મળવા જેવા માણસ-શ્રી વિજયભાઈ શાહ

મિત્રો ,

“બેઠક”માં આપ વારંવાર વિજયભાઈનો ઉલેખ સંભાળતા રહો છો,તેમજ તેઓ ફોન પર આપણને પ્રોત્સાહિત કરતા હોય છે ​

 શ્રી વિજયભાઈ શાહ ઘણા વર્ષોથી એમના બ્લોગ, લેખો અને પુસ્તકોથી ગુજરાતી ભાષાનાં પ્રચાર અને પ્રસારનું ઘણું અગત્યનું કામ કરી રહ્યા છે .આપણી બેઠકના એક જાણીતા લેખક પી.કે.દાવડા સાહેબે “મળવા જેવા માણસની” એમની પરિચય શ્રેણીમાં શ્રી વિજયભાઈ શાહ વિશેનો આ સરસ લેખ લખીને સારું કામ કર્યું છે.

વિજય શાહ

વિજયભાઇનો જન્મ ૧૯૫૨ માં એક મધ્યમ વર્ગી કુટુંબમાં, ભરૂચમાં થયો હતો. એમના પિતા સરકારી નોકરીમાં હોવાથી સમયાંતરે થતી બદલીઓને લીધે એમનું શાળાનું શિક્ષણ અનેક શહેરોમાં થયું. આખરે ૧૯૭૫ માં નડિયાદથી એમ.એસસી (માઈક્રો બાયોલોજી) કરી અભ્યાસ પૂરો કર્યો.

૧૯૭૫ માં તેમણે સારાભાઈ કેમિકલ્સમાં નોકરી શરૂ કરી. બે વર્ષને અંતે આ વિજ્ઞાનના અનુસ્નાતકને લાગ્યું કે શેરબજારમાં વધારે પૈસા છે, એટલે ૧૯૭૭ માં એમણે મુંબઈમાં શેરબ્રોકરનું કામ શરૂ કર્યું.

વિજયભાઈને સાહિત્યનો શોખ તો ૧૨ વર્ષની વયે જ લાગી ગયેલો. ૧૯૬૪ માં તેમની બાળવાર્તા “જાદુઇ વાડકો” નૂતન ગુજરાતમાં છપાઈ. ૧૯૭૨ માં વીસ વર્ષની વયે આકાશવાણી સુધી પહોંચી  ગયા અને“યુવાવાણી” કાર્યક્રમમાં ભાગ લીધો. ૧૯૭૭ માં એમનો પ્રથમ કાવ્ય સંગ્રહ “હું એટલે તમે” પ્રસિધ્ધ થયો.૧૯૮૧ માં તેમનું પહેલું નાટક દુરદર્શનમાં પ્રસારિત થયું. બસ પછી તો નવલિકા, નવલકથા, દૈનિકોમાં અને સામયિકોમાં કોલમ્સ, આમ સાહિત્યમાં આગેકુચ જારી રહી.

૧૯૯૬ માં અમેરિકા સ્થિત વિજયભાઈના મોટાભાઇએ તેમને વધુ સારા ભવિષ્ય માટે કુટુંબ સહિત અમેરિકા આવવા આગ્રહ કર્યો, અને એમની વાત માની લઈ વિજયભાઈ કાયમી વસવાટ માટે સહકુટું અમેરિકા આવી ગયા. આ નિર્ણય લેતા પહેલાં એમને ઘણો માનસિક સંઘર્ષ કરવો પડેલો, કારણ કે વયોવૃધ્ધ પિતાને ભારતમાં મૂકી અમેરિકા જવા એમનું મન માનતું ન હતું, પણ આખરે પિતાના આગ્રહ હેઠળ એમને નમતું જોખવું પડ્યું.

અમેરિકામાં પણ એમણે શેર બજારનું કામકાજ જ ચાલુ રાખવા જરૂરી લાયસેંસ મેળવી લઈ, ધંધો શરૂ કરી દીધો. અહીં પણ એમનો સાહિત્ય રસિયો જીવ ક્યાં ઝંપીને બેસવાનો હતો? અમેરિકામાં સ્થાયી થયા કે તરત જ એમણે સાહિત્ય રસિયાઓના સાથ શોધી કાઢ્યા અને એમની પ્રવૃતિઓમાં સક્રીય થઈ ગયા. પ્રિન્ટ મીડિયામાં લખવાનું શરૂ કર્યું. ૧૯૯૬ થી ૨૦૦૨ સુધી આ પ્રવૃતિઓ ચાલુ રહી. આમા ખાસ નોંધવા જેવી વાત તો એ છે કે ‘ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટન’ માં તેના માસિક “દર્પણ” નું ૧૯૯૭ થી ૨૦૦૨ સુધીસંપાદન કર્યું. એજ સમય દરમ્યાન સર્જક મિત્રો સાથે મળી “ગુજરાતી સાહિત્ય સરિતા” શરુ કર્યું.

