બસ આગળ વધવું છે.નવા વર્ષનો નવો સંકલ્પ.

 આગળ હજી..  આગળ ..નવી ક્ષિતિજ સર  કરીએ.. આગળ વધવા માગનારને  દુનિયાની કોઈ તાકાત રોકતી  નથી.”મૈં નહીં હમ” એજ  લક્ષ્યને પામવા માટે આપણા સૌનો અભિગમ, બેઠકનો ધ્યેય એક  કરતાં વધુ લોકોને ઊર્ધ્વતા તરફ લઈ જવાનો છે તો યાદ રાખજો કે તમારા કાર્યને પૂરું કરવાની જવાબદારી આખું બ્રહ્માંડ ઉપાડી લેતી હોય છે બસ આજ વાત મને સ્પર્શી જાય છે સાચું કહું મારા શબ્દોને પણ ઝળઝળિયાં આવે છે. મનથી  સદાય અનુભવ્યું છે કે ભગવાને ખોબો ભરીને આપ્યું છે..બેઠકમાં સદાય એક પરિવાર જેવી ભાવના અને મીઠી વીરડી સમાન જેવા  અનુભવો આખા વર્ષ દરમ્યાન માણ્યા તેના માટે આભાર માનવા કરતા તમારા સૌ  માટે આગળ વધવાનું બળ  માંગીશ, તમે સૌ સર્જકો મનમાં ઉમટી આવતા વિચારો શબ્દોમાં પરોવી  સદાય લખતા રહો. 

શબ્દોનું સર્જન બ્લોગની શરૂઆત કરી મૂંગા વડીલોને વાચા આપવા…અને પ્રભુએ મને નિમિત્ત બનાવી, આપણે તો  માત્ર મૌન તોડયું  છે માટે શબ્દો રચાયા છે. ઘણા લેખક એવા હતા જેમના શબ્દો અંદર જ ધરબાઈને પડ્યા હતા  ભાષા અમેરિકામાં ખોવાણી હતી હવે પાછી મેળવી છે. કોઈના લખવાથી બોલવાથી થતા શબ્દનો સર્જનની   વાત છે માટે .. શરૂઆત અવાજથી ભલે થઈ હોય પણ કલમ કસતા  શબ્દો કવિતા ગીત સંગીત પણ બન્યા..તો ક્યારેક નાટક બની પ્રગટ થયા અને આગળ જતા સાહિત્ય પણ બનશે. મોટા સાહિત્યકારને વાંચ્યા, સાંભળ્યા .. પણ સાથે  તમારા  મનની વાત સાંભળી બસ આજ હેતુ સાથે બ્લોગની અને બેઠકની શરૂઆત કરી હતી , સૌથી મોટો ફાયદો સાહિત્યની યાત્રામાં આપણે સૌ સાથે સહયાત્રી બન્યા, સાથે વધુ વાંચન કર્યું, ચિંતન કર્યું  અને ઉત્તમ લેખોનું મનન કરીને ફાયદામાં આપણા જીવનપથને વધારે પ્રકાશિત કરી રહ્યા છીએ..અને હા એ કંઈક નવું જાણવાનો  અને સાહિત્યને માણવાનો  આંનદ એને  વર્ણવી કેમ શકાય,જિંદગીની  કડવાશ, ખારાશ, નિષ્ફળતા કે નકારાત્મક લાગણીને ઓગાળી આપણે સૌ આખા વર્ષ દરમ્યાન હકારાત્મક ઊર્જા લઈને સહિયારો આંનદ માણ્યો, ન જોઈતા વિચારો હરીફાઈનું વિસર્જન કરી નવસર્જન કર્યું. જીવનની વ્યસ્તતાના ભારને હટાવીને મનગમતી પ્રવૃત્તિઓમાં રત રહેવાનો આપણે સૌએ સભાન પ્રયત્ન આદર્યો, અને તેના ફળસ્વરૂપ તમારા સર્જનનો રસાળ પ્રવાહ મળ્યો, માણ્યો,અને આપણા સૌ વચ્ચે .શબ્દ …સંબંધનો સેતુ  રચાયો…શબ્દ સાધકો સાથે વાચકો મળ્યાં, 

