે બેઠક પણ તેની વર્ષગાંઠ ઉજવે છે. આ વર્ષે બેઠકે પાંચ વર્ષ પુરા કર્યા – ડિસેમ્બર 2014 માં શુબ આરંભ કાર્ય પછી ઉત્તરોત્તર એક પછી એક પગથિયાં ચઢીને આજે એક ઊંચાઈએ સૌ સાથે મળીને પહોંચ્યા છે અને આ ઊંચાઈએ પહોંચ્યા પછી જણાય છે કે હજુ ઘણા ચઢાણો બાકી છે. શિખરે પહોંચ્યા પછીજ સંતુલન જાળવવાનું હોય છે અને વધુ કપરા ચઢાણો સર કરવાના હોય છે…રાજેશભાઈ શાહ

રાજેશભાઈ શાહ (રિપોર્ટર અને પત્રકાર) એ આખા વર્ષનું સરવ્યુ  સરસ રીતે રજુ કર્યું ,સાથે બધા સર્જકોએ અને પ્રક્ષકોએ બેઠકના પોતાના અનુભવો દર્શાવ્યા. 

આખા વર્ષનું સરવ્યુ-2018

જાન્યુઆરી 2018 ના બેઠક કાર્યક્રમમાં ખાસ મેહમાન પદ્માબેન કનુભાઈ શાહ હતા 82 વર્ષની ઉંમરે પણ યુવાનો ને શરમાવે તે રીતે સક્રિય રહેતા પદ્માબેન ની બુક – માં તે માં- ની બીજી આવૃત્તિનું વિમોચન તરૂલતાબેન મેહતા ના હાથે થયું,પ્રજ્ઞાબેન દાદભાવાલા લેખિત બે ટૂંકી વાર્તાઓ ના સંવાદો ને નાત્યાત્મક રૂપ મળ્યું અને ચા તે ચા વાર્તા  નું વાચિક્મ હેમંત અને જયા ઉપાધ્યાયે અને આયેગા અનેવાલા વાર્તાનું વાચિક્મ જીગીશાબેન અને ઉષાબેને કર્યું જેને સૌએ તાળીઓથી વધાવી દીધા
 ફેબ્રુઆરી ના બેઠક ના કાર્યક્રમ નો વિષય – અષાઢી મેઘલી રાત હારતો। જે વિષયે બેઠક ના સભયોએ પોતાની મૌલિક રજુઆત કરી માર્ચ ના બેઠક ના કાર્યક્રમ માં આ વિષય ચાલુ રહ્યો અને આ વિષયે કેલિફોર્નિયા ના ભાષા પ્રેમીઓ ઉપરાંત અમેરિકાના અને ભારતના વાચકોનો જે પ્રતિભાવ મળ્યો તેની રજુઆત કરાયી દીપલ પટેલે તેમની આગવી છટા થી – સુંદર અવાજમાં  વાચિક્મ રજુ કર્યું
એપ્રિલ મહિનાની બેઠક મેં મહિનાના પ્રથમ સપ્તાહમાં મળી જેમાં નાટક અને રંગભૂમિ વિષય ઉપર સૌ સભ્યોએ રજુઆત કરી – ભાષાપ્રેમીઓએ પોતાને મનગમતી ગઝલ કે કવિતાની રજુઆત કરી ત્યારબાદ જયશ્રીબેન મર્ચન્ટ તરફથી આયોજન કરાયેલી વાર્તા અને નિબંધ સ્પર્ધા – અષાઢની મેઘલી રાત – નું પરિણામ જાહેર કરાયું હતું
 મેં મહિના નું નવલું નઝરાણું એવા ગુજરાત ગૌરવ દિવસ ની ઉજવણી બે એરિયા ગુજરાતી સમાજ – નોર્થર્ન કેલિફોર્નિયા ના બેઠકના આયોજન હેઠળ  ખભે ખભા મિલાવીને ખુબ સુંદર રજુઆત કરી છેલ્લા દાસ વર્ષથી થતી આ શાનદાર ઉજવણી નો આ વર્ષ નું થીમ – “સંભારણા” હતું અને તે અંતર્ગત જૂની રંગભૂમિના નાટકો અને કલાકારોની નાટ્ય કલાની યાદોને તાજી કરી ગુજરાતની અસ્મિતાને સંગીત અને નાટક દ્વારા રજુ કરવાનું સ્વપ્ન સ્થાનિક કલાકારોએ સાકાર કર્યું ઇન્ડિયા કોમ્યુનિટી સેન્ટરના સ્ટેજ ઉપર પારસી નાટક અને જૂની રંગભૂમિના ગીતો ની શાનદાર રજુઆતે જમાવટ કરી
જૂને મહિનાના બેઠકના કાર્યક્રમના ખાસ મેહમાન નલીનભાઇ અને દેવીબેન પંડિત હતા તેઓએ ગુજરાત માં શિક્ષણ, ગ્રામ વિકાસ અને સમાજ કલ્યાણ શેત્રે જે પ્રદાન કર્યું તેની વિગતો આપી હતી દર્શનાબેન વરિયા નાડકરનીએ એક હિન્દી કાવ્ય – કેરી નું અથાણું – નું ગુજરાતી માં અનુવાદ કરી મોનો એક્ટિંગ દ્વારા રજુ કર્યું
જુલાઈ મહિનાના બેઠા કાર્યક્રમમાં સંગીત ગાયકી માં ખુબ નામના મેળવેલા ગાયક કલાકાર બેલડી – દિપાલી સોમૈયા દાતે અને સમીર દાતે ને ખાસ આમંત્રણ અપાયું હતું  પ્રતાપભાઈ પંડ્યા પરિવારના સપોન્સરશિપ થી ​મનીષાબેનની શુભ ભાવના થકી​ બેઠક ના સૌ સભ્યો ને સ્વાદિષ્ટ ભોજન સાથે ગુજરાતી, બોલીવુડના જુના અને નવા ફિલ્મી ગીતો માણવાનો મોકો મળ્યો આ જ કાર્યક્રમમાં તરૂલતાબેનની વાર્તા સ્પર્ધા – કુટુંબ અને કારકિર્દીના શેત્રે સંઘર્ષ અને સંતુલન વિષયે સભ્યોએ પોતાની રજુઆત કરી.
ઓગસ્ટ મહિનાના બેઠક્ના કાર્યક્રમમાં તરૂલતાબેન ની વાર્તા સ્પર્ધાનું પરિણામ જાહેર કરાયું હતું ત્યારબાદ મારી મરજી રમુજી વાર્તા ને નાટ્યાત્મક રીતે રજુ કરતા સૌ સભ્યોએ તાળીઓથી કલાકારોને વધાવી લીધ હતા
સપ્ટેમ્બર મહિનાના બેઠક ના કાર્યક્રમમાં ગુજલીશ ગઝલો અને નઝમોના બાદશાહ અને મુશાયરાઓના સફળ સંચાલક અદમ ટંકારવી છવાઈ ગયા,  મનીષાબેન પંડ્યા અને સપનાબેન – શરીફભાઇ વિજાપુરા ના સંયુક્ત સપોન્સરશિપ થી  બેઠક ના સૌ સભ્યો ને આ પ્રોગ્રામ માણવાની તક મળી, અદમભાઈ ટંકારવીની રજુઆતે લોકોને ખુશ કરી દીધા અને એક વાર ફરીથી પ્રતાપભાઈ પંડ્યા પરિવાર સાથ અને  સહકારથી એક અનુભવી કવિને સંભાળવાનો મોકો સૌને મળ્યો અને અમે નવું શીખ્યા
ઓક્ટોબર મહિનામાં બેઠકમાં સૌએ દિવાળી ઉજવી અનેક રીતે પોતાના વિચારો દર્શાવ્યા અને રાજેન્દ્રભાઇ રૂણુકાબેનના ​સ્વાદિષ્ટ ઘૂઘરા સાથેઅનેક વાનગીઓની અને દિવાળી નવું વર્ષ શુભેચ્છા  વિચારોની રજૂઆત સાથે ઉજવ્યું

January -Bethak reoprt  By Rajesh Shah 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

બસ આગળ વધવું છે.નવા વર્ષનો નવો સંકલ્પ.

 આગળ હજી..  આગળ ..નવી ક્ષિતિજ સર  કરીએ.. આગળ વધવા માગનારને  દુનિયાની કોઈ તાકાત રોકતી  નથી.”મૈં નહીં હમ” એજ  લક્ષ્યને પામવા માટે આપણા સૌનો અભિગમ, બેઠકનો ધ્યેય એક  કરતાં વધુ લોકોને ઊર્ધ્વતા તરફ લઈ જવાનો છે તો યાદ રાખજો કે તમારા કાર્યને પૂરું કરવાની જવાબદારી આખું બ્રહ્માંડ ઉપાડી લેતી હોય છે બસ આજ વાત મને સ્પર્શી જાય છે સાચું કહું મારા શબ્દોને પણ ઝળઝળિયાં આવે છે. મનથી  સદાય અનુભવ્યું છે કે ભગવાને ખોબો ભરીને આપ્યું છે..બેઠકમાં સદાય એક પરિવાર જેવી ભાવના અને મીઠી વીરડી સમાન જેવા  અનુભવો આખા વર્ષ દરમ્યાન માણ્યા તેના માટે આભાર માનવા કરતા તમારા સૌ  માટે આગળ વધવાનું બળ  માંગીશ, તમે સૌ સર્જકો મનમાં ઉમટી આવતા વિચારો શબ્દોમાં પરોવી  સદાય લખતા રહો. 

