૨૫,”જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો,

“જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળામાં આપનું સ્વાગત છે. આ મહિને આપણે સ્વતંત્રતા or Freedom  વિષય પરની  વિવિધ  ભાષાની કવિતાઓને જાણી અને માણી રહ્યા છીએ. 

કહેવાય છે કે સમય, સબંધ અને સ્વતંત્રતાની સાચી કિંમત જયારે આપણે તેને ગુમાવી દઈએ ત્યારેજ સમજાય છે.સ્વતંત્રતાની સાચી કિંમત એક બંદિવાન સિવાય કોઈ ન સમજી શકે.આજે આપણે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત એક કેદી દ્વારા રચાયેલી ખુબ પ્રાચીન રચનાને જાણીશું અને તેનો ભાવાનુવાદ માણીશું. આ એક એવો બંદિવાન છે જે માત્ર શરીરથી બંધન અનુભવે છે પણ મન અને આત્માથી તો સંપૂર્ણ સ્વતંત્રતા અનુભવે છે.

આજે આપણે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” અંતર્ગત Madame Guyon દ્વારા રચાયેલી રચના Freedom of Heart & Mind Poem અર્થાત “આતમની સ્વતંત્રતા” નો ભાવાનુવાદ જાણીશું અને માણીશું. આમતો આ મૂળ રચના ફ્રેન્ચમાં લખાયેલી હોવી જોઈએ પણ તેનું આ લિંક પર વાંચી શકશો. https://susansbooksandgifts.com/2012/04/21/madame-guyon-1717-freedom-of-heart-mind-poem-on-freedom-of-soul-regardless-of-circumstances-april-2012/

Madam Guyon was a French Roman Catholic mystic and a writer. She was a central figure in the theology in 17th century France. Madame Guyon was imprisoned from 1688-1698.  She had spent four years in solitary confinement for her beliefs, in the Bastille, holding a reputation of being the most horrible prison on earth.  One condition of her release was that she had to sign she would never reveal what happened to her in the dungeons.  She wrote this poem while she was imprisoned in the prison in Bastille.

આ રચનામાં કવિયત્રી એક પંખીનું રૂપક આપીને પોતાની આપવીતી રજુ કરે છે. આ કવિતામાં મને કવિયત્રીના બે ભાવાત્મક નિરૂપણ ખુબ સ્પર્શી ગયા. એક તો કવિયત્રી પોતે કેદખાનામાં કેદ થયેલ છે છતાંયે પોતાને કેદ કરનાર માટે અંતઃકરણ પૂર્વક પ્રાર્થના કરે છે. આ વૈચારિક સમજ ખુબ ઉચ્ચ કક્ષાની માનસિક અને આધ્યાત્મિક અવસ્થા પ્રતીત કરે છે. સ્થિતપ્રજ્ઞતાની આ અવસ્થા નું સમર્થન ભગવાન શ્રી કૃષ્ણએ  પણ શ્રીમદ ભગવદગીતામાં આ શ્લોક દ્વારા આપેલ છે.  

सम: शत्रौ च मित्रे च तथा मानापमानयो: |
शीतोष्णसुखदु:खेषु सम: सङ्गविवर्जित: || 18||
तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् |
अनिकेत: स्थिरमतिर्भक्तिमान्मे प्रियो नर: || 19||

આ કાવ્યમાં, કવિયત્રીનું માત્ર શરીર જ  કેદખાનામાં છે બાકી તેના મન અને આત્મા તો સ્વતંત્રતાપૂર્વક વિહરી અને વિચરી શકવા સમર્થ છે. આમ પણ આત્માને અને મનને ક્યાં કોઈ સરહદ કે સીમાડા નદી શકે છે. આત્માતો અજરામર અવિનાશી અને અવિચલ છે અને આપણું મન એ આત્માની પરછાઇ સમાન છે જે ક્યારેય કોઈ જંજીરોથી કે પિંજરામાં બંધાઈ શકેજ નહિ. આ આત્મા અને મનથી સ્વતંત્ર હોવું એજ કદાચ ખરી સ્વતંત્રતા છે. બાકી તો આપણી આસપાસ એવા ઘણા ઘણા દાખલા જોવા મળશે કે જેમાં વ્યક્તિ તનથી તદ્દન મુક્ત અને સ્વતંત્ર હોય પણ મન, વિચાર અને આત્માથી પરતંત્ર હોય અર્થાત કોઈક બીજાના વિચારો પર તેમની વિચારધારા ચાલતી હોય. As per Paramhansa Yogananda, “Freedom means the power to act by soul guidance, not by the compulsions of desires and habits and other external factors. Obeying the ego leads to bondage; obeying the soul brings liberation. અર્થાત આપણે આપણા અંતર્મનનો અવાજ સાંભળી અંતરાત્માની વિચારધારા પર ચાલવામાંજ ખરી સ્વતંત્રતાનો અનુભવ કરી શકીએ છીએ. 

તો ચાલો આ કવિતાના હાર્દને મમળાવતા મમળાવતા આજે મારી કલમને વિરામ આપું છું.આવતા અઠવાડિયે આજ વિષય પરની એક બીજી  કવિતા સાથે ફરી મળીશું.તમારા માર્ગદર્શન અનેઅભિપ્રાયોની અપેક્ષા સાથે…

અલ્પા શાહ

૨૪,”જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો,

“જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળામાં આપનું સ્વાગત છે. આ મહિને આપણે સ્વતંત્રતા or Freedom  વિષય પરની  વિવિધ  ભાષાની કવિતાઓને જાણવા અને માણવાના છીએ.

સ્વતંત્રતાની કોઈ કિંમત આંકી શકાય નહિ. મહદઅંશે આપણે સૌ સર્વ પ્રકારની સ્વતંત્રતાનીજ ખેવના રાખતા હોઈએ છીએ – ખાસ કરીને વૈચારિક સ્વતંત્રતાની. પણ સ્થળ, સમય અને સંજોગો અનુસાર જીવન આપણને એટલે કે આપણી વૈચારિક સ્વતંત્રતાને કદાચ કોઈ સોનાના પિંજરની દીવાલોમાં કેદ કરી લે તો લાંબા ગાળે આપણે એ સોનાના પિંજરનેજ સ્વર્ગ માનવા લાગીએ છીએ. સોનાના પિંજરની સલામતીને સ્વર્ગ માનવામાં કશું ખોટું પણ નથી. It is human psychology. Our mindset will be molded according to our surroundings and circumstances. આ સંજોગોમાં ક્યારેક ક્યારેક આપણી અંદર એક અવાજ પણ ઉઠે છે – આપણી સ્વતંત્રતાને પોકારતો, અને આપણી ભીતર આપણી સાથેનો એક સંવાદ રચાય છે. 

આજે આપણે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” અંતર્ગત આવોજ એક સંવાદ રજુ કરતી બંગાળી રચના નો ભાવાનુવાદ જાણીશું અને માણીશું. કવિવર રવીન્દ્રનાથ ટાગોર દ્વારા રચાયેલી આ રચના રબીન્દ્રસંગીતની એક સુપ્રસિદ્ધ રચનાઓમાંની એક છે. જેનું શીર્ષક છે খাঁচার পাখি বনের পাখি અથવા “પિંજર પંખી,મુક્ત પંખી…”. ગુરુદેવની ગૂઢ અને ગહન રચનાઓનો ભાવાનુવાદ કરવાની મારી કોઈજ પાત્રતા નથી પણ છતાંયે અત્રે આ રચનાનો ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ કરેલો છે.

1892માં રચાયેલી આ નૃત્યગીત રચનામાં ગુરુદેવે પંખીઓને રૂપક તરીકે સ્થાપીને જીવનની ખુબ ગહન ફિલસુફી રજુ કરી છે. મુક્ત ગગને ઉડતું પંખી એક વખત સોનાના પિંજરની સલામતી વચ્ચે ચહેકતા પંખીના પિંજર પાસે આવે છે અને રચાય છે એક અનેરો સંવાદ. બને પોતપોતાના મનોભાવો અને વિચારોને સંવાદમાં રજુ કરે છે. આમતો બેઉ પંખી બાજુ બાજુમાં જ છે પણ વચ્ચે સોનાના પિંજરની દીવાલ ચણાયેલી છે. કવિ શ્રી સુરેશ દલાલ કહે તેમ “આમ તો આપણે સાવ લગોલગ, આમ અલગ અલગ”.  