૨૦૦૨ માં ઈન્ટરનેટમાં ગુજરાતી બ્લોગ્સના પગરણ થયા. વિજયભાઈએ બ્લોગ્સના સંચાલકોનો સંપર્ક કરી, પોતાના લખાણો આ નવા માધ્યમમાં મૂકવાની શરૂઆત કરી. ૨૦૦૬ સુધી આ બ્લોગ્સ યુનિકોડમાં ન હતા, અને બ્લોગ્સમાં ગુજરાતીમાં લખવાનું આજના જેવું સરળ ન હતું. તે છતાં કેસુડા, અભિવ્યક્તિ,ઝાઝી વગેરે બ્લોગ્સ ઝડપથી લોકપ્રિય થવા લાગ્યા હતા. ૨૦૦૬ પછી વિશાલ મોણપરા અને અન્ય વ્યક્તિઓના પ્રયાસોથી સાદા કોમપ્યુટરમાં ગુજરાતી અક્ષરો લખવાનું સહેલું થઈ ગયું, અને બસ ગુજરાતી બ્લોગ જગતમાં તો જાણે ઊભરો આવ્યો. આ ઊભરાની શરૂઆતમાં જ વિજયભાઈએ પોતાના થોડા બ્લોગ્સ શરૂ કરી દીધા. ટેકનોલોજીમાં નિષ્ણાત મિત્રોએ એમને મદદ કરી, તો એમણે અન્ય લોકોને પોત પોતાના બ્લોગ્સ શરૂ કરવા માટે પ્રેરણા આપી અને સક્રીય મદદ કરી. એમની ખાસ નોંધવા જેવી સાહિત્ય પ્રવૃતિ છે “સહિયારૂં સર્જન”. એકથી વધારે લેખકો સાથે મળી એક નવલકથા લખે, અથવા સાહિત્યના અન્ય પ્રકારનું સર્જન કરે; એમના આ વિચારે ગુજરાતી બ્લોગ જગતમાં એક નવું સોપાન સર કર્યું છે. એમના પોતાના લખાણો ગણાવા બેસું તો ઘણાંબધા પાના ભરાઈ જાય.

ગુજરાતી બ્લોગ્સની સંખ્યા જે ઝડપથી વધવા લાગી એને લીધે ગુજરાતી વાંચકોને કયા બ્લોગમાં શું છે અને એને કેમ શોધવા એવી મુશ્કેલીઓ પડવા લાગી. વિજયભાઈએ થોડા મિત્રોની મદદથી એક એવો બ્લોગ બનાવ્યો કે જેમાં બ્લોગની લીંક, બ્લોગના સંચાલકનું નામ અને બ્લોગ વિશે માહિતીનો સમાવેશ કરી લેવામા આવ્યો. એમના પોતાના ખૂબ જાણીતા ત્રણ બ્લોગ્સના નામ છે વિજયનું ચિંતન જગત,ગુજરાતી સાહિત્ય સરિતા અને સહિયારૂં સર્જન-ગદ્ય.

ભગવદ ગો મંડલ જેવું ઓનલાઇન મુકાયુ ત્યારે બ્લોગર મિત્રોને અજાણ્યા અને અઘરા શબ્દો શોધવાની હાકલ કરી અને અંગ્રેજી ભાષાનો પાયાનો પ્રકાર “સ્પેલ બી” ગુજરાતી શબ્દ સ્પર્ધાનાં નામે વિશાલ મોણપરા, કાંતિભાઇ કરસાલીયા અને હીના બહેન પરીખ જેવા બ્લોગ મિત્રો સાથે તૈયાર કર્યુ

આજે પણ વિજયભાઈ હ્યુસ્ટનમાં સાહિત્ય પ્રેમીઓ દ્વારા વર્ષોથી ગુજરાતી સાહિત્યનો પ્રચાર અને પ્રસારકરતી  સંસ્થા “ગુજરાતી સાહિત્ય સરિતા”ની નિયમિત ભરાતી બેઠકોમાં  આગળ પડતો ભાગ લે છે. ભારતમાં અને અમેરિકામાં રહેતા ગુજરાતીઓને લખવા માટે પ્રેરિત કરે છે અને માર્ગદર્શન આપે છે. હું અમેરિકામાં સ્થાયી થવા જાન્યુઆરી ૨૦૧૨ માં આવ્યો ત્યારે મને આવકાર આપતા જે લોકોએ ઈ-મેઈલ મોકલ્યા એમાં વિજયભાઈ પણ સામિલ હતા. હું જ્યારે પણ લેખન પ્રવૃતિમાં ધીમો પડું ત્યારે વિજયભાઈ ધક્કો મારી પાછો મને કામે લગાડી દે છે.

વિજયભાઈના બધા લખાણોને આવરી લેવાનું તો મારૂં ગજું નથી તો પણ એમના ત્રણ પુસ્તકોનો ઉલ્લેખ કર્યા વગર હું ન રહી શકું.