શબ્દોનું સર્જન બ્લોગની શરૂઆત કરી મૂંગા વડીલોને વાચા આપવા…અને પ્રભુએ મને નિમિત્ત બનાવી, આપણે તો  માત્ર મૌન તોડયું  છે માટે શબ્દો રચાયા છે. ઘણા લેખક એવા હતા જેમના શબ્દો અંદર જ ધરબાઈને પડ્યા હતા  ભાષા અમેરિકામાં ખોવાણી હતી હવે પાછી મેળવી છે. કોઈના લખવાથી બોલવાથી થતા શબ્દનો સર્જનની   વાત છે માટે .. શરૂઆત અવાજથી ભલે થઈ હોય પણ કલમ કસતા  શબ્દો કવિતા ગીત સંગીત પણ બન્યા..તો ક્યારેક નાટક બની પ્રગટ થયા અને આગળ જતા સાહિત્ય પણ બનશે. મોટા સાહિત્યકારને વાંચ્યા, સાંભળ્યા .. પણ સાથે  તમારા  મનની વાત સાંભળી બસ આજ હેતુ સાથે બ્લોગની અને બેઠકની શરૂઆત કરી હતી , સૌથી મોટો ફાયદો સાહિત્યની યાત્રામાં આપણે સૌ સાથે સહયાત્રી બન્યા, સાથે વધુ વાંચન કર્યું, ચિંતન કર્યું  અને ઉત્તમ લેખોનું મનન કરીને ફાયદામાં આપણા જીવનપથને વધારે પ્રકાશિત કરી રહ્યા છીએ..અને હા એ કંઈક નવું જાણવાનો  અને સાહિત્યને માણવાનો  આંનદ એને  વર્ણવી કેમ શકાય,જિંદગીની  કડવાશ, ખારાશ, નિષ્ફળતા કે નકારાત્મક લાગણીને ઓગાળી આપણે સૌ આખા વર્ષ દરમ્યાન હકારાત્મક ઊર્જા લઈને સહિયારો આંનદ માણ્યો, ન જોઈતા વિચારો હરીફાઈનું વિસર્જન કરી નવસર્જન કર્યું. જીવનની વ્યસ્તતાના ભારને હટાવીને મનગમતી પ્રવૃત્તિઓમાં રત રહેવાનો આપણે સૌએ સભાન પ્રયત્ન આદર્યો, અને તેના ફળસ્વરૂપ તમારા સર્જનનો રસાળ પ્રવાહ મળ્યો, માણ્યો,અને આપણા સૌ વચ્ચે .શબ્દ …સંબંધનો સેતુ  રચાયો…શબ્દ સાધકો સાથે વાચકો મળ્યાં, 

આપણે સૌએ ભેગા મળીને જીવનના કેટકેટલા વિવિધ રંગોનું દર્શન કર્યું ! ક્યારેક ખડખડાટ હસ્યા તો ક્યારેક આંખોના ખૂણા ભીના બન્યાં. કોઈકવાર બાળપણના સ્મરણોમાં ઝબોળાયા તો વળી કોઈવાર કલ્પનાના રંગે રંગાયા. ક્યારેક સત્ય વાર્તામાં વિસ્મયનો અનુભવ થયો તો ક્યારેક રોમેરોમ રોમાંચ વ્યાપ્યો ! હકારાત્મકતાએ જીવનને દીપ સમાન પ્રકાશિત કર્યા  તો જિંદગીને એક નવા જ દર્ષ્ટિકોણથી જોઈ .આપણે જ્યાં મૂંઝાયા હોય અથવા અટક્યા હોય ત્યાં અવલોકને માર્ગદર્શન આપ્યું … અને અભિવ્યક્તિએ જાણે જીવનમાં રંગો પૂર્યાં…ઘડીક આપણી ચેતનાને હલાવી મૂકી …. અણીના સમયે આપણો હાથ વાચકો એ ઝાલ્યો  બધે જ “પ્રેમ એક પરમ તત્વ” બની વ્યાપી ગયું। કોઈ દિવસ ન લખનાર લખવા માંડે અને ન વાંચનાર વાંચતા થયા  …તેનું આશ્ચર્ય પણ થયું. તમારા અદ્ભૂત સર્જને તો આજે મારા-તમારા જેવાને કેટલા નિકટ લાવી દીધા અને એક બેઠક પરિવાર રચાયો,આનો યશ માત્ર સર્જક અને વાચકને બેધડક આપું છું. હૈયું લીલુ રાખી લખેલ એક માત્ર લેખ કે ગઝલ કે કવિતા કોઈના જીવને ઉજાળે છે ત્યારે ‘બેઠક’ કે ‘શબ્દોનુંસર્જન‘નું કાર્ય સફળ છે.

તમામ મિત્રોને અહીં યાદ કરીને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આ સાહિત્યયાત્રામાં આર્થિક સહયોગ કરનારા તમામ દાતાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. પ્રેરણા આપનાર લેખકો અને પ્રેરણા આપવા આવેલ સાહિત્યકાર મહેમાનો ને વંદન, સહયોગી, કાર્યકર્તા કરતા મિત્રોને આભાર માની અળગા નહિ કરું, કારણ બ્લોગ અને બેઠક જેણે પોતાના માન્યા અને કાર્ય કર્યું ત્યારે મારાથી આભારનો ભાર ન મુકાય.. રેડિયો, છાપા જેવા મીડિયા આપણું  બળ બન્યાં.. તેમને તેમના કાર્યમાં આગળ વધવાની શુભેચ્છા   જેણે આપણા યજ્ઞમાં પ્રકાશ પાથર્યો હોય તે સર્વના જીવનમાં નવી ખુશી મળે,નવાં  સપનાં સાથે  નવી આશાના કિરણો પ્રસરાય, સુખ સદાય આપ સર્વની સાથે રહે તેવી તેવી શુભ ભાવના.   

ઘણા દાતાઓ ,ગુરુ અને વડીલોની પ્રેરણાથી કામ સતત આગળ વધ્યું પણ સાથે તેમની પાસેથી શીખ્યા કે નામ, યશ અને જશની કલગી પાછળ દોડવા કરતા પરમાર્થ  કરી,નિજાનંદ મેળવવા જેવો બીજો કોઈ આંનદ નથી. આપણે વાંચન કરતા સમજણ કેળવી અને સમજણે જ્ઞાન પીરસ્યું અને આત્મનિરીક્ષણ સાથે ઓગળવાની ક્રિયા પણ એની મેળે થઈ .મનના વિચારોને અભિવ્યક્ત કરી ભાષાને વહેતી રાખતા વિકસવાનું કામ આજે પણ ‘બેઠક’ કરે છે.“એજ આત્મસંતોષ.. એજ  સરવૈયું” 

આયોજક ;પ્રજ્ઞા દાદભાવાળા 

“મારા મિત્રો અને સ્નેહીજનોને નવા વર્ષની શુભેછાઓ”

 

 

 


“સર્જક હોય કે વાચક હોય – તેની ક્ષમતામાં વિશ્વાસ મૂકવાથી તે વધારે ઉત્તમ પરિણામો આપી શકે છે.કોઈની પ્રતિભા વખાણવી અને એમની ક્ષમતાને બહાર કાઢવાની, તેની ક્ષમતામાં વિશ્વાસ કરવો એજ ‘બેઠક’નો ધ્યેય છે. એથી પણ વિશેષ મુળ ભાવ તો ગુજરાતી ભાષાનું સંરક્ષણ કરવું, સર્જકતા નું સંવર્ધન કરવું અને ભાષા માટેની સજ્જતા વધારવી. “