અહીં ભલે ગુરુદેવે બે અલગ અલગ પંખીઓના રૂપક આપ્યા હોય, પણ ગૂઢાર્થમાં જોઈએ તો આપણે સૌ જીવનનમાં અનેક પડાવો પર આપણા આંતરમનથી આવી રીતે બે ભાગમાં વહેંચાયેલ હોઈએ છીએ. આપણો એક ભાગ મુક્ત સ્વતંત્ર રીતે વિહરવા માટે પોકારતો હોય છે.કોઈ બીબાઢાળ ઢાંચામાં ઢળવાને બદલે પોતાની રીતે નવો ચીલો ચાતરવા ઝંખતો હોય  છે. તો બીજી બાજુ, આપણુ મન એક proven path પર સલામતીપૂર્વક ચાલી ,એક સુરક્ષિત દાયરામાં રહેવાની ઈચ્છા ધરાવતું હોય છે. There is an independently moving entity within our nature, which is intolerant to bondage while there is another entity within us which prefers safety and security within caged walls. અને આપણું મન મુક્તિ કે પિંજર એ બેઉ વચ્ચેની કશ્મકશમાં ઝોલા ખાતું રહે છે. પણ સદૈવ સ્વતંત્ર વિહાર અને સુરક્ષિત સલામતી એ બંને એક સિક્કાની બે બાજુ જેવા છે. “આમ તો આપણે સાવ લગોલગ, આમ અલગ અલગ”ની જેમ. તેઓ એક હોવા છતાં પણ અલગ અલગ રહેવાજ સર્જાયેલા હોય છે. આપણી અંદર રહેલા આ બે પંખીઓને એકાકાર થવું હોય છે પણ વૈચારિક ભેદ તેમને અલગ અલગ રાખે છે. અહીં કોઈ માર્ગ સાચો કે ખોટો નથી. સ્થળ, સમય અને સંજોગો અનુસાર,આપણે એક માર્ગની પસંદગી કરી નિર્ણયો લેતા હોઈએ છીએ. કશ્મકશમાં થી પસાર થતા દિવસોનું નામજ જિંદગી…

તો ચાલો આ કવિતાના હાર્દને મમળાવતા મમળાવતા આજે મારી કલમને વિરામ આપું છું.આવતા અઠવાડિયે આજ વિષય પરની એક બીજી  કવિતા સાથે ફરી મળીશું. તમારા માર્ગદર્શન અનેઅભિપ્રાયોની અપેક્ષા સાથે….

અલ્પા શાહ

૨૩,”જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો,

સૌ પ્રથમ તો છેલ્લા બે અઠવાડિયાથી વૈશ્વિક કવિતાના ભાવવિશ્વની આપણી આ સફર  મારા કારણે  થંભી ગઈ હતી તે બદલ આપ સૌની ક્ષમા ચાહું છું. મારી અને તમારી આ કલમ થકી થતી મુલાકાતમાં આવેલા આ અણધાર્યા અવરોધ બદલ દિલસે Sorry!

જુલાઈ મહિનાના પ્રથમ ગુરુવારે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત આપ સૌનું સ્વાગત છે. નવો મહિનો એટલે નવો વિષય. કહેવાય છે કે સમય, સબંધ અને સ્વતંત્રતાની ખરી કિંમત ગુમાવ્યા પછી જ સમજાય છે. હા મિત્રો, આ મહિનાનો  વિષય છે Freedom અર્થાત સ્વતંત્રતા. વળી જુલાઈ મહિનામાં ચોથી જુલાઈના દિવસે USA નો સ્વાતંત્ર્ય દિવસ પણ આવે છે.  આ મહિને આપણે “જ્યાંન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” એ લેખમાળા અંતર્ગત પ્રસંગોચિત વિષય  સ્વતંત્રતા or Freedom  વિષય પરની જુદીજુદી ભાષાની કવિતાઓ અને તેમનો ભાવાનુવાદ જાણીશું અને માણીશું. 

To be free એટલેકે સ્વતંત્ર હોવું એ દરેકે દરેક જીવ માત્રની મૂળભૂત જરૂરિયાત અને હક છે. પીંજરું ભલે સોનાનું હોય પણ આખરે તો તે પીંજરું જ છે. અને એટલેજ કદાચ લગભગ બધીજ ભાષાઓમાં સ્વતંત્રતાને લગતી કવિતાઓની રચના થયેલી છે.અહીં મારે સ્વતંત્રતા એટલે માત્ર દેશ આઝાદ બને તેની જ વાત નથી કરવી.દેશની આઝાદીની સાથે, નૈતિક,વૈચારિક અને ભાવાત્મક સ્વતંત્રતાને  પણ આવરી લેવાનો પ્રયત્ન કરીશું. 

“જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત આજે આપણે વિશ્વકવિ શ્રી રવીન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત સ્વતંત્રતા વિશેની એક સુપ્રસિદ્ધ પ્રાર્થના જેનું શીર્ષક છે “Where the Mind is Without Fear” અર્થાત “જ્યાં મન ભયમુક્ત હોય…” નો ભાવાનુવાદ જાણીશું અને માણીશું. ગુરુદેવે આ કાવ્યની રચના મૂળ બંગાળીમાં 1910માં કરી હતી પણ 1912માં તેમણે  પોતે જ તેનું englishમાં ભાષાંતર કર્યું હતું.  તમે મૂળ અંગ્રેજી રચના આ લિંક પર વાંચી શકશો. https://allpoetry.com/where-the-mind-is-without-fear.

ભારતદેશની આઝાદીકાળ  પહેલા રચાયેલી આ રચના આમતો પરમ ચૈતન્યને ઉદેશીને કરાયેલ પ્રાર્થના છે. આ રચનામાં ગુરુદેવે એક એવા દેશની પરિકલ્પના કરી છે કે જેનો પાયો દરેક વ્યક્તિના વૈચારિક સ્વાતંત્ર્ય અને કર્મશીલતા પર રચાયો હોય. જ્યાં દરેક દેશવાસી પોતાની અંદર રહેલા પરમાત્માનો હાથ ઝાલીને, તેના અંતરાત્માના અવાજને અનુસરીને નીતિ, નિષ્ટા અને સત્યને માર્ગે ચાલતા હોય.માત્ર છ પંક્તિની આ રચનામાં પણ ગુરુદેવે તેમના દ્રષ્ટિકોણથી, તેમના આંતરભાવ  અનુરૂપ એક સ્વર્ગસમાં સ્વતંત્ર દેશની પ્રાર્થના પ્રભુ વહેતી મૂકી છે. ગુરુદેવ એવું દ્રઢ પણે માનતા હતા કે એ પરમ ચેતના, એ દિવ્ય શક્તિ મારા તમારા એટલેકે પ્રત્યેક મનુષ્યની અંદરજ રહેલી છે અને આપણે પોતેજ એ દિવ્ય શક્તિ સાથે એકાકાર થઈને એક આદર્શ વિશ્વની રચના કરી શકવા સમર્થ છીએ 

ગુરુદેવે રચેલી મૂળ બંગાળી રચના” Chitto Jetha Bhaiyashunyo” નો સમાવેશ તેમના સુપ્રસિદ્ધ કાવ્ય સંગ્રહ ગીતાંજલિમાં થયેલો હતો. 1912માં જયારે Indian Society, London દ્વારા જયારે “ગીતાંજલિ” અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયો ત્યારે તેમાં આ રચનાનો અંગ્રેજીમાં અનુવાદ ગુરુદેવે સ્વયં કરેલ હતો.