“વસવાટ વિદેશે” નામના પુસ્તકમાં વિજયભાઈએ, ભારતથી કાયમી વસવાટ માટે અમેરિકા આવતા લોકોને, અહીંની રહેણી કરણી, અહીં પડતી તકલીફો અને તેના નિરાકરણ અંગે સરસ માહિતી પૂરી પાડી છે. મારા મતે પહેલીવાર અભ્યાસ માટે અમેરિકા આવતા વિદ્યાર્થીઓ અને બાળકો સાથે કાયમી વસવાટ માટે આવતાં મા-બાપ બન્ને માટે આ પુસ્તક એક સરખું ઉપયોગી છે.

“મન કેળવો તો સુખ” પુસ્તકમાં એમણે હકારાત્મક જીવન જીવવાનો કક્કો શીખવ્યો છે.. એક જ વાક્યમાં કહેવું હોય તો Think positive. અનેક લોકોએ અલગ અલગ રીતે આ વાત કહી છે, નરસિંહ મહેતાએ કહ્યું, “સુખ દુખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં” તો નરસિંહરાવ દિવેટિયાએ લખ્યું છે, “સંસારની આ ઘટમાળ એવી, દુખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી.” અહીં વિજયભાઈનું કહેવું છે “સારૂં વિચારો,દુખનો અહેસાસ આપોઆપ ઓછો થઈ જશે.”

“નિવૃતિની પ્રવૃતિ” પુસ્તકમાં એમણે જીવનના આખરી પડાવ પર આવી પહોંચેલા માણસોને સમજાવ્યું છેઘડપણ શ્રાપ નથી પણ અનેક સોનેરી તકોથી ભરેલો જીવનનો એક તબ્બકો છે. એને માણો, એનો સદુપયોગકરો. પોતે આનંદ માણો અને અન્યોને પણ આનંદ આપો. ટુંકમાં તેઓ કહેવા માગે છે કે,  નિવૃત્તિના સમયમાંપ્રવૃત્ત રહેવા આર્થિક સ્વાવલંબન જરૂરી છે. નિવૃત્તિ પછીની આર્થિક પરિસ્થિતિ તમારા પ્રવૃત્તિ સમય જેટલી જસધ્ધર રહે તેવું આયોજન કરો. એટલે કે “When there is silver in your hair, there should be sufficient gold in your purse.”  વધુમાં તેમનું કહેવું છે, “આપણા મનની ધરબી રાખેલી ઈચ્છાઓનેનિવૃત્તિ સમયમાં સાકાર કરવાનો અવસર મળે છે. તંદુરસ્તીને પ્રાથમિકતા આપો,  દુનિયાની ઘટનાઓથીમાહિતિગાર રહો, જ્ઞાનવર્ધક, જીજ્ઞાસા સંતોષાય તેવી, આધ્યાત્મિક, ધાર્મિક ચેનલો માણો. શક્ય હોય તોપ્રવાસ યાત્રાઓમાં જોડાવ. વાંચનનો શોખ આવકારદાયક છે, તમને રસ પડે તેવા વિષયોનું નિયમિતવાંચન કરો. જૂના મિત્રોને મળો, સંબંધોમાં તાજગી લાગશે.”

આજે હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાનું સંચાલન બળ એટલે વિજય શાહ અને તેમના જેવા સર્જક મિત્રો છે.સાહિત્યપ્રેમી વ્યક્તિની કલાનું ઉજળું પાસુ જોનાર અને તેની કલાને બહાર લાવવાના કામમાં નિરંતર કાર્યરત વ્યક્તિ એટલે વિજય શાહ. નિસ્વાર્થ ભાવે ભાષા-સેવાનો ભેખ  લઇ બેઠેલ મિતભાષી વ્યક્તિ એટલે વિજય શાહ. માતૃભાષા પ્રત્યેની લગન,તેમના વ્યક્તિત્વનું મુખ્ય પાસુ. અનેક સર્જકોના ગુજરાતી બ્લોગ નેટ પર ખોલી આપવાવામાં તેમનો સક્રિય ફાળો છે. હું કહું છું કે કોઇવાર મોકો મળે તો વિજયભાઈના હ્રદય ઉપર સ્ટેથોસ્કોપ મૂકી જુઓ, એમના હ્રદયના ધબકારા પણ તમને ગુજરાતીમાં સંભળાસે.

માણસોને મળવા હંમેશા ઉત્સુક માણસ એટલે શ્રી વિજય શાહ.

-પી. કે. દાવડા

3 Responses to મળવા જેવા માણસ-શ્રી વિજયભાઈ શાહ

  1. પિંગબેક: સહિયારું સર્જન: વિકાસના પંથે | શબ્દોનુંસર્જન

  2. પિંગબેક: વિજયનું ચિંતન જગત-વિજય શાહ-દેવિકા રાહુલ ધ્રુવ | ગુજરાતી સાહિત્ય સંગમ

  3. kalpanaraghu કહે છે:

    Really, I have no words for Vijay bhai.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s