હેલીના માણસ ભાગ – 7 | કોરી આંખમાં ભીની વ્યથા

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સહુનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-7 એની છઠ્ઠી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર. 

સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા. 

ગઝલ

મોજ    મસ્તી   તાજગી મારા વિના ક્યારે હતી,

આવી   ઝાકમઝોળ   આ તારી સભા ક્યારે હતી.

પોત   પોતાના    જ માટે    સૌ કરે છે પ્રાર્થના,

કોઈના    માટે    કદી  કોઈ  દુવા   ક્યારે હતી.

હું ય  ક્યાં ફૂલોની  માફક કોઈ દિ’ ખીલી શક્યો,

તું  ય   જો   ખૂશબૂની માફક બેવફા ક્યારે હતી.

એણે   શ્વાસમાં   જ    વાવાઝોડું   સંતાડ્યું હશે,

હા, નહિતર   આવી  ભારેખમ  હવા ક્યારે હતી.

સંત  અથવા  માફિયા માટેના   છે જલસા બધા,

આપણા    માટે તો    આવી સરભરા ક્યારે હતી.

આંખ   ભીની ના  થવાની   શરતે રડવાનું કહ્યું,

કોઈ   પણ   કાનૂનમાં  આવી સજા ક્યારે હતી.

રમતાં રમતાં મેં ગુજારી છે ખલીલ આ જિન્દગી,

મારી   કોરી આંખમાં   ભીની વ્યથા કયારે હતી.

-ખલીલ ધનતેજવી

રસાસ્વાદ : 

સામાન્ય રીતે જ્યારે પ્રાર્થના કરવામાં આવે ત્યારે તે પોતાને માટે અથવા તો પોતાનાં સ્વજનો માટે કરવામાં આવતી હોય છે. આપણને ખબર હોય છે કે, આપણી આસપાસ કેટલાય લોકો એવા હોય છે જેઓ વિવિધ તકલીફોનો સામનો કરતાં હોય છે. કોઈને શારીરિક તો કોઈને માનસિક તો કોઈને આર્થિક તકલીફ હોય આવા લોકો ભલે આપણાથી દુર હોય છતાં આપણે તેમને જાણતાં હોઈએ છીએ. જેમને આપણી પ્રાર્થનાની જરૂર હોય છે. પણ શું આપણે એ લોકો માટે પ્રાર્થના કરીએ છીએ? સ્વાર્થ ત્યજીને આગળ વધી શકીએ છીએ? ના, આવો તો આપણને વિચાર પણ નથી આવતો!

દરેક વ્યક્તિ પોતાની છત પ્રમાણે બધું જ પામે તેવું નથી બનતું. જગતમાં કેટલાય લોકો એવા હોય છે જેમને આવડતના પ્રમાણમાં ઘણું ઓછું મળ્યું હોય છે તો કેટલાક લોકો એવા ભાગ્યશાળી પણ હોય છે, જેમને આવડત કરતાં ઘણું વધારે મળ્યું હોય. આ બધું શું નસીબથી જ મળતું હશે? અહીં કવિ ખુશબુને બેવફા ગણે છે!  ફોરમ પર તો પૂષ્પોની માલિકી હોય પણ ફોરમ તો  તેને છોડીને દુર દુર સુધી હવામાં પ્રસરી જાય છે. એટલે ફૂલ અને ફોરમ વચ્ચે બેવફાઈ તો થઈ જ ને? કવિને સંતોષ છે કે, ન તો પોતે પૂષ્પોની જેમ ખીલ્યાં છે કે ન તેમની પ્રેયસી ફોરમ જેવી બેવફા નિવડી છે. 

આપણામાં એક કહેવત છે કે, ‘બળીયાના બે ભાગ.’

જે લોકો પાસે શારીરિક બળ કે, આર્થિક બળ હોય અથવા તો પછી બુધ્ધિમત્તાનું કે સત્તાનું બળ હોય તેમને તો આ દુનિયામાં જલસા જ હોય છે. અને જે સંતો છે તેઓની પાસે તેમના અનેક સમર્થકોનું બળ હોય છે એટલે એમને ય જલસા જ હોય છે. પરંતુ સામાન્ય માનવીને માટે એ સૌને મળતી બધી સરભરા દુર્લભ હોય છે. 

કોઈ રડવાનું પણ કહે અને આંખો પણ ભીની ના થાય એ શરત મુકે! બોલો! એ તે કેવી સજા? ઘણીવાર સ્વજનો એવડો મોટો ઘા આપે છે ત્યારે ન રડીને તેને જતાવાય કે, ના ફરિયાદ થાય! કવિને આવી કોઈ ઉપાધિ નથી. તેઓ તો પોતાની જિંદગી રમતાં રમતાં સરળતાથી ગુજારે છે. મોજ મસ્તીમાં ગુજારે છે. હંમેશાં આનંદમાં રહીને સહજ મળે તેનો સ્વિકાર કરે છે. વ્યથાને લીધે આંખોમાં આંસુ નહીં તો ભિનાશ તો આવી જ જાય. કવિ આ શેરમાં પોતાના સ્વભાવ, તબિયત અને મિજાજ વિશે વાત કરે છે. અને આવા વ્યક્તિત્વને કારણે જ્યાં જાય ત્યાં છવાઈ જાય અને પોતાની હાજરીથી મુશાયરો જીવંત બની જાય. શેર જોઈએ. 

મોજ    મસ્તી   તાજગી મારા વિના ક્યારે હતી,

આવી   ઝાકમઝોળ   આ તારી સભા ક્યારે હતી.

હવા, સમીરની પાંખે ચઢી ફરફર ફર લહેરાતી હોય, મોસમ હળવી ફુલ બની હોય ત્યારે મનને પણ હળવાશની અનુભૂતિ થાય અને દિલ ખુશીથી બાગબાગ થઈ જાય. આવામાં કોઈનાં એવાં પગલાં પડે કે, આખું વાતાવરણ બોઝીલ બનીને ઉભું રહે. ત્યારે લાગે કે, આગંતુકે જાણે બધું જ રોકી લીધું હોય! હવાની એ લહેર, એમાં ઉમટતી માદક મહેક બધું જાણે કોઈએ પોતાના શ્વાસમાં ભરી લીધું ન હોય! 

મિત્રો, આજની ગઝલ આપ સૌએ મારી નજરે ચોક્કસ માણી હશે. હવે પછી બીજી ગઝલ દ્વારા ખલીલ સાહેબની કલમનાં રંગોને માણવાનો લ્હાવો લઈશું. તો નમસ્કાર મિત્રો. 

રશ્મિ જાગીરદાર 

ગઝલના રસાસ્વાદનું વાચિક્મ : હેલીના માણસ ભાગ – 7 | કોરી આંખમાં ભીની વ્યથા

मेरे तो गिरधर गोपाल – : અલ્પા શાહ

ECE35490-6D37-47E2-ACFC-2B9514ED7F43
મિત્રો આજે આંનદ એ વાતનો છે કે પ્રથમ વખત ઉપાડેલી કલમ જયારે પાપા પગલી ભરતા લાંબી રેસનો ઘોડો પુરવાર થયો છે. ગર્વ તો થાય જ પણ સાથે કશુંક કર્યાનું નિમિત્ત મને ભગવાને બનાવી તેનો હર્ષ પણ અનુભવું છું.
 
હા! હું અલ્પાબેનની વાત કરું છું અલ્પાબેન શાહે “मेरे तो गिरधर गोपाल”  લેખમાળાની સફર તેના અંતિમ તબક્કામાં લાવી પોતાની કલમને એક પરિપક્વ કલમ તરીકે પુરવાર કરી છે.પોતાને ગમે તેજ લખવું અને જે સ્ફુરે તેજ અભિવ્યક્ત કરવાની કળા ધરાવતા આલ્પાબેન 600 વર્ષ જુના મીરાંને જીવંત કર્યા .મીરા વિષે અનેકે લખ્યું હશે પણ મીરા દરેક સ્ત્રીમાં જીવે છે તે વાતનો અહેસાસ એમની લેખમાળામાં એમણે કરાવ્યો આ જમાનામાં મીરાં કોઈ થઇ ન શકે પણ તેમ છતાં મીરા આજે પણ દરેક સ્ત્રીમાં વસે છે. આ અનુભૂતિનો અહેસાસ સમાજને આપ્યો છે.
અલ્પાએ મીરાંને એક ચિત્રકારની જેમ ઉપસાવ્યા છે. પોતે ચિત્રકામ જાણે છે માટે જિંદગીના દરેક રંગોની તેને ઓળખ છે. મીરાંની જિંદગીના અનેક રંગો આપણી સમક્ષ લાવી મીરા એક સામાન્ય સ્ત્રી નથી એનું એક અલાયદુ સ્થાન છે એ આ લેખમાળા દ્વારા પુરવાર કર્યું છે. મીરાં ભલે સંસારથી પર રહ્યા પણ સંસારના ઉત્તમ મઘ્યમ અને અધમ અનેક પ્રકારના માનવીઓના સંસારને એમણે અંતરની આંખે નિહાળ્યો છે એ વાત પ્રસઁગ દ્વારા રજુ કરી અલ્પાબેને આપણને મીરાંની ઓળખ કરાવી છે. તો નવી પેઠીને આકર્ષે તેવા અંગ્રજી વાક્યો દ્વારા વાતને અકબંધ પ્રામાણિકતા સાથે પીરસી મીરાની લેખમાળામાં એક આકર્ષણ ઉભુ કર્યું છે.મીરાંના પદ એટલે “Art of Living” આમ સહજપણે એક આધુનિક સંદર્ભ આપ્યો છે, જ મને, તમને આકર્ષવા માટે પુરતું છે,નહિ તો આજના જમાનાની પેઢી મીરાંને શું કામ વાંચે ?
 