આપણે સૌએ ભેગા મળીને જીવનના કેટકેટલા વિવિધ રંગોનું દર્શન કર્યું ! ક્યારેક ખડખડાટ હસ્યા તો ક્યારેક આંખોના ખૂણા ભીના બન્યાં. કોઈકવાર બાળપણના સ્મરણોમાં ઝબોળાયા તો વળી કોઈવાર કલ્પનાના રંગે રંગાયા. ક્યારેક સત્ય વાર્તામાં વિસ્મયનો અનુભવ થયો તો ક્યારેક રોમેરોમ રોમાંચ વ્યાપ્યો ! હકારાત્મકતાએ જીવનને દીપ સમાન પ્રકાશિત કર્યા  તો જિંદગીને એક નવા જ દર્ષ્ટિકોણથી જોઈ .આપણે જ્યાં મૂંઝાયા હોય અથવા અટક્યા હોય ત્યાં અવલોકને માર્ગદર્શન આપ્યું … અને અભિવ્યક્તિએ જાણે જીવનમાં રંગો પૂર્યાં…ઘડીક આપણી ચેતનાને હલાવી મૂકી …. અણીના સમયે આપણો હાથ વાચકો એ ઝાલ્યો  બધે જ “પ્રેમ એક પરમ તત્વ” બની વ્યાપી ગયું। કોઈ દિવસ ન લખનાર લખવા માંડે અને ન વાંચનાર વાંચતા થયા  …તેનું આશ્ચર્ય પણ થયું. તમારા અદ્ભૂત સર્જને તો આજે મારા-તમારા જેવાને કેટલા નિકટ લાવી દીધા અને એક બેઠક પરિવાર રચાયો,આનો યશ માત્ર સર્જક અને વાચકને બેધડક આપું છું. હૈયું લીલુ રાખી લખેલ એક માત્ર લેખ કે ગઝલ કે કવિતા કોઈના જીવને ઉજાળે છે ત્યારે ‘બેઠક’ કે ‘શબ્દોનુંસર્જન‘નું કાર્ય સફળ છે.

તમામ મિત્રોને અહીં યાદ કરીને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આ સાહિત્યયાત્રામાં આર્થિક સહયોગ કરનારા તમામ દાતાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. પ્રેરણા આપનાર લેખકો અને પ્રેરણા આપવા આવેલ સાહિત્યકાર મહેમાનો ને વંદન, સહયોગી, કાર્યકર્તા કરતા મિત્રોને આભાર માની અળગા નહિ કરું, કારણ બ્લોગ અને બેઠક જેણે પોતાના માન્યા અને કાર્ય કર્યું ત્યારે મારાથી આભારનો ભાર ન મુકાય.. રેડિયો, છાપા જેવા મીડિયા આપણું  બળ બન્યાં.. તેમને તેમના કાર્યમાં આગળ વધવાની શુભેચ્છા   જેણે આપણા યજ્ઞમાં પ્રકાશ પાથર્યો હોય તે સર્વના જીવનમાં નવી ખુશી મળે,નવાં  સપનાં સાથે  નવી આશાના કિરણો પ્રસરાય, સુખ સદાય આપ સર્વની સાથે રહે તેવી તેવી શુભ ભાવના.   

ઘણા દાતાઓ ,ગુરુ અને વડીલોની પ્રેરણાથી કામ સતત આગળ વધ્યું પણ સાથે તેમની પાસેથી શીખ્યા કે નામ, યશ અને જશની કલગી પાછળ દોડવા કરતા પરમાર્થ  કરી,નિજાનંદ મેળવવા જેવો બીજો કોઈ આંનદ નથી. આપણે વાંચન કરતા સમજણ કેળવી અને સમજણે જ્ઞાન પીરસ્યું અને આત્મનિરીક્ષણ સાથે ઓગળવાની ક્રિયા પણ એની મેળે થઈ .મનના વિચારોને અભિવ્યક્ત કરી ભાષાને વહેતી રાખતા વિકસવાનું કામ આજે પણ ‘બેઠક’ કરે છે.“એજ આત્મસંતોષ.. એજ  સરવૈયું” 

આયોજક ;પ્રજ્ઞા દાદભાવાળા 

“મારા મિત્રો અને સ્નેહીજનોને નવા વર્ષની શુભેછાઓ”

 

 

 


“સર્જક હોય કે વાચક હોય – તેની ક્ષમતામાં વિશ્વાસ મૂકવાથી તે વધારે ઉત્તમ પરિણામો આપી શકે છે.કોઈની પ્રતિભા વખાણવી અને એમની ક્ષમતાને બહાર કાઢવાની, તેની ક્ષમતામાં વિશ્વાસ કરવો એજ ‘બેઠક’નો ધ્યેય છે. એથી પણ વિશેષ મુળ ભાવ તો ગુજરાતી ભાષાનું સંરક્ષણ કરવું, સર્જકતા નું સંવર્ધન કરવું અને ભાષા માટેની સજ્જતા વધારવી. “