ચોપાસ – 1-હુગલી નદી કિનારે વસેલું શહેર કલકત્તા -પ્રજ્ઞા દાદભાવાળા

કલકત્તા એટલે ચાસણીમાં ડૂબેલા રસગુલ્લા અને રસમાં ડૂબેલા બંગાળી। ..કાલી ઘાટ ,,ભડથી ખદબદ તો હાવડા બ્રિજ કલકત્તા એટલે સમયની સતહ પર અટકી ગયેલું શહેર. કલકત્તા એટલે કારણ વિના ગુસ્સો કરી નાખનારા, પોતાની જ મહત્તામાં ચકચૂર બંગાળીઓનું શહેર .બુઝાઈ ગયેલા કોલસાની વાસવાળું શહેર. બાડા બજાર અને પેલી ચૌરંગી લેન ,સમય પહેલા ઢળી જતી સાંજોનું શહેર.અને આખી રાત જાગતું શહેર। .આવડેતો કલકત્તા એટલે આપવાનું અને લેવાનું શહેર વિવેકાનંદ , રવીન્દ્રનાથ ટાગોર રામકૃષ્ણ પરમ હંસ।,શાસ્ત્રીય સંગીતજ્ઞો, સિઝન પર રમતા ફૂટબૉલ-હૉકીના ખેલાડીઓ, ચિત્રકારો અને બધાને પ્રેરણા અને દાદ આપતા પ્રક્ષકો। …શું નથી આપ્યું ?હા માનવીની કલાને જગાડતું શહેર। ….માતૃભાષાનું ગૌરવ લઇ જીવાડતું શહેર …..ટાગોરે 1937માં કલકત્તા વિશ્વવિદ્યાલયમાં દીક્ષાંત પ્રવચન આપતાં કહ્યું હતું કે માતૃભાષા ઉષઃકાળનો મૃદુ ઉજાસ છે, જે આખા દિવસને-જીવનને ઉજાળતો રહે છે. માતૃભાષાનો કોઈ વિકલ્પ નથી આ શહેર જ્યાં ગુજરાતી ભાષા અને સાહિત્યના બીજ રોપાણાં છે ગુજરાતી રંગભૂમિ પણ અહીં પાંગરી।….પારસી રંગભૂમિ અને મેઘાણી યાદ આવ્યા તેમણે પણ કલકત્તાનિવાસ દરમિયાન બંગાળી ભાષા ના સાનિધ્યમાં -ગુજરાતી સાહિત્ય લેખન-કારકિર્દીનું મંગલાચરણ કર્યું. બાઉલ-ભજનો અને રવીન્દ્ર-કવિતાનો પરિચય તથા લોકસાહિત્યનો ઘનિષ્સંપર્ક થકી સાહિત્યના બીજ રોપ્યા પહેલવહેલું ગીત ‘દીવડો ઝાંખો બળે’ રચાયું.અને બધાથી બંધાયેલી કાવ્યરુચિવાળી મેઘાણીની અનેક કવિતાએ ગાંધીયુગીન ભાવનાઓને ઝીલી।..એમણે વાર્તાલેખનની હથોટી ટાગોરની ‘કથા ઓ કાહિની’ની કથાઓ પરથી કેળવી તેમની રવીન્દ્રનાથના ‘કથાઓ કાહિની’નાં બંગાળી કથાગીતો પરથી આલેખેલા સ્વાર્પણ અને ત્યાગના ભાવના-પ્રસંગોનો નાનો સંગ્રહ રૂપાંતરિત ‘કુરબાનીની કથાઓ’ આપીને લેખન-કારકિર્દીનું મંગલાચરણ કર્યું.
તેજ રીતે બક્ષી યાદ આવ્યા ચંદ્રકાંત બક્ષીનો જન્મ ભલે પાલનપુરમાં થયો પણ તેમણે પ્રારંભનું શિક્ષણ પાલનપુર અને કલકત્તામાં લીધું હતું. તેઓ કલકત્તા સ્થાયી થયા અને કલકત્તા યુનિવર્સિટીમાંથી ૧૯૫૬માં એલ.એલ.બી. અને ૧૯૬૩માં ઇતિહાસ અને રાજકારણ વિષય સાથે એમ.એ. થયા કલકત્તામાં તેમણે ૧૨ વર્ષ કપડાંની દુકાનમાં વેપાર કર્યો અને ત્યાં તેમણે પોતાની પ્રથમ વાર્તા મકાનનાં ભૂત લખી હતી. તેમનું પ્રથમ પુસ્તક પડઘાં ડૂબી ગયા ૧૯૫૭માં પ્રકાશિત થયું હતું। .

ડો અદમ ટંકારવી બે એરિયાને આંગણે -સપના વિજાપુરા

બે એરિયા ના ગુજરાતીઓ કેટલાં નસીબદાર છે એ બે એરિયા માં થતાં કાર્યક્રમો પરથી ખબર પડે છે.  આ વરસમાં બે એરિયાની મુલાકાત ભાગ્યેશ જા સાહેબ, હિતેનભાઈ આનંદપરા, અનિલ ચાવડા, મુકેશ જોશી અને હાલમાં શ્રી ડો. અદમ ટંકારવી સાહેબે લીધી હતી. બધાં મહાનુભવોએ ગુજરાતી ભાષામાં જાત જાતની વાનગી પીરસી અને બે એરિયાના ગુજરાતીઓએ એનો સ્વાદ માણ્યો.હાલ માં કવિ શ્રી અનિલ ચાવડા અને શ્રી મુકેશ જોશી પધાર્યા હતાં. કવયિત્રી શ્રીમતી જયશ્રી મરચંટ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કવિ શ્રી અનિલ ચાવડાએ ગુજરાત અને અમદાવાદની મઘમઘતી ગઝલોથી વાતાવરણને મઘમઘાવી દીધું હતું. અને કવિ શ્રી મુકેશ જોશીએ સુરદાસના પદો દ્વારા એક અનેરુ પાસુ સુરદાસનું બતાવ્યુ હતું. અને વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
સપ્ટેમ્બર તારીખ ૨૮,૨૦૧૮ ના શુક્રવારે ડો શ્રી અદમ ટંકારવીએ બે એરિયાની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમ શ્રી પ્રતાપભાઈપંડ્યા, શ્રીમતી રમાબેન પંડ્યા અને મનીષાબેન પંડ્યાના સૌજન્યથી સાકાર બન્યો હતો. સાંજના છ અને સાતની વચ્ચે ડિનર હતું. લોકો ભાવતું ભોજન જમી તૃપ્ત થયાં.
ત્યારબાદ  કાર્યક્રમની શરૂઆત કલ્પનાબેન રઘુના મધુર સ્વરમાં પ્રાર્થનાથી થઈ હતી. પ્રજ્ઞાબેન દાદભાવાળાએ  મહેન્દ્રભાઈ મહેતાને શ્રધાંજલી આપી જે બે એરિયાના ખૂબ પ્રતિષ્ટિઠ વ્યકતિ હતાં. ગુજરાતી ભાષાને ગતિમય રાખવા અથાક પ્રયત્ન કરતાં હતાં.
રાજેશભાઈ શાહે મહેમાનનું સ્વાગત કર્યું  હતું. અને પોતાના લહેકામાં કહ્યું હતું કે,” મહેમાન જો હમારા હોતા હૈ વોહ જાનસે પ્યારાહોતા હૈ.”
સપના વિજાપુરાએ વિસરાય જતી માતૃભાષાને બિરદાવતી અદમભાઈ ની ગઝલ સાથે કવિશ્રીનો પરિચય આપ્યો અને કાર્યક્રમ ની સુંદર શરૂઆત કરી.
ગુર્જરી વ્યવહાર શોધું છું,
ધાણીફૂટ બોલનાર શોધું છું.
લખી છે ગુજરાતીમાં એક ગઝલ,
ને હવે વાંચનાર શોધું છું.
જડી છે એક લાવારીસ ભાષા,
હું એનો દાવેદાર શોધું છું.
જામ ભાષાનો છલોછલ છે’અદમ’,
સાથે બેસી પીનાર શોધું છું.

અદમ ટંકારવી

ડૉ અદમ  ટંકારાવી ની ઓળખ આપવી સૂરજને આરસી બતાવવા જેવું છે.ડો અદમભાઈ ટંકારવી ના 11 ગઝલસંગ્રહ પ્રકાશિત થયાં  છે અને એમને ઘણાં પારિતોષિક પણ મળેલા છે. એમને 2011 માં ઇન્ડિયન નેશનલ થીએટર  તરફથી કલાપી એવોર્ડ પણ મળેલો છે. જે  સાહિત્યમાં લાંબુ યોગદાન આપવા માટે મળે છે. ડો અદમભાઈ નું માનવું છે ગુજરાતી ભાષા સચવાશે પણ નવી પેઢીને પણ આ પ્રવૃતિમાં રસ લેતી કરવાની જરૂર છે. ૧૯૭૩ માં એમણે ગુજલીશ ગઝલનો પ્રયોગ કર્યો જે સિન્થેટિક ગઝલ કહેવાય અને પછી એમનો આખો સંગ્રહ પ્રકાશિત થયો. ગુજલીશ ના  પ્રણેતા ડો અદમભાઈ ટંકારવી મૂળ ભરૂચના ટંકારીઆ ગામના વતની છે. વરસોથી યુ કે માં સ્થાયી થયાં છે.હાલમાં  બ્રિટનની  નામાંકિત સંસ્થા ‘ ગુજરાતી સાહિત્ય અકાદમી ‘ એ ડો અદમ  ટંકારવીને લંડનનું માનદ અધ્યતા પદ થી સન્માનિત કરી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। આ સંસ્થાએ એમને ફેલોશીપ માટે પસંદ કર્યા છે. ડો અદમ ટંકારવી એ ઘણા દેશ પરદેશમાં  મુશાયરા કર્યા  છે જેમાં દુબઇ, મસ્કત કેનેડા અને યુ એસ એ પણ શામિલ છે. મને પણ એમની સાથે શિકાગો, હ્યુસ્ટન,ઓસ્ટિન  કેનેડા માં ટોરન્ટો, તથા વેંકુવરમાં પ્રોગ્રામ કરવાનું સદભાગ્ય સાંપડ્યું છે.
સપના વિજાપુરાના પરિચય પછી ડો અદમભાઈ ટંકારવીએ કાર્યક્રમની બાગડોર સંભાળી. ડો. અદમભાઈની એક ખૂબી છે કે દરેક કવિઓનિ કૃતિ સાથે સાથે વણતાં જાય. એવું નહી કે ફક્ત પોતાની ગઝલોનું પઠન કર્યા કરે. જેથી શ્રોતાઓનો રસ જળવાઈ રહે.
એમણે મનોજ ખંડેરિયા, ખલીલ ધનતેજવી,આદિલ મન્સૂરી, મનહર મોદી, રઈશ મણીયાર, તથા અન્ય નાના મોટા કવિઓને યાદ કરી એમની ગઝલો સંભળાવી. સાથે સાથે મીયા નસીરુદીનના જોક્સ સંભળાવી વાતવરણને હળવું રાખ્યું. ‘જ્યારે જ્યારે તું હની ખીજાય છે ત્યારે ગ્લોબલ વોર્મીંગ થઈ જાય છે’ અને ‘તું નથી તેનો આ અંજામ સનમ, ગામ પણ લાગતું પરગામ સનમ’ જેવી રજૂઆત કરી. બ્રિટનમાં રહેતાં રહેતાં સર્જાયેલી ડાયાસ્પોરિક સંવેદનાઓને સ્મિતની પીંછીથી કલાત્મક રીતે સજાવી સૌની વાહ વાહ લેતા ગયાં અને સ્ટેન્ડીંગ ઓવેશન પણ પામતા ગયાં.કુટુંબ નીયોજનની માફક ગઝલ નીયોજનની પણ વાત કરી’‘એમાં ક્યાં કઈ રસકસ છે,ભાષા ભૂખડી બારસ છે. ગઝલ-નિયમન રાખો, બે બસ છે.‘અને સરળ અને સહજ ભાષાની ગઝલમાં પારંગત અને સાથે સાથે બીજા કવિઓના શેર ટાંકી બીજા કવિઓને પણ માન આપતાં જતાં પોતે ધીમું ધીમું હસતા અને લોકોને ખડખડાટ હસાવતા ગયાં. ડો અદમ ટંકારવી ને જોતા કોઈ શાંત અને સૂફી માણસ હોય એવું લાગે છે. એમનું વ્યકતિત્વ ખૂબ શાંત અને સૌમ્ય છે. એમની વાણી શાંત અને મધુર છે.
કવયિત્રી જયશ્રીબેન  મરચંટે પોતાની બે ગઝલનું પઠન કર્યુ. જેમાં પોતાના સ્વર્ગસ્થ પતિ વિનુ મરચંટની યાદમાં હતી. લોકો આ ગઝલ સાંભળી ભાવવિભોર થઈ ગયાં.’મૂળ માંથી છોડ ને ઉખેડીને ચાલ્યા ગયા”
સપના વિજાપુરાએ પણ પોતાની બે ગઝલ સંભળાવી
મૌનમાં બોલતાં આવડે છે?
આંખમાં ખોળતાં આવડે છે?
અને
 જીવવાને એક સપનું જોઈએ
એજ સપનાં કાજ લડવું જોઇએ
ફરીથી આભાર શ્રી પ્રતાપભાઈ પંડ્યા, શ્રીમતી રમાબેન પંડ્યા અને મનિષાબેન પંડ્યાનો આવાં સરસ ક્રાયક્રમ આયોજિત કરવા માટે. આભાર પ્રજ્ઞાબેન દાદભાવાળાનો ‘બેઠક’ ના દ્વાર ખોલી આપવા માટે.આભાર કલ્પનાબેન રઘુ, રાજેશભાઈના સાથ અને સહકાર માટે.
સપના વિજાપુરા

