વિસ્તૃતિ…૨૮-જયશ્રી પટેલ.

98DCBC6E-4FF2-4BDC-8D03-2A9A2D5E3679


શરદબાબુની “મહેશ” નામની લઘુનવલકથાનો ગુજરાતી અનુવાદ પ્રસાદ બ્રહ્મભટ્ટજી દ્વારા કરાયો છે.આ લઘુનવલકથા ખૂબ જ કરુણ છે. તેના પાત્રો માનવ છે પણ માનવતાહીન છે.જ્યારે એકમાત્ર મહેશનું આલેખન ખૂબ જ કરુણતા ઉપજાવે છે.
કાશીપુર નામે નાનકડું ગામ હતું. તો તેનો જમીનદાર તેનાથી પણ નાનો હતો. તેના દોરદમામ એવો હતો કે પ્રજા તેનાંથી ડરતી કોઈ ચું કે ચા ન કરી શકતું.
આખા ગામમાં જાણે દુકાળ છાંયો હતો. વૈશાખ પૂરો થવા આવ્યો હતો પણ વરસાદનું નામો નિશાન નહોતું. તર્કરત્નના નાના છોકરાનો જન્મદિવસ હતો તેથી પાઠપૂજા કરાવી પાછા વળી રહ્યાં હતાં. અનાવૃષ્ટિનાં આકાશમાંથી સૂરજ મહારાજ જાણે અગ્નિ વરસાવી રહ્યાં હતાં. દૂર દૂર ખેતરો વિસ્તરેલા હતાં , પણ સૂકા ભઠ્ઠ હતાં. ધરતીની છાતીમાં જાણે નૂર ને નીર જ નહોતા રહ્યાં.
ગામનાં સીમાડે ગફુર નામનો વણકર રહેતો હતો.
દુકાળને કારણે તેનું ખોરડું પણ સૂકું થઈ અડધું જીવતું મરેલું ઊભું હતું. તેનાં કુટુંબમાં માત્ર દશેક વર્ષની એક દીકરી હતી. તર્કરત્ન ત્યાંથી પસાર થતાં હતાં તેની દ્રષ્ટિ
જૂના બાવળિયાના ઝાડે એક સાંઢ બાંધતો હતો તેની પર ગઈ . તેના પેટની ચરબી હાડકા સાથે જાણે એક થઈ ગઈ હતી. દુકાળના જાણે એક દરિદ્રતાનાં પ્રતિક સમ તે
ત્યાં ઊભો હતો. તેમણે ગફુરને બૂમો પાડી તો દરવાજે પેલી દસેક વર્ષની દીકરી અમીના સામે આવી અને બોલી કે બાબાનું શું કામ છે? તેમને તાવ ચડ્યો છે! બસ તર્કરત્નનું માથું ઠનક્યું ને ગફુરને જેમ તેમ બોલી રાડો પાડી બહાર બોલાવ્યો.
પેલા સાંઢની દયા ખાય ગફુરની ઝાંટકણી કાઢીને
કહ્યું કે જો આ સાંઢ મરી જશે તો ગોહત્યા ગણાશે ને બાબુજી તને જ જીવતો કબરમાં દાટી દેશે, તેઓ જેવાં તેવાં બ્રાહ્મણ નથી !
ગફુરે કહ્યું કે દુકાળને તેમાં ક્યાંય લીલો સૂકો ચારો નથી મળતો, નસીબમાં આવેલું ખડ પણ દેવા પેટે છીનવાય ગયું . તો શું ખવડાવું ? તમે ઉધારી આપો તો કંઈ કરું. એમ કહી તે તર્કરત્ન મહાશયના પગ આગળ બેસી પડ્યો.તે અટકી પડશેના ડરે દૂર જઈ બડબડતા
નીકળી ગયાં.
