YMCA clubમાં Californiaની બેઠક અમદાવાદ ખાતે મળી.બેઠકે ઉત્સાહભરી સંવેદના જગાડી અને સાહિત્યરસિક મિત્રો પરિવારની જેમ મળ્યા.
કોઇ પણ જાતનો ઔપચારિક ભાર રાખ્યા વગર બેઠકે
બધાને ખુલ્લા દિલે,આવકાર આપ્યો જેમાં ભોજન સાથે ભાવો અને મન મળ્યા. ભાષાથી સંબંધોને જોડયા,મનના ભોજન કર્યા,હસ્યા હસાવ્યા, વાતોના વડા અને ગમતાનો ગુલાલ કર્યો
ભાગયેશભાઇએ તો બધાને ખુબ હસાવી બધાની ભૂખ ઉઘાડી અને ચાલુ ભોજને પણ હાસ્યના બટકા દેતા જ રહ્યા તો કુષ્ણ દવેએ કવિતા પીરસી માહોલ રચ્યો,અન્નાબેન મિત્તલબેન,મકરન ,ભવેનભાઇ ,લતા હિરાણી પ્રદીપ રાવળ,ગોપાલી બુચ, જયશ્રી પટેલ,નિલમબેન,માયાબેન જીગ્ના કપુરીયા,મૌલિક નાગર,અરચિતા પંડયા,દીપક પંડયા. બીજા અનેકની હાજરીથી અન્નકોટ ખાધા જેટલો આનંદ કર્યો.સંતોષના ઓડકાર ખાધા. રીટા જાનીએ પોતાનું પુસ્તક “કલમના કસબી કનૈયાલાલ મુનશી “જે બેઠકે published કર્યું તે બુકના વિમોચનની જાહેરાત કરી.તો જીગ્નાએ પોતાની બુક ભેટ રુપે આપી.ખાણીપીણી ને ઉજાણી ભેટ સોગાત,ફોટા ,અભિવાદન સાથે સહુ છુટા પડ્યા,
આમ શુક્વારની સાંજે બેઠકમાં સૌએ પોતાના સુખને શોધ્યું અને મેળવ્યું,અંતે બધે સુખ અને સુખ વરતાણું .એમ કહો કે સુખ છલકાણું
…





