દ્રષ્ટીકોણ 11 – વિશ્વ હૃદય દિવસ – દર્શના

નમસ્તે મિત્રો. હું દર્શના વારિયા નાડકર્ણી તમને બેઠક માં આવકારું છું. અહીં આપણે જુદા દ્રષ્ટિકોણ થી અને વિવિધ વિષયો ઉપર વાત કરીએ છે. આજે વિશ્વ હૃદય દિવસ નિમિતે હૃદય ઉપર થોડી વાત કરીએ. વિશ્વ હૃદય દિવસ શાને કાજે ઉજવાય છે અને આ દિવસ ના નિમિતે તેઓ કેવી ભલામણ કરે છે?
વિશ્વમાં Cardiovascular disease (CVD) એટલે કે હૃદય ના રોગો મૃત્યુ અને વિકલાંગતા માટેના અગ્રણી કારણો છે. CVD માં હૃદય ને લગતા રોગ, મગજ ની રક્તવાહિની ને લગતા રોગ અને સામાન્ય રક્તવાહિની ના બધાજ રોગ નો સમાવેશ થાય છે. આમાં સૌથી વધુ પ્રચલિત છે  coronary heart disease જેમ કે heart attack અને cerebrovascular disease જેમકે strokeઆપણું હૃદય આપણી મુઠ્ઠી જેવડું હોય છે પણ શરીર માં સૌથી મજબૂત સ્નાયુ છે. આરોગ્ય હૃદય, ગર્ભ ધારણ થતા સૌથી પહેલે એટલે કે ત્રણ અઠવાડિયા માં ધબકવાનું શરુ કરે છે અને પછી થોભ્યા વગર આખી જિંદગી ધબકતા રહેવાનું કામ નિયમિત રૂપે કરે છે.  સતત ધૂમ્રપાન, બિનઆરોગ્યપ્રદ આહાર અને નિરંતર સ્ટ્રેસ ના કારણે હૃદય ઉપર નો ભાર વધી જાય છે અને તેવી સ્થિતિ માં હૃદય નબળું થતું જાય છે. કોઈક વાર આનુવંશિક કારણોને લઈને પણ હૃદય રોગ થાય છે. જયારે હૃદય નબળું પડે છે ત્યારે તેની અસર શરીરમાં ઘણી જગ્યાએ વર્તાઈ શકે છે તે બધાને  Cardiovascular disease (CVD) માં આવરી લેવામાં આવે છે.
Global Atlas on cardiovascular disease prevention and stroke ના સંશોધન ને આધારે 17.5 મિલિયન મ્રત્યુ દર વર્ષે હૃદય રોગ ને કારણે દુનિયા માં થાય છે. તેમાંથી 7.3 મિલિયન હાર્ટ એટેક ને કારણે થાય છે 6.2 મિલિયન મ્રત્યુ સ્ટ્રોક ને કારણે થાય છે. આજે વિશ્વ હૃદય દિવસ નિમિતે વિશ્વ હૃદય મહામંડળ લોકોમાં હૃદય વિશેની જાગૃતિ ફેલાવતી જાહેરાત દ્વારા વિનંતી કરે છે કે બને તેટલો આરોગિક ખોરાક નો આહાર કરવો, ધૂમ્રપાન કરવું નહિ, નિયમિત રીતે ભૌતિક પ્રવૃત્તિ ની આદત પાડવી, બ્લડ પ્રેસર ને કાબુમાં રાખવું અને રોજિંદી જિંદગીના નાના મોટા અવરોધો માં વગર મફતની સતત ચિંતા અને સ્ટ્રેસ નહિ કરવો।
Image result for heart attack grillછતાં પણ કોઈને હૃદય ની આરોગ્યતા માં રસ ન હોય તેને માટે બીજો રસ્તો પણ અમેરિકા જેવા દેશમાં મળી શકે છે. લાસ વેગાસ માં Heart Attack Grill નામની રેસ્ટોરેન્ટ છે જેણે તેના ગ્રાહકોને મ્રત્યુ પાસે લાવવામાં દુનિયામાં નામ કમાઈ લીધું છે અને થોડા ગ્રાહકો ત્યાં જમીને તુરંત મોત ને ઘાટ ઉતરી ગયા હોવાના કિસ્સા પણ નોંધાયા છે. ત્યાં દાખલ થતા જ પહેલા તો તમારે હોસ્પિટલ માં દાખલ થતા કરવું પડે તેવું ડિસકલાઈમેર સાઈન કરવું પડે કે કઈ પણ થાય તો તમે રેસ્ટોરેન્ટ ને જવાદાર નહિ ગણો. ત્યાં રસોઈ કરનાર મુખ્ય શેફ ડોક્ટર ના કપડામાં અને થોડા વેઈટર ડોક્ટર તરીકે અને થોડા નર્સ તરીકે કપડાં ધારણ કરેલા જોવા મળે. તમારે ડિસક્લેમર સાઈન કર્યા પછી તમારા કપડાં ઉપર, હોસ્પિટલ માં પહેરો તેવા ગાઉન પહેરવા પડે. તે પછી તમે મેનુ માંગો અને તેમાં તમને બર્ગર ના ઓર્ડર માં કેટલી કેલરી હોય તે જાણવા મળે. તમને 10,000 થી લઈને 20,000 કેલરી વાળા બર્ગર મળે. ઉપર થી વાઈન ઓર્ડર કરો તો હોસ્પિટલ માં લોહી ચડાવવામાં આવતી IV બેગ સાથે મળે. અને તમે બધુજ ખાવાનું ખતમ ન કરો અને કંઈપણ એઠું છોડો તો તમને વેઇટ્રેસ પાસેથી સ્પેન્કીન્ગ એટલે કે માર ખાવો પડે. એવા પણ કિસ્સા ત્યાં બન્યા છે કે કોઈ ગ્રાહક આટલી અતિશય કેલરી ખાય અને ત્યાંથી જમીને નીકળે અને બહાર નીકળતાંજ રસ્તા ઉપર ઢળી પડે. હા અને એક ઔર વાત. જો તમારું વજન 300 પાઉન્ડ થી ઉપર હોય તો ત્યાં તમને નિઃશુલ્ક ખાવાનું મળે.  ના ના, આ વાત મેં બનાવી કાઢેલ નથી. આ સત્ય હકીકત છે. તમે ગુગલ માં જોઈ શકો છો. તે રેસ્ટોરેન્ટ ના મલિક પોતે ક્યે છે કે મૃત્યુ અમારે માટે વ્યાપાર છે.
પણ જો હૃદય રોગ થી દૂર રહેવું હોય તો બીજી વાર એલીવેટર ગોતવાની બદલે મારી જોડે પગથિયાં ચડીને ઉપર પહોંચવાની તૈયારી રાખશો.