આમતો આ રચના ભારતદેશની આઝાદીને ઝંખતી પ્રાર્થના તરીકે રચાયેલી છે, પણ મને તો આ પ્રાર્થના દ્વારા આપણે આપણા આંતરવિશ્વને  પણ સ્વર્ગ સમી સ્વત્રંત્રતા બક્ષી શકીએ છીએ તેમ લાગે છે. આંતરવિશ્વની પરતંત્રતા એટલે To be attached with our surroundings. આપણે આપણા પરિવાર સાથે, મિત્રો સાથે, આસપાસના લોકો સાથે, પરીસ્તિથિઓ સાથે, સંજોગો સાથે અને બીજા કેટલાય પરિબળો સાથે મનથી જોડાયેલા હોઈએ છીએ. એટલેકે આ દરેક પરિબળ પાસેથી  આપણને વધતે-ઓછે અંશે કંઈક અપેક્ષા હોય છે. But the root of all sufferings is attachment. આંતરવિશ્વની સ્વતંત્રતા એટલે to attain the state of detachment in attachment. એટલેકે સર્વ સાથે અંતરથી જોડાયેલા રહીને પણ સર્વ પ્રત્યેની અપેક્ષાઓથી મુક્ત.

ભયમુક્ત મન અને આત્મવિશ્વાસથી ઉન્નત મસ્તક એ આપણા આંતરવિશ્વને સ્વતંત્ર કરવાનો પાયો બની રહે છે. અને સતત જ્ઞાન પ્રાપ્તિની ઝંખના અને પરસ્પર પ્રેમ પ્રસરાવવાની ખેવના અને સાથે સાથે નિષ્ઠા પૂર્વક કરેલ કર્મ આપણા આંતરવિશ્વને સ્વતંત્રતાના માર્ગે આગળ વધવાનું ચાલક બળ પૂરું પાડે છે. આ આંતરવિશ્વની સ્વતંત્રતા માટે મન સાથે બુદ્ધિનું યોગ્ય સંયોજન પણ ખુબ જરૂરી છે. જેવી રીતે પ્રેમ અને હૃદય એકબીજાથી અવિભાજ્ય છે તેવીજ રીતે મન અને બુદ્ધિ પણ એકબીજાથી અવિભાજ્ય છે.આમ જ્ઞાન અને પ્રેમને સહારે, બુદ્ધિ અને તર્કનું  યોગ્ય સંયોજન કરી નિષ્ટા અને નીતિ પૂર્વક નો પ્રયત્ન  જ આપણા આંતરવિશ્વને સ્વત્રંત્રતા તરફ ધકેલે છે. Afterall attachment is the source of pain but detachment is the source of joy!

તો ચાલો આ પ્રેરણાદાયી કવિતાના હાર્દને મમળાવતા મમળાવતા આજે મારી કલમને વિરામ આપું છું.આવતા અઠવાડિયે આજ વિષય પરની એક બીજી  કવિતા સાથે ફરી મળીશું.તમારા માર્ગદર્શન અનેઅભિપ્રાયોની અપેક્ષા સાથે….

– અલ્પા શાહ 

૨૨,”જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર...

નમસ્કાર મિત્રો,

આજના ખાસ દિવસે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળામાં આપનું સ્વાગત છે.આ મહિને આપણે “જ્યાંન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” એ લેખમાળા અંતર્ગત   “હું કોણ” અથવા “મારી ઓળખ” અથવા “સ્વ” એટલેકે  Self and Self-Identity એ વિષય પરની જુદીજુદી ભાષાની કવિતાઓ માણી રહ્યા છીએ. 

આજે આપણે Walt Whitman  રચિત કવિતા “I celebrate Myself” અર્થાત “સ્વનો ઉત્સવ” નો ભાવાનુવાદ જાણીશું અને માણીશું. આ કવિતાનો ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ અત્રે કરેલ છે. તમે મૂળ અંગ્રેજી કવિતા આ લિંક પર વાંચી શકશો. https://poets.org/poem/song-myself-1-i-celebrate-myself

આ કવિતા “Song of Myself” નામની 52 ભાગમાં વહેંચાયેલી કવિતાનો પ્રથમ ભાગ છે. આ પ્રથમ ભાગની કવિતામાં કવિએ પોતાના હોવાપણાનેજ એક ઉત્સવ તરીકે દર્શાવ્યો છે. પોતાના અસ્તિત્વની ખુશાલીનું આલેખન કરતા કવિ આડકતરી રીતે પોતે પ્રકૃતિનોજ એક અભિન્ન ભાગ છે અને જીવનના સારા-માઠા અનુભવો વચ્ચેથી પસાર થતા થતા છેવટે પ્રકૃતિમાંજ એકાકાર થઇ જવાના છે તે સત્ય પ્રદર્શિત કરે છે. અહીં “હું” નો અર્થ બહુ સૂક્ષ્મ રીતે રજુ થયો છે. This “I” is immortal and persists through generations and through all the changing cycles of creation and destruction in the universe

1819 માં જન્મેલા Walt Whitman was an American poet, essayist, and journalist. Whitman is among the most influential poets in the American canon, often called the father of free verse poetry. The Song of Myself ના બીજા 51 ભાગમાં કવિ મનુષ્યનું અસ્તિત્વ પ્રકૃતિના અન્ય સાથે કેવી રીતે તાદામ્ય સાધી સંકળાયેલ છે તેની રજુઆત કરે છે. 

સ્વ નો ઉત્સવ – કેટલું ગહન અર્થ ધરાવતું શીર્ષક છે.આપણા પોતાના હોવાપણાથી બીજો મોટો ઉત્સવ કયો હોઈ શકે?. આપણે જો આપણી પોતાની જાતને જ પ્રેમ નહિ કરી શકીએ (self-love) તો બીજાને કેવી રીતે પ્રેમ આપી શકીશું. You must love yourself before you can ever truly love anyone else. If you do not love yourself, how can you expect others to love you? One of the most important lessons we can learn in life is to love ourselves because how we treat our self, will directly impact how we treat others. Our confidence will come from self-love. Our compassion and empathy will come from our ability to forgive and see the best in ourselves. બીજું કોઈ આપણા વિષે શું વિચારે છે તેના કરતા આપણે પોતે આપણા માટે કેવું વિચારીએ છીએ તે આપણી જીવનધારાની દિશા નક્કી કરશે. કોઈક વાર આપણને એવો વિચાર આવે કે self-love એ એક સ્વાર્થી વિચાર છે. Loving yourself is not a selfish act, but it is a fundamental skill to generate the strength needed to love others. You must be comfortable in your own skin and rest does not matter. As Dr. Seuss says, “Today you are you! That is truer than true! There is no one alive who is you-er than you! Shout loud, ‘I am lucky to be what I am!… તો ચાલો આજના આ ખાસ દિવસે, સ્વનો ઉત્સવ મનાવવાના નીર્ધાર સાથે આજે મારી કલમને વિરામ આપું છું.આવતા અઠવાડિયે આજ વિષય પરની એક બીજી  કવિતા સાથે ફરી મળીશું.તમારા માર્ગદર્શન અનેઅભિપ્રાયોની અપેક્ષા સાથે…. 

અલ્પા શાહ

૨૧,”જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો,

નવા મહિનાના એટલે કે જૂન મહિનાના પ્રથમ ગુરુવારે આપનું સ્વાગત છે. આ મહિનો તો મારો પોતાનો મહિનો! પરમકૃપાળુ પરમાત્માએ આજ મહિને મને આ માનવદેહ થકી જિંદગી રૂપી અનમોલ બક્ષીશ આપી છે. The month of June is my own birth month!! આ મહિને આપણે “જ્યાંન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” એ લેખમાળા અંતર્ગત પ્રસંગોચિત વિષય  “હું કોણ” અથવા “મારી ઓળખ” or Self and Self-Identity એ વિષય પરની જુદીજુદી ભાષાની કવિતાઓ અને તેમનો ભાવાનુવાદ જાણીશું અને માણીશું. 