ખરેખર, સાંઢ ભૂખ્યો તરસ્યો બહાવરો થઈ જતો. તેની આંખોમાંથી આંસુ ટપકતાં પણ દુકાળને ગરીબી ગફુરને મજબૂર કરી રહી હતી.ઘરમાં પણ ખાવાને દાણો
નહોતો, ભાતનું ઓસામણ પણ ક્યાંથી હોય! દીકરી પણ લાચાર હતી.ગફુરના તે સાંઢનું નામ હતું ‘મહેશ’. તે તેને છોડી શકે તેમ નહોતો એક લાગણી સાથે તે બંધાયેલો હતો. ઘણીવાર દીકરી બાબા પર ગુસ્સે થઈ જતી કારણ ગફુર પોતે પોતાના હિસ્સાનું ખાવાનું પોતે ભૂખો રહી તેને ખવડાવી દેતો. દીકરી પોતે ભૂખી રહી બાબાને ખવડાવી દેતી. આમ એકબીજાનાં ત્રણેય પૂરક થઈ રહેતાં.
એકવાર મહેશની ભૂખ તરસે માઝા મૂકી અને તે ખૂટીએથી પોતાનાં જોરે મુક્ત થઈ, ગામનાં ખેડુતોનાં ખેતરો ઉજાડી આવ્યો. ત્યારે સજા રૂપે તે લઈ જવાયો. ઘરનાં વાસણને ગીરવે મૂકી બે રૂપિયા ઉધારી કરી તેને છોડાવી લાવ્યો. ગફુર પોતે આટલો બીમાર હોવા છતાં તેને ખાવા મળે એવી આશા રાખતો.
એકવાર ગફુર મહેશની આંખોમાં વેદના અને ક્ષુધા જોઈ દીકરાની જેમ ગળે વળગાડી ખૂબ રડ્યો. તેણે નક્કી કર્યું વારંવાર ‘ મહેશ’ ને ગામવાળા કશું પણ આપતા નથી, ને ખૂબ હેરાન કરે છે. તેથી તેને વેંચવા સુધી આવી ગયો, પણ પછી સભાન થતાં તેઓના બાનાના ને બધાં રૂપિયા આપી દઈ કાઢી મૂક્યા. આ વાત જમીનદારને જાણ થતાં તેને બોલાવી ગોહત્યાના પાપની વાત કરી અનહદ મારમાર્યો. ગામમાં નોકરી શોધવા જતાં નોકરી
ન મળી. બધાંથી કંટાળી દીકરીને મારી બેઠો .
ફરી ફરી એકવાર મહેશ ગફુરના આંગણેથી ખૂટી તોડી ભાગ્યો ને જમીનદારના આંગણામાં ઘૂસી ફૂલછોડ ખાઈ ગયો. સૂકવવા મૂકેલું અનાજ વેરી નાંખી
બગાડી નાંખ્યું. બાબુ મહાશયની નાની છોકરીને ગબડાવી પાડી. નાસી ગયો. આથી જમીનદારને ત્યાંથી તેને તેડું આવ્યું પણ ભૂખ્યો ગફુર તોછડાઈથી બોલ્યો હતો કે મહારાણીનાં રાજ્યમાં કોઈ કોઈનો ગુલામ નથી, કર આપીને રહું છું નહિ આવું.મારે હજુ ખાવાનું બાકી છે.
જમીનદારને આની જાણ થતા આ વખતે ગફુરને અને મહેશને તેઓ માફ ન કરી શક્યા અને ગફુરને માર મારી અપમાનિત કર્યો. તેને તેની સામે ભૂખ તરસ યાદ ન આવી.તે ઘરે આવ્યો આકાશની જેમ છાતી પણ ધગધગતી હતી. ત્યાં જ તેને દીકરીની ચીસ સંભળાય . અમીના ભોંય પર પડી હતી. તેનું માટલું તૂટી ગયું હતું અને મહેશ ધરતી ચૂસી ગયેલું પાણી જીભ વડે જાણે મરુભૂમિની પેઠે શોષી રહ્યો હતો .આંખનું મટકું પણ પડ્યું નહિ,ગફુરે મહેશનું હિતાહિત ન જોયું અને હળની કોશ
છૂટી પાડી તે જ બે હાથે ઉપાડી તેણે મહેશના ઝૂકેલા મસ્તક પર જોરથી ફટકારી.