બેઠક -અહેવાલ -રાજેશ શાહ

તસ્વીર -ગુજરાત સમાચાર –

અહેવાલ -રાજેશ શાહ 

બે એરિયાનાં ‘બેઠક’ કાર્યક્રમમાં ભાષા-સાહિત્યની સાથે ગીત-સંગીતની મહેફિલ યોજાઈએરિયા,
તા. 6 ઓગસ્ટ 2018, સોમવારજુલાઈ, ૨૦૧૮ માસની ‘બેઠક’ નવા રંગો લઈને આવી હતી.
શબ્દોની સાથે સૂર અને સંગીત ભળતાં સુનહરી સાંજ આનંદ અને મસ્તીથી ઝુમવા માંડી હતી. બોલીવુડના ખૂબ લોકપ્રિય ગાયક કલાકાર બેલડી સમીર દાતે અને દિપાલી સોમૈયા દાતે એ પુસ્તક પ્રેમીઓને સંગીતની દુનિયામાં ડુબાડી દીધા હતા.સમીર દાતે અને દિપાલી સોમૈયા દાતે એ પુસ્તકપ્રેમીઓ અને સિનિયરોને બોલીવુડના જૂના ગીતો રજૂ કરીને ભરપુર મનોરંજન કરાવ્યું હતું. ગુજરાતી ભાષા પ્રેમીઓ સંગીતની સફરને માણી તરૃલત્તાબેન મહેતાનો વિષય ‘કુટુંબ અને કારકિર્દીના ક્ષેત્રે સંઘર્ષ અને સમતુલન’ ઉપર પોતપોતાના મૌલિક વિચારો રજૂ કરવા સ્ટેજ ઉપર આવ્યા હતા. સ્ત્રી, પુરૃષ અથવા કુટુંબના કોઈપણ પાત્રને લક્ષમાં લઈ પોતપોતાના વિચારો રજૂ કર્યા હતા.

આ વખતે બેઠકમાં  શબ્દ અને સૂરનો એક નોખો અનુભવ થયો.

બેઠક એટલે પુસ્તક પરબ ,પુસ્તક પરબ એટલે પુસ્તકો  આમ જોવા જઈએ તો પુસ્તકો શબ્દથી સભર હોય છે અને શબ્દ વાણી અને અર્થથી સભર બને છે પણ શબ્દને જયારે સંગીતનું સ્વરૂપ પામે છે, ત્યારે શબ્દના સાચા પરમાણુંને સંગીત ઓળખ આપે છે.ત્યારે સંવેદના સાથે એક ભાવ જગત ઉભું થાય છે આપણે આ અનુભવ આજની બેઠકમાં સમીરભાઈ દાતે અને દીપલીબેન સૌમીયા દાતેના સ્વરમાં માણ્યો આ શક્ય બન્યું માત્ર કારણ મનીષાબેન બેઠકમાં એમને લઇ આવ્યા અહી એક ખાસ વાત કહીશ કે પુસ્તક પરબના પ્રણેતા શ્રી પ્રતાપભાઈ પંડ્યાને કારણેશ્રી સમીરભાઈ અને દિપાલીબેને આમંત્રણ ને માન આપી બેઠકને સંગીતમય મહેફિલ બનાવી દીધી.શબ્દ સાથે સુર  અને સાથે બંને પતિપત્નીના કંઠનો સમન્વએ એક ઔલોકિક વાતાવરણ સર્જાયું .દિપાલીબેન અને સમીરભાઈએ અનેક સિનિયરને આજે સ્મિત આપ્યું.સમાજથી આપણે સહુ કશુક મેળવીએ છીએ પણ સમીરભાઈ અને દિપાલીબેને આજે સમાજને આપીને બધાના આશીર્વાદથી ખોબો ભર્યો.આભાર માની અળગા નથી કરવા.ગુજરાતી ભાષા પ્રેમીઓ સંગીતની સફરને માણી તરૃલત્તાબેન મહેતાનો વિષય ‘કુટુંબ અને કારકિર્દીના ક્ષેત્રે સંઘર્ષ અને સમતુલન’ ઉપર પોતપોતાના મૌલિક વિચારો રજૂ કરવા સ્ટેજ ઉપર આવ્યા હતા. સ્ત્રી, પુરૃષ અથવા કુટુંબના કોઈપણ પાત્રને લક્ષમાં લઈ પોતપોતાના વિચારો રજુ કર્યા દિપાલીબેને કુટુંબ અને કારકિર્દીના ક્ષેત્રે સંઘર્ષ અને સમતુલન’ સુંદર રજૂઆત કરી તો દર્શના વારીયાએ નોકરી કી ટોકરી રજુ કરી હાસ્ય સાથે વ્યંગ રજુ કર્યું .
-પ્રજ્ઞા દાદ્ભાવાલા 
અમેરિકામાં માતૃભાષા.માતૃભાષા સંસ્કૃતિનું વહન કરે છે તે દૂર જઈએ ત્યારે જ વધુ અનુભવાય છે.અહીં સિલિકોન વેલી કેલિફોર્નિયામાં ‘બેઠક’ નામે ગુજરાતીઓનું ગ્રુપ છે. જે પુસ્તક પરબ થી માનીતા બનેલ એક વડીલ પ્રતાપભાઈ પંડ્યાની પહેલ છે.આ ગ્રુપમાં અહીં વસેલા એપલ થિંક ટેન્કના પ્રતિનિધિ, ગુગલ સહિતના સોફ્ટવેર એન્જીનીયરો, નિવૃત પ્રાધ્યાપકો, કવિઓ, સાહિત્યકારો,  અબ્જોપતિઓ પણ છે.બહેનોની સક્રિયતા વંદનને પાત્ર છે. ન્યુયોર્ક ગુજરાત સમાચારપત્રના પ્રતિનિધિ પણ છે. વડીલોની મોટી કૃપા છે. દર મહિને શુક્રવારે અચૂક મળવાનું. કવિતા સાહિત્ય વાર્તાની મોજ માણે. ઉત્સવોની અને ગુજરાતથી આવતા કલાકારો સાથેની મોજ તો ખરી જ. ગુજરાતથી આવતા સહુને દિલથી સત્કારે. કલાકારોને વિશેષ રીતે બિરદાવે.અહીં માતૃભાષા દ્વારા સંસ્કૃતિ અને સંસ્કારનું કેવું દાદુ વહન થાય  છે તે સાંગોપાંગ અનુભવી શકાય છે. માતૃભાષાની આ અનેરી તાકાત, આ સત્ય આપણને ઘર આંગણે નથી સમજાતું કે નથી પકડાતું.