હું કોણ? મારી સાચી ઓળખ શું? મારા અસ્તિત્વ નું કારણ શું? આપણને સૌને જિંદગીના કોઈક વળાંકે આવા પ્રશ્નો અચૂક થાય છેમને તો આવા પ્રશ્નો થાય જ છે. દુનિયાના દરેક મનુષ્ય ને જીવનના કોઈક તબક્કે પોતાના અસ્તિત્વનું કારણ જાણવા સમજવાની જિજ્ઞાસા જાગે છે. અને ઘણા બધા કવિઓએ જુદી જુદી ભાષાઓમાં આ વિષય પર ગૂઢ અને ગહન અર્થ ધરાવતી કવિતાઓની રચના કરી છે. 

જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત આજે આપણે Emily Dickinson રચિત “સ્વ” or self ઉપર આધારિત કવિતાનો ભાવાનુવાદ જાણીશું અને માણીશું. આ કવિતાનું શીર્ષક છે On a columnar self  અર્થાત. “હું જ મારો આધાર”. જેનો ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ કરેલ છે. તમે મૂળ અંગ્રેજી કવિતા આ લિંક પર વાંચી શકશો. https://www.americanpoems.com/poets/emilydickinson/on-a-columnar-self/

આ કવિતામાં કવિયત્રીએ એક શક્તિશાળી નક્કર સ્તભનું રૂપક લઈને  “સ્વ”નું  એટલે કે પોતાની જાતનું નિરૂપણ કર્યું છે. આ નાનકડી કવિતામાં કવિયત્રી ખુબ પ્રેરણાદાયી અને મહત્વની વાત વહેતી મૂકે છે. If your sense of your own self is as sturdy and solid as a stone column, it will support you, just as a column supports a giant building. જિંદગીના ઉતાર-ચઢાવ વચ્ચે પણ જો તમે તમારી ખુદની સાથે હશો, તમારો આત્મવિશ્વાસ અકબંધ હશે અને તમે પ્રભુને કેન્દ્રમાં રાખીને સાચા માર્ગે ડગલાં ભરશો, તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી નહિ શકે એવી કંઈક વાત કવિયત્રી અત્રે રજુ કરે છે.

કવિયત્રી Emily Dickinson તેમની પોતાની લેખનશૈલિ પ્રમાણે આ કવિતામાં પણ કોઈક abstract concept નો ઉપયોગ કરીને ખુબ મહત્વની વાત રજુ કરે છે. કહેવાય છે કે કવિયત્રી Emily Dickinson નું જીવન ખુબ એકાકી હતું. Her poems were churned during her solitude, living and thought-stirring letters that she had written to her father and sister-in-law. These letters were the only mean of communication between her and the world outside.  

આ કવિતામાં કવિયત્રી પોતેજ પોતાનો સહારો બનીને આત્મ-નિર્ભર થવાની વાત કરે છે. You must get your own back. Your life must have only one authority — that’s you. અહીં માત્ર આર્થિક આત્મનિર્ભરતા ની વાત નથી, વૈચારિક, સામાજિક અને અન્ય બધાજ પાસાઓની દ્રષ્ટિએ આત્મ નિર્ભર થવાની વાત છે. આપણે જો હંમેશા અન્યના સહારાની આશા રાખ્યા કરીશું અને બીજાનો હાથ ઝાલવાની શોધમાં રહીશું તો ક્યારેક ને ક્યારેક આપણને તેમાં અસફળતા મળશે. પણ જો પ્રભુને સાથે રાખીને આપણને પોતે આપણા પોતાની વૈચારિક, સામાજિક, આર્થિક નિર્ભરતા કેળવીશું તો કયારેય નિરાશ થવાનો વારો નહિ આવે. હા, તેનો મતલબ એવો નથી કે આપણને જિંદગીમાં ક્યારેય કોઈની જરૂર નથી પડવાની.  આ દુનિયામાં આપણે સૌ એક સાથે પોતપોતાના અંતિમ લક્ષ્ય તરફ ગતિ કરી રહ્યા છે. અંતિમ સત્ય અને અંતિમ લક્ષ્ય બધાનું એક જ છે પણ સફર બધાની સાવ અલગ. જિંદગીના વિવિધ તબક્કાઓમાં આપણને દરેકને એક બીજાની વધતે ઓછે અંશે જરૂર પડી છે અને પડતી રહેવાની છે. As Marty Rubin said, Love others unconditionally, but rely only on yourself. એવું પણ બને કે આત્મ-નિર્ભર બનવામાં તમારે કદાચ સાવ એકલા ચાલવાનો વારો આવે. But It takes nothing to join the crowd and it takes everything to stand alone. So just be with yourself and be self-reliant and self-dependent. Your self will not betray you even in uncertain or trying times and you will carry on with your life.

તો ચાલો આ પ્રેરણાદાયી કવિતાના હાર્દને મમળાવતા મમળાવતા આજે મારી કલમને વિરામ આપું છું.આવતા અઠવાડિયે આજ વિષય પરની એક બીજી  કવિતા સાથે ફરી મળીશું.તમારા માર્ગદર્શન અનેઅભિપ્રાયોની અપેક્ષા સાથે…. 

અલ્પા શાહ

૨૦,”જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો,

માતૃત્વના મહિનાને ઉજવતા મે મહિનાના અંતિમ પડાવ પર આપણે પહોંચી ગયા છીએ. આ મહિને આપણે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત મા અને માતૃત્વના મહિમાને ઉજવતી જુદી જુદી ભાષાઓની કવિતાઓના ભાવાનુવાદને જાણ્યા અને માણ્યા. મા અને બાળકનો સબંધ – એક સનાતન પારદર્શક સબંધ.  બાળકના જન્મ પહેલાથી મા પોતાની ભીતરમાં પાંગરતા અંશ લાગણીના તાંતણે જોડાય છે. પછી બાળકનો જન્મ થાય ત્યારે ગર્ભનાળનું ભલે છેદન થાય પણ આ લાગણીનો તાંતણો અકબંધ અડીખમ. સમયનું ચક્ર અવિરત એકધારું ચાલતું જ રહે છે. બાળક તેના જીવનના વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે અને તેજ રીતે મા પણ તેના જીવનના વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે… અને એક દિવસ મા પોતાની અંતિમ ગતિ તરફ પ્રયાણ કરે છે….અને ત્યારે સંતાનના જીવનમાં જે શૂન્યાવકાશ સર્જાય છે તે તો જેણે અનુભવ્યો હોય તેજ સમજી શકે…”જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત આજે આપણે આવીજ કંઈક વેદના રજુ કરતી એક German કવિતાનો ભાવાનુવાદ જાણીશું અને સમજીશું. આ કવિતાના રચયિતા છે Friedrich W. Kaulisch. મૂળ German કાવ્યનું English translation તમે અહીં વાંચી શકશો. http://www.echoworld.com/B08/B0805/B0805p1.htm

German ભાષામાં લખાયેલી આ કવિતામાં જિંદગીનું સનાતન સત્ય ખુબ સરળ શબ્દોમાં વ્યક્ત કરેલું છે. કવિતાની શરૂઆતમાંજ કવિ માની હાજરી હોવી એનેજ ઈશ્વરની અપાર અને અસીમ કૃપા ગણાવે છે. અને જ્યાં સુધી માની હાજરી જીવનમાં છે ત્યાં સુધી તેને સ્નેહ અને લાગણીથી ભીંજવી દેવાનો અનુરોધ કરે છે. આગળ જતા કવિ માના લાલનપાલનને યાદ કરતા કરતા પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. અને છેલ્લે કવિ કહે છે કે સમયાંતરે સદેહે માની વિદાય આ પૃથ્વી પરથી થાશે પણ છતાંય સંતાન પોતાની આજુબાજુ માના આશિષ અને રક્ષાનું કવચ અનુભવશે…

Friedrich W. Kaulisch દ્વારા રચિત આ સંવેદનાસભર કવિતામાં તેમના અંતરના ભાવોનું નિરૂપણ થયેલ છે. Friedrich W. Kaulisch was a famous German poet and a teacher. This poem, “Wenn du noch eine Mutter hast” is one his most famous poem and is very popular in Germany.  