બેઠકનો અહેવાલ -૮-૩૧ -૨૦૧૮-પ્રજ્ઞા દાદભાવાળા

૩૧મી ઓગસ્ટ  2018ની શુક્રવારની સાંજે મિલ્પીટાસના આઈ.સી.સી.હોલમાં ‘બેઠક’નું આયોજન થયું . ‘બેઠક’ના આયોજક પ્રજ્ઞાબેનને સૌને પ્રેમથી આવકાર્યા .કલ્પનાબેન રધુ શાહના મધુર કંઠે ગવાયેલી  પ્રાર્થનાથી  શરૂઆત  થઈ . રાજેશભાઈએ સમાચારની જાહેરાત કરી. આસાથે આ મહિનામાં આવતા ચાર વ્યક્તિના જન્મદિવસ ખુબ આનંદ સાથે સૌએ ઉજવ્યો.કેક સાથે સુંદર જમણ માણતા એક પરિવાર જેવો આનંદ માણ્યો.ગીતાબેન ભટ્ટ ખાસ લોસ અન્જ્લીસ આવી બેઠકમાં હાજરી આપી,અને જન્મદિવસ ઉજવ્યો તો દર્શનાબેન ,સપનાબેન ,અને વસુબેનને બેઠકમાં સૌ સાથે જન્મદિવસ ઉજવી આનંદ મેળવ્યો. કા,ર્ડ  ગીફ્ટ ફૂલની આપલે થઇ અને સૌએ સહિયારા આનંદ ની અનુભૂતિ કરી.
 પ્રથમ શરૂઆત વાચિકમ દ્વારા થઈ.બેઠક વાંચનથી માંડી લેખન ,સંગીત અને નાટ્ય દ્વારા માતૃભાષાને જીવંત રાખે છે.પ્રજ્ઞાબેન લિખિત એક વાર્તા -“મારી મરજી” રમુજી વાર્તા,શરદ દાદભાવાળા,મૌનીક ધારિયા,દર્શના વારિયા નાડકર્ણી,સરિફ વિજાપુરા,જીગીષા પટેલ,ગીતા ભટ્ટ, …દ્વારા થઇ. દરેકની રજૂઆત સુંદર રહી.

ગુજરાતી ભાષાપ્રેમીઓ –  વાર્તા સ્પર્ધાનું પરિણામ જાણવા સૌ ઉત્સુક હતા .જેનો અંત તરુલાતાબેને જાહેરાત કરી લાવ્યા.અહી એક ખાસ વાત કહેવાની કે તરુલાતાબેન સદાય બેઠકને માર્ગદર્શન આપતા રહ્યા છે અને એક સાચા ગુરુની જેમ વાચકને લખવા પ્રેરી રહ્યા છે.વાર્તા સ્પર્ધા યોજવા પાછળ ગુજરાતી  ભાષાનું ખેડાણ -સંવર્ધન થતું રહે તેવી તેમની શુભ ભાવના રહેલી છે. 
તરુલતાબેન મહેતા આયોજિત વાર્તા સ્પર્ધા  જેનો વિષય હતો  ‘કુટુંબ અને કારકિર્દી -સંઘર્ષ અને સમતુલન”
સર્જકોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો . વાચકોને  26 વાર્તાનો રસથાળ માણવાની તક મળી. આગામી વર્ષોમાં છપ્પન ભોગ વાચકોને ધરાવી શકીએ તેવી આશા છે તેવું જણાવતા તરુલાતાબેને કહ્યું  કે આપણી માતૃભાષામાં સ્પર્ધાના નિમિતે નવી કલમો ઘડાતી જાય અને  બાકી સાહિત્યના આકાશમાં બધા જ સિતારાઓનું પોતાનું આગવું તેજ જરૂર હોય છે.હું સૌ સર્જકોનું સન્માન કરું છું . પ્રત્યેકની શક્તિને બિરદાવું છું . શબ્દોનું સર્જન કરવાની પ્રભુ તરફથી તમને મળેલ ભેટ તમારું ઇનામ છે જેને મુક્ત પણે વહેવા દઈ વાચકોની તરસને ઠારતા રહેજો. આ ધન જેટલું વહેંચીએ તેટલું રાત દિવસ વધે છે.અને  ઇનામ વિજેતા સૌ વાર્તાકારોને  અઢળક અભિનન્દન આપ્યા અને જણાવ્યું કે ઇનામ પાત્ર બનેલી વાર્તાઓએ વિષયવસ્તુ ‘ કુટુંબ અને કારકિર્દી સંઘર્ષ અને સંતુલનને અપેક્ષા મુજબ છણાવટ કરી છે.સંઘર્ષનું વાતાવરણ જમાવી અંતમાં વાચકને વિસ્મય આપ્યું છે.કોઈ બોધ કે શિખામણ ટાળી વાર્તા રસની સરસ જમાવટ કરી છે.કારકિર્દીના ક્ષેત્રમાં આગળ વધેલી સ્ત્રીઓનું  મજબૂત વ્યક્તિત્વ ઝીલાયું છે.પ્રેમ -માતૃપ્રેમની  સંવેદના પ્રબળપણે

દેખાય છે.શિશુનો જન્મ ,ઉછેર દાંપત્ય જીવનને મહેકાવે છે તેથી તે માટે ભોગ આપવાની તૈયારી આધુનિક પતિ -પત્નીમાં દેખાય છે . પુરુષ સમોવડી સ્ત્રી અને સ્ત્રીની જેમ બાળઉછેરની જબાબદારીમાં ભાગીદાર બનતો સ્ત્રી સમોવડો પુરુષ સુખી કુટુંબની આગાહી કરે છે. વાર્તામાં હરિફાઈ છે તો વિકાસ માટે બાકી જીવનમાં નર -નારી એકબીજાના સહભાગી છે ,સમાન છે.બે હાથની તાળીના સંગીતમાં જીવનમેળામાં મહાલી લઈએ અને અંતમાં કહ્યું કે વાર્તામાં ભાગ લેનારા સૌ સર્જકો તમારી કલમને નિરંતર કસતાં રહેજો .એમાં સ્વને મળતા આંનદની સાથે વાચકોને આનન્દ મળશે.મને તમારી વાર્તાઓએ ભરપૂર રસાનન્દ આપ્યો છે.
શબ્દને બ્રહ્મ કહ્યો છે તેની ઉપાસના બ્રહ્માનન્દનો અનુભવ કરાવે છે.’માંહી પડ્યા તે મહાસુખ માણે ‘ આપ સૌને ફરી અભિનન્દન અને શુભેચ્છા  .
વાર્તા સ્પર્ધાનું પરિણામ :
પ્રથમ  ઇનામ:    વાર્તા નં (12) શીર્ષક સંવેદના તાન્યા રૉય ($ 51)-વૈશાલી રાડિયા
દ્વિતીય ઇનામ :  વાર્તા નં (13) શીર્ષક નો એન્ટ્રી -પ્રવેશબંધ ($35)-ગીતા ભટ્ટ 
તૃતીય ઇનામ :   વાર્તા નં (2) શીર્ષક  મૌન   ($25)-સપનાબેન વિજાપુરા
આશ્વાસક ઇનામો :
(1) વાર્તા નં 8 શીર્ષક પ્રાયોરીટી  ($15)-કલ્પના રઘુ 
(2) વાર્તા નં 23 શીર્ષક સ્ત્રી -સમોવડી ($15)-નિરંજન મહેતા

આ મહિનાનો વિષય છે -‘જીવન મને ગમે છે’. 

વાત જીવનની છે. જીવન  એટલે પ્રાણતત્ત્વ, ચૈતન્ય…મૃત્યુ નિશ્ચિત્ત છે, માટે જીવન ગમે છે.બસ આવી જ કોઈ વાત અને વિચાર તમારે વાર્તા કે નિબંધ  ગમે તે સ્વરૂપે રજુ કરવાની છે. કલમને કસવાની છે.વિચારોને વિકસાવવાના છે.

પ્રજ્ઞા દાદભાવાળા

1૪-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન

  ‘ચાહ ત્યાં રાહ’

