વિસ્તૃતિ…૩૨-જયશ્રી પટેલ

98DCBC6E-4FF2-4BDC-8D03-2A9A2D5E3679


મેં વાંચેલી વિષ્ણું પ્રભાકરજીની આવારા મસીહામાંથી
શરદબાબુ વિશેની વિશિષ્ઠ માહિતીઓ આપ સૌ સમક્ષ સંક્ષિપ્તમાં ગુજરાતીમાં પ્રસ્તુત કરું છું.
આપણે જોયું કે શરદ માનાં મૃત્યુ પછી મામાના ઘરથી નીકળી ગયા હતાં.બાપ બેટા માટે ઘર સંસારમાં
રાચવું એ અસંભવિત હતું.નિર્ધનતાનો તો અંત જ નહોતો. શરદ જેટલાજ શરારતી હતાં તેટલાં જ પોતાના રૂમ પ્રત્યે સજાગ હતા ને તેથી તે વ્યવસ્થિત અને સરસ
સજાવેલો રહેતો. આવક નહોતી તેથી જાવક માટે ધીરે ધીરે બાપ દીકરાએ વેંચાય તેટલું વેંચી કાઢ્યું હતું ને પેટ ભર્યું હતું.
પિતા પુત્ર પોતપોતામાં રચ્યા પચ્યાં રહેતાં.પુત્ર સાહિત્યની સાધના કરતો ને પિતા જુદા જુદા સુંદર પત્થરોનો સંગ્રહ કરતા.શરદે એકવાર તેમના રંગીન પત્થરો વેંચી દીધાં. પિતા મોતીલાલે જાણ્યું ને તેમણે શરદને ખૂબ જ વઢ્યાં અને તેને બેશરમ ને કામચોર કહી
અપમાનિત કર્યો.શરદને આશ્ચર્ય થયું પિતા તેઓને ખૂબ જ ચાહતા હતાં.તેના લાગણીસભર હૃદયને ખૂબ આઘાત
લાગ્યો.એ જ ક્ષણે ઘર છોડી ગયાં. બીજું કારણ પોતાના ઘરને સાચવનારી બાઈ પ્રત્યેનો અણગમો હતો. તે બાઈ તેના ભાઈ બહેનને ખૂબ જ મારતી ને અન્યાય કરતી. પિતા તે બાઈનો પક્ષ ખેંચતા તેથી શરદ તેનાંથી વાજ આવી ગયો હતો.પાછળથી આ બાઈ જુલાઈ ૧૯૦૧ પછી
શરદની શુદ્રેર ગૌરવ નામની વાર્તા હસ્ત પત્રિકા ‘છાયા’માં પ્રગટ થઈ હતી.પાછળથી તે બાઈને તેણે આર્થિક સહાય પણ કરી હતી.
આ બન્ને કારણને લીધે તેનું મન ઘરમાંથી ઉઠી ગયું અને તે શ્રીકાંતની જેમ ભ્રમણ કરવા નીકળી પડ્યો. નાનપણથી તે પેટને ભૂખ્યું રાખતા શીખી ગયો હતો.
પહેલાં તો બાવાઓની સંગતમાં ઘણો સમય વિતાવ્યો.
ત્યાં ગાંજો આદી બનાવોમાં નિપુણ હતો તેથી મુખ્ય બાવાજીનો ચહિતો બની ગયો . એક જગ્યાએ ટકી રહેવું તેને માટે અઘરું હતું તેથી ત્યાંથી તે એક શ્રધ્ધાળું પરિવાર
ને મળ્યો.જાત્રાએ નીકળેલા આ પરિવાર સાથે તે ફર્યો પણ એકવાર આંખો પરિવાર ખૂબ માંદો પડ્યો તેથી તે
લોકોની ખૂબ સેવા કરી તેઓએ તેને પરિવારનો સભ્ય જ માની લીધો. એક વાર તે બિમાર પડ્યો અને પેલા લોકો શરદને ત્યાં જ મૂકી ચાલ્યાં ગયા. થોડો ભાનમાં આવ્યો તો તેને એક બિહારી એની ગાડીમાં સ્ટેશન પર છોડી ગયો.એક બંગાળી યુવકે તેની સશ્રુશા કરી. તે સાજો ન થયો ત્યાં સુધી સ્ટેશન પર જ રહ્યો.તે સંન્યાસીનાં વેશમાં
જ તે મુજફફરપુરની ધર્મશાળામાં રહ્યો.
એક દિવસ બંગાળી ક્લબમાં ગયો. ત્યાં સ્પષ્ટ હિન્દીમાં બોલી પેન ને પોસ્ટકાર્ડ માંગ્યાં.જે ઘણાં વખતથી છૂટી ગયાં હતા તેમને પત્ર લખવા બેઠો. ત્યાં બંગાળી યુવાનોની નજર તેની પર પડી ને તેની ચોરી પકડાય ગઈ કે તે બિહારી નહિ બંગાળી છે.સંત સાધુનું જીવન ખતમ થયું. તે ઘર્મશાળામાં રહેવા ગયાં ત્યાં તેમના સ્વરબંધ અવાજને સાંભળી નિશાનાથ બંદ્યોપાધ્યાય નામના યુવકે તેમને ત્યાં થતી મેહફિલમાં ગાવાનું આમંત્રણ આપ્યું.
મિત્રો. આ ભ્રમણના અનુભવથી ચારસો પાંચશો પાનાની શ્રીકાંત રચાય.જેને આપણે આમ માણીશું .
આવતા અંકે આ પછી આગળ તેમની સંગીતની લગન વિશે જાણીશું મિત્રો.

જયશ્રી પટેલ
૨/૧૦/૨૨

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.