નલીનભાઈ પંડિત

અહેવાલ -ગઝલકાર જયારે ગઝલ ગાય છે, ત્યારે વરસી જાય છે અને ન બોલે ત્યારે લોકો તરસી જાય.

કેલિફોર્નિયા મીલ્પીટાસ, ઇન્ડિયા કમ્યૂનિટિ સેન્ટર ખાતે “બેઠક”માં તારીખ ૨૭મી મે 2017ના એક અનોખી

“મનની મહેફિલ” ગુજરાતી ભાષાની “બેઠક”મા પ્રેક્ષકે  માણી.

“બેઠક” મા શરૂઆત મનીષાબેન પંડ્યા  તરફથી આવેલ ભોજનથી કરી. કોઈ એ કહ્યું છે ને અન્ન ભેગા ત્યાં મન ભેગા ​બસ અને લોકો સાત્વિક ગુજરાતી ભોજન સાથે ગુજરાતી પણાનો આનંદ લેતા “બેઠક”માં ગોઠવાયા. શોભિતભાઈની હાજરી થતા’બેઠક’માં કલ્પનાબેને પ્રાર્થના શરુ કરી અને શોભિતભાઈની લખેલ પ્રાર્થના રજૂ કરી બેઠકનો દોર શરુ થયો  ત્યારે બાદ પ્રજ્ઞાબેને સૌને  ‘બેઠક’નો પરિચય આપતા ગઝલ સાથે સૌને આવકાર્યા.“પુસ્તક પરબ”ના પ્રણેતા પ્રતાપભાઈ પંડ્યાને મંચ પર સંબોધન કરવા આમંત્રણ આપતા પ્રજ્ઞાબેને જણાવ્યું કે અખિલ ભારતીય સાહિત્ય પરિષદની ગુજરાત શાખાના અધ્યક્ષ પદે  “પુસ્તક પરબ”ના પ્રણેતા  શિક્ષણવિદ્દ ડૉ. પ્રતાપભાઈ પંડ્યા અને જાણીતા સાહિત્યકાર ડૉ. બળવંતભાઈ જાનીની પ્રભારી તરીકે વરણી કરવામાં આવી છે.જે આપણા સૌ માટે ગૌરવની વાત છે.અને માટે આજે સમાજના અગ્રણી શ્રી સુરેશભાઈ પટેલ પ્રતાપભાઈ પંડ્યાનું ખેસ ઓઢાડી સ્ન્મ્માન કરશે.સુરેશભાઈ પટેલે પ્રતાપભાઇને અભિનંદન આપતા ખેસ પહેરાવી ભેટી નવાજ્યા.અને જાગૃતિબેને ફૂલોનો ગુલદસ્તો આપી આભિનંદન આપ્યા. ડૉ.પ્રતાપભાઈએ ‘બેઠક’ને  સંબોધન કરતા કયું બધાના સાથ સહકારથી જ આ કાર્ય થાય છે. આપણે સૌ સાથે મળી વધુ કાર્ય કરશું.