મીરાં એકમાત્ર એવી કવયિત્રી છે જેણે ગાજવીજ સાથે પ્રેમની વાત કરી છે તેમ છતાં જ્ઞાનથી છલોછલ શબ્દો અને ભક્તિ પેદો આપતા મીરા એ તત્વજ્ઞાન પણ પિરસ્યું છે, એ વાતને અલ્પાએ પોતાની જાતને પ્રશ્ન કરી અને તેમાંથી જવાબ મેળવી આપણી સમક્ષ મૂક્યું છે જે તમે તેની 41મી લેખમાળામાં માણ્યું હશે. તો સાથે મીરાંબાઈ મનની ચંચળતા અને માનવ સહજ દુર્ગુણો પર નજર અંદાઝ કર્યા વગર દાખવ્યા છે, જે અલ્પાની કલમનો સ્વતંત્ર મિજાજ દર્શાવે છે. લખવું પણ માત્ર બીજાને સારું લગાડવા નહીં એ વાતના પડઘા એની લેખમાળામાં વર્તાયા છે.
અલ્પાને મીરાં ગમે છે તેનું કારણ મીરાંની નિર્ભયતા છે,જીવન જ સંઘર્ષનો પર્યાય હતો છતાંય એ સંઘર્ષો સામે ઝઝૂમતો પોતાની પસંદગી મુજબનું જીવન જીવી ગઈ.મીરાંના પદો સમજાવતા ભક્તિભાવ સાથે મીરાંનો અવ્યહવારુ મિજાજ દેખાડી લેખિકા આપણું લક્ષ ખેચે છે મીરાં દાબદબાણ,ભય,વ્હેમ,ષડયંત્રથી પર હતા એ વાત અલ્પા ક્યાંક ને ક્યાંય પદના અર્થમાં અથવા પ્રસંગો દ્વારા આપણી સામે મૂકી મીરાંને અદભુત રીતે રજૂ કર્યા છે.અલ્પાની કલમ અહીં જુદી તરી આવે છે.
 
પ્રસંગોનું નિરૂપણ પણ સરસ છે.મીરાંબાઈનાં લૌકિક સંબંધોથી માંડી આધ્યાત્મિક કૃષ્ણ સાથે ના સંબંધોને અલ્પાએ વાર્તાની જેમ પ્રગટ કરી વાચકનો રસ પણ જાળવ્યો છે.તો ક્યારેક પોતાના મંતવ્ય મૂકી નીડરતા પણ દાખવી છે.
અલ્પા કૃષ્ણને પ્રેમ કરે છે માટે મીરાંને સમજી શકી છે. મીરાંના પ્રિયતમ પ્રત્યેની તીવ્ર લાલસા, ઉત્કંઠા અને મિલનના ભાવ બધું જ સરસ રીતે કાવ્યોના આસ્વાદ દ્વારા પ્રગટ કર્યું છે મુખ્ય વાત એ છે પહેલીવાર ઉપાડેલી કલમ થકી શબ્દો પ્રગટયા છે માટે અલ્પાને આભિનંદન આપવા જોઈએ સામાન્ય રીતે કોઈ પણ સર્જક પોતાના વિચારો દર્શાવવા સભાનપણે પ્રયાસ કરતા જ હોય છે પણ અલ્પાએ કોઈ સભાન ચેષ્ઠા કરી હોય તેવું મને લાગતું નથી પરંતુ તેમના અંતરમાં ચાલતા ભાવોએ જ અનાયાસે એણે પ્રગટ કરીને તેમનાં મનના વિચારોને વહાવ્યા છે જેમાં મૌલિકતા પ્રગટ થાય છે.આવી મૌલિક કલમ વધુ વધુ ખીલે એ ભાવના સાથે અલ્પાને ફરી લખવાનું આમંત્રણ આપું છું.

પ્રજ્ઞા દાદભાવાળા 

હા… હવે કંઈક નવું ૨૦૨૧માં

આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ image2.jpg છે

           માણસની ખરી લડાઈ સમય સાથે હોય છે.કયારેક આરોહ તો  ક્યારેક અવરોહ..આમ પણ સમય અને કુદરતના મિજાજના ક્યાં કોઈ જાણી શક્યા છે? સમય ક્યારેક ‘હા’ કહે ને ક્યારેક ‘ના’ કહે પણ,એના ‘હા’માં ‘હકાર’ ક્યાં છે? ‘ના’માં ‘નકાર’ પણ ક્યાં હોય છે?   કુદરત અને સમય  બધા ભેદ ખોલે અને એ જ આપણી આંખ પણ ખોલે.સમતોલપણું આપણે શોધવાનું છે.

        આપણે સૌ આ માહોલમાંથી પસાર થતાં હોઈએ છીએ તેમ છતાં ઈશ્વરે આપેલી શક્તિ આપણે હકારત્મક અને સર્જનાત્મક દિશામાં વાળી અને  સાથે આપણા લક્ષ્યને પામવા માટે આપણે સૌએ વાંચન સાથે સર્જન કર્યું  અને આપણા સૌને અભિગમ પણ કેવો “વિકસો અને વિકસાવો”અને ‘બેઠક’માં પુરુષાર્થનો સંગમ સર્જાયો  ‘બેઠક’ એટલે પાઠશાળા અને  ‘બેઠક’નો ધ્યેય એક કરતાં વધુ લોકોને ઊર્ધ્વતા તરફ લઈ જવાનો છે.આગળ વધવા માગનારને દુનિયાની કોઈ તાકાત રોકતી નથી.હાથ જો મુઠ્ઠી થઈ જાય તો કિસ્મતને પકડવાનું કામ સહેલું છે.તો યાદ રાખજો કે તમારા કાર્યને પૂરું કરવાની જવાબદારી આખું બ્રહ્માંડ ઉપાડી લેતી હોય છે.

