વિસ્તૃતિ…૪0–જયશ્રી પટેલ.

98DCBC6E-4FF2-4BDC-8D03-2A9A2D5E3679

વિસ્તૃતિ…૪૦
         જયશ્રી પટેલ.
         આપણે આગલા અંકમાં જોઈ ગયાં કે ચરિત્રહીન વિશે આપણે થોડી ઘણી વાત કરી. હવે આગળ વધીએ કે એમણે ‘યમુનાનાં’ સંપાદક ફણીન્દ્રનાથ પાલને જઈ સંભળાવી તેઓ એ મક્કમતાથી કહી દીધું આ વાર્તા યમુનામાં જ છપાવવી છે . એમને વચન આપી દીધું અને તે ધારાવાહિક રીતે છપાય એવો મક્કમ નિર્ણય લેવાયો તેઓ તો યમનાનાં પાના વધારવા પણ તૈયાર હતા, પણ નવલકથા ક્યાં પૂર્ણ હતી ? શરદ બાબુએ તેમને તેમની જૂની વાર્તા બોઝ છાપવા આપી. મિત્રો આ વાર્તા મેં દિલ્હી મુંબઈ અમદાવાદમાં ખૂબ જ શોધી પણ મને નિરાશા સાંપડી, પણ હું પણ જરૂર શોધીશ નહીં તો મારી યાદોને ઢંઢોળી વાર્તા યાદ કરી આપ સમક્ષ જરૂર રજૂ કરવાનો પ્રયત્ન કરીશ .આ વાર્તા પણ તેમના મિત્ર સૌરીન્દ્રમોહને તેમની મંજૂરી વગર છાપવા આપી હતી તેથી તેઓ દુઃખી થયાં હતા . તેમણે તેમના મિત્રોને તેમની જૂની વાર્તાઓ છાપવાની મનાઈ કરી દીધી હતી ,ભલે ગુરુવર્ય રવીન્દ્રનાથ ટાગોરે પ્રશંસા કરી હોય, પણ શરદબાબુ પોતાના લખાણથી સંતુષ્ટ નહોતા. બધી જ જૂની વાર્તાઓ મઠારવા માંગતા હતા. તે જ સમય દરમ્યાન ગુરુવર્યને નોબેલ પારિતોષક મળ્યું અને શરદ બાબુ તેમજ આખા ભારતને ગર્વ થયો. તે જ વખતે ચરિત્રહીનનું લક્ષ વધુ મજબૂત થયું. 
         ફરી કલકત્તા આવ્યા ત્યારે અજ્ઞાતવાસ છોડી સર્વેને મળ્યા. લોકો હવે શરદબાબુને ઓળખવા લાગ્યા. એક સારા અને પ્રતિષ્ઠ લેખકનાં  ગણત્રી થવા લાગી એટલે સુધી કે તે કહેતા “ જો લેખન કાર્ય માટે તેમને મહિને ₹100 મળી જાય તો રંગૂનની નોકરી મૂકી તેઓ કલકત્તા પાછા આવી જાય “
       આનો ઉલ્લેખ શરૂઆતમાં મેં કર્યો હતો તે મિત્રો જવાબદારી ખાતર જ રંગૂન ગયા હતા. ખરેખર ભારતી અને યમુનાનાં સંપાદકોએ આટલી જોગવાઈ કરી આપવા તૈયાર હતા. પાલ મહાશય તો શરદસાહિત્યનાં ભક્ત બની ગયા હતા. તેમના માતા પણ તેમને પ્રેમથી જમાડતા રાખતા અને શરદબાબુ માટે ચિંતિત રહેતા. શરદબાબુ પણ તેઓમાં પોતાની માતાના દર્શન થતા.
        રંગૂનથી તેમને પ્રમનાથને પત્ર લખ્યો હતો અને પોતાની લેખનશક્તિ પરનો વિશ્વાસ પ્રગટ કર્યો હતો. ચરિત્રહીન માટે જુદા જુદા મંતવ્ય આવ્યા જુદા જુદા સામાયિકનાં સંપાદકો તેને છાપવા ઇચ્છતા હતા અને શરદ બાબુ એ પરમનાથનો અભિપ્રાય માગ્યો તેમને વધુ સમયે જવાબ આપ્યો વાર્તાનો પ્રારંભ નોકરાણીથી નહોતો કરવો . શરદબાબુએ પરત પાછી માંગી . ત્યારબાદ દ્વિજેન્દ્રલાલ રોયે કથા વાંચી તેને અશ્લીલમાં ખપાવી. હરિદત્ત ચટ્ટોપાધ્યાયે નવલકથાને અનૈતિક કહી, જો છપાશે તો લોકો નિંદા કરશે તેને નહિ સ્વીકારે .તેમ જ આવી નવલકથા નહોતી લખવી જોઈતી એમ પણ કહ્યું.
 