 

ત્યાર બાદ  શ્રી શોભીભાઈ હસ્તક સપનાબેન વિજાપુરા ના પુસ્તકનું વિમોચન  થયું સપનાબેનનો અને તેમના પુસ્તકનો પરિચય જયશ્રીબેને આપતા કહ્યું કે સપનાબેન હવે બેઠકના લેખિકા છે. ગઝલમાં કલમને કેળવી છે. પણ એક નોખા જ વિષય સાથે આ પુસ્તકમાં વાર્તાઓ લખી ગદ્ય પરીસ્યું છે તો સપનાબેને  આભારની લાગણી વ્યક્ત કરતા  કહ્યું કે શોભિતભાઈ મારા પ્રિય સર્જક છે એમના હાથે મારા પુસ્તકનું વિમોચન થયું તે ખરેખર મારા માટે ખુબ અમુલ્ય છે.  ‘બેઠક’જેટલા જ   પ્રતાપભાઈ મારું બળ છે અને મને સતત પ્રેરણા આપે છે. 

શોભિતભાઈ મંચ પર આવ્યા તે પહેલા ખ્યાતી બ્રમ્ભટ્ટએ એમની એક ગઝલ ની રજૂઆત કરી એમની કલમનો પરિચય આપ્યો તો શિવાની દેસાઈએ વિગતવાર ગઝલ સાથે એમનો પરિચય આપી ‘બેઠક’ના પ્રેક્ષકોને શોભિતભાઈ સાથે જોડી દીધા. પ્રેક્ષકો જેની રાહ જોતા હતા તેનો અંત આવ્યો શોભિતભાઈ એ મંચ સંભાળ્યો. અને પછી સતત કોઈ પણ ડોળ કે આડંબર વગર એમણે સહજ રજૂઆત કરતા ગયા કરતા ગયા અને લોકો ક્યારેક તાળીઓ તો ક્યારેક વાહ વાહ કહી દાદ દેતા,પણ શોભિતભાઈ ક્યાં તાળીઓ સંભાળતા હતા?  એ તો બસ વહેતા જળની જેમ અટક્યા વગર બસ ગઝલનું એક અનોખું માહોલ ઉભું કરી જાણે શબ્દોમાં પોતાને જ શોધતા હતા.ભાવક ચાહક અને પાઠક ત્રણે મહેફિલમાં હાજર હતા. વિસ્મય અને આનંદ બંને બેઠકમાં છલકાતા હતા.

એક કલાક ઉપર સતત બોલ્યા પછી એક બ્રેક લીધો ત્યારે આણલ અંજારિયાએ એમની સ્વરબદ્ધ ગઝલની સુંદર રજૂઆત કરી.લોકો એ તાળીઓથી એમને વધાવી.શબ્દો ને જયારે શૂર મળે છે ત્યારે તે શબ્દો જીવંત થાય છે.મહેશભાઈ રાવલે એ પણ પોતાની રજૂઆત કરી ત્યાં સુધી શોભિતભાઈ ચાર્જ થઇ ફરી મંચ પર ગોઠવાઈ ગયા.ફરી ‘બેઠક’નો એક નવો દોર શરુ થયો.નવા વાતાવરણમાં મરીઝ, કૈલાસથી લઈને ગાલિબ જાણે હાજર થઇ ગયા શોભિતભાઈએ અર્પણ કરેલી ગઝલે એમની યાદ તાજી કરાવી.આખી રજુઆતમાં મસ્તી બે હાથ ઉપર કરી ક્યારેક આકાશ તરફ તો ક્યારેક આપણી તરફ જોઈ વાત કરતા હોય. તો વળી ક્યારેક અચાનક ગઝલ યાદ આવી ગઈ હોય તેવા હાવભાવ સાથે બોલે આહાહા આ સાંભળો…,ક્યારેક અંદર છુપાયેલો કલાકાર ડોક્યું કરતો બહાર આવે અને સ્મિત કરી ગઝલ એવી તો બોલે કે એનો અર્થ શીરાની જેમ સોસરવો ઉતરી જાય. અને ક્યારેક તો કહેતા

  શોભિત ..