       ‘બેઠક’માં સદાય એક પરિવાર જેવી ભાવના અને મીઠી વીરડી સમાન જેવા અનુભવો આટલા વર્ષ દરમ્યાન માણ્યા તેના માટે તમારો આભાર માનવા કરતા તમારા સૌ માટે આગળ વધવાનું બળ માંગીશ,તમે સૌ સર્જકો મનમાં ઉમટી આવતા વિચારો શબ્દોમાં પરોવી સદાય લખતા રહો.
        “શબ્દોનું સર્જન” બ્લોગની શરૂઆત કરી મૂંગા વડીલોને વાચા આપવા…અને પ્રભુએ મને નિમિત્ત બનાવી, આપણે તો માત્ર મૌન તોડયું છે માટે શબ્દો રચાયા છે.શબ્દ શૂન્ય છે અને સર્જન પણ છે, શબ્દ ભાષા છે તો ક્યારેક મૌન પણ શબ્દ જ છે, શબ્દ ક્યારેક ઝાકળની ભીનાશ પણ બની જાય..છે.તો ક્યારેક વહેતી લાગણીઓમાં ભીંજવી નાખે છે.ઘણા લેખક એવા હતા જેમના શબ્દો અંદર જ ધરબાઈને પડ્યા હતા, કોઈના લખવાથી બોલવાથી થતા શબ્દનો સર્જનની વાત કરું છું. તમે સૌએ હિમત કરી શરૂઆત કરી અને  કલમ કસતા શબ્દો કવિતા ગીત સંગીત પણ બન્યા..તો ક્યારેક નાટક બની પ્રગટ થયા અને આગળ જતા સાહિત્ય પણ બનશે. મોટા સાહિત્યકારને વાંચ્યા, સાંભળ્યા .. પણ સાથે તમારા મનની વાત સાંભળી બસ આજ હેતુ સાથે બ્લોગની અને બેઠકની શરૂઆત કરી હતી, સૌથી મોટો ફાયદો સાહિત્યની યાત્રામાં આપણે સૌ સાથે સહયાત્રી બન્યા, સાથે વધુ વાંચન કર્યું, ચિંતન કર્યું અને ઉત્તમ લેખોનું મનન કર્યું તે તો ફાયદામાં,જીવનમાં જ્ઞાનનો ઉજાસ મળ્યો  
         ૨૦૨૦માં ઘરમાં બેસીને સાહિત્યને માણવાનો આંનદ લીધો એને વર્ણવી કેમ શકાય,જિંદગીની કડવાશ, ખારાશ, નિષ્ફળતા કે નકારાત્મક લાગણીને ઓગાળી આપણે સૌ આખા વર્ષ દરમ્યાન હકારાત્મક ઊર્જા લઈને સહિયારો આંનદ માણ્યો, ન જોઈતા વિચારો, ડરનું વિસર્જન કરી નવસર્જન કર્યું. જીવનની ભયંકરતાના ભારને હટાવીને મનગમતી પ્રવૃત્તિઓમાં રત રહેવાનો આપણે સૌએ સભાન પ્રયત્ન આદર્યો, અને તેના ફળસ્વરૂપ તમારા સર્જનનો રસાળ પ્રવાહ મળ્યો, માણ્યો. 
          મિત્રો શબ્દોના સર્જન પર નવા વર્ષના નવા ઉજાસ અને ઉત્સાહ સાથે આપણે નવી લેખમાળા લઈને આવી રહ્યા છીએ, ૨૦૨૦માં બેઠકના આપે  સર્વ  સર્જકોને તમે ઉત્સાહ સાથે વધાવ્યા. સર્જનનો રસાળ પ્રવાહ તમને મળ્યો, માણ્યો,અને આપણા સૌ વચ્ચે ..શબ્દ …સંબંધનો સેતુ રચાયો…શબ્દ સાધકો સાથે વાચકો મળ્યાં, ..અને હા હવે કંઈક નવું તો એજ પ્રવાહને આગળ વધારતા તમારા માટે નવી લેખમાળા લઈને આવી રહ્યા છે.

 1. સોમવાર -રાજુલ કૌશિક -વાર્તા અલકમલકની 
 2. મંગળવાર -ગીતાબેન, સુભાષભાઈ ભટ્ટ -સિક્કાની બે બાજુ
 3. બુધવાર -જિગીષા પટેલ -અજ્ઞાતવાસ  
 4. ગુરુવારે -અલ્પા શાહ -જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ.
 5. શુક્રવારે -રીટા જાની -સ્પંદન 
 6. શનિવાર -મૌલિક વિચાર -હોપસ્કોપ
 7. રવિવારે -કુમુદ પરીખ -અનુભવની અનુભૂતિ 

          મિત્રો એમને વધાવવાની જવાબદારી તમારી છે. આ સાથે વાગ્મી કચ્છી, નયના બેન પટેલ પણ તેમની વાચિકમની નવી વિડીયો રજુ કરશે… સાહિત્ય સર્જક એટલે પ્રેરણાનાં બીજમાંથી ફૂટેલ એક અનમોલ અંકુર. એ અંકુર જ્યારે મજબૂત અને વિશાળ બને ત્યારે વટવૃક્ષ જેવું બની જતું હોય છે. એવા જ વટવૃક્ષનાં છાંયડામાં બેઠકના આ બ્લોગ પર અદ્ભુત લેખમાળા વાંચવાનો લહાવો આપતા  રહીશું ,દરેક સર્જકોનું સ્વાગત છે.

-પ્રજ્ઞા દાદભાવાળા

આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ cropped-bethak-5-e1495737598661.jpg છે

વર્ષ ૨૦૨૦

મિત્રો વર્ષ ૨૦૨૦

જુદીજ રીતે આવ્યું ન ધારેલું ન વિચારેલું બધું જ થયું.

થોડા ડર્યા,ફફડ્યા અરેરાટી વહેંચીએ..ક્યારેક કકળાટ પણ કર્યો અંતે ઘરમાં પડ્યા રહ્યા.

પણ આપણે સૌએ ઘરમાં બેસીને પણ બેઠકમાં અનેક પ્રવૃત્તિ કરી.

લોકડાઉન દરમ્યાન ઝૂમેં આપણને આખા વિશ્વ સાથે જોડી દીધા.

તો ચાલો જોઈએ આપણે બેઠકમાં સૌએ સાથે મળી શું પ્રવૃત્તિ કરી.

 1. જાન્યઆરી મહિનામાં જયશ્રીબેનની ‘વિનુ મરચન્ટ વાર્તા ‘સ્પર્ધા યોજાઈ.

 2. માર્ચ મહિનામાં તો ખુબ ડર્યા એટલે બધાએ સાથે સમૂહ પ્રાર્થના કરી.

 3. કોઈએ પ્રાર્થના લખી તો કોઈએ ગાઈ તો કોઈએ વળી લખી સ્વરબધ્ધ કરીને, ગાઈને વહેંચ્યા

 4. અપ્રિલ મહિનામાં ઝૂમ પર બેઠક બોલાવી ને બધાએ ટેકનોલોજીને વધાવી. સ્વીકારી અને પ્રકૃતિના કોપનો સામનો કર્યો.

 5. મેં મહિનામાં ગુજરાત ગૌરવ દિવસનું આયોજન કર્યું.વિશ્વભરના લોકો જોડાયા.

 6. ભાગ્યેશ જહા ,ઉષાબેન ઉપાદ્યાય ,ઉત્કર્ષ મજમુદાર,નયના પટેલ સાથે બેએરીયાના બધાજ કલાકારોએ ભાગ લીધો સંગીત સાહિત્ય પરસ્યું અને ગુજરાતી હોવાનું ગૌરવ લીધું ૨૫૦થી વધુ લોકો zoom પર જોડાયા.

 7. જુનમાં તો કોઈએ ન કર્યો હોય તવો નાટ્ય પ્રયોગ zoom પર live કર્યો.

  બધા જ કલાકારે ઘરમાં જ સ્ટેજ ઉભું કર્યું અને જાતેજ વેશભૂષા સર્જી કલાકાર જ લેખક બન્યો.

  અને ભગવાન ઉપર “તોહમતનામું’ કરી નાટ્યનો નવતર પ્રયોગ કર્યો.zoom પર કર્યો.

  અનેક લોકોએ ભાગ લીધો અને સર્જન અને સર્જકતાને જાણે સાથે મળી ખીલવી.

 8. ત્યારે બાદ બેઠકે પાંચ “વ્યક્તિથી અભિવ્યક્તિ”ની શ્રેણી બેઠકના ઉપકર્મેક્રમે પ્રસ્તુત કરી.

  જેમાં મીરાં, અવિનાશ વ્યાસ ,કબીર, ઝવેરચંદ મેઘાણી, અને મુનશીને વ્યક્ત કર્યા.

  અને નાટક સંગીત કવિતા અને સાહિત્ય પીરસી સર્જકો અભિવ્યક્ત થયા.

  આ પાંચ શ્રેણી દરમ્યાન અનેક અતિથિવિશેષ આવ્યા અને “બેઠક”ને શોભાવી

  જેમકે ગૌરાંગ વ્યાસ,ધીરેન અવાશિયા,કૌશિક અમીન,બળવંતભાઈ જાની ,ઉષા ઉપાદ્યાય,શબનમ વિરમાણી,રજનીકુમાર પંડ્યા, પાર્થિવ ગોહિલ,વાગ્મી કચ્છી,ઉર્જીતા પાલખીવાલાએ નૃત્ય પીરસ્યું તો ફાનાટીકા એ વાચિકમ પ્રસ્તુત કર્યું. આમ કલા સાહિત્ય અનેક રીતે વિકસ્યું અને પ્રસ્તુત થયું.

 9. આસાથે આપણા બ્લોગ ઉપર અવિનાશ વ્યાસ,મીરા,કબીર,ઝવેરચંદ મેઘાણી, અને મુનશી જેવા સાહિત્યના વિષયને લઇ ૫૧ અંકની શ્રેણી સર્જાઈ ,લેખકોએ કલમ ને કેળવી અને વાંચન સાથે સર્જન કર્યું.બોસ્ટનના રાજુલ શાહ, અલ્પા શાહ, એલેથી ગીતાબેન ,જીગીષા પટેલ અને રીટા જાનીએ પોતે વાંચન દ્વારા અને સર્જન કરી વિકસી સૌને વિકસાવ્યા.ત્યારે  તેમની નિષ્ઠા.થકી  creativityથી ભરપૂર. ક્ષમતાઓ છલકાઈ એનો અનેરો આનંદ અને અદકેરું ગૌરવ બેઠકને છે

 10. આ સાથે વાગ્મી કચ્છીએ જયશ્રીબેન મર્ચન્ટ ની વાર્તાઓ કલાત્મક રીતે youtube દ્વારા પ્રસ્તુત કરી

  અનેક લોકો સુધી પોહચાડી. જે બેઠકની youtube ચેનલ પર છે.