              શરદબાબુ ખૂબ ગુસ્સે થયા તેમણે કહ્યું કે આપણે લોકોને આપણી જાંઘ ખોલીને નથી બતાવતા પણ ઘા વાગ્યો હોય તો જગ્યા પણ ન બતાવીએ એવું તો સાંભળ્યું નથી. જિંદગીભર સૌંદર્યમય લખીને તે જ દ્રષ્ટિએ લખવું એ યોગ્ય તો નથી જ . કોઈએ સૂચન કર્યું ચરિત્રહીન બીજાને નામે છાપો તો એમને મંજૂર નહોતું . તેમણે પોતાને નામે જ છપાશે એ નિશ્ચય કર્યો .સારા માઠાં ફળ ભોગવવા તૈયાર થયા. નામ માટે આવો લોભ કેમ? જો એ જ કરવું હોત તો જિંદગીભર કષ્ટ ન જ ભોગવત!
 
          1913 ના ઓક્ટોબરમાં યમુનામાં ચરિત્રહીનનો પ્રથમ અંશ પ્રકાશિત થયો . આખા બંગાળી સમાજમાં એક વાવંટોળ ઉઠ્યો . આવું કોઈ જ પુસ્તક માટે નહોતું બન્યું . ફણીન્દ્રનાથ પાલે શરદને તારથી જણાવ્યું *“ચરિત્રહીન” ઇઝ ક્રિએટિંગ એલાર્મિંગ સેન્સ્શન”* (ચરિત્રહીને જાગૃતિ અને ક્રાંતિની સંસનાટી પેદા કરી છે)
          મિત્રો , બસ એ જ સમયે માહ્યલામાં રહેલા સાહિત્યકારને શરદે ઢંઢોળીને જાગૃત કરી દીધો હતો. કેટલાય વર્ષો સુધી લખાયેલી આ રચનાએ ઈતિહાસ બદલી નાંખ્યો હતો. આ વાર્તાની નાયિકા કરુણામયી હતી. આગળ આપણે આ વાર્તા જોઈ ગયા છીએ તેથી એની ચર્ચા નહિ કરું. *એક પુસ્તક ને વાર્તાઓ લેખકની કલ્પના હોય છે, જે સારી ખોટી વાંચક પર છોડી દેવામાં આવે છે* ખરેખર શરદબાબુની આ નવલકથાએ ભારત વર્ષમાં તહેલકો મચાવી દીધો હતો.
 
            મિત્રો, આશા રાખું છું કે હું સંક્ષેપમાં તમને સમજાવી શકી હોઈશ. નહિતો જરૂર તમે ‘આવારા મસીહા’ ગુજરાતી હિન્દીમાં મળે તો વાંચજો . આવતા અંકે ફરી આવી જ કંઈક અવનવી વાત શરદબાબુની આપણે માણીશું જાણીશું.
(સંપૂર્ણ)
 
અસ્તુ
જયશ્રી પટેલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.