 શહેરના છેવાડે આવેલા રમણીય રિસોર્ટમાં આયોજિત નવતર પ્રયોગ ‘ઓલ વુમેન ક્લબ’ અધિવેશનનું પોસ્ટ લંચ ટોક સેશન રિસોર્ટના AC હોલમાં શરૂ થયું. ‘વામા’ ક્લબની પ્રમુખ ગાયત્રીએ તેની ક્લબ તરફથી આવેલ ગેસ્ટનો “આ ‘આનંદ’ છે એના વિશે વધુ કંઈ ન કહેતા એટલુંજ કહીશ કે હું એને એની કિશોરાવસ્થાથી ઓળખું છું. બાકીનો એનો પરિચય આપણે એની પાસેથી જ સાંભળીએ”.
દરેક ક્લબ કે સંસ્થાએ પોતાના તરફથી  જે તે વિષયના નિષ્ણાતોને અતિથિ વિશેષ રૂપે બોલાવેલ. કોઈએ બ્યુટીશિયન કોઈએ ફિટનેસ ગુરુ, વિગેરે..સવારથી રમત ગમત, ડેમો, ડિબેટ સાથે ના પ્રોગ્રામ થઈ ચાલી રહ્યા હતા.
 ગાયત્રીના એનાઉન્સમેન્ટ સાથે  જ એક સાધારણ કપડાં, ઘૂંઘરાળા વાળ સાથે સાદો સીધો દેખાવ, પગમાં મામુલી ચપ્પલ એવાં તદ્દન મિડલકલાસ યુવાને માઇક સંભાળ્યું. હાઈ પ્રોફાઈલ ગેસ્ટની સામે આ શું ખાસ હશે એવી દુવિધા ઉપસ્થિત દરેકના ચહેરા પર હતી.. તો કોર્નરની ખુરશી પર બેઠેલ એક યુવતીનું તો મોં જબગડી ગયું.
  માહિલાઓથી ભરેલ ખચાખચ હોલ પર એક નજર ફેરવી થોડા ઓછપાતા સ્વરે એને સંબોધન કરી બોલવાનું શરૂ કર્યું..
 “હું કોઈ વક્તા, સમાજ સુધારક કે ખાસ વ્યક્તિ નથી.. એક સામાન્ય માણસ છું.. ગાયત્રીમેમ ના સ્નેહ અને આગ્રહથી આજ આપ સૌને એક બે વાત કહેવા આવ્યો છું, આશા છે કે મારી વાત આપ સહુના હ્રદય ને ક્યાંક સ્પર્શે.
  આ વાત છે નંદન ની.. નંદન એક નિમ્ન મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલ 12 વર્ષનો કિશોર. ઘરમાં બધા એને લાડથી નંદુ કહે. પરિવારનું સૌથી મોટું સંતાન હોઈ સમજણો થયો ત્યારથી ઘરની હાલત, સામાન્ય કલાર્કની નોકરી કરી  ત્રણ ભાઈ બહેન, પત્ની અને માનું જેમતેમ ગુજરાન ચલાવી ગાડું ગબડાવતા પિતાને જોઈ એને પણ પરિવાર માટે કઈ કરી છૂટવાનું મન થતું. ખૂબ ભણી જલ્દી મોટો થઈ પિતાનો બોજ સંભાળી લેવાની એની અદમ્ય ઇચ્છાએ એને કુમળી વયે જ પુખ્ત બનાવી દીધો. પણ રોજ રોજ કુટુંબ અને બાળકોની જરૂરિયાત, અને પૈસાની અછત ને લીધે માબાપ વચ્ચે થતા  ઝગડા અને બંનેના છાના આંસુઓનો એ રોજ સાક્ષી બનતો ત્યારે એને કાશ હું કઈ કરી શકું એવો ભાવ જાગતો.. પણ, પોતે કંઈ કામ કરે તો ભણવાનું શું? અને ભણે નહીં તો એના સપનાનું શું? પણ એક દિવસ એને એનો રસ્તો મળ્યો. આજુ બાજુના મહોલ્લામાં સ્કૂલની પહેલાના સમયમાં છાપા નાખવા જવાનું  છ થી આઠ કામ લીધું.. અને દુકાન વાળા એના માટે સાઈકલ પણ આપે. સાવ ક્ષુલ્લક મહેનતાણું મળતું પણ એનો આવવા જવાનો ને એવો બીજો ખર્ચ નીકળી જતો. શાળાએ જતી વખતે પણ એ બંને ટાઈમ એક બે સ્ટોપ જેટલું ચાલી નાખી પૈસા બચાવે. સાંજના સમયે પ્રાથમિક કક્ષાના બાળકોના ટ્યુશન લે અને રાત્રે ડેલીની બહાર ખુરશી નાખી મ્યુનિસિપાલટીની બત્તીમાં ભણે. ઘરની વીજળી બચે ને! આમ કરતા દસમું ધોરણ પાસ કર્યું. અત્યાર સુધી ખુદનો ખર્ચો ખુદ કાઢી લેતો અને ક્યારેક માને મામુલી મદદ કરતો. પણ હવે એને લાગતું કે મારે થોડી વધુ મદદ કરવી જોઈએ. Ssc માં ખૂબ સારા માર્કસે પાસ થયો સરસ કોલેજમાં સરળતાથી એડમિશન મળી ગયું. સાઈકલ પર છાપા નાખવા જવાનું કામ તો હતું પણ બધા ઘરે ઘરે બે બે ત્રણ ત્રણ દાદર ચડી જવામાં સમય ઘણો વેડફાતો એક વખત હોટેલમાં છાપું નાખવા ગયો ત્યાં એણે ફૂડ ‘પારસલ’ પેક થતા જોયું એના પરથી એણે આઈડિયા લઈ છાપાને એવી રીતે ભૂંગલું વાળી ફોલ્ડ કર્યા! હવે એ જ છાપાને એ નિચેથીજ બાલ્કનીમાં કે બારી વાટે નાખી શકતો. આમ એનો સમય બચતા વધુ જગ્યા કવર થવા મંડી. કોલેજ નો સમય શાળાની જેમ સાંજ સુધી નહી. બપોરે બાર સુધીમાં તો ફ્રી. હવે એને થયું એનો પણ ક્યાંક ઉપયોગ કરું તો બહારગામથી આવતા પ્રાદેશિક છાપા અને સામયિકો બપોર પછી પહોંચતા એની ડિલિવરી શરૂ કરી. થોડા પૈસા ભેગા થતા એક લ્યુના હપ્તા પર લીધું એમાં તેના ન્યૂઝ એજન્સી ના માલીકે પણ મદદ કરી. અને એનું કામ વધુ આસાન થયું. ચાર વાગ્યા પછી એક દોસ્તના ગેરેજમાં નોકરી લીધી. નંદુને ફોટોગ્રાફીનો ખૂબ શોખ એનો પોતાનો એક કેમેરા હોઈ એવી ઈચ્છા પણ આખો દિવસ કામ અને રાત્રે ભણવાનું એટલું મહેનત કરવા છતાં પરિવારની થોડી ઘણી મદદ કરી એની પાસે કઈ બચતુ નહીં અને એમાં પોતાના શોખ પુરા કરવાનું તો કેમ વિચારાય..! આથી લગ્નમાં ફોટોગ્રાફી કરતા એક બે લોકો સાથે આસિસ્ટન્ટ તરીકે કામ શરૂ કર્યું. પણ એને તો વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી ખૂબ ગમતી. એક વાર એના લગ્નમાં શૂટિંગ કરતા મિત્રો સાથે નજીકના જંગલોમાં પીકનીક માટે ગયો ત્યાં કેમેરામાં થોડી તસ્વીરો ઝડપવાનો મોકો મળ્યો. ડેવલપ કરાવ્યા ખૂબ સરસ રિઝલ્ટ હતું. એની આવડત અને શોખ બંને એમાં ઝળકી ઉઠ્યા હતા. એને એની પર વધુ કામ કરવું હતું પણ સમય અને સંપત્તિનનો અભાવ હોય એને શોખ ક્યાંથી પોસાય! ગ્રેજ્યુએશન પતવાને આરે હતું.. ત્યાં એક ફોટોગ્રાફી સ્પર્ધા કલકતાથી જાહેર થઈ. એણે એની જે એક માત્ર વખત પાડેલ તસ્વીરો માંથી મનને મનાવવા જ એક મોકલી. અને એના સાનંદાશ્ચર્ય વચ્ચે એને પહેલું ઈનામ મળ્યું. કોલેજની પરિક્ષોનું પણ પરિણામ આવ્યું. અને એક સરસ નોકરી મળી. ધીમે ધીમે પરિવારની હાલત બહેતર બની. સવારના છાપા દેવાનું, ટ્યુશન, ફોટોગ્રાફી બધાથી થોડા થોડા કરી બચાવેલ પૈસાથી એણે છાપાની એજન્સી લીધી પોતાની, અને નિવૃત પિતાને એ દુકાન સોંપી. પોતે નોકરી ની સાથે ફોટોગ્રાફીનો ડિપ્લોમા કોર્સ શરૂ કર્યો. હવે નાની બહેન અને ભાઈ પણ મોટા થઈ ગયા હતા. જેને નંદુએ જોયેલી ગરીબીનો બહુ અનુભવ ન હતો એમને તૈયાર માલે એશ કરતા જોઈ એક દિવસ કામ અને મહેનતનું મહત્વ સમજાવી ફ્રી ટાઈમમાં કાઈ પણ નાનું મોટું કામ કરવા પ્રેરિત કર્યા. નંદુ જોતો કે એની પેપર એજન્સીમાં કામ કરતા છ છોકરાઓ એજ ઉંમરના હતા, જે ઉંમરે એણેે એ કામ શરૂ હતું. અને બધાની પોતાના જેવીજ કહાની હતી. એ લોકોની વાતો એને અંદર સુધી સ્પર્શતી. આવી વાતો એને એક ડાયરીમાં લખી રાખી. વળી થોડા પૈસા ભેગા કરી એને એના બચપણનું જે સ્વપ્ન હતું એવો એક કેમેરા ખરીધો. અને સમય મળે ત્યારે ફોટો શૂટ કરવા જતો. સ્પર્ધાઓમાં ભાગ લઈ જીતતો. આમ કરતા સારું એવું કલેક્શન ભેગું થયું.. એનું એમાં નામ બન્યું. અને એણે જે સ્પર્ધામાં સૌથી પહેલા ભાગ લીધેલ ત્યાં એને જજ તરીકે જવા આમંત્રણ મળ્યું. ત્યાં ઘણા તરવારીયા યુવાનોએ એને અનેક સવાલો એ વિશે પૂછ્યા. એ પરથી એણે એક બુક લખી ફોટોગ્રાફી વિશે. એ પબ્લિશ થઈ લોકોને ગમી. બીજીવાર એણે લીધેલ ફોટોગ્રાફ તે દરેક ના એંગલ, લેન્સની સાઈઝ, અને દરેક પર એક એક ક્વોટ એવી બીજી બુક બનાવી છપાવી.. જે ખૂબ લોકપ્રિય થઈ. એના લખેલા ક્વોટ  પણ બહુ વખણાયા તો લોકોએ લખવા માટે કહ્યું ત્યારે એને એની ડાયરી સાંભળી.. પબ્લિશરને બતાવી એમને  આ તરોતાજા આઈડિયા ગમ્યો ને બુક  પ્રાદેશિક ભાષામાં છપાઈ. હાથોહાથ પહેલી આવૃત્તિ વહેંચાઈ ગઈ જે બીતા બીતા લિમિટેડ કોપી જ છાપેલ. બીજી આવૃત્તિ છપાઈ. એને એક પ્રાદેશિક એવોર્ડ મળ્યો. આથી નંદુએ બીજી એક બુક લખી જે આસપાસમાં રોજમરોજ બનતી વાતોને કટાક્ષ સાથે હળવી શૈલીમાં રજૂ કરતી નાની નાની વાતો હતી. એ પણ ખૂબ લોકપ્રિય થઈ.
નંદને પોતાની પ્રથમ નોકરીને  આટલે સુધી પહોંચ્યો એને ખૂબ માનપૂર્વક છોડી.. એના જેવા હજારો ઉત્સુક યુવકો માટે ફોટોગ્રાફીના કલાસીસ  સાથે શરૂ કર્યા. અને હમણાંજ એની પ્રથમ બુકનો અંગ્રેજીમાં અનુવાદ થઈ પ્રકાશિત થઈ.”
  આખો હોલ આનંદ ની વાતમાં વહી ગયો હતો દરેકને એની વાતમાં પોતાની કે પોતાના કોઈની જ વાત હોય એવુ લાગ્યું.
બધા એમાં ખોવાયેલ હતાને ગાયત્રીએ આવી બોલવાનું શરૂ કર્યું ” આ નંદન એ બીજું કોઈ નહીં પણ જેમના મુખે આપણે આ વાત સાંભળી એ આનંદ પોતે જ છે એ ‘આનંદ’ના તખલ્લુસ સાથે લખે છે”. એ નાનો હતો ત્યારથી અમારી ઘરે છાપું નાખવા આવતો હું ત્યારથી એને ઓળખું છું. એ હંમેશાથી આવો સાદો સીધો ડાઉન ટુ અર્થ  માણસ રહ્યો છે અને પહેલી વાર મારા આગ્રહથી આવી રીતે પબ્લિક સમક્ષ આવ્યો છે”. અને આખા હોલમાં ઉભા થઈ બધાએ તાળીઓના ગડગડાટ થી એને વધાવી લીધો.
   ગાયત્રીએ આગળ કહ્યું ” એની એવોર્ડ વિનિંગ બુક બંને ભાષામાં અહીં ઉપલબ્ધ છે આપ ચાહોતો અત્યંત નજીવી કિંમતે ખરીદી શકો છો સાથે અહીં ફોટોગ્રાફી ની બુક પણ છે.
  થોડી વાર પછી તેની બુક લઈ તેની પાસે આવેલ સર્વ પ્રથમ “ઓટોગ્રાફ પ્લીઝ” કહેતી પેલી ખૂણા ની ખુરશી વાળી યુવતી હતી. અવાજ ની દિશામાં જોતા બંનેની નજર ટકરાઈ ત્યારે એ નજર એકબીજાને ઘણું બધું કહી ગઈ હતી!