  તમારા પ્રિયજનો સાથે હવે આ સરળતાથી વહેંચી શકાશે.

 11. તો અલ્પાબેન શાહ શબ્દ એક અર્થ અનેક પ્રસ્તુત કરી વિચારો ને ફેલાવ્ય આ કોરોના કાળે લોકોને હંફાવી દીધા, હરાવી દીધા કે ગભરાવી દીધા અને  એની સામે ઘણા લોકોએ ઘણી સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરી

 12. તો ગુગમ અને બેઠકે સાથે મળી લોકડાઉન સમય દરમ્યાન એકજ વિષય પર અનેક કવિ, કવિયત્રીને ઔડીઓ દ્વારા  51 એપિસોડ બનાવ્યા જે અત્યારે youtube પર બેઠકની ચેનલ પર છે.

 13. લંડનથી નયનાબેન જોડાયા youtube પર વાચિકમ કરી વાર્આતાઓ પીરસી , સાથે ઇન્ડોનેશિયાથી આપણી સાથે મિત્તલબેન જોડાયા જેમણે ચંદ્રકાંત બક્ષીની નિબંધ અને વાર્તાની શ્રેણી શરુ કરી આ બધી વિડીયો youtube સાથે બેઠકના ફચેબૂક પર પ્રસ્તુત છે.ગમે ત્યારે સાંભળો વાંચવાનો કંટાળો આવે તો સાંભળી સાહિત્યનુ રસપાન કરો.આમ કારોના કાળે બેઠકની સર્જક વૃતિને વધારી,

 14. 13. મા શારદા મા સરસ્વતી મા શકતીનો ત્રિવેણી સંગમ સતત બેઠક પર વરતાયો.દરેક વ્યક્તિના મન કલમ સ્વર અને સ્વાસ્થ્ય મા વહેતો રહે એજ આજ દિવસની તમારા માટે શુભ ભાવના

 15. આ સિવાય અનેક છપાઓએ જેમકે ફિલિંગ , દિવ્ય ભાસ્કર ગુજરાત સમાચાર ગુજરાત newsline ગુજરાત timesએ બેઠકના કાર્યની નોધ લીધી જોનો બેઠક ઋણ સ્વીકાર કરે છે.

અહેવાલ -રાજેશ શાહ -જાન્યુઆરી -૨૦૨૦

“બેઠક”ની પ્રવૃત્તિ અંગે  અને તેની અસરકારકતા અંગે રાજેશભાઈ નો સુંદર અહેવાલ અહેવાલ અહી પ્રસ્તુત છે. રાજેશભાઈ દિલથી આભાર.

 

કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 03

આપણી આંખ મંઝિલ કે લક્ષ્ય જોવામાં એટલું રોકાયેલી હોય છે કે એ મંઝિલે પહોંચવાના રસ્તા પર જે ખજાનો છે તેને જોતી જ નથી. આપણે ક્યાંય પણ પૂર્ણપણે નથી. હંમેશા વેરાયેલા ને વિખરાયેલા રહીએ છીએ. તેથી એ રળિયામણી અને સોહામણી સફરની મજા ગુમાવીએ છીએ. જીવનના રસ્તાના એ વિવિધ રંગો, મન મૂકીને વરસતાં પ્રકૃતિના તરંગો, માનવ સંબંધોનું એ ઐશ્વર્ય મનના ટ્રાફિકજામમાં એવું અટવાઈ જાય છે કે આપણે મહિમાહીન પૂર્ણવિરામને તાકતાં રહીએ છીએ અને ચૈતન્યની વસંતના રસ્તાને માણવાથી વંચિત રહી છીએ. મુનશીના સાહિત્યવૈભવને જાણવા તેમનાં જીવનના રસ્તાની સફર પણ કરવી  જ રહી.

કોઈપણ સર્જન અથાગ પરિશ્રમ અને કલ્પનાનો આવિષ્કાર હોય છે. મુનશીનાં સર્જનને સમજવા માટે, તેમનાં જીવન અને ઉછેરની બારાખડી ઉકેલવા માટે તેમની જીવન કથાની ત્રણ કૃતિઓ સૌ પ્રથમ વાંચવી જરૂરી છે.

1.  ‘અડધે રસ્તે’ પહેલો ભાગ 1887થી 1906 સુધીનો

2. ‘સીધાં ચઢાણ’ બીજો ભાગ 1906થી 1922 સુધીનો

3.’સ્વપનસિદ્ધીની શોધમાં’ ત્રીજો ભાગ 1923થી 1926 સુધીનો.


છ બહેનોના ભાઈ કનૈયાલાલ મુનશીનો જન્મ ઈ.સ. 1887ની ડિસેમ્બરની 3મી તારીખે થયો હતો. માતૃપાલવમાં છુપાયેલું બાળપણ એ સમૃદ્ધિનો આસોપાલવ છે. આ એ સમય છે જેમાં વ્યક્તિત્વનો અણસાર અને ભણકાર રહેલો છે. વ્યક્તિનું કૌશલ્ય, તેનાં સ્વપ્નો, તેની સમજણ, તેના સ્વભાવનો નકશો તેના બાળપણમાં અભિપ્રેત છે.  તેથી જ ‘અડધે રસ્તે’ની શરૂઆત થાય છે ‘ટેકરાના મુનશીઓ’થી. ચારિત્ર્યઘડતર પર મુખ્યત્વે ત્રણ પરિબળો અસર કરે છે:

1. વારસાગત પરિબળો

2. ઉછેરગત પરિબળો

3. રાજકીય, આર્થિક પરિબળો

‘ટેકરાના મુનશીઓ’ વાંચતાં કનૈયાલાલ મુનશીના સંદર્ભમાં આ તમામ પરિબળોનો તેમનાં જીવન પર કેવો પ્રભાવ રહ્યો હશે તેનો અંદાજ આવે છે. તેમાં ટેકરાનું સ્વામિત્વ અને ગૌરવની વાત આપણી સમક્ષ તાદૃશ થાય છે. ટેકરાના મુનશીઓની કૌટુંબિક વાતો, ભરૂચના ભાર્ગવ બ્રાહ્મણનો મિજાજ, તેમની ઉગ્રતા અને મુત્સદ્દીગીરી, સામાજિક સ્થાન, તેમની ન્યાત, પૂર્વજોની કીર્તિ, મુનશીગીરીનો રૂઆબ અને કારભાર આપણને જાણે તે સમયખંડમાં લઈ જાય છે. મુનશીઓની વિદ્વતા, વાક્પટુતા અને ઔદાર્યની મિસાલ લેવાતી હતી. તો ધીરજકાકા જેવા વિનોદવૃત્તી ધરાવતા વડીલો પણ હતા. વિદ્યાવ્યાસંગી, ગર્વિષ્ઠ, બાહોશ અને કર્તવ્યનિષ્ઠ કુળના મુનશીઓએ પરદેશી રાજ્યતંત્રની વફાદારી કરી મુનસફગીરી મેળવી.  મુનશીજી એ સમયની સામાજિક, રાજકીય, કૌટુંબિક સ્થિતિનો તાદૃશ ચિતાર રજૂ કરે છે. 

એ સમયની સ્ત્રીઓનું જીવન કેવું હતું, તેમનું સ્થાન કેવું હતું તેની વિસ્તારપૂર્વક વાતો મુનશી કરે છે. રુખીબા જેવી સ્ત્રીઓ કે જેના પ્રતાપે ભાર્ગવની ન્યાત થરથર કાંપતી. તેઓ ભયંકર ગાળોનો લાવા સમા દઝાડતા વરસાદથી ગામના છેડે આવેલાં ઘરમાં આગ ઉડાડી શકતી. તેનાથી બીજી સ્ત્રીઓનું જીવન અનુકંપાપાત્ર બની જતું. તો ગામના ઝગડા,  કુટુંબના ઝગડા, મિલકતના ભાગ માટે યાદવાસ્થળીની વાતોમાં એ સમયનું સમગ્ર સમાજજીવન સુપેરે ઊભરી આવે છે. મુનશીના માતાપિતા-બાપાજી અને બા- માણેકલાલ ઉર્ફે માણકાભાઈ અને તાપીનું પાત્રાલેખન ખૂબ સુંદર છે. બંને વચ્ચે પ્રેમ છે, સમજણ છે, આદર્શમય ઐક્ય છે અને સાથે મળીને જીવનના પડકારોનો સામનો કરવાની તૈયારી પણ છે. એ યુગના લોકોનાં અભિમાન અને બાલીશતા કેવાં હતાં તે કલ્પવા જઈએ તો આજે કલ્પના પણ ન ચાલે. એવું જ સ્ત્રીઓની બાબતે પણ કહી શકાય. સ્ત્રી કેળવણી વિરુદ્ધનો પવન હતો. બાળલગ્ન અને બાળવૈધવ્ય ખૂબ સામાન્ય હતાં. મુનશીની બે બહેનો 17 અને 19 વર્ષની વયે વિધવા બની. આ જમાનાને તો ‘ન્યાત મળી’  કે ‘ન્યાતની પટલાઈ’ નો અર્થ સમજતાં પણ વાર લાગશે.