ઘડાયેલા નિયમને હું અનુસરવા નથી આવ્યો 

કોઈની પણ અહી ખાલી જગ્યા ભરવા નથી આવ્યો ….. 

જવા કોઈ તૈયાર ન હતું પણ ગયા ત્યારે લોકો તો ખોબો ભરીને ઘણું લઈને ગયા. તેમની અર્થ સભર સરળ ગઝલે લોકોનું અને નવા સર્જકોનું દિલ જીતી લીધું.જમવાના જેટલોજ સંતોષ શોભિતભાઈને પ્રત્યક્ષ સાંભળ્યાનો પ્રેક્ષકોમાં વર્તાતો હતો.અંતમાં ‘બેઠક’ની પ્રણાલિકા પ્રમાણે શોભિતભાઈને એક સ્મુતિચિન્હ “પુસ્તક પરબ” પરિવાર તરફથી આપી તેમના સાહિત્યમાં યોગદાનને પ્રતાપભાઈ પરિવારે નવાજ્યા.તો જાગૃતિબેને ‘બેઠક’તરફથી ખેસ પહેરાવી શોભિતભાઈને પ્રેમથી સંન્માનયા.

 

સૌનો આભાર વ્યક્ત કરતા રાજેશભાઈએ કહ્યું સૌ સાથે મળી કામ કરીએ છીએ તેનો આનંદ છે તેમ છતાં આભાર વ્યક્ત કરવો જરૂરી છે. એક વાત ખુબ સરસ કરી રાજેશભાઈએ કે ગઝલકાર જયારે ગઝલ ગાય છે, ત્યારે વરસી જાય છે અને ન બોલે ત્યારે  લોકો તરસી જાય. અને આ વાત સાથે સૌ સંમંત થઇ શોભિતભાઈભાઈના કાવ્ય સંગહ વાગોળવા હોશે ઘરે લઇ ગયા. ગુજરાતી ભાષા કે સંસ્કૃતિ કેટલી ટકશે તેની લોકો ચિંતા કરતા હોય ત્યારે આવી ‘બેઠકો’ ભાષાને જીવંત રાખતી હોય છે.એ વાત શોભિતભાઈ એ નિહાળી અને કહ્યું અમને પણ તમારા જેવા જ પ્રેક્ષકો અને વાચકો લખવાની વધુ પ્રેરણા આપે છે.તમે અહી ભાષાનું જતન કરો છો.આ બેઠક માત્ર બેઠક નહિ અર્થ સભર એક યાદગાર ગઝલ બની રહી.

શોભિતભાઈએ પ્રજ્ઞાબેનને  અને દીપકભાઈને તેમના એકએક સુંદર પુસ્તક ભેટ આપી  સાહિત્યના કામ કરવાની પ્રેરણા આપી. 

અહેવાલ ‘બેઠક’ના આયોજક:પ્રજ્ઞા દાદભાવાળા.   

          

 

   ​​

અહેવાલ-પી.કે.દાવડા

12321522_10154033922179347_4274725385534948098_n

માર્ચ મહિનાની બેઠક શુક્રવાર તા. ૨૫ મી માર્ચે, મિલપિટાસના ICC માં સાંજે પાંચ વાગે શરૂ થઈ હતી. શરૂઆતમાં પ્રજ્ઞાબહેને ઉપસ્થિત રહેલા સભ્યોને આવકાર આપ્યો હતો. ત્યારબાદ કલ્પનાબહેન અને વસુબેને પ્રાર્થના કરી હતી. પ્રાર્થના પછી શ્રી રાજેશ શાહે બેઠકની માર્ચ મહિનાની ગતિવિધિઓ જણાવી, અને વાર્તા હરિફાઈનું પરિણામ એપ્રિલમાં જાહેર કરવામાં આવશે.

પાઠશાળામાં દાવડા સાહેબે માઈક્રોફીક્ષનના જરૂરી તત્વો સમજાવીને થોડા ઉદાહરણ ટાંક્યા હતા. પ્રજ્ઞાબહેને એપ્રીલ મહિનાનો વિષય માઈક્રોફીક્ષન વાર્તા લખવાનો જાહેર કર્યો હતો. ત્યારબાદ સભ્યોએ હોળી પ્રસંગે લખેલી પોતાની રચનાઓ રજૂ કરી હતી. જાણીતા ગઝલકાર શ્રી મહેશ રાવલે પોતાની બે નવી ગઝલો રજૂ કરી પ્રેક્ષકોને ખુશ કરી દીધા હતા. અંતમાં પ્રજ્ઞાબહેને પોતાની બે રચનાઓ રજૂ કરી બેઠકની કાર્યવાહી સમાપ્ત કરી હતી. હંમેશમુજબ સાઉન્ડ સિસ્ટમ દિલીપભાઈએ સંભાળી હતી. રધુભાઈની ગેરહાજરીથી બેઠકની કાર્યવાહીની વિડિયોગ્રાફી ન થઈ શકી.