બેઠક -અહેવાલ -રાજેશ શાહ

તસ્વીર -ગુજરાત સમાચાર –

અહેવાલ -રાજેશ શાહ 

બે એરિયાનાં ‘બેઠક’ કાર્યક્રમમાં ભાષા-સાહિત્યની સાથે ગીત-સંગીતની મહેફિલ યોજાઈએરિયા,
તા. 6 ઓગસ્ટ 2018, સોમવારજુલાઈ, ૨૦૧૮ માસની ‘બેઠક’ નવા રંગો લઈને આવી હતી.
શબ્દોની સાથે સૂર અને સંગીત ભળતાં સુનહરી સાંજ આનંદ અને મસ્તીથી ઝુમવા માંડી હતી. બોલીવુડના ખૂબ લોકપ્રિય ગાયક કલાકાર બેલડી સમીર દાતે અને દિપાલી સોમૈયા દાતે એ પુસ્તક પ્રેમીઓને સંગીતની દુનિયામાં ડુબાડી દીધા હતા.સમીર દાતે અને દિપાલી સોમૈયા દાતે એ પુસ્તકપ્રેમીઓ અને સિનિયરોને બોલીવુડના જૂના ગીતો રજૂ કરીને ભરપુર મનોરંજન કરાવ્યું હતું. ગુજરાતી ભાષા પ્રેમીઓ સંગીતની સફરને માણી તરૃલત્તાબેન મહેતાનો વિષય ‘કુટુંબ અને કારકિર્દીના ક્ષેત્રે સંઘર્ષ અને સમતુલન’ ઉપર પોતપોતાના મૌલિક વિચારો રજૂ કરવા સ્ટેજ ઉપર આવ્યા હતા. સ્ત્રી, પુરૃષ અથવા કુટુંબના કોઈપણ પાત્રને લક્ષમાં લઈ પોતપોતાના વિચારો રજૂ કર્યા હતા.

આ વખતે બેઠકમાં  શબ્દ અને સૂરનો એક નોખો અનુભવ થયો.

બેઠક એટલે પુસ્તક પરબ ,પુસ્તક પરબ એટલે પુસ્તકો  આમ જોવા જઈએ તો પુસ્તકો શબ્દથી સભર હોય છે અને શબ્દ વાણી અને અર્થથી સભર બને છે પણ શબ્દને જયારે સંગીતનું સ્વરૂપ પામે છે, ત્યારે શબ્દના સાચા પરમાણુંને સંગીત ઓળખ આપે છે.ત્યારે સંવેદના સાથે એક ભાવ જગત ઉભું થાય છે આપણે આ અનુભવ આજની બેઠકમાં સમીરભાઈ દાતે અને દીપલીબેન સૌમીયા દાતેના સ્વરમાં માણ્યો આ શક્ય બન્યું માત્ર કારણ મનીષાબેન બેઠકમાં એમને લઇ આવ્યા અહી એક ખાસ વાત કહીશ કે પુસ્તક પરબના પ્રણેતા શ્રી પ્રતાપભાઈ પંડ્યાને કારણેશ્રી સમીરભાઈ અને દિપાલીબેને આમંત્રણ ને માન આપી બેઠકને સંગીતમય મહેફિલ બનાવી દીધી.શબ્દ સાથે સુર  અને સાથે બંને પતિપત્નીના કંઠનો સમન્વએ એક ઔલોકિક વાતાવરણ સર્જાયું .દિપાલીબેન અને સમીરભાઈએ અનેક સિનિયરને આજે સ્મિત આપ્યું.સમાજથી આપણે સહુ કશુક મેળવીએ છીએ પણ સમીરભાઈ અને દિપાલીબેને આજે સમાજને આપીને બધાના આશીર્વાદથી ખોબો ભર્યો.આભાર માની અળગા નથી કરવા.ગુજરાતી ભાષા પ્રેમીઓ સંગીતની સફરને માણી તરૃલત્તાબેન મહેતાનો વિષય ‘કુટુંબ અને કારકિર્દીના ક્ષેત્રે સંઘર્ષ અને સમતુલન’ ઉપર પોતપોતાના મૌલિક વિચારો રજૂ કરવા સ્ટેજ ઉપર આવ્યા હતા. સ્ત્રી, પુરૃષ અથવા કુટુંબના કોઈપણ પાત્રને લક્ષમાં લઈ પોતપોતાના વિચારો રજુ કર્યા દિપાલીબેને કુટુંબ અને કારકિર્દીના ક્ષેત્રે સંઘર્ષ અને સમતુલન’ સુંદર રજૂઆત કરી તો દર્શના વારીયાએ નોકરી કી ટોકરી રજુ કરી હાસ્ય સાથે વ્યંગ રજુ કર્યું .
-પ્રજ્ઞા દાદ્ભાવાલા 
અમેરિકામાં માતૃભાષા.માતૃભાષા સંસ્કૃતિનું વહન કરે છે તે દૂર જઈએ ત્યારે જ વધુ અનુભવાય છે.અહીં સિલિકોન વેલી કેલિફોર્નિયામાં ‘બેઠક’ નામે ગુજરાતીઓનું ગ્રુપ છે. જે પુસ્તક પરબ થી માનીતા બનેલ એક વડીલ પ્રતાપભાઈ પંડ્યાની પહેલ છે.આ ગ્રુપમાં અહીં વસેલા એપલ થિંક ટેન્કના પ્રતિનિધિ, ગુગલ સહિતના સોફ્ટવેર એન્જીનીયરો, નિવૃત પ્રાધ્યાપકો, કવિઓ, સાહિત્યકારો,  અબ્જોપતિઓ પણ છે.બહેનોની સક્રિયતા વંદનને પાત્ર છે. ન્યુયોર્ક ગુજરાત સમાચારપત્રના પ્રતિનિધિ પણ છે. વડીલોની મોટી કૃપા છે. દર મહિને શુક્રવારે અચૂક મળવાનું. કવિતા સાહિત્ય વાર્તાની મોજ માણે. ઉત્સવોની અને ગુજરાતથી આવતા કલાકારો સાથેની મોજ તો ખરી જ. ગુજરાતથી આવતા સહુને દિલથી સત્કારે. કલાકારોને વિશેષ રીતે બિરદાવે.અહીં માતૃભાષા દ્વારા સંસ્કૃતિ અને સંસ્કારનું કેવું દાદુ વહન થાય  છે તે સાંગોપાંગ અનુભવી શકાય છે. માતૃભાષાની આ અનેરી તાકાત, આ સત્ય આપણને ઘર આંગણે નથી સમજાતું કે નથી પકડાતું.

