વિસ્તૃતિ….૨૬. જયશ્રી પટેલ

98DCBC6E-4FF2-4BDC-8D03-2A9A2D5E3679

  

શરદબાબુની એક નોખી કૃતિ એટલે “આલો અને છાયા” ગુજરાતીમાં અનુવાદ કરનારા પ્રસાદ બ્રહ્મભટ્ટજી છે.
વાર્તા નાની અને સરળ છે પણ સંબંધોમાં નોખી છે.

બે થી ત્રણ પાત્રની આસપાસ ફરતી. આ વાર્તાનાં મુખ્યપાત્રો છે, યજ્ઞદત્ત ને સુરમા ને પ્રતુલ. યજ્ઞદત્તને સુરમા બાલકાળથી સાથે છે. તેથી એકબીજાને સમજે છે.
વિચારવિમર્શ કરે છે.?પણ વાર્તાની શરૂઆત લેખકે નાનો
સંવાદ રચીને કરી છે ને તેમાં યજ્ઞદત્ત અને સુરમા પોતપેતાના નામ રાખે છે. આલો અને શ્રીમતી છાયાદેવી ન્યાયની વાત કરે છે કે ન્યાય યોગ્ય થયો છે કે નહિ?
સુરમાને યજ્ઞદત્તને તેની માતાએ વૃંદાવન ગયાં ત્યાંરે
રૂપિયા પચાસમાં ખરીદી હતી.યજ્ઞદત્ત ત્યારે અઢારનો હતો અને તેની માતા સાથે બી.એ ની પરીક્ષા આપી પશ્ચિમ તરફ ફરવા નીકળી પડ્યો હતો. એક દિવસ વૃંદાવનમાં ભરબપોરે માલતીકુંજ પાસેથી કેટલીક વૈષ્ણવીઓ ગીત ગાતી નીકળી ત્યારે તેમાં તેર વર્ષની
સુરમા પણ હતી. તેનો મીઠો મધુર અવાજને સુંદર રૂપ
યૌવનનાં ઉંબરે ઊભેલાં યજ્ઞદત્તની બે આંખોમાં સમાય ગયું હતું. ત્યારે તેને લાગતું હતું કે પેલી રમણીય આંખો પણ તેની તરફ જોતી રહે તો કેવું અદ્ભૂત!
સુરમા તે જ સમયે તાજી જ વૈષ્ણવી બનેલી, તેની માતા સાથે આવેલી અને અહીં જ માતા પણ તેને મૂકી મૃત્યું પામી હતી. તે બ્રાહ્મણ પુત્રી હતી. માંડ માંડ યજ્ઞદત્ત તેને મેળવી શક્યો હતો. ત્યાંથી પોતાની મા પાસે લઈ ગયો હતો અને માએ તેને જોતાની સાથે છાતી સરસી ખેંચી લીધી હતી. માએ મૃત્યું સમયે પણ યજ્ઞદત્તને સુરમા
સોંપતાં ગયાં હતાં.
બન્નેની મનમેળ ખૂબ જ નિર્દોષ પ્રેમથી બંધાવ્યા હતાં. સુરમાએ તેને ફરી વેંચી દેવાની વાત કરી તો યજ્ઞદત્તે. તેને પોતાની જાતને ન વેંચે ત્યાં સુધી તેમ કરી શકે તેમ નથી કહી વાત ટાળી હતી. દિવસો જતાં બન્ને નિખાલસ ભાવે જીવતા હતાં. છતાંય સમાજ હવે તેઓની ટીકા કરવા લાગ્યો હતો. બધાં સમજતાં હતાં પણ બન્ને તે વાત સ્વીકારવા તૈયાર નહોતા .સુરમા માનતી હતી તે વિધવા છે ને તેનાંથી ફરી લગ્ન ન જ કરાય ,તેથી મનોમન
ચાહવા છતાં વિચારોને ધકેલી તે યજ્ઞદત્તને કાં મોટાભાઈ
ક્યાં આલો મહાશય કે યજ્ઞદાથી જ બોલાવતી .યજ્ઞદત્ત
પણ તેને છાયાદેવી કે સુરમા કહી જ બોલાવતો.
મિત્રો, આ સંબોધનમાં જે નિકટતા હતી તે નિર્દોષ હતી.
શરદબાબુએ અહીં સમાજને પોતાનાં શબ્દોમાં વર્ણવ્યો છે કે કલકત્તાના લોકો કે પાડોશીઓ શું કરે છે તે પંચાત કરતાં નથી. કેટલાકને આવી પંચાત ગમતી હોય છે . સમાજ જ એ પ્રમાણે ઘડાયેલો છે. જે વાતને અહીં સ્પષ્ટપણે શરદબાબુએ વાંચકને સમજાવી દીધું છે.