દરેક વ્યક્તિની મા પોતાની આવરદાની અવધિ અનુસાર એક દિવસ તો પોતાની અંતિમ ગતિ તરફ પ્રયાણ કરવાની જ છે પણ જયારે એ ઘટના જીવનમાં બને ત્યારે હૃદયની અંદર જે અફાટ ખાલીપો ઉભો થાય, જે અનાથપણાની લાગણી ઉભી થાય, જે વેદનાની ટીશ ઉઠે તેને મારા કોઈ પણ શબ્દો વર્ણવી ના જ શકે. તે પીડા તો જેણે અનુભવી હોય તેજ સમજી શકે. મા ગમે તેટલી વૃદ્ધ અને પાકટ વયે સ્વર્ગે સિધાવે પણ આ વેદના અને ખાલીપાનો અહેસાસ તો એક સરખોજ થાય. મા ના જવાથી જીવનમાં જે શુન્યાવકાશ સર્જાય એ ગમે તેટલા વર્ષો વીતે પણ એવોને એવોજ અકબંધ રહે છે અને એ ક્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુની હાજરીથી સંપૂર્ણપણે પુરી શકાતો નથી એવું મારો સ્વાનુભવ કહે છે. અને એટલેજ જ્યાં સુધી મા સદેહે આપણી  આસપાસ હોય ત્યાં સુધી પોતાની વ્યસ્ત જિન્દગીમાંથી સમય કાઢીને તેને સ્નેહ અને લાગણીથી ભીંજવીએ એમાજ સમજદારી અને શાણપણ છે. સંજોગોવશાત જો મા ને પૂરતો સમય ના આપી શકાય તો તેનો રંજ અને વસવસો ક્યારેક સંતાનોને તેમના છેલ્લા શ્વાસ સુધી સતાવ્યા કરે છે. I read this beautiful quote today. “A mother is a shooting star who passes through your life only once. Love her because when her light goes out, you will never see her again”.

તો ચાલો મમ્મીના એ પ્રેમ અને વહાલની છોળોને યાદ કરતા કરતા હું મારી કલમને વિરામ આપું છું. આવતા અઠવાડિયે નવા મહિને, નવા વિષય સાથે ફરી મળીશું.તમારા માર્ગદર્શન અને અભિપ્રાયોની અપેક્ષા સાથે…. 

– અલ્પા શાહ      

૧૯,”જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો,

જોતજોતામાં આપણે મે મહિનાનાના ઉત્તરાર્ધમાં પહોંચી ગયા છીએ. મા અને માતૃત્વના મહિમા ને અદકેરી રીતે અલગ દિવસે ઉજાગર કરતો આ મહિનો. મા એટલે સર્જનનો પર્યાય. મનુષ્ય હોય કે કોઈ પણ પશુ, પંખી કે જીવ હોય, બધેજ મા અને તેના આત્મજનો  સબંધ હંમેશા અપેક્ષારહિત  રહ્યો છે અને રહેશે. એટલેજ માતૃત્વનો આટલો મહિમા ગવાયો હશે. મા માટે પણ દીકરો હોય કે દીકરી – વહાલનો કળશ તો બંને પર સમાન રીતેજ ઢળે છે. પણ  હા, એક માં-દીકરીનું ભાવવિશ્વ અને એક મા-દીકરાનું ભાવવિશ્વ બંને પોતપોતાની રીતે અનોખા અને અનેરા પણ તદ્દન ભિન્ન.

એક મા માટે દીકરી તેની ખુદનું જ પ્રતિબીંબ, તેની પોતાની જ છબી.તેની પોતાનીજ પરછાઇ… “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત આજે આપણે એક મા-દીકરીના ભાવવિશ્વમાં ઝાંખી કરાવતી એક કવિતાને જાણીશું અને માણીશું. પોતાની દીકરીને સંબોધીને લખાયેલી મૂળ જાપાનીસ ભાષામાં લખાયેલી કવિતાના રચયિતા છે OTOMO no Sakanoue no Iratsume  or Madam Otomo. આ કાવ્યમાં પોતાની દીકરી, પોતાની પરછાઇ  જયારે એક મા થી દૂર જઈને વસે છે ત્યારે માના હૈયામાં ઉઠતા  સ્પંદનોને શબ્દોમાં રજુ કર્યા છે. The original Japanese poem is untitled. You can find the English translation of Japanese poem here: https://allpoetry.com/poem/14955616-Otomo-no-Sakanoue-no-Iratsume-translation-by-Michael-R.-Burch

મેં આ રચનાના હાર્દનો ગુજરાતીમાં ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે જે અત્રે રજુ કરું છું.

મૂળ જાપાનીસ કવિતા તો ઘણી લાંબી છે પણ મેં તેના હાર્દના ભાવની અહીં રજૂઆત કરી છે. આ કાવ્યમાં એક માતા જેની દીકરી લગ્ન પછી તેનાથી ઘણી ઘણી દૂર જઈને વસી છે તે માતાના હૈયાની ટીસ અને વેદનાને શબ્દો દ્વારા વાચા આપી છે. દીકરીને દૂર દેશાવર મોકલ્યા પછી દિવસો અને ઋતુઓ વીતતી જાય છે અને મા ને દીકરીનો વિરહ સાલે છે અને પ્રશ્ન થાય છે કે મારી દીકરી જે તેની નવી દુનિયા વસાવવામાં વ્યસ્ત હશે તેને પણ હું યાદ આવતી હોઈશ ખરી? સરળ શબ્દોમાં કરેલા આ ભાવાનુવાદને કોઈ શાબ્દિક અર્થઘટનની જરૂરજ નથી કારણકે આ વિરહની વેદનાની તો અનુભૂતિજ હોય અને તે જેણે અનુભવી હોય તેજ સમજી શકે. 

આ કવિતા એક ખુબ પ્રાચીન કવિતા છે. Madam Otomo એ 7મી સદીમાં તેમનો જીવનકાળ વ્યતીત કર્યો. પણ અત્યારના સમયમાં પણ આ પરિસ્તિથીમાં થી પસાર થતી મા આવીજ લાગણીઓ અનુભવતી હશે. વળી મા-દીકરીનો પ્રેમ તો ચિરંજીવ છે અને તેને સદીઓના સીમાડા થોડા નડે છે? Madam Otomo was an important ancient Japanese poet. She had 79 poems in Manyoshu (“Collection of Ten Thousand Leaves”), the first major anthology of classical Japanese poetry. The two major types of poetry that made her famous were Tanka (31 syllables’ poem) and Choka(long poem). This poem is one her Choka poem.  

મા-દીકરીનું ભાવવિશ્વ – એક એવું વિશ્વ કે જે બહારથી ક્યારેક છલોછલ લાગણીઓથી છલકતું  દેખાય અને ક્યારેક difference of opinionના દાવાનળ થી સળગતું પણ દેખાય. દીકરીના જન્મથીજ સતત માને એક છુપી ચિંતા સતાવતી હોય છે – પોતાની પરચાઇના સર્વાંગ સદૈવ ક્ષેમકુશળની. આ ચિંતાનો પ્રકાર અને માત્રા દીકરીના જીવનના તબક્કાઓ સાથે બદલાતી રહે છે. દીકરા માટે મા અમુક તબક્કા પછી નિશ્ચિંન્ત થઇ શકશે પણ દીકરી માટે નિશ્ચિંન્ત નહિ થઇ શકે. પ્રૌઢાવસ્થા પર પહોંચેલી દીકરીની પણ મા ને ચિંતા રહેતી હોય છે!!