નલીનભાઈ પંડિત

બેઠકનો અહેવાલ -૬/૨૯/૨૦૧૮

તારીખ: ૨૯મી જુન ૨૦૧૮

મિત્રો આજે  આપણી બેઠકમાં માનનીય નલિનભાઈ પંડિત અને દેવીબેન આવ્યા હતા  તેમણે જે કૈક માણ્યું અને જોયું તે તેમના શબ્દોમાં લખી મોકલ્યું .જે આજે અહેવાલ સ્વરૂપે મુકું છું.

દર મહિનાના છેલ્લા શુક્રવારની જેમ આ શુક્રવાર ત્રીસમી માર્ચે સાંજે છ વાગે સાન ફ્રાન્સિસ્કોના સધર્ન ઉપનગર મીલ્પીટાસનાં ઇન્ડિયન કમ્યુનિટી સેન્ટરમાં સાહિત્ય રસિકોની બેઠક મળી હતી.અન્નકૂટ કહી શકાય તેમ વિવિધ વાનગીઓનો આસ્વાદ માણી, બેઠકની શરૂઆત થઈ.

ગઈકાલે રાત્રે અમેરિકાના સિલિકોન વેલી બે એરિયામાં ગુજરાતી કાવ્યોની બેઠક માણી.
પ્રારંભ થયો કલ્પનાબેનની પ્રાર્થના સ્તુતિથી . પ્રજ્ઞાબેને કાર્યક્રમની આવકાર્યા . અને કહું બેઠક વાંચનથી માંડી લેખન ,સંગીત અને નાટ્ય દ્વારા માતૃભાષાને જીવંત રાખે છે જેમાં ગુજરાતી સાહિત્યનો સાંસ્કૃતિક વારસો અકબંધ જળવાઈ રહ્યો છે.સિલિકોન વેલીમાં ગુજરાતી કાવ્યોની બેઠક…
અમેરિકાના પણ અનેરા આ વિસ્તારમાં વસતા ગુજરાતીઓમાંથી કવિ રુદયી ત્રીસ ચાલીસ ગુજરાતીઓ દ્વારા પ્રસ્તુત  કવિતાઓ રજૂ થઈ. ખૂબ તાજગી અનુભવી. ખૂબ તાજુબી પણ અનુભવી.બેઠકમાં દેવીએ તેની અનેરી લઢણમાં બે કવિતાઓ રજૂ કરી, ગુજરાતની પ્રત્યક્ષ હાજરી પુરાવી.બેઠકમાં કૃષ્ણ દવેની કવિતા પણ રજૂ થઈ. કૃષ્ણભાઈ મને ભાવનગરના શિશુવિહારમમાં દેખાયા. એટલે બુધ સભા, સ્વ. પ્રેમશંકર કાકા, વિનોદભાઈ જોશી યાદ  આવ્યા , કવિતાની રજુઆતમાં સુરેશભાઈ દલાલ,શ્રી અનીલ જોશી,ખલીલ ધનતેજવી શ્રી દર્શક અને સેફ પાલનપુરી હાજર થયા. બધાએ  ચપટી  ભરીને વાત કરી.અહીંના ગુજરાતી સ્નેહીઓ માતૃભાષાને જે પ્રેમ કરે છે, માતૃભાષાની જે ખેવના કરે છે, જે જતન કરે છે તે વંદનને પાત્ર છે. સો સો સલામ છે.

સહુ પોતપોતાના ઘરેથી ભોજન લાવેલા અને બધાએ પોતાનો મનગમતો ટેસ્ટ માણ્યો. અમારા ભાગનું પ્રતાપભાઈ પંડ્યા – પુસ્તક પરબ – ની દીકરી મનીષાબેન લાવેલા.મનીષાબેન સિલિકોન વેલીની શોભા છે, ગૌરવ છે. ગુજરાતીઓને  એક મેક કરવામાં તેઓનો અનન્ય ફાળો છે.હા. જમવામાં કેરીનો રસ પણ હતો. સહુએ પ્રેમ પૂર્વક ખાધો. ભાવનગરી જામફળ ખાવા મળે તો કેવી મજા પડે તે મીઠી વાતો પણ થઈ.મને મારી ઇકો ફ્રેન્ડલી વાડી યાદ આવી ગઈ. જ્યાં કેરી પણ છે અને જામફળ પણ છે. જ્યાં કોઈવાર થતી બેઠક પણ છે.
સર્વ શ્રી ગુણવંતભાઈ શાહે હમણાં જ લખ્યું છે કે ગુજરાતી ભાષા ધીમે ધીમે મરી રહી છે. મને ફરી ભાવનગર યાદ આવ્યું. બેક વર્ષથી ભાવનગરિઓમાં પોતાના બાળકોને ગુજરાતી મીડિયમમાં ભણાવવાની સાચી સમજ ખીલી છે. ભાવનગરનો  એલાઈટ વર્ગ પણ બાળકના ઘડતરમાં માતૃભાષાનું મહત્વ સમજતો થયો છે.કેલિફોર્નિયામાં ગુજરાતી ભાષાની ખેવના કરતા સહુને આટલી વાત જરૂર અમૃતબિંદુ સમી લાગશે.

મા તુજે સલામ.

અહેવાલ -નલિનભાઈ પંડિત 

અહી બે ત્રણ વાત જરૂર ઉમેરીશ કે આપણા વતનથી આવતા મહેમાન નલિનભાઈ અને દેવીબેન બેઠકમાં આવ્યા ત્યારે જાણે માતૃભુમી ની સુહાસ લઈને આવ્યા તેવું લાગ્યું. અમને તેમની સરળતા સ્પર્શી ગઈ અમને સહુને અને બેઠકની પાઠશાળાને નલિનભાઈએ પ્રોત્સાહન આપ્યું અને અમારું બળ બન્યા ,કવિતાનું વાંચન કરતા અનેક કવિ જાણે જીવંત થયા. કવિતા વાંચવી અને તેને સુંદર રીતે રજુ કરવી એ પણ એક કળા છે.એવો અહેસાસ દર્શનાબેન ભુતા સુકલ અને દર્શનાબેન વારીયા નાડકરણી સાથે અનેક લોકોએ કરાવ્યો.સુંદર અને સરળ થયેલી રજૂઆતને કારણે વાચકોનો રસ છેવટ સુધી જળવાઇ રહ્યો.ખાસ વાત કહીશ કવિતા એ કોઈના ભીતરનું શબ્દચિત્ર છે.જયારે કોઈ રજુ કરે છે અને સુંદર રીતે રજુ કરે છે ત્યારે તેનું નોખું સ્વરૂપ પ્રગટ કરીએ છીએ અને ત્યારે વેદના અને સંવેદનાનો તરજુમો નહિ પણ ભાષાનો દીવો પ્રગટે છે. બસ બેઠક આજ કાર્ય કરે છે નાના નાના કોડીયામાંથી  દીપમાળા પ્રગટવાની છે. જેમાં અનેક વ્યક્તિનો સાથ છે.બેઠકના ગુરુ તરુલતાબેન નો જન્મદિવસ ઉજવી પરિવાર અને પાઠશાળા જેવું વાતાવરણ સર્જાયું.તરુલતા બેને વાર્તા હરીફાય ની જાહેરાત કરી લખવા માટે આગ્રહ કર્યો આમ  બેઠકની પ્રવૃત્તિ ને ગતિમાં રાખી પ્રોત્સાહન આપ્યું ,એષા દાદાવાલા ની કવિતા પણ રજુ કરી. દરેકના સહયોગ અને સેવા થકી આ બેઠક ચાલે છે.આ વાત રાજેશભાઈ એ કરી અને એની નોંધ  ફીલિંગ મેગેઝીને લીધી, જે ખરેખર પ્રસંસનીય છે અને એનો જશ પત્રકાર પ્રદીપભાઈ ત્રિવેદી ને જાય છે.
પ્રજ્ઞા દાદભાવાળા

 

વિનુ મર્ચન્ટ વાર્તા અને નિબંધ સ્પર્ધા નું પરિણામ

મિત્રો ઇનામની જાહેરાત થઇ ગઈ છે અને પરિણામ આ મુજબ છે.

દરેક કેટેગરીમાં પહેલું ઈનામ $૧૦૧

અને બીજું $૫૧, એમ, બે ઈનામો આપવામાં આવશે.

દરેક કેટેગરીમાં $૨૫ના એક એક આશ્વાસન ઈનામ પણ આપવામાં આવશે.

વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા નું પરિણામ –

વાર્તા નું પરિણામ

૧-નંબર -૨૪ -વૈશાલી રાડિયા

૨-નંબર -૧૩-કલ્પનારઘુ શાહ -વાર્તા -૩૧ -આરતી રાજ પોપટ (બે વ્યક્તિ વચ્ચે  વ્હેચાયું છે.)

૩-નંબર -૫-રાજુલ કૌશિક-આશ્વાસન ઈનામ

નિબંધ નું પરિણામ 

૧-નંબર-૧૨-વૈશાલી રાડિયા

૨-નંબર -૧૯ -સપનાબેન

૩-નબર -૧-પ્રવિણા કડકિયા-આશ્વાસન ઈનામ