તેઓ યજ્ઞદત્તને ભણેલો પણ વંઠેલ કહેતા ને સુરમા માટે પણ વાતો કરતાં. આ સમાજ માટે તેઓ કહે છે કે સારાં હો કે ખરાબ પણ શ્રીમંત હશો તો તમારે ઘેર માણસોની
અવરજવર રહેવાની તેમાં પણ સ્ત્રીઓની ખાસ એટલે
પંચાત. એક સ્ત્રીએ તો સુરમાને કહ્યું હતું કે તારાં મોટાભાઈને કહે છે કે લગ્ન કરી લે.
સુરમા કન્યા શોધી લાવવાનું કહેતી તેની સહેલીઓ
કહેતી ,”તારું રૂપ જેની આંખમાં વસ્યું હોય તેને બીજી કન્યા ક્યાંથી ગમશે?”
સમય જતાં સુરમા જ એક કાયસ્થની દીકરી શોધી લાવી હતી.સાધારણ રૂપની તેણે યજ્ઞદાને મનાવી સીધાં ને છોકરી જોવા મોકલી આપ્યાં.
ત્યાં જ મા વગરની તે છોકરી, અંભણ પણ દયા ઉપજે તેવી તેને જોઈને તેણે મંજુરી આપી. તેનું પણ કોઈ સગું નહોતું સુરમાને સખી મળશે કરી બે થી ત્રણ ભલા
કરી ‘પ્રતુલ’ નામની તે છોકરી મિત્તિરમહાશયના ઘરે આશ્રય પામી હતી, ત્યાંથી સાદાઈથી યજ્ઞદત્ત પરણી ઘરે લઈ આવ્યો. સુરમા એક સનેપાતના દર્દીની જેમ તરસ્યા
થઈ પણિયારાના ઘડાને વળગી પડે તેમ તે નવી વહુને વળગી પડી.
યજ્ઞદત્તે થોડા દિવસમાં જ સુરમાનું બદલાયેલું વર્તન જોયું. એકવાર સુરમાને નજીક બોલાવતા તે પંખીને કોઈ ગભરાવો ને ઊડી જાય તેમ વહુનું બહાનું કાઢી દોડી ગઈ.
યજ્ઞદત્તે આ જોયું અને તેના મનમાં એક ગ્રંથિ બેસી ગઈ. એણે ગુનો કર્યો છે અને સુરમાએ તેને અંતઃકરણથી ક્ષમા
આપી દીધી હતી. સુરમાએ વહુને પોતાના દાગિના તેમજ કપડાંલતા બધું જ આપી દીધું. તેને સુંદર રીતે શણગારી
દીધી. તેની પાસે આંખો દિવસ બેસાડી રાખતી ને સાંજ પડતાં તેને બહારથી બંધ કરી જતી રહેતી. વહુને પણ નાસમજ હોવા છતાં સમજ આવી ગઈ હતી. રાતોરાત તે જાગતી રહેતી પથારીમાં પાસા બદલતી રહેતી. આઠેક દિવસ પછી યજ્ઞદત્ત વહુને લઈને તેના દૂરના ફોંઈબાને
પગે લાગવા જાઉં છું કરી વહુને ત્યાં જ મૂકી આવ્યો. ફોઈબાને અવારનવાર પૈસા મોકલતો રહેતો. વહુને ઠીક નહોતું તો તે ત્યારે વધુ પૈસા મોકલતો. વહુને ત્યાં બધાં સુરમા માટે પૂછતાં તો તેની નણંદ ખૂબ સારા છે કહી ચુપ થઈ જતી.
આમને આમ સાત આઠ મહિના વીતી ગયાં .સુરમા પણ દિવસે દિવસે દુબળી પડતી ગઈ હતી. ફોઈ અચાનક મૃત્યું પામ્યાં. યજ્ઞદત્ત આવ્યો વિધિ પૂર્ણ કરી. વહુએ તેની સાથે આવવા જીદ કરી. યજ્ઞદત્તે ફોઈને સમજાવેલું કે તે નરગણનો છે અને પ્રતુલ રાક્ષસગણની
તેથી સાથે રહી શકાય તેમ નથી.એજ સમજ પ્રતુલને હતી તેથી કલકત્તા આવી યજ્ઞદત્તથી દૂર નીચે રહેતી ઉપર કદી ન જતી.
આ વાતની જાણ સુરમાને થતાં તેણે આટલા વર્ષના પોતાના સંબંધે યજ્ઞદત્તને આટલું ભયાનક જુઠ્ઠું બોલતો જોઈ ભડકી ઉઠી.ગુસ્સામાં ધૂવાપૂવાં થતી તે ઉપર યજ્ઞદત્ત પાસે આવી તેની સાથે ઝઘડી અને પોતે ઘર છોડી જતી રહેશે એમ કહ્યું.