કેટલાક શબ્દચિત્ર મુનશીની કલમમાં જ માણીએ.

મુનશી પોતાના માટે કહે છે:

* ઘરનાં છજામાં બેસી લીમડો જોઈ વન, ઉદ્યાનની કલ્પના કરી આનંદ લેતો. છેક નાનો હતો ત્યારે, સરસ્વતી મને એમની મારફતે વિદ્યા મેળવવાના સંદેશા મોકલતી એમ હું માનતો.

*  હું જન્મ્યો ત્યારે ઘણો મોંઘો અને માનીતો હતો. મારા પગલે બાપાજી મામલતદારીમાં કાયમ થયા. હું નાનો હતો ત્યારે મારામાં ઘણું ડહાપણ છે એવી માન્યતા મેં પ્રસારી હતી, કેવી રીતે તે મને ખબર નથી.

* મૃત્યુલોકમાં હું મારી મેળે, દેવોની મહેરબાની વગર આવી ચડ્યો. ઊતરતી વયે બાએ બાધા લીધી કે પુત્ર આવે તો કોઈ દેવદેવીને કંઈ ન કરવું: ને હું આવી પડ્યો. મારામાં દેવો વિશે અશ્રદ્ધા અને આચાર વિચારની ભખળતા આજ કારણથી આવી છે એમ ઘરડાં સંબંધીઓ ખાતરીથી માને છે.

* મોંઘા દીકરાનું જતન કરવા બધાં, સકારણ કે અકારણ, કંઈ ને કંઈ કર્યા જ કરતાં, તેથી મને ટેવ પડી ગઈ. એવું કરતાં ચૂકી જાય તો મારો જીવ ગૂંગળાઈ જાય, મને જીવન નિરર્થક લાગે અને વૈરાગ્ય પર પ્રેમ આવી જાય.

* હું ટેકરા પર વૈરનું ફળ બનીને આવી પડ્યો. બાપાજી એ છેલ્લીવારના છોકરા માટે ભાગ માંગ્યો. ચાલીસ વર્ષ પછી મોટાકાકાના કારભારમાં હાથ નાંખવાનો પ્રયત્ન થયો…ગજબ થઈ ગયો! યુદ્ધનાં ડંકા નિશાનો વાગવા માંડ્યા, શંખનાદ ફૂંકાયા, પ્રતિશબ્દ થયા ને ટેકરા પર યાદવાસ્થળીનો પ્રારંભ થઈ ગયો.

આ ઝાંખી પરથી ખ્યાલ આવશે કે  કનૈયાલાલ મુનશીના જીવનની શરૂઆત કઈ રીતે થઈ. બાળપણ એક ઉંબરો છે. તે ઉંબરો છોડ્યા પછી કિશોરાવસ્થા અને યુવાવસ્થા આવે છે. બંને ચિત્રમાં રંગ જુદા છે. બાળપણનાં સંસ્મરણોમાં હજુ બાળક પોતાની આસપાસનાં  કૌટુંબિક જીવનનો પરિચય મેળવે છે. મુખ્ય રંગ હોય છે વાત્સલ્ય કે તોફાનમસ્તીનો. કિશોરાવસ્થામાં પ્રવેશ્યા બાદ વિકસતી સમજણ વડે ચારિત્રઘડતર થાય છે.


એ જોઈશું આવતા વખતે…..

— રીટા જાની

વિદેશમાં ગુજરાતી સાહિત્ય-સંસ્કૃતિને આગળ ધપાવતાં મહિલા: પ્રજ્ઞા દાદભાવાળા- નવગુજરાત સમય > પ્રતિભા (રાજુલ કૌશિક)

વિદેશમાં  ગુજરાતી સાહિત્ય-સંસ્કૃતિને આગળ ધપાવતાં મહિલા: પ્રજ્ઞા દાદભાવાળા

1 / 1

પ્રજ્ઞાબેન પોતાની સિદ્ધિનો યશ પતિ અને પરિવારને આપે છે

– કેલિફોર્નિયાના બે એરિયા અને હ્યુસ્ટનના સાહિત્યરસિકો સાથે મળીને તેમણે અનેક લેખકોના કાર્યને સંકલિત કરીને ‘સંવર્ધન માતૃભાષાનું’ નામનો મહાગ્રંથ તૈયાર કર્યો, જેમાં વાર્તા, નિબંધ, નવલિકા, નવલકથા, ચિંતન લેખો, ગીત, કાવ્ય, ગઝલ જેવા અનેકવિધ સાહિત્ય પ્રકારો આવરી લીધા છે.

નવગુજરાત સમય > પ્રતિભા (રાજુલ કૌશિક)

બુદ્ધિ, મેધા, અક્કલ, જ્ઞાન, ડહાપણ, સમજશક્તિ, બુદ્ધિશાળી સ્ત્રી…. આ તમામ શબ્દોનોનો એક પર્યાય છે -પ્રજ્ઞા. એવી જ રીતે અનેક સંદર્ભ એક નામ સાથે જોડાય એ નામ છે પ્રજ્ઞા દાદભાવાળા. પ્રજ્ઞાબેન વર્સેટાઈલ-સર્વતોમુખી પ્રતિભા ધરાવે છે.
૧૯૫૭ની સાલમાં રાજકોટમાં જન્મેલી આ બાળાનું નામ પ્રજ્ઞા રાખ્યું એ ક્ષણે જ એની કુંડળીમાં સફળતાના ગ્રહો આવીને ગોઠવાઈ ગયા હશે. મુંબઈની તે સમયની જાણીતી અમુલખ અમીચંદ ભીમજી વિદ્યાલય અને SIES કોલૅજમાંથી ફિલોસોફી અને સાઈકોલૉજિના ભણતરે એમની પ્રતિભા નિખારી. એમણે કાવ્ય રચના લખવાની શરૂઆત કરી જે કુમાર માસિકમાં પ્રગટ થઈ. SNDT યુનિવર્સિટીમાંથી પત્રકારના કોર્સ દરમ્યાન સુરેશ દલાલ, હરિન્દ્ર દવે તેમજ પ્રદીપ તન્ના જેવા પ્રખ્યાત સાહિત્યકારોનો સંપર્ક થયો જેના લીધે એમની વિચારશક્તિને એક નવો આયામ મળ્યો.

સાહિત્યની સાથે સાથે તેમણે સ્વ.દીના પાઠકના માર્ગદર્શનમાં અભિનય શીખવાનું શરુ કર્યું. રેડિયો પર નાટક ભજવ્યા. સંગીત સ્પર્ધામાં પુરુષોત્તમ ઉપાધ્યાયને હસ્તે ઈનામ મેળવ્યું. સાહિત્ય-સંગીત- અભિનય- નૃત્યની સાથે કમર્શિઅલ આર્ટ, ફેશન ડિઝાઈનિંગ અને બ્યુટી પાર્લરનો કોર્સ પણ કર્યો.

૧૯૮૦માં શરદભાઈ દાદભાવાળા સાથે લગ્નગાંઠે બંધાયા પછી મુક્ત વિચારસરણીવાળા પતિ અને પરિવારના સાથને લીધે એમનું વ્યક્તિત્વ, આવડત અને શક્તિ વધુ નિખરતા ગયા. એમના વાચાળ સ્વભાવે વીમા એજન્ટની કારકિર્દીમાં સફળતા અપાવી. ફેશન ડિઝાઈનિંગના કૌશલ્યને કામે લગાડીને ઘરમાંથી જ જાતે ડિઝાઈન કરેલા વસ્ત્રોનું પ્રદર્શન અને વેચાણ શરુ કરીને એમાં પણ સફળતા મેળવી. સાવ જ અલગ જ ક્ષેત્રનું ખેડાણ કરવા માટે જે ખંત જોઈએ એની તો પ્રજ્ઞાબેનમાં ક્યાં ખોટ હતી?
દિકરીઓના જન્મ પછી દિકરીઓ પણ એમના જીવનમાં પ્રગતિ કરે એ ઉદ્દેશથી સહકુટુંબ અમેરિકા આવ્યા. સાવ અજાણી ધરતી, અજાણી સંસ્કૃતિ, સાવ અજાણ્યા લોકો વચ્ચે રહીને પણ પોતાનું સ્વત્વ જાળવવાની મથામણમાં એ પાર ઉતર્યા. સંઘર્ષની શરૂઆતમાં સાવ સાદી સેફ વે ની આઠ કલાકની નોકરીથી શરૂઆત કરીને બેંકની વ્હાઈટ કૉલર જોબ સુધી પહોંચ્યા.