હંમેશ મુજબ સ્વાદિષ્ટ સહિયારૂં ભોજન લઈ, એકમેકને હળી મળીને બધા છૂટા પડ્યા હતા.

પી.કે.દાવડા

આપણે ‘ગિનિસ બુક ઓફ રેકોર્ડ’માં સ્થાન મેળવવા જઇ રહ્યા છે.

new-year-gift-2

મિત્રો,

નવા વર્ષ ૨૦૧૬ની શુભ શરૂઆત થઇ ગઇ છે ,,, ઢોલ-નગારા વાગી રહ્યાં છે. આપણી માતૃભાષાનાં સંવર્ધનનાં અભિયાનની શરણાઇનાં સૂર સંભળાય છે. ગુજરાતી ભાષાનો મહાગ્રંથ તૈયાર થઇ રહ્યો છે. જેના મુખ્ય સૂત્રધાર વિજય શાહ, પ્રજ્ઞા દાદભાવાલા, પ્રવિણા કડકીયા, હેમા પટેલ અને કિરણ ઠાકર, જે તન, મન અને ધનથી દિવસ-રાત પ્રયત્નો કરી રહ્યા છે. આ ગ્રંથમાં દુનિયાભરના અનેક લેખકોનાં લેખો તેમજ પુસ્તકોનો સમાવેશ કરવા પ્રયત્ન કરેલો છે.

કૅલીફોર્નીયા, મીલપીટાસ ખાતે ચલાવવામાં આવતી ‘બેઠક’ના એક સંચાલક તરીકે મને જણાવતા આનંદ અને ગર્વ થાય છે કે ‘બેઠક’ના તમામ લેખકોનાં લેખો અને પુસ્તકોનો આ ગ્રંથમાં સમાવેશ કરવામાં આવેલો છે. આ અંગેની જરૂરી પ્રેસનૉટ, ‘બેઠક’ના એક સંચાલક રાજેશ શાહ દ્વારા મેગેઝીન્સ અને ન્યુઝપેપર્સમાં આપવામાં આવેલી છે. ‘બેઠક’ના મુખ્ય સંચાલક પ્રજ્ઞા દાદભાવાલા, આ મહાગ્રંથના સૂત્રધાર પૈકીનાં એક છે, તેનો અમને ગર્વ છે.

‘બેઠક’નો મુખ્ય ઉદ્દેશ, ગુજરાતી ભાષાને પરદેશમાં જીવંત રાખવા માટે ગુજરાતીઓને સાહિત્યક્ષેત્રે બોલતા, વાંચતા અને લખતા કરવાનો રહ્યો છે. જેના પરિપાક રૂપે અનેક નવા લેખકોનો જન્મ થયો છે અને તેના પરિણામરૂપે, બેઠકનાં તમામ લેખકો ‘લીમ્કા બુક ઓફ રેકોર્ડ’ની સફળ સિધ્ધિ બાદ ‘ગિનિસ બુક ઓફ રેકોર્ડ’માં સ્થાન મેળવવા જઇ રહ્યા છે. તમામ લેખકોને મારા દિલથી અભિનંદન અને ધન્યવાદ. ઇશ્વરને પ્રાર્થના કે આ મહાગ્રંથ, તમામ લેખકો અને તેના સૂત્રધારનુ અણમોલ સપનુ સાકાર કરે … ‘ગિનિસ બુક ઓફ રેકોર્ડ’માં સ્થાન મેળવીને …!

કલ્પના રઘુ

આ મહાગ્રંથ આજે અમેરિકન સર્જકો ના દરેક ગદ્ય પ્રકારોને સંકલીત કરી ગીનીઝ વિશ્વ રેકૉર્ડ કરવા કટી બધ્ધ થઇ રહ્યો છે. આ૧૨૧૨૦ પાનાનું પુસ્તક જાન્યુઆરીનાં પહેલા અઠવાડીયે અમદાવાદ ખાતે જોવા મળશે.