અને દીકરી પણ જીવનના જુદા જુદા તબક્કે મા માટે દીકરીથી માંડીને મા સુધીના બધાજ પાત્ર ભજવી જાણે છે. શૈશવ અવસ્થામાં અને બાળપણમાં મા માંજ વિશ્વ્ સમાવનારી અને માના સાજ શણગાર થી રમત રમતમાં સજનારી દીકરી કિશોરાવસ્થામાં માની બધીજ શિખામણો અને ટકોર પચાવી નથી શકતી અને વારેવારે મા સાથે નોંકઝોંકમાં ઉતરતી હોય છે. યુવાવસ્થાના ઉંબરે પગ મુકતી દીકરી જયારે મનના માણિગરની સાથે નવજીવનની શરૂઆત કરે છે ત્યારે મા તેની અંગત મિત્ર, philosopher and guide બની રહે છે. પોતાની જિંદગીમાં ઓતપ્રોત થતી દીકરીને માની સોનેરી શિખામણોની કિમંત સમજવા લાગે છે અને જયારે એ પોતે માતૃત્વ ધારણ કરે છે ત્યારે પોતાની માતાની લાગણીઓને ખરેખર સમજી શકે છે અને પોતાના બાળકોની સાથે પ્રૌઢ અને વૃદ્ધ થતી જતી માની મા બની રહે છે. આમ મા-દીકરીનું ભાવવિશ્વ એક શ્રીફળ જેવું – બહારથી કડક પણ અંદરથી એક્દમ મૃદુ અને નરમ હોય છે.અને આવા મૃદુ અને લાગણીશીલ ભાવવિશ્વના બને પાત્ર સંજોગોવશાત એકબીજાથી દૂર હોય તો આ જોજનોનું અંતર પચાવવું બને પક્ષે અતિ કઠિન બની રહે છે.અને માના અંતરની આવીજ લાગણીઓ આ કવિતામાં પ્રગટ થઇ છે.   

તો ચાલો આજે મા-દીકરીના ભાવવિશ્વમાં વિહરતા વિહરતા હું મારી કલમને વિરામ આપું છું. આવતા અઠવાડિયે આજ વિષય પરની એક બીજી  કવિતા સાથે ફરી મળીશું.તમારા માર્ગદર્શન અને અભિપ્રાયોની અપેક્ષા સાથે…. 

– અલ્પા શાહ

૧૮,”જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો,

મે મહિનો મક્કમ ગતિએ આગળ ધપી રહ્યો છે અને ભારતમાં અને અહીં કેલિફોર્નિયામાંતપી પણ રહ્યો છે!! Mother’s Day હમણાં જ રવિવારે ઉજવાઈ ગયો. મેં જેમ આગળ લેખમાં લખ્યું હતું તેમ જન્મદાત્રીના સ્નેહ અને સમર્પણને ઉજવવા તો આ જન્મારો પણ ઓછો પડે અને માતૃત્વની ઉજવણી તો રોજેરોજ જ કરવાની હોય..પણ તે છતાંય આવો એક અલાયદો દિવસ વ્યસ્ત સંતાનોને રોજિંદી ઘટમાળમાંથી બહાર ડોકિયું કરી મા પ્રત્યે કૃતજ્ઞતા અને સ્નેહ વ્યક્ત કરવાનો અવસર આપે છે. “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત આજે આપણે મા પ્રત્યેના આવાજ કંઈક વહાલને વ્યક્ત કરતી નોબેલ પારિતોષિક વિજેતા Chilean Poetess Gabriela Mistral દ્વારા લિખિત Spanish કવિતા Caricia (Caress) અર્થાત “વ્હાલ”ને જાણીશું અને માણીશું. તમે આ કવિતાના સ્પેનિશ અને અંગ્રેજી  શબ્દો તમે આ લિંક પર વાંચી શકશો. https://marine-cafe.com/lovely-tribute-to-a-mother-by-a-gifted-chilean-poet/ 

મેં આ રચનાનો ગુજરાતીમાં ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે જે અત્રે રજુ કરું છું.

ખુબ સરળ શબ્દોમાં મા પ્રત્યેના ભાવોને વ્યકત કરતી આ કવિતા આમતો કવિયત્રી દ્વારા રચાઈ છે પણ આ કાવ્યમાં એક દીકરાની તેની માતા પ્રત્યેની લાગણીઓને શબ્દો દ્વારા વાચા મળી છે. સામાન્યતઃ દીકરો હોય કે દીકરી, બંનેને મા પ્રત્યે સમાન લાગણી જ હોય, પણ દીકરીની લાગણીની અભિવ્યક્તિ તેના વાણી અને વર્તનમાં છલકે અને મલકે પણ દીકરો તેની તેટલીજ તીવ્ર લાગણીઓને ભીતરમાં ગોપિત રાખે. તેનાથી જરા ભિન્ન, અહીં સરળ શબ્દોની સરવાણીએ દીકરો પોતાનું માતા પ્રત્યેનું વહાલ વહેતુ મૂકે છે.

1889 માં Chile માં જન્મેલા Gabriela Mistral ઉપનામ ધરાવતા આ કવિયત્રીનું Latin American literature પર ઘણું ગહન યોગદાન છે. In 1945, She became the first Latin American to win the Nobel Prize for Literature. Her life was a rollercoaster ride. તેમની કવિતાઓમાં લાગણીઓનું ઊંડાણ અને જીવનના અનુભવોનું ખેડાણ અનુભવાય છે. તેમણે માતૃપ્રેમ પર અનેક કવિતાઓની રચના કરી જે એક પુસ્તક રૂપે પ્રગટ થયેલી છે. પ્રેમ અને પ્રકૃતિ તેમના પ્રિય વિષયો હોય તેવું મનાય છે. You can know more about the poetess here: ttps://www.nobelprize.org/prizes/literature/1945/mistral/biographical/

આ કવિતામાં કવિયત્રીએ એક દીકરાની માં પ્રત્યેની સંવેદના શબ્દોમાં વહાવી છે. મા અને દીકરાનું પોતાનું એક અનોખું અને નિરાળું ભાવવિશ્વ હોય છે જે મા અને દીકરીના ભાવવિશ્વ કરતા ઘણું અલગ હોય છે. મા અને દીકરાના ભાવવિશ્વમાં સંવાદ ઓછો અને સમજણ વધારે હોય છે. નવ મહિના પોતાની કૂખમાં સેવ્યા બાદ જયારે મા દીકરાને જન્મ આપે છે ત્યારથી દીકરો માના જીવનનું કેન્દ્રબિંદુ બની જાય છે. દીકરાના લાલન-પાલનમાં વ્યસ્ત રહેતી મા ક્યાંક અને ક્યારેક દીકરામાં પોતાના પિતાની છાંટ પણ નિહાળે છે. શૈશવ કાળમાં મા પોતાની આંખે દીકરાને વિશ્વનો પરિચય કરાવે છે અને ધીમે ધીમે દીકરાને વિશ્વની વાસ્તવિકતાઓનો સામનો કરવા સજ્જ કરે છે. માની આંગળી પકડીને ધીમે ધીમે દીકરો બાલ્યાવસ્થામાંથી યુવાવસ્થા તરફ આગળ ધપે છે. કિશોરાવસ્થામાં બંને વચ્ચે મતભેદ અને power struggle પણ થાય છે. આ બધાની વચ્ચે પણ મા દીકરામાં સ્ત્રીદાક્ષિણ્ય અને સ્ત્રી સન્માનના સંસ્કારોનું સિંચન કરે છે. જરૂરિયાત અનુસાર મા દીકરા માટે friend, philosopher and guide સુધીની બધીજ ભૂમિકાઓ ભજવે છે. અને જોતજોતામાં એજ દીકરો એક પુરુષ બનીને મા નો હાથ ઝાલી લે અને માને કહે કે “હું બેઠો છું ને તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી” અને એ ક્ષણે માને પોતાનું જીવ્યું સાર્થક થયેલું લાગે છે અને બધીજ અપેક્ષાઓ પરિપૂર્ણ થઇ હોય તેવું લાગે છે… “Being a mother to a little boy and helping him discover the world is one of the greatest experiences in a woman’s life, which makes objective goals dull in comparison. The connection between a mother and her son opens the gate to a new world of wonder and love.”  