જોબ તો અમેરિકામાં આર્થિક સ્થિરતા માટે જરૂરી હતી પણ અંદરના સાહસી અને સાહિત્યિક જીવને કંઇક નવું કરવું હતું. કેલિફોર્નિયામાં આવીને એમણે વૃદ્ધ નાગરિકોને ઉપયોગી થવા ટ્રેનિંગ લઈને સમાજસેવાની શરૂઆત કરી. આ પ્રવૃત્તિના અનુસંધાનમાં એમણે અમેરિકાના ‘રેડિયો જિંદગી’ પર વાર્તાલાપ આપ્યો જેનાથી વડીલોને જરૂરી માર્ગદર્શન મળે. સમાજસેવાની સાથે સાહિત્યસેવાની જે શરૂઆત કરી એ ગુજરાતી સંસ્થાઓ ‘બે એરિયા ગુજરાતી સમાજ’ અને ‘ડગલો’- Desi American of Gujarati Language Origin’માં પરિણમી. ડગલો દ્વારા ગુજરાતી સાહિત્ય,સંગીત અને ભાષાને જીવંત રાખવાના પ્રયાસની સફળતાએ વિદેશની ધરતી પર સ્વદેશી ભાષા, સંસ્કૃતિને ઉજાગર કરવાના એમના આયાસમાં પતિ શરદભાઈનો સાથ મળ્યો. છેલ્લા નવ વર્ષોથી પ્રજ્ઞાબેન ગુજરાત ગૌરવ દિનની ઉજવણી કરે છે.

૨૦૧૪માં પ્રસ્તુત કરેલા ‘નરસૈયો’ કાર્યક્રમ એમની કલાકુશળતાની સિધ્ધિ હતી. બે એરિયાની ‘પુસ્તક પરબ’ની શરૂઆત કરી એમણે માતૃભાષાનું ગૌરવ કર્યું.કલા-સંગીતને પ્લેટફોર્મ આપ્યું. લગભગ ૨૦૧૪થી મિલપીટાસના ગુજરાતીઓને સાહિત્યમાં રસ લેતા કર્યા એટલું જ નહીં પણ પ્રતાપભાઈ પંડ્યાની પ્રેરણાથી શરૂ કરેલી ‘પુસ્તક પરબ’ની પ્રવૃત્તિને હ્યુસ્ટનના વિજયભાઈ શાહના માર્ગદર્શન હેઠળ એક અલગ સ્વરૂપમાં ઢાળી. નામ આપ્યું ‘બેઠક’. જેમાં એમના પ્રોત્સાહનથી અનેકને કલમ દ્વારા-“શબ્દોના સર્જન” બ્લોગ પર પોતાના વિચારોને વ્યકત કરતા કર્યા અને ‘બેઠક’ના લેખકોના લેખોનું સુંદર રીતે સંપાદન કરીને એમણે એમેઝોન પર ૨૬થી વધુ પુસ્તકો પબ્લિશ કર્યા. દર મહિનાના છેલ્લા શુક્રવારે યોજાતી આ બેઠકમાં પોતાના મૌલિક વિચારો રજૂ કરવાની સૌને તક આપી. બેઠકના સદસ્યો અહીં આવીને સ્વલિખિત રચનાઓનું વાચિકમ કરી શકે એટલો આત્મવિશ્વાસ પ્રજ્ઞાબેને સૌમાં જગાવ્યો. કેલિફોર્નિયાના બે એરિયા અને હ્યુસ્ટનના સાહિત્યરસિકો સાથે મળીને અનેક લેખકોના કાર્યને સંકલિત કરીને લગભગ બાર હજાર પાનાનો ‘સંવર્ધન માતૃભાષાનું’ નામનો મહાગ્રંથ તૈયાર કર્યો જેમાં વાર્તા, નિબંધ, નવલિકા, નવલકથા, ચિંતન લેખો, ગીત, કાવ્ય, ગઝલ જેવા અનેકવિધ સાહિત્ય પ્રકારો આવરી લીધા છે.વિદેશની ધરતી પર આપણી સંસ્કૃતિ, આપણા સાહિત્યનું નામ ઉજાળતા પ્રજ્ઞાબેનના “શબ્દોના સર્જન” બ્લોગ ઉપરાંત “કસુંબલ ગીતોનો વૈભવ”, “સંભારણા” જેવા ય બીજા બ્લોગ છે. મૌલિકતાભર્યા વિચારો ધરાવતા પ્રજ્ઞાબેન અચ્છા વક્તા છે. કોઈ વિષયને લઈને ઊંડી જાણકારી સાથે બોલે એટલી જ સરળતાથી પૂર્વ તૈયારી વગર પણ એ વ્યક્ત થઈ શકે છે. જે વ્યક્તિ સૌને લખતા કરે એનું તો લેખન પર પ્રભુત્વ હોય જ ને? કેનેડાના “ગુજરાતી ન્યુઝ લાઈન”માં “ આ મુંબઈ છે” નામની તેમની કોલમ પણ પ્રસંશા પામી. પ્રજ્ઞાબેનની આ કાર્યસિદ્ધિ ને બિરદાવવા કોંગ્રેસના મેયરે એમને નવાજ્યા છે.

પ્રજ્ઞાબેન આ પ્રયાસોનું કારણ આપતા કહે છે કે આપણા વડીલો અમેરિકા આવ્યા પણ એ સૌનો માતૃભાષા સાથેનો સંબંધ ઓછો થતો ગયો. ભાષા તો એક એવો પટારો છે જેમાં આપણા સાહિત્ય અને સંસ્કૃતિનો ખજાનો જળવાયેલો રહે છે. ભાષા સમાજની સભ્યતા, સંસ્કાર અને સંસ્કૃતિની રખેવાળ છે. વડીલોએ આ વારસો ભાષાની સંદૂકમાં આવતી પેઢી માટે સુરક્ષિત રીતે સોંપતા જવાનું છે. આ માટે જરૂરી છે કે વડીલો પણ પોતાના વિચારોને વાચા આપે. એમની સર્જન શક્તિ ખીલશે તો એમના માર્ગદર્શનથી આગલી પેઢી જાગૃત બનશે. સમૃધ્ધ બનશે.

પ્રજ્ઞાબેન પોતાની સિદ્ધિનો યશ પતિ અને પરિવારને આપે છે. ‘બેઠક’ પરિવારના સદસ્યોને સર્જન કરતા,આગળ વધતા જોઈને એ ગૌરવ અનુભવતા કહે છે,


શબ્દો જ મારું વસિયતનામું
જે છે એ બધું તમારું ન લ્યો તો બધુ જ મારું
શબ્દો તણા છાંટણાથી બે ચાર ક્ષણો હું રંગી જાણું
જીવનને ગમતી ક્ષણોને કંડારી મેં શબ્દોમાં
સાચવશો તો સચવાશે, 
નહીં તો ખાલીખમ છે વસિયતમાં
લ્યો શાહી વિનાના કાગળ પર લખ્યું 
મેં મારું વસિયતનામું