ક્યારેય ક્રોધ ન કરનારો યજ્ઞદત્ત ક્રોધિષ્ઠ થઈ પોતાના માથા પર ઘા કરી બેઠો અને આ બન્ને સ્ત્રી તે જોઈ જ ન શકી. અંતમાં ત્રણેયની પરિસ્થિતિ ખૂબ જ ભયંકર બની.
પ્રતુલ સમજી ગઈ પોતાને છેતરવામાં આવી છે. તે પીડીતા પોતાને શરીરને કષ્ટ આપતી રહી ને સાત દિવસ બેભાન થઈ ગયેલી સુરમા ભાનમાં આવતા તેને પણ પ્રતુલ માટે દુઃખ થયું. તે યજ્ઞદત્ત પાસે ગઈ તેને જણાવ્યું કે પ્રતુલ હવે નહિ જીવે. પોતે પણ ઘોર અપમાન પામી હતી યજ્ઞદત્તથી.
યજ્ઞદત્ત ભૂલ સમજાતા પ્રતુલ પાસે માફીની યાચના કરવા લાગ્યો પણ ઉત્તર ન મળ્યો ક્યાંથી મળે ? સ્ત્રી હતી, બધાં માન અપમાન , તિરસ્કાર, વ્યથા, અવહેલનાને હડસેલી દઈ તે ધીરે ધીરે અનંતમાં ભળી જો ગઈ હતી!યજ્ઞદત્ત પોતાની ભૂલ પર ને સુરમા આ કેવી સજા પર રડતાં રહ્યાં.
બે ત્રણ દિવસ અર્ધબેભાન સુરમા જ્યારે સભાન થઈ ત્યારે તેને મુનીમજી દ્વારા ખબર મળ્યાં કે યજ્ઞદત્ત પશ્ચિમ બાજુ ક્યાંક ચાલ્યો ગયો છે ને કહેતો ગયો છે
કે જેટલા પૈસા જોઈએ તે લઈ તેને પણ જ્યાં પ્રયાણ કરી જવું હોય તો કરી જાય. સુરમા આકાશ તરફ જોતી રહી
બધે અંધકાર છવાઈ ગયો હતો એટલે સુધી કે છાયા પણ ક્યાંક અદ્રશ્ય થઈ ગઈ હતી.દાસીએ તેને બહેન કહી બૂમ મારતાં જ તે યજ્ઞદા નામની બૂમ મારી ત્યાં જ ઢળી પડી. કેટલી પીડા કેટલો ઉપહાસ તે ચુપ થઈ ગઈ.
મિત્રો ફરી એક કરુણાંત વાર્તા! શું પ્રશ્ન ન ઊઠે કે જમાનો બદલાયો હતો, કલકત્તા જેવું શહેર હતું, કોઈ કોઈને પૂંછનાર નહોતું તો યજ્ઞદત્તને સુરમાએ લગ્ન કેમ ન
કર્યા? શા માટે એકબીજાને ટાળતાં રહ્યાં? શા માટે પ્રતુલની જિંદગી વેડફાઈસગઈ ? શું તે કાયસ્થની દીકરી હતી તેથી?
જો શરદબાબુ મને મળ્યાં હોત તો હું જરૂર તેમને આ વાર્તા માટે એક નહિ અનેક પ્રશ્નો તરત!
મારું માનવું છે શરદબાબુની બે પત્ની હતી, છતાંય ક્યારેય તે સ્ત્રી સુખ ન પામ્યા કે ન તેમને સમજી શક્યાં હતાં છતાંય તેઓ સ્ત્રીને જે રીતે પાત્રોમાં ઢાળતા તે રીતે તો બધાં જ આશ્ચર્યમાં પડી જતાં.યજ્ઞદત્તે પણ અંતે મેં છુપાવ્યું કોનાથી? સુરમાથી કે પ્રતુલની માફી ન મળી તેથી પોતાનાથી?
મિત્રો, આખી વાર્તા તમારી સમક્ષ મૂકી એ જ કહેવા ઈચ્છું છું કે ઘણીવાર લેખકો પણ પોતાના અંતઃકરણની
વાત આ રીતે વાંચક સમક્ષ પોતાની વાર્તાઓ દ્વારા ઠાલવતાં હોય છે.આ વાર્તા પછી તમને પણ છૂપા પ્રેમની અનુભૂતિ થયા વગર નહિ રહે એ ચોક્કસ છે.
મિત્રો આવતા અંકમાં જરૂર ફરી શરદબાબુની નવી વાર્તા સાથે મળીશું.

અસ્તુ
જયશ્રી પટેલ
૭/૮/૨૨

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.