મહેશે માત્ર ડોક ઊંચી કરી ને ક્ષુધાથી દુર્બળ પડેલો તે ત્યાં જ ઢળી પડ્યો.તેની આંખમાંથી થોડા આંસુ અને કાનમાંથી થોડાં લોહીનાં ટીપાં ટપક્યાં.બે એકવાર
તેનું આખું શરીર કાપી ઊઠ્યું, પછી તેના આંગળનાં અને
પાછળનાં પગ શક્ય તેટલાં લાંબા કરી મહેશે અંતિમ શ્વાસ લીધો અને તેનો દેહ લાકડું થઈ ગયો.
અમીના રડી પડી ને રડતાં રડતાં જ બોલી આપડો મહેશ મરી ગયો, આપડો મહેશ મરી ગયો.
ગફુર નિશ્ચેતન થઈ જતો રહ્યો.આ સમાચાર જાણી એક બે કલાકમાં જ નજીકના ગામનાં મોચીઓનું ટોળું આવી પહોંચ્યું . મહેશને વાંસ પર બાંધી તેઓ ઢોર દાટવાની જગ્યાએ ઘસડી જવા લાગ્યાં. તેમના હાથમાં
ધારવાળી ચકચક્તિ છરી હતી. આ દ્રશ્ય જોઈ ગફુર થથરી ઊઠ્યો ને કાંઈ જ બોલી ન શક્યો.
બધાં તેને કહેવા લાગ્યાં કે પ્રાયશ્ચિત કરવા હવે ઘરની જમીન ગિરવે મૂકવી પડશે.
મોડી રાત્રે ગફુરે દીકરીને ઉઠાડી ગામ છોડવાનો નિશ્ચય કહ્યો.બન્ને તૈયાર થયાં. દીકરી પિત્તળની થાળી ને લોટો ભેગો લેવા લાગી, તો ગફુરે તેને રોકી ને કહ્યું કે દીકરી રહેવા દે એ વડે મારાં મહેશનું પ્રાયશ્ચિત થશે. મિત્રો, અહીં મહેશના ગયાનું દુઃખ તો હતું જ પણ તેનું મૃત્યું પોતાને હાથે થયું તેથી જમીનદારને વાંસણોને ઘરની જમીન કહ્યા વગર જ અર્પિત કરી તે નીકળી પડ્યો ને પુત્ર સમાન મૂંગા પ્રાણી માટે તે બધું જ ન્યૌચ્છાવર કરી ચાલી
નીકળ્યો.
ગાઢ અંધારી રાત્રે દીકરીનો હાથ પકડી ગામ બહાર નીકળ્યો.બાવળિયા નીચે આવી રોકાયો અને પોકે પોકે રડી પડ્યો.તારાઓ ને નક્ષત્ર ભરેલા કાળા આકાશ તરફ મોં કરી બોલી ઊઠ્યો કે અલ્લા ! મને મરજીમાં આવે તે શિક્ષા કરજો, પણ મારો મહેશ ભૂખો તરસ્યો મર્યો છે તેને ચરી ખાવા માટે તસુભર જગ્યા કોઈ કોઈએ રાખી ન હતી. તમારું આપેલું ખેતરનું ઘાસ તથા તમારું આપેલું પીવાનું પાણી પણ જેમણે તેને ખાવા પીવા દીધું નથી તેનો ગુનો કદી માફ ના કરતાં.
મિત્રો, આ વર્ણન આ કરુણા શરદબાબુએ તે સમયના દુકાળગ્રસ્ત ગામની વાતો અને એક મૂંગો જીવ બોલ્યા કર્યા વગર ભૂમિનાં ચૂસાઈ ગયેલા પાણીથી પણ
વંચિત રહી ગયો.કેવી કરુણા ! કરુણાંત ભરી વાર્તા ને વાંચતા જ સમજાય છે કે તે જમાનાના બ્રાહ્મણો કેવા શાસક હતાં જે પ્રાયશ્ચિતનાં નામે પણ પાપ કરી પૂન્ય કમાવા માંગતા હતાં.ગરીબ હોવા છતાં પોતાના ઢોરને
તે ભૂખ્યો નહોતો રાખતો એવા ગફુરના આંતરડા કકળાવી આ સમાજ કેવો નિર્દયી બન્યો હતો !
મિત્રો, આવતા અંકમાં જરૂર ફરી શરદબાબુની નવી વાર્તા સાથે મળીશું.

અસ્તુ
જયશ્રી પટેલ
૪/૯/૨૨

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.