નંદનભાઈ શાસ્ત્રી નિબંધ સ્પર્ધા

નંદનભાઈ શાસ્ત્રી નિબંધ સ્પર્ધા 
સ્પર્ધા ના નિર્ણાયક -વિજય ઠક્કર….
પરિચય
હું વિજય ઠક્કર ૨૦૦૮માં પરિવાર સાથે  અમેરિકા આવી અહીં સ્થાયી થયા. લખવાનો મારો શોખ  કાળક્રમે મારી આદત બની ગઈ હતી તે અમેરિકા  આવીને પણ  “ગુજરાત દર્પણ” જેવા અમેરિકામાં સૌથી વધુ વંચાતા અને લોકપ્રિય  ગુજરાતી મેગેઝીનને કારણે બરકરાર રહી શકી. માનવીય સંવેદનાઓ અને પ્રેમ સંબંધો એ મારો ખૂબજ ગમતીલો વિષય રહ્યો હોવાથી પ્રણય સંબંધો ઉપર આધારીત વાર્તાઓ ઉપરાંત જીવન ચરિત્રો લખવાનું બહુજ ગમે. વર્ષ ૧૯૯૦થી પ્રોફેશનલી લખવાની શરૂઆત થઇ..પરંતુ ૧૯૯૪થી અમદાવાદમાં ગુજરાત ટુ ડે દૈનિકમાં ” ભીતર ભીનું આકાશ ” કોલમ  ચાલી..અને ૧૯૯૭માં આ કોલમમાં છપાયેલી વાર્તાઓ ” ભીતર ભીનું આકાશ ” નામેજ પુસ્તક રૂપે પ્રગટ થઇ.. સાથેજ હૃદયમાં પાંગરેલા  હિન્દી સાહિત્ય તરફના લગાવને કારણે હિન્દી કવિતાઓ, ગઝલો, મુક્તકો લખાયાં અને તે પણ વર્ષ ૧૯૯૭માં ” सर्पगंधी क्षणનામે પુસ્તક આકારે પ્રકાશિત થયું તો ગુજરાતીમાં પણ કવિતાઓ, ગીતો, ગઝલો લખાતી  રહી… દરમ્યાન જૂદાજૂદા દૈનિકો, સામયિકો વગેરેમાં  ” લીલા શ્વાસને સરનામે ” એ નામે કોલમ સ્વરૂપે વાર્તાઓ પ્રગટ થતી રહી. ૧૯૭૯થી દુરદર્શન સાથે સમાચાર વાચક તરીકે નાતો જોડાયો તે ૨૦૦૪ સુધી ચાલ્યો અને એજ અરસામાં  રેડિયો-આકાશવાણી સાથે પણ સમાચાર વાચક, ડ્રામા આર્ટીસ્ટ, પેનલ રાયટર જેવી જૂદીજૂદી પ્રવૃત્તિઓ લાગલગાટ ૨૫ વર્ષ સુધી થતી રહી. સરદાર પટેલના જીવન પર આધારિત “લોખંડી પુરુષ સરદાર પટેલ” ગુજરાત સરકાર પુરસ્કૃત નાટકના નિર્માતા, લેખક અને અભિનેતા તરીકે સંકળાવાનું સદભાગ્ય સાંપડ્યું. અમેરિકામાં રેડિયો દિલ સાથે “ છેલ છબીલો ગુજરાતી” કાર્યક્રમમાં છેલ્લા પાંચેક વર્ષથી કૌશિકભાઈ અમીન સાથે કો-હોસ્ટ તરીકે જોડાઈને ગુજરાત અને ગુજરાતી ભાષાનાં સારસ્વતો, કલાકારો, કવિ-લેખકો, પત્રકારો, રાજકીય વ્યક્તિત્વો સાથેના મુલાકાત આધારિત કાર્યક્રમ દ્વારા ગુજરાત અને ગુજરાતી માટે કશુંક કરી શકાયાનો સંતોષ છે. ઉપરાંત અમદાવાદમાં અને અમેરિકામાં ઇવેન્ટ પ્લાનર અને ” માસ્ટર ઓફ સેરીમની” તરીકે ખુબ પ્રસિદ્ધી મેળવી. ભારત અને અમેરિકામાં થઈને ૧૯૭૯થી લઈને અત્યાર સુધીમાં આશરે ૩૦૦૦ જેટલાં કાર્યક્રમોમાં “માસ્ટર ઓફ સેરીમની” થવાનો મોકો મળ્યો. હાલમાં મારા બે પુસ્તકો ભીતર ભીનું આકાશ અને सर्पगंधी क्षण રીપ્રીન્ટમાં છે અને મારો એક ડ્રીમ પ્રોજેક્ટ “ માટીની મહેક”એ વિષય અંતર્ગત અમેરિકાને ભારતની બહર નાં અન્ય દેશોમાં વસતા સફળ ગુજરાતીઓ પાસેથી આર્ટીકલ્સ મંગાવી એનું સંકલન પુસ્તકાકારે પ્રકાશિત થવા જઈ રહ્યું છે. “લીલા શ્વાસને સરનામે ” પણ પ્રકાશનની પ્રક્રિયામાં છે. મારો બહુ વાંચતો બ્લોગ ” ગુર્જરિકા ” જેમાં મારું સાહિત્ય હું પ્રકાશિત કરું છું જેને વાચકોનો ખુબ આવકાર મળ્યો છે. વ્યવસાયે અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનમાં ” P R Manager”  તરીકે અને મ્યુઝિયમ ડાયરેક્ટર તરીકે વર્ષો સુધી કાર્યભાર સંભાળ્યો.
સાહિત્ય સંસદ ઓફ નોર્થ અમેરિકા એ ગુજરાતી સાહિત્યની શુદ્ધ ઉપાસના કરતી સંસ્થા છે. મુંબઈમાં શ્રી કનુભાઈ સૂચક નાં નેતૃત્વમાં ચાલતી “ સાહિત્ય સંસદ ઓફ સાન્તાક્રુઝ” નું એક્સ્ટેન્શન કરાયું અને વર્ષ ૨૦૧૫મા સાહિત્ય સંસદ ઓફ નોર્થ અમેરિકા એ સંસ્થાની અહીં સ્થાપના થઇ અને મારી પ્રમુખપદે વરણી થઇ. સાહિત્ય સંસદના નેજા હેઠળ અમે ગુજરાતી સાહિત્યના દિગ્ગજ સાહિત્યકારોને બોલાવી એમના સાહિત્યનો આસ્વાદ ભાવકોને કરાવીએ છીએ.
 ******************************************************************************
સ્નેહી શ્રી પ્રજ્ઞાબહેન 
 કુશળ હશો,
પ્રથમ તો “બેઠક” ને અભિનંદન કે જે સંસ્થા  અને એના સંયોજકો ગુજરાતીને અને ગુજરાતીપણાને દરિયાપાર વસતા ગુજરાતીઓના હૃદયમાં જાળવી રાખવા માટે અથાક પ્રયત્નો કરે છે.
અભિનંદન શ્રી નંદનભાઈ શાસ્ત્રી ને કે જેઓ ના ઊર્મિશીલ હૃદયમાં એક સંવેદનશીલ વિચાર પ્રગટ્યો અને બે એરીયાના સર્જકોને કશુંક અર્થસભર લખવા પ્રયોજ્યા. એક સુંદર વિષય પર આવેલી કૃતિઓના કર્તાઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને સ્વશક્તિને એમાં જોતરીને યથોચિત  પ્રદાન કર્યું. નિબંધ સ્પર્ધાના એ સૌ સ્પર્ધકોને દિલથી અભિનંદન.
 આપના તરફથી મને મોકલાયેલ તમામ કૃતિઓને ખૂબ સુક્ષ્મતાથી વાંચી ને અને એના અભ્યાસ પરથી હું નીચે દર્શાવેલ તારણ પર આવ્યો છું. 
પ્રથમ ઇનામ 
વિજેતા કૃતિ નમ્બર: 15-રાજુલ કૌશિક 
દ્વિતીય ઇનામ 
વિજેતા કૃતિ નમ્બર:  12-રશ્મી જાગીરદાર 
તૃતિય  ઇનામ 
વિજેતા કૃતિ નમ્બર:   16-હેમંત ઉપાદ્યાય 
તમામ વિજેતાઓને અભિનંદન.
નિબંધ સ્પર્ધામાં આવેલી કૃતિઓમાંથી વિજેતા કૃતિઓને તારવવા માટે મુખ્યત્વે ચાર બાબતોને મેં લક્ષ્યમાં લીધી છે. 
1) ભાષા  2) વિષય 3) અભિવ્યક્તિ / વિચારો અને 4) સમગ્રતયા મૂલ્યાંકન            
મહાદ અંશે કૃતિઓમાં ભાષા અને વ્યાકરણ અને વાક્યોના બંધારણ બાબત થોડીક નિરાશા થાય એવો અનુભવ થયો છે. વિષય ને  પૂરો સમજ્યા વગર  વૈચારિક અથડામણ થતી હોય એવું ક્યાંક કયાંક લાગ્યું છે. જેઓ વિષયને સમજ્યા છે તો એ ઓ વૈચારિક સાતત્ય જાળવીને લખાણમાં ઉતારી શક્યા નથી. એટલે પ્રવાહ ઝોલા ખાતો હોય એવી અનુભૂતિ થાય છે. 
આમ છતાં કેટલીક કૃતિઓ ખુબ સરસ રીતે માવજત પામી છે પરંતુ ઇનામ માટે શ્રેષ્ઠ માંથી શ્રેષ્ઠતમ ત્રણ કૃતિઓ પસંદ કરી છે.
તમામ સ્પર્ધકોને અને આયોજકોને ખૂબ અભિનંદન.
 આભાર 

મિત્રો વિજયભાઈનો પરિચય અને દરેક નિબંધો નીચેની લીંકમાં વાંચી શકશો.