આ કવિતામાં તો દીકરાએ પોતાની લાગણીઓ શબ્દોમાં વ્યક્ત કરી છે પણ મોટાભાગે દીકરાઓની લાગણીઓ આ રીતે શબ્દોમાં વ્યક્ત થતી નથી પણ વર્તન અને વ્યવહારમાંજ વ્યક્ત થાય છે. મા અને દીકરાના ભાવવિશ્વને માત્ર મા અને દીકરોજ સમજી શકે. પિતામાટે પણ આ ભાવવિશ્વ તેમની સમજ બહારનું હોય છે.(પિતાનું અને પુત્રનું પોતાનું એક જુદું ભાવવિશ્વ હોય પણ તેની વાત ફરી ક્યારેક…). I have personally experienced the depth and the strength of the bond between a mother and a son and the challenges and charms the bond bring along…    

તો ચાલો આજે મા-દીકરાના ભાવવિશ્વમાં વિહરતા વિહરતા હું મારી કલમને વિરામ આપું છું. આવતા અઠવાડિયે આજ વિષય પરની એક બીજી  કવિતા સાથે ફરી મળીશું.તમારા માર્ગદર્શન અને અભિપ્રાયોની અપેક્ષા સાથે…. 

– અલ્પા શાહ

૧૭,”જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો,

આજે નવા મહિનાનો એટલે કે May મહિનાનો પ્રથમ ગુરુવાર. “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળામાં નવો મહિનો એટલે એક નવો વિષય. આ મહિનો એટલે કે month of May is a very special month for me. Many years ago, this very month I was blessed with the most precious blessing of my life.  વળી અહીં USAમાં મે મહિનાના બીજા રવિવારે Mother’s Day પણ ઉજવાય છે.

માં – આ શબ્દ બોલતાંજ આપણા મુખમાં સમગ્ર બ્રહ્માંડ સમાઇ ગયું હોય તેવો અનુભવ થાય છે. જગતની દરેકે દરેક ભાષામાં જનનીના નિસ્વાર્થ પ્રેમ વિષે અઢળખ લખાયું છે અને જન્મદાત્રીના સ્નેહ અને સમર્પણને ઉજવવા તો આ જન્મારો પણ ઓછો પડે એટલે એક દિવસ એટલે કે  તો પર્યાપ્ત નથીજ. “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” એ લેખમાળા અંતર્ગત આ મહિને માં અને માતૃત્વ  વિષય પરની જુદી જુદી ભાષાની કવિતાઓ અને તેમનો ભાવાનુવાદ જાણીશું અને માણીશું.

આ વિષયની શરૂઆત આપણે  Maya Angelou રચિત Mother, A Cradle to Hold Me અર્થાત “માંના ખોળે…” થી કરીશું જેનો ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ કરેલ છે. આ રચનાની મૂળ અંગ્રેજી કવિતા તમે અહીં વાંચી શકશો. https://www.familyfriendpoems.com/poem/mother-a-cradle-to-hold-me-by-maya-angelou

માં,એક સનાતન સત્ય છે આ સોનાનું
મારે કાજ થયું સર્જન તારું,અંશ તારો જ હું
મધુર ટહુકે તારા ચહેકે છે આ વિશ્વ મારું
તારા પાલવની છાયામાં,શીતળતા પામું હું
તારી ભીની સુવાસથી આ શ્વાસ મારા ભરું
સર્જન તારું થયું કાજ મારે,અંશ તારો જ હું

માં, શૈશવ મારુ વીત્યું તારો ખોળો ખૂંદી
તારા જગતના કેન્દ્રમાં રહ્યો હું ફક્ત હું
પણ મારા વિશ્વની ક્ષિતિજની સીમાઓ
તારા સુધી જ સીમિત રહી,એટલું જાણું હું
ફરતું રહ્યું કાળનું ચક્ર લગાતાર નિરંતર
શૈશવ છોડીને પહોંચ્યો આગલે પડાવે હું
માં, તું ગઈ મને છોડીને અને આવી પાછી
તારા ખોળા બહારના જગમાં પ્રવેશ્યો હું
તારી આ આવન-જાવનની ઘટમાળ સંગે
ધીમે ધીમે દુનિયાને ઓળખવા લાગ્યો હું

માં, તને લાગે છે કે માત્ર તું મને જાણતી
પણ, તારી રગેરગથી પરિચિત રહ્યો હું
જાણું છું તને રહેતી સતત ચિંતા મારી
પણ તારી સતત પરવાહ કરતો રહ્યો હું
તારા ચહેરાના એકેએક સળ અને સ્મિતથી
મારી સ્મૃતિનો ખજાનો સજાવતો ગયો હું
તારા વદનનો શણગાર કે ગીતનો રણકાર
હૈયાના ગોખલે મારા સંઘરતો ગયો હું
તારા હેતાળ સ્પર્શ તણા આશીર્વાદે
નિરંતર સક્ષમ અને સમૃદ્ધ થતો ગયો હું
તું ખોલતી ખુશીઓની આખી પટારી
આનંદ અને ઉમંગનાં ઘૂંટડા પીતો ગયો હું

માં, કિશોરાવસ્થાના એ અલ્લડ દિવસોમાં
તારું દિલ ક્યારેક દુખાવનાર બન્યો હતો હું
દિવસો ગયા વીતતા અને વીતી ગયા વર્ષો
હવે સમજાય છે કેવો તદ્દન ખોટો હતો હું

માં, સમજણના દ્વાર મારા ખુલી ગયા હવે
અને સમજાયું કે નથી જાણતો કશું જ હું
મારી સર્વે ખામીઓ અને કમીઓ સાથે
તારા હૈયાનો ધબકાર બની ધબકું છું હું
વંદુ છું તારા સ્નેહ, સમર્પણ અને પ્રેમને
માં, જન્મોજનમનો તારો ઋણી રહીશ હું

©અલ્પા શાહ

આ લાંબી પણ ખુબજ ભાવપૂર્ણ કવિતામાં કવિયત્રીએ એક પુખ્ત વયના સંતાનની લાગણીઓને વાચા આપી છે. જયારે આ સંતાન પોતાના અત્યાર સુધીના જીવન પર નજર માંડે છે અને પોતાના જીવનના બદલાતા જતા તબક્કાઓ સાથે પણ માતાનો પ્રેમ કેવો અચલ અને અખંડ રહે છે તેનો તે અહેસાસ કરે છે એ અહેસાસ શબ્દો દ્વારા આ કવિતામાં પ્રગટ થયો છે. મૂળ કવિતાના અંગ્રેજી શબ્દો તમે વાંચો ત્યારે એક સહજ પારદર્શકતા પ્રતીત થાય છે. માંના નિર્મળ નિસ્વાર્થ પ્રેમની જેમજ  કોઈ પણ આવરણ કે આડંબર વિનાના શબ્દોથી આ રચના રચાઈ છે અને મેં પણ એવાજ સરળ શબ્દો દ્વારા એ ભાવ ગુજરાતીમાં પ્રગટ કરવાનો પ્રયત્ન કરેલ છે. The moment a child is born, mother is also born. As the child passes different stages – of being infant, toddler, tween, teen, young adult, and finally busy professional adult – the mother also passes different stages of motherhood. The way mother is being viewed in the eyes of the child also changes with each of these phases. It starts from “You are the best” to “You are so cool” to “you don’t know anything” to” You won’t understand.” to “You were so right mom”.  With all these phases of child’s life, mother’s love remains constant and unchanged and those are the sentiments that got beautifully conveyed in this poem by Maya Angelou.

 Maya Angelou was born in St. Louis, Missouri She was an acclaimed American poet, storyteller, activist, and autobiographer. Angelou had a broad career as a singer, dancer, actress, composer, and Hollywood’s first female black director, but she became most famous as a writer, editor, essayist, playwright, and poet. Angelou’s most famous work, “I Know Why the Caged Bird Sings“, deals with early years of her life.

