સંસ્પર્શ -૨૮

jigisha -સંસ્પર્શ -youtube

એક ફૂલ, ઊઘડતું જોયું,

ને કદી દીઠું ન હોય એમ જોતાં ગયાં

કારણ પૂછોતો અમે જાણીએ ન કાંઈ

અને છાબ છાબ આંસુએ રોતા ગયા

જોયું કે સૂમસામ સૂતેલા વગડામાં

એક ઝાડ ઝબકીને જાગ્યા કરે

આવતા ઉનાળાનાં સમ્મ દઈ મંજરીઓ

કોકિલના ટહુકાને માંગ્યા કરે

આપવું કે માગવુંની અવઢવ છોડીને

અમે સર સર સર સાનભાન ખોતા ગયા

એક ફૂલ…

ડાહ્યા સમજાવે કે ઝાડવું થવાય નહીં

આપણો તો માનવીને વંશ છે

કોઈ એને કહી દો કે માણસ રહેવાય નહીં

એવો આ ઝાડવાનો દંશ છે

માણસની જાત અને ડાહ્યાની વાત

બધું હમણાં હતુંની જેમ હોતા ગયા

એક ફૂલ…

મિત્રો, 

આજે મારે વાત કરવી છે એક સરસ મજાનાં પ્રકૃતિમાં મનને ઓળઘોળ કરી દે તેવા ધ્રુવગીતની.

પ્રકૃતિપ્રેમી ધ્રુવદાદાનું ગીત સાંભળીને જ મન ડોલી ઊઠ્યું. સોહીની ભટ્ટે ગાયું છે પણ એટલું સરસ! જે તમને ધ્રુવદાદાની ધ્રુવગીત યુટ્યુબ પર સાંભળવા મળશે.દાદાનાં શબ્દો તો જૂઓ- એક ફૂલને ઊઘડતું જોઈ અને કુદરતની કરામત પર દાદા આફરીન થઈ જાય છે. કાલે જે કળી હતી ,તે સવારનાં સૂર્યના સ્પર્શ સાથે સંપૂર્ણ ફૂલ બની મહેંકી ઊઠે છે,તે જોઈને દાદા છાબ ભરીને એટલેકે ટોપલી ભરીને આંસુ સારે છે.આ આંસુ સરવાનું કારણ દાદા કહે છે હું કંઈ જાણતો નથી. પણ ખરેખર આ આંસુ અહોભાવનાં આંસુ છે.પરમની અનોખી કરામત જોઈ ,જ્યારે માનવનું મન કોઈ અણજાણ ખુશી અનુભવે છે. સૃષ્ટિની મનોરમ્ય સુંદરતાનું સર્જન સર્જનહારે કેવીરીતે કર્યું હશે ? તે આશ્ચર્ય ની પરિસીમા,દાદાની આંખોમાં અનરાધાર પ્રેમાશ્રુ બની વરસી પડે છે.અને મને યાદ આવે છે પેલું ગીત “બુંદ જો બન ગઈ મોતી “ફિલ્મનું

હરી હરી વસુંધરા પે,નીલા નીલા યે ગગન…

કે જિસપે બાદલોકી પાલકી ઉડા રહા પવન

દિશાઓ દેખો રંગભરી,ચમક રહી ઉમંગભરી

યે કિસને ફૂલ ફૂલ પે ….દિયા સિગાંર હૈ?

યે કૌન ચિત્રકાર હૈ? યે કૌન….ચિત્રકાર હૈ….

આવા પ્રકૃતિમાં મેઘધનુષી પીંછીં ફેરવી રંગો ભરતા અને અમાપ સૌંદર્યની રસલ્હાણ કરતાં આશ્ચર્યોથી દાદાનું મન બાગ બાગ થઈ જાય છે. સૂમસામ જાણે સૂઈ ગયેલ હોય તેવા સૂનકાર વગડામાં એક ઝાડવું ઝબકીને જાગતું હોય ,તેમ ઊભેલ જોઈ ,દાદાને કેવા શબ્દો સ્ફૂરે છે એતો જૂઓ! આંબા પરની એ મંજરીઓ જાણે આવતા ઉનાળામાં પણ આવી જ રીતે મહોરવાની છે એમ કોયલને કહે છે અને કોયલનાં કૂહુ કૂહુ કહૂટાક સાંભળી ઝાડની સાથે સાથે દાદાનું મન પણ મ્હોરી ઊઠે છે. પ્રકૃતિની જેમ જ પશુ-પંખીઓને પણ અનહદ પ્રેમ કરતાં દાદાનું મન મંજરીથી મહોરેલા ઝાડ અને કોયલનાં મધુર ટહૂકાટ સાંભળી સાનભાન ગુમાવી, મીઠા ટહુકામાં સર સર સર સરી પડે છે. વાહ! દાદાની સાથે એમના શબ્દોમાં આપણે પણ સરી પડ્યા નહીં?

કુદરતનાં પ્રેમી દાદાને આમ ઝાડનાં પ્રેમમાં ડૂબતા જોઈ કોઈ ડાહ્યો માણસ કંઈ સલાહ સૂચન આપવા જાય,તો દાદા તો પોતાની મસ્તીમાં મસ્ત છે. “બંદર ક્યા જાને અદરખ કા સ્વાદ” કહેવત મુજબ કુદરતની અંદર એકમેક થઈ જઈ તેને માણવાની મઝા કોઈ વિરલ જ માણી શકે! માણસની જાત અને ડાહ્યાની વાતને ઘોળીને પી જઈ દાદા તો તેમની કુદરત સાથેની અનર્ગળ મસ્તીમાં મસ્ત કલંદર થઈ તેને માણે છે.પોતે માણસ છે તે ભૂલી ઝાડ સાથે તેની મંજરીનો સ્વાદ,કોયલનો ટહૂકાટ,ફૂલનો ઉઘડાટ બની તેને માણતા રહે છે.આ જ જીવન જીવવાનો તેની મસ્તી લૂંટવાનો સાચો રસ્તો છે.ધ્રુવદાદા પાસેથી આપણે સૌએ પણ શીખી જીવનની મોજને કુદરતને સાથે એકમેક થઈ માણવાની જરૂર છે.

કુદરતકી ઈસ પવિત્રતા કો તુમ નિહાર લો

ઈસ કે ગુનો કો અપને મનમેં તુમ ઉતાર લો

ચમકાલો આજ લાલીમા….અપને લલાટ કી

કણ કણ સે ઝાંખતી હૈ છબી વિરાટકી

અપની તો આંખ એક હૈ,ઉસકી હજાર હૈ

યે કૌન ચિત્રકાર હૈ …..યે કૌન ….ચિત્રકાર હૈ

જિગીષા દિલીપ

૧૦મી ઓગસ્ટ ૨૦૨૨

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.