લેખન એક શોધ- નવી final નામ સાથે-૨

પ્રેમ પરમ તત્વ : 48 : બેઠક : સપના વિજાપુરા

પ્રેમ મળે ત્યારે દિવાળી
હું 2016 માં શિકાગોથી કેલિફોર્નિયા મુવ થઇ. અજાણ્યું રાજ્ય, અજાણ્યું, શહેર , અજાણ્યાં  લોકો અને એની વચ્ચે હું સાવ એકલી. દીકરો અને દીકરાની વહુ!! પણ પ્રજ્ઞાબેન દાદભાવાલાની  સાથે એ પહેલા એક મુલાકાત થયેલી જયશ્રી  મર્ચન્ટ દ્વારા.અને એમને મને ખૂબ  પ્રેમથી અને માનથી બેઠકમાં બોલાવેલી અને મને એક આખો કાર્યક્રમ ફક્ત મારા માટે ગોઠવેલો.  હું તો ખૂબ  ખુશ હતી. કવિને બીજું શું જોઈએ માઈક અને શ્રોતા!! આ બંને વસ્તુ પ્રજ્ઞાબેને આપી.ત્યાર પછી હું શિકાગોથી કેલિફોર્નિયા આવી ગઈ અને હર મહિને બેઠકમાં જવા લાગી.  મને એ પ્રેમ અને માન હજુ સુધી મળે છે. ‘બેઠક’ એ મારો પરિવાર બની ગયો.મારો પરિવાર વધતો ગયો. ‘બેઠક’ સિવાય લોકો મને એમના ઘરે પણ બોલાવવા લાગ્યા.  પ્રજ્ઞાબેન ,પ્રતાપભાઈપંડ્યામનીષાબેન,સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ મહેતા ,કલ્પનાબેન રઘુ, રાજેશભાઈજયવંતીબેનવસુબેનદર્શના બીજા અનેકે મને ખૂબ સ્નેહ આપ્યો. બધા નામ નું લિસ્ટ ઘણું મોટું છે. સાચું કહું તો શિકાગોમાં હું 40 વરસ રહી. પણ મને આવો સ્નેહ અને પ્રેમ મને શિકાગોથી નથી મળ્યો.  આ માટે હું ખરેખર પ્રજ્ઞાબેન અને એમના સાથીઓની આભારી છું
ગઈકાલે ‘બેઠક’માં દિવાળી પાર્ટી થઇ. આખું વર્ષ અમે આ પાર્ટીની રાહ જોઈને બેસીએ છીએ. નવા નવા કપડાં અને ખૂબ મીઠાઈ અને ભાવતા ભોજન.  અને ચહેરા પર ઉલ્લાસ અને અને હોઠ પર મીઠાઈ કરતા પણ મીઠા સ્મિત.  મારે અને દર્શનાને પાવભાજીની  ભાજી બનાવવાની હતી. દર્શના બધું શાકભાજી લઈ આવી. અને અમે ભાજી બનાવવાનું શરુ કર્યું. બંનેએ ખૂબ મહેનત અને ખંતથી આ ભાજી બનાવી એમાં પાવભાજી મસાલા કરતા પ્રેમની માત્રા વધારે હતી. એટલે થોડી સ્વાદિષ્ટ વધારે બની. અમે પહોંચી ગયા ભાજી લઈને આઈ. સી. સી.(ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટર)  મીલ્પીટાસમાં જ્યાં અમારી ‘બેઠક’ હતી. ત્યાં જાત જાતની વાનગીઓ થી ટેબલ સજ્ હતું. બધાને સાલમુબારક કહી અમે ભાવતા ભોજન કર્યા.  જેમાં પાવભાજી, ખમણ,હાંડવો, પુલાવમઠિયા , ચોળાફળી,રસ મલાઈ,અડદિયા, બુંદી, દિવાળીના ગુઘરા,એ સિવાય ઘણી મીઠાઈ થી ટેબલ ભરેલું હતું. મુખ્ય વસ્તુ એ હતી કોણ શું લાવ્યું તેના નામની જાહેરાત નહોતી કરી પણ બધાએ માત્ર પ્રેમ પીરસ્યો હતો. અહી સાંનિધ્યનો આનંદ છે.
ભોજન બાદ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઇ વસુબેન અને જયવંતીબેને પ્રાર્થના કરી. પછી કવિતાનો દોર શરુ થયો. જેમાં કલ્પનાબેન રઘુ, અલ્પાબેનરીટાબેન જાની, હેમંતભાઈસપના વિજાપુરા, વગેરેએ પોતાની કવિતાનું પઠન કર્યું।.
પછી સંગીતનો દોર શરુ થયો, જેમાં અમારા અતિથિ વિશેષ શ્રી આશિષભાઇ  સોપારકર અને વાગમી  કચ્છી  હતા.  આશિષભાઇ જે મેઘમની ઓર્ગેનિક કંપનીના માલિક છે. જેમનો બિઝનેસ દેશ વિદેશમાં ફેલાયેલો છે. જેની કંપનીનું નામ ફોર્બમેગેઝીનમાં પણ આવેલું છે. તેઓ શ્રી મોટા બિઝનેસ મેન  નહિ પણ એક મીઠા કંઠના માલિક પણ છે. એમણે  તથા વાગમી કચ્છી એ પણ એક પણ સંગીત તાલીમ લીધેલી ગાઈકા છે, તેમણે જુના ફિલ્મી  ક્લાસિકલ ગીત સંભળાવી શ્રોતા ને ભાવ વિભોર કરી દીધા! અમારા ‘બેઠક’ના કલાકાર શ્રી રાજેશભાઈ શાહ અને એમની પત્ની શ્રીમતી જયશ્રી શાહે,અલ્પાબેન ,સુબોધભાઈ અને તેમના પત્ની પણ મધુર ગીત ગાઈને લોકોનું મનોરંજન કર્યું હતું.  ત્રણ કલાક કાર્યક્રમ ચાલ્યો પણ સમયનું પણ ભાન ના રહ્યું.સુગમ સંગીત સાથે શાસ્ત્રીય સંગીતનો પણ સમન્વય થતા માહોલ સર્જાયો. 
‘બેઠક’ એ એક સાહિત્ય સર્જકને પ્રોત્સાહન આપનારી સંસ્થા છે. સીનિયર લોકોને લખતા કરવાં. અને એમના હ્ર્દયનો ભાર હળવો  કરવો એ આ સંસ્થાનો હેતુ છે. પ્રજ્ઞાબેનના નેતૃત્વ નીચે ઘણા સીનિયર લોકો લખતાં થયા છે. અને જે સીનિયર લખે છે એનો સંગ્રહ તૈયાર કરી પ્રજ્ઞાબેન પ્રકાશિત કરે છે. લોકો માટે પોતાનો સંગ્રહ હોવો એક સપનું હોય છે સપના વિનાની આંખો તો વાંઝણી કહેવાય પણ એ સપનાને પ્રજ્ઞાબેન સાકાર કરે છે. 
પ્રેમ ,સ્નેહ , લાગણી, માન આ દરેક વસ્તુનો માનવી ભૂખ્યો હોય છે. જેમ વેલને જ્યાં સહારો મળે ત્યાં ચડી જાય છે એમ માનવ પણ જ્યા થોડી લાગણી થોડો પ્રેમ મળે એ તરફ ઢાળી જાય છે. અને પ્રજ્ઞાબેન એ અડીખમ વૃક્ષ બની ગયા છે જેની પર ઘણા સીનિયર વેલ બની એમને વીંટળાઈ ગયા છે. અહીં કોઈ ધર્મ કે કોઈ જાતિ અથવા કાસ્ટ ના ભેદ નથી. અહીં ફક્ત પ્રેમનો ધર્મ ચાલે છે, ફક્ત પ્રેમનો ધર્મ નિભાવાઈ છે. જો એ પ્રેમનો સિક્કો નથી, તો અહીં ચાલતો નથી. 
પ્રેમ ખરેખર શું છે? પ્રેમ એ માનવતા છે. પ્રેમને કોઈ ધર્મ નથી, પ્રેમ એ ધર્મ છે. જો તમે ખરેખર માનવ હો તો તમે કોઈ દુઃખીને જોઈને દુઃખી થતા હો, તમે કોઈ દુઃખીને એનો ધર્મ પૂછવા રોકાતા ના હો તમે ખરેખર પરમને પામી ગયા છો અને  એપ્રેમ પરમ ઈશ્વર સુધી પહોંચાડે છે.
સપના વિજાપુરા 

ફોટા માટે લીંક ખોલો –

ફોટો માટે રઘુભાઈ શાહ નો ખાસ આભાર