એક સંતાનની નજરે માતૃત્વના જુદા જુદા તબક્કાઓને આવરી લેતી આ કવિતા જયારે મેં પહેલી વાર વાંચી ત્યારે મને ખુબ સ્પર્શી ગઈ. આ સમગ્ર વિશ્વમાં એક માંનો બાળક પ્રત્યેનોજ પ્રેમ કે માં-બાળકનો જ  એક એવો સબંધ છે જે કોઇ પણ જાતની અપેક્ષાઓથી પર છે. માતૃત્વતો કુદરતે સ્ત્રીને આપેલી એક બક્ષિસ છે. એક બહુ સરસ લખાણ મારા વાંચવામાં આવ્યું હતું.. “As mothers, we are on the journey of building great cathedrals requiring dedication and lifelong commitment. We may not be able to see the finished building, but one day the world will marvel, not only at what we have built, but at the beauty that has been added to the world”. માં તરીકે ઈશ્વરે સ્ત્રીને એક ખુબ અગત્યની જવાબદારી સોંપી છે. આપણે સૌ જાણીએ છીએ તેમ આ જગતને, આ પેઢીને આગળ ધપાવનાર એક માં જ છે.માં થકી એક જીવનું સર્જન તો થાય જ છે પણ એ જીવ જયારે પૃથ્વી પર જન્મે પછી એ છોડનું કાળજીપૂર્વક જતન કરી, તેને યોગ્ય સંસ્કાર અને શિક્ષણ આપીને આ વિશ્વમાટે લાયક બનાવવો એ પણ એક માંની જ વણકહી અને વણબોલી જવાબદારી બની રહે છે. And when the child sets out his/her foot in the world and start making positive impact on this world, that will be the proudest moment for the mother. She can just be in awe marveling at the cathedral she has built…

Mother’s Day is right around the corner. જગતની સર્વ માતાઓના ચરણોમાં વંદન સાથે આજે હું મારી કલમને વિરામ આપું છું. આજનો આ લેખ મારી મમ્મી કે જે સદેહે મારી સાથે નથી પણ મારા દરેક ધબકાર સાથે ધબકે જે તેના ચરણોમાં અર્પણ કરું છું એજ આશા સાથે કે she is also smiling proudly and admiring that  the cathedral she has built is also making this world a slightly better place to be!!

આવતા અઠવાડિયે આજ વિષય પરની એક બીજી  કવિતા સાથે ફરી મળીશું.તમારા માર્ગદર્શન અને અભિપ્રાયોની અપેક્ષા સાથે…. 

– અલ્પા શાહ

૧૬, “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો,

એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયાની વાસંતી કવિતા આસ્વાદમાં આપનું સ્વાગત છે. પ્રકૃતિ હવે પૂરબહારમાં ખીલી ઉઠી છે અને કુસુમકળીઓ હવે ખીલીને પુષ્પમાં પરિવર્તિત થતી જણાય છે. પુષ્પ એટલેકે ફૂલ એટલેકે કુસુમ એ તો પરમાત્માના હોવાપણાની સાબિતી છે .Gerard De Nerval said that Every flower is a soul blossoming in nature. હવે જો આ પુષ્પો પોતેજ પોતાનું ગીત ગાય તો? આજે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત આપણે પ્રખ્યાત Lebanese/American author Kahlil Gibran લિખિત Song of The Flower  અર્થાત “પુષ્પનું ગીત”ને જાણીશું અને માણીશું. તમે આ કવિતાના અંગ્રેજી  શબ્દો તમે આ લિંક પર વાંચી શકશો. https://allpoetry.com/Song-Of-The-Flower——XXIII

મેં આ રચનાનો ગુજરાતીમાં ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે જે અત્રે રજુ કરું છું.

આ કવિતામાં કવિએ એક પુષ્પની સંવેદનાઓને શબ્દો દ્વારા વ્યક્ત કરી છે. એક પુષ્પ જે કુદરતની કલાત્મક કરામત છે તે પ્રકૃતિ અને મનુષ્યજીવન સાથે કેવી રીતે ઓતપ્રોત થઈને પોતાની જીવનસફર વ્યતીત કરે છે તેની ખુબ ઝીણવટ પૂર્વકનું આલેખન કર્યું છે. પુષ્પનું જોડાણ પ્રકૃતિના દરેક પરિમાણ સાથે છે તેનું વર્ણન કવિએ શરૂઆતની પંક્તિઓમાં કરેલું છે.ઋતુઓના સંધાણથી અસ્તિત્વમાં આવેલું પુષ્પ,સૂરજના પ્રથમ કિરણોની ચૂમી સાથે નયનોને ઉઘાડે છે અને સૂર્યાસ્ત સમયે પોતાની જાતમાં સમેટાઈ જાય છે. પુષ્પો થકીજ ધરતી પર મેઘધનુષી રંગોનું સામ્રાજ્ય રચાય છે. આગળ વધતા પુષ્પ મનુષ્ય જીવન સાથે કેવી રીતે વણાયેલું છે તેને પુષ્પના પોતાના શબ્દોમાં વર્ણવે છે. સપ્તપદીના શણગારથી માંડીને મૃત્યુ પછીતે ના ઉપહાર તરીકે પુષ્પનેજ આગળ ધરવામાં આવે છે.અને છેલ્લે આ પુષ્પ માનવને એક ચોટદાર શિખામણ આપતા કહે છે કે મારા જીવનમાં પણ પડછાયાના કાળા ઓછાયા છે પણ હું તો રોજ સવારે ઊંચી નજર રાખીને ખીલતું રહું છું…

ખલિલ જિબ્રાને આ કાવ્યમાં પુષ્પની પોતાની વેદના-સંવેદના ખુબ સુપેરે વર્ણવી છે. આ કાવ્ય વાંચતા એવું લાગે કે પુષ્પ સ્વયં પોતાનું ગીત ગાઈ રહ્યું છે. Khalil Gibran was a Lebanese/American writer. Though he considered himself to be mainly a painter, he was a prominent English author. He lived most of his life in the United States. He wrote in Arabic and English, but his best-known works are in English. He was the key figure in a Romantic movement that transformed Arabic literature. You can read about Gibran’s interesting life story here. https://www.poetryfoundation.org/poets/kahlil-gibran

ખલિલ જિબ્રાને ખુબ સરળ પણ સુંદર શબ્દોના સમન્વય દ્વારા પુષ્પનું ગીત આલેખેલું છે અને સાથે સાથે જીવનને “જીવવાની” એક સાચી શિખામણ પુષ્પના મુખે આપી છે. . It is said that “Flowers don’t worry about how they’re going to bloom. They just open up and turn toward the light and that makes them beautiful.”  કેટલી સાચી વાત છે… કેટલી સાચી વાત છે…આપણે પણ આપણા જીવનમાં રહેલા કાળા પડછાયાઓને એટલે કે મુશ્કેલીઓને નજરઅંદાજ કરીને પ્રભુએ આપણા પર વરસાવેલા આશિષને ધ્યાનમાં રાખીને અને તેના માટેની કૃતઘ્નતા વ્યક્ત કરતા કરતા, રોજ સવારે આ પુષ્પોની જેમ ખીલી ન શકીએ? અને  આપણી આજુબાજુ  સ્મિત અને સુંદરતાનો છંટકાવ ના કરી શકીએ? જયારે કળીમાંથી ખીલીને પુષ્પ બને છે, ત્યારથીજ એક દિવસ તે ખરી પડશે તે નિયતિ નક્કી હોય છે અને તે છતાંય તે રોજ સવારે સ્મિત પ્રસરાવતું ખીલી ઉઠે છે. તેના જીવનની પ્રત્યેક પળને અન્યના ચહેરા પર સ્મિત લાવવા માટે ઉપયોગ કરીને  “પળે  પળે પરમાનંદ” મનાવે છે. આમ કવિએ જીવન જીવવાની ખુબ સચોટ અને સાચી ચાવી પુષ્પના મુખે આ કાવ્યમાં વહેતી મુકી છે 

આજે એક ખાસ દિવસ છે. આજે એક પ્રકૃતિપ્રેમી અને પુષ્પો જેમને ખુબ પ્રિય છે એવા એક “બાગબાની” વ્યક્તિત્વનો જન્મદિવસ છે કે જે આ “પળે  પળે પરમાનંદ” સૂત્રના પ્રણેતા છે અને તેને આત્મસાત કરીને જીવી રહ્યા છે. તેમને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવતા અને આ પુષ્પના ગીતને ગણગણતા  મારી કલમને વિરામ આપું છું. આવતા અઠવાડિયે નવા મહિને, નવા વિષય સાથે ફરી મળીશું.તમારા માર્ગદર્શન અને અભિપ્રાયોની અપેક્ષા સાથે…. 

– અલ્પા શાહ