વિસ્તૃતિ…૨૫ -જયશ્રી પટેલ.

98DCBC6E-4FF2-4BDC-8D03-2A9A2D5E3679


શરદબાબુની ૧૯ નવલકથાઓ સુધી આપણે પહોંચ્યા અને આ પચ્ચીસમી વિસ્તૃતિ કરતાં આનંદ અનુભવું છું. આપ સૌ મિત્રો સુધી મશહૂર લેખકને મારા સ્વ મંથનથી પહોંચાડી શકી તેનો મને આનંદ છે. તેમના અગણિત ચાહકો અને વાચકો છે.તેમની નવલકથાઓનો અનુવાદ દરેક ભાષામાં થયો છે. આ વાર્તાનું પુસ્તક કે તેના અનુવાદ કરેલી નવલકથા મને મળી નથી,બહુ વર્ષો પહેલા વાંચેલી વાર્તા ને આજે હું આપની સમક્ષ રજૂ કરું છું.
“મીની” લઘુનવલકથામાં શરદબાબુની એક સ્વાભિમાની સ્ત્રીનું પ્રતીક છે . મીની મામાને ત્યાં ઊછરી છે. મામાની દુનિયા મીની, પુસ્તકો અને ચર્ચાઓની આસપાસ જ ફરે છે. જમીનદારનો પુત્ર નરેન તેઓને ત્યાં આવે જાય છે. કલકત્તામાં અભ્યાસ કરતો નરેન,મામા અને મીની માટે જુદા જુદા પુસ્તકો વારંવાર લાવતો. મામા સ્નાતક હતા ને હવે નિવૃત્ત છે નરેન અને મીનીનાં અંતઃકરણને મામા જાણે છે બંને એક બીજાને ચાહે છે.મીનીનાં વાંચન શોખ ને જોઈ મામા ખુશ થાય છે.મામા, નરેન અને મીની સમાજની કે બીજી અનેક નાની મોટી ચર્ચાઓ કર્યા કરે છે.
મીનીની મા વિધવા છે. ભક્તિ પૂજા પાઠમાં રહેતી હોય છે .મીની મોટી થઈ ગઈ છે ,દીકરીની તેને ખૂબ ચિંતા થાય છે.ઘરમાં આવતો નરેન તેને પસંદ નથી. તેઓની ક્રિયા પ્રતિક્રિયાઓથી નારાજ રહે છે. મીનીની ફોઈ તેના માટે વારંવાર કોઈને કોઈ મૂરતિયા માટે સંદેશો મોકલતી રહે છે .મામા માટે મીની ને હજુ બી. એ પૂર્ણ કરવાની મહેચ્છા છે તેથી તે આ વાતોને એન કેન પ્રકારે ટાળે છે.એક દિવસ મીનીને ફોઈ એક ઘઉંના વેપારી ઘનશ્યામ નામનું પાત્ર શોધી જ કાઢે છે. મીનીની માતા તેના ભાઈને મીનીનાં આ ભાવી પતિને ત્યાં વાત કરવા મોકલે છે.
સૌદામિની વાર્તાનું મુખ્ય પાત્રને છે બધાં જ તેને મીઠાં નામ મીની તરીકે બોલાવે છે. મીની થોમસ હાર્ડી અને હ્યુગોની વાત કરનારી ભણેલી યુવતી છે.નરેન તેના માટે ભેટ રૂપે પુસ્તક ‘ધ વે ઓફ ઓલ ફ્લેશ’ લાવે છે.
તે વિચાર વિમર્શ કરી મામાને અને નરેન્દ્રને ચકીત કરી દે છે. સ્વભાવમાં તેને બંગાળી સ્ત્રીઓ કરતા થોડાં નવાં અને આધુનિક વિચારસરણી વાળી ચિત્રિત કરી છે. શરદબાબુએ.
વારંવાર કહેતી આવી છું કે શરદબાબુએ સ્ત્રીઓનાં અનેકરૂપ આલેખ્યા છે અને તેમની રીતે આજ સુધી કોઈ સ્ત્રી પાત્રને ચિત્રિત કરી શક્યું નથી. તેના પરિવારમાં તેને અલગ તરીકે સ્વીકારવામાં આવી છે. તેથી તે તેનાં સ્વાભિમાનને સાથે રાખે છે તેનાં માટે મામા જાણતા હોવા છતાં ઘનશ્યામ સાથે તેના લગ્ન નક્કી કરી આવે છે. તે નરેનને પત્ર લખી જણાવે છે ,પણ અફસોસ વાર્તાનાં એક ભાગરૂપે નરેન સમય પર આવતો નથી અને મીની પરણી જાય છે. તેની સાવકી મા અને સાવકા ભાઈ નરેશ સાથે રહેતો હતો. એ ઘરમાં સાવકી માનું ચલણ હતું. ઘનશ્યામ રાત દિવસ એક કરી કામ ધંધો કરતો અને બહુ ભણેલો નહોતો તેના જ ઘરમાં તે પરાયો હતો. સવારે જતો ત્યારે પણ નોકરચાકર કે કુટુંબમાંથી કોઈપણ હાજર નહોતા રહેતા કે રાત્રે થાકેલો આવે ત્યારે પણ કોઈ તેની સેવામાં નહોતું રહેતું. નાનાભાઈની આજુબાજુ બધાં જ મંડરાતા અને નોકરી કરતો હતો પણ ઘરમાં તે કાંઈ જ સહભાગી નહોતો.ઘનશ્યામ સાથે અહીં સાવકીમાને શોભે એવું જ વર્તન મા કરતી . તો પોતાના દીકરા દીકરી વહુ પર હેત ઉભરાતું .મીની પરણીને આવી તેને પહેલાં જ દિવસથી પતિ સાથે દૂરી બનાવી લીધી હતી.તે ઘનશ્યામની બીજીવારની પત્ની હતી. ઘરમાં બધાં જ તેના વર્તનથી અચંબામાં પડી ગયાં હતાં. ધીરે ધીરે સર્વેના વર્તન દેરાણીનો ઓરડો બધું જ જોઈ તે સમજી ગઈ હતી. પતિ સાથે ઓરમાયું વર્તન થઈ રહ્યું છે. સ્વામી નરેનથી અલગ છે. એક હળવા વ્યક્તિ છે, તે બધાંને ક્ષમા કરી દેનાર વ્યક્તિત્વ ધરાવે છે.મીનીને પણ દિલનો ભાર હળવો કરવા સમજાવે છે, સમય જતાં જતાં મીની સ્વામીને તેના સ્વભાવને સ્વીકારતી થાય છે.પતિ ઘનશ્યામ પણ માના ભલાબૂરા વચન સાંભળી મીનીને સાચવે છે.સ્વમાની મીની આ બધું ચૂપચાપ સહી નથી લેતી.તે માથું ઊંચકે છે અને તે દરમિયાન જ દિયરના મિત્ર તરીકે નરેનનો પ્રવેશ તેના સાસરામાં થાય છે. સાસુ જાણે છે કે નરેન મીનીનાં ગામનો છે,તેથી તેને નણંદ જે દહેજની આપ લેને કારણે ઘરમાં જ છે તેના લગ્ન નરેન સાથે થાય તેવી ઈચ્છા જાહેર કરે છે. નરેન અને મીનીને એકાંતમાં મળતા જ જોઈ નણંદ તાયફો કરે છે. સાવકી મા ઘનશ્યામના કાન