બેઠકનો અહેવાલ -રાજેશ શાહ

 

Gujarat Samacharબે એરિયાના સાહિત્યકારોએ સુખની શોધ માટે મંથન કર્યું

– અંતે સૌ સુખને સાથે લઇ છૂટા પડયા

– સૌએ પોત-પોતાના સુખને શોધ્યું સર્વત્ર સુખ વર્તાયું; સુખ છલકાણું

(રાજેશ શાહ દ્વારા)    બે એરિયા, તા. ૧૩
બે એરિયામાં ગુજરાતી ભાષા-સાહિત્ય-સંગીતને પ્રોત્સાહન આપી આપણા સૌની ગૌરવવંતી ગુજરાતી ભાષાને જીવંત રાખવા અને નવી પેઢીને તેનો અમૂલ્ય વારસો આપવા ‘બેઠક’ બેનર હેઠળ સૌ ગુજરાતી ભાષા પ્રેમીઓ જાન્યુઆરી, ૨૦૧૪થી શરૃ કરીને દર મહિને છેલ્લા શુક્રવારે ઈન્ડિયા કોમ્યુનિટિ સેન્ટરમાં એકત્ર થાય છે.
દર મહિને ગુજરાતી ભાષા – સાહિત્યને લગતો એક નવો જ વિચાર વિષય રૃપે નક્કી કરાય છે અને સૌ તેની બેઠકના કાર્યક્રમ વખતે રજૂઆત કરવા તૈયારીઓ શરૃ કરે છે.
બેઠકના સંનિષ્ઠ કાર્યકરો પ્રજ્ઞાાબેન દાદભાવાલા, કલ્પનાબેન રઘુભાઇ તથા સહગુજરાતી ભાષાપ્રેમીઓએ લેખક, વાંચક, પ્રેક્ષક અને કલાકાર વચ્ચે કડી થવાનો એક નૂતન સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે. બેઠકના સપ્ટેમ્બર મહિનાનો વિષય સુખ ઉપર સૌએ પોતપોતાના મૌલિક વિચારોની રજૂઆત કરવા ૨૬ સપ્ટેમ્બર, ૨૦૧૪ના રોજ ઈન્ડિયા કોમ્યુનિટિ સેન્ટરમાં એકત્ર થયા હતા. આજના સુખના વિષયને સૌ ભાષા રસિકોએ ખૂબ પ્રેમથી વધાવી લીધો હતો અને અનોખી રજૂઆત કરવા સૌ તત્પર થયા હતા. આજની બેઠકનું ખાસ આકર્ષણ બે એરિયાના સાહિત્યકાર જયશ્રીબેન મરચન્ટ, પુસ્તક પરબના પ્રતાપભાઇ પંડયા, સંગીત અને સાહિત્યપ્રેમી મહેન્દ્રભાઇ મહેતા અને જાગૃતિબેન શાહ હતા.
બેઠકની શરૃઆતમાં કલ્પનાબેને સરસ્વતી વંદનાથી કરી હતી. ટેક્સાસથી ગુજરાતી સાહિત્ય સરિતા અને સહિયારું સર્જનના શ્રી વિજયભાઇ શાહે ફોન ઉપર કોન્ફરન્સ કોલ કરી સર્વે સાથે વાતો કરી. જયશ્રીબેન મરચન્ટે પોતાના સુખ ઉપર આગવા વિચારો રજૂ કરી ેબેઠકના સર્વે ભાષાપ્રેમીઓને આવા સુંદર કાર્ય કરવા માટે અભિનંદન આપ્યા હતા.
બે એરિયાના બેઠકના ભાષાપ્રેમીઓ કલ્પનાબેન રઘુભાઇએ, ૮૨ વર્ષે પણ સતત કાર્યશીલ રહેતા પ્રજ્ઞાાબેન, પી.કે. દાવડા, રાજેશ શાહ, કુન્તાબેન દિલીપભાઇએ, જયવંતીબેને, વસુબેન, સુબોધ ત્રિવેદી, દિનેશ પટેલ, પિનાકભાઇ દલાલે સુખ વિષય ઉપર સચોટ રજૂઆત કરી હતી.
આજની બેઠકમાં સૌ ભાષાપ્રેમીઓ ઉત્સાહ સાથે આવ્યા, સમગ્ર કાર્યક્રમનો અને સૌની રજૂઆતને પ્રેમપૂર્વક માણી સુખને સાથે લઇને છૂટા પડયા. અહીં સુખ વાંચન બનીને આવ્યું અને શુક્રવારની સાંજે બેઠકમાં સૌએ પોતપોતાના સુખને શોધ્યું અને મેળવ્યું. બધે સુખ અને સુખ વર્તાયું એમ કહો કે સુખ છલકાણું.