98DCBC6E-4FF2-4BDC-8D03-2A9A2D5E3679

વિસ્તૃતિ ….૨૯
જયશ્રી પટેલ
મેં વાંચેલી વિષ્ણુ પ્રભાકરજીની આવારા મસિહાની થોડી વાતો અહીં સંક્ષિપ્તમાં ગુજરાતીમાં રજુ કરું છું. શરદ બાબુ ને શરત ચંદ્ર તરીકે પણ લોકો ઓળખે છે . તેમની સાહિત્યની શૈલી તો આપણે જરૂર વાર્તાઓ રૂપે માણી જ છે.ચાલો મિત્રો, તેઓને પણ તેમના અંતઃકરણથી ઓળખીએ , જાણો છો મિત્રો ,શરદ બાબુનું બાળપણ ભાગલપુરમાં વિત્યું. તેમના પિતા મોતીલાલ ખૂબ પ્રકૃતિ પ્રેમી હતા. સારામાં સારી નોકરી મેળવતા ને થોડા જ સમયમાં પ્રકૃતિનો ખોળો યાદ આવતા જ ક્યાંતો પોતાના મોટા સાહેબ સાથે ઝઘડી નોકરી છોડી કુદરતનાં ખોળે નીકળી પડતા .વાર્તાઓ કવિતાઓ આલેખનો રચતા અને પોતાના પરિવારની પરવા ન કરી કેટલો સમય કુદરતને ખોળે પહોંચી જતાં.તેમણે ક્યારે પણ પોતાની રચનાઓ પૂર્ણ ન કરી કંઈક ને કંઈક કારણ આવતા પોતે તેને અધૂરી છોડી દેતા. શરદ ને તેનો મોટો અફસોસ રહ્યો આખી જિંદગી કે તે તેને સાચવી ન શક્યાં. આથી ન તો તેઓ પરિવારનું ભરણપોષણ કરી શકતા. માતા ભુવનમોહિની આથી બાળકોને લઈને પિતા કેદારનાથ પાસે ભાગલપુર પહોંચી ગઈ હતી. શરદના પિતા ઘર જમાઈ થઈ રહેતા. શરદને નાના મામા દેવી સાથે ખૂબ જ ફાવતું.ને તે બંનેની ઉંમરમાં તફાવત ન હતો તેથી બંનેની દોસ્તી જામી ગઈ હતી.

મિત્રો ,શરદબાબુના ઘરનાં  તોફાનમાં મામાઓના તેઓ ગુરુ હતા. ઘણીવાર વિચાર આવે કે આટલી કરુણા સભર વાર્તાઓ  લખનાર સાહિત્યકાર શું આવા તોફાની હશે ખરા? હા ,તેમના બાળપણની જેટલી માહિતી મળે તેટલી આપ સર્વ સમક્ષ ચરીતાર્થ કરી આલેખું છું. ઘરમાં કાંઈપણ અજુગતું થતું કે મોટા મામા ઠાકોરદા સમજી જતા કે આ કાર્ય કરનાર દેવી અને શરત્ છે .એકવાર નાના સૂતા હતા. દેવી પણ સૂતો હતો ત્યારે એક ચામાચીડિયું ઘરમાં ભરાયું હતું .એક તેલનો દીવો બળતો હતો ચામાચીડિયાને બહાર ઉડાડવા શરદ લાઠી લઈ  તેની પાછળ પડ્યો અને લાઠી દીવા સાથે અથડાય દીવો પથારીમાં પડ્યો અને તેલ ઢોળાઈ ગયું. દીવો ઓલવાઈ ગયો શરદ તો આ દ્રશ્ય જોઈ ઓરડી છોડી ભાગી ગયો પણ દેવી સૂતો હતો તેથી તેના માથે આ આળ આવી ગયું . શરદને તે વાતની કોઈ અસર ન થઈ પણ જ્યારે આ જ બનાવ તેણે તેની બાળસેનાને સંભાળવી  ત્યારે એટલી સાહિત્યિક  રીતે સંભળાવી કે તેના નાનાને ખૂબ આશ્ચર્ય થયું.

          શાળાનાં તોફાનો પણ શરદના નામે લખાયા છે શાળાનાં માસ્તર શાળાની ઘડિયાળને પોતાની દેખરેખમાં ચાવી આપતા અને સંભાળતા . શરદથી આ સહન ન થયું તેને તેની સેનાને તૈયાર કરી માસ્તર બહાર જતાં તો શરદ ઘડિયાળને  આગળ પાછળ કરી નાંખતા.આ વાત ઘણો સમય સુધી માસ્તરને ન સમજાણી પણ શાળાનાં વહીવટ કર્તાને શંકા થઈ તેથી તપાસ કરી જાહેર થયું કે આ સેનાના વડા તરીકે શરદ  જ છે ઘડિયાળને આગળ પાછળ કરતો અને વર્ગમાં છતાં પણ ભલા છોકરાની જેમ બેસી રહ્યો . તેણે મનાવીને જ છોડ્યું કે તે આમાં હતો જ નહીં સાહેબના પગ પકડી સારા બાળકની જેમ માફી માંગી.આમ ભણતર પાછળ રહેતું પણ એકવાર સમજમાં આવ્યાં પછી શરદે ચોટી બાંધીને ભણવા માંડ્યું હતું કે પોતે તો ખૂબ જ પાછળ કે એ પછી તેના ઉપન્યાશમાં આપણને ઘણી જગ્યાએ ભણતર ઉપર ભાર જોવા મળ્યો જ છે . શરદ પોતાનો બગીચો સુંદર ફૂલો ને ફળો ને વૃક્ષોથી સજાવ્યો હતો. ખાડો ખોદી તેણે  નાનું તળાવ પણ ઊભું કર્યું હતું. ઋતુનાં બદલાવ પ્રમાણે તેનું ઉપવન ખીલતું. તળાવ પર એક સીસાનું આવરણ કરી મૂકી તેની ઉપર માટી નાખી રાખતો .તેના નાના ને આ પસંદ નહોતું ,પણ શરદ જેનું નામ તેને બાળપણ પોતાની મસ્તીથી જ જીવ્યું હતું .

          પતંગ ઉડાડવાનું ગાંગુલી પરિવારમાં વર્જય હતું પણ શરદ પતંગ ઉડાડવામાં માહિર હતો, નિલા આકાશમાં તેની પતંગ ગોથા ખાતી ઉડતી ફરફરતી ,તેના સાથી મિત્રો તે જોતા જ રહી જતા .ગીલ્લી દંડા, ભમરડો જેવી રમતો તેને ખૂબ પ્રિય હતી.મિત્રો, ભમરડો તો ફેરવી પોતાની હથેલી ઉપર ખૂબ છટાથી તે લેતો તેની ટોળી આશ્ચર્યચકિત થઈ જતી ને જોઈ રહેતી .

         બીજાના બગીચામાંથી ફળ ચોરી લાવવા શરદ માહિર હતા ત્યારે જે સજા મળી હશે એક પગ પર ઉભા રહેવાની કે કોઈ કાકી ,મામી ,ભાભી એ તેને આ સજા ફટકારી પણ હશે તો તેના  ઉપન્યાસમાં રામની સુમતિમાં રામનું પાત્ર  આલેખાયું હશે .હેને મિત્રો !

           આવા બાલ્યકાળના કેટલાય દાખલાઓ હશે જે આપણને તેમના ઉપન્યાસના પાત્રોમાં જોવા મળે છે ચાલો ,આલો  અને છાયામાં તેના અને દેવીના પાત્રોની છાયા જોવા મળી છે .

       મિત્રો આવતા અંકે આપણે ફરી શરદબાબુની આ બાળપણની જ કોઈ સરસ વાત જાણીશું અને માણીશું.

અસ્તુ,

જયશ્રી પટેલ

૧૧/૯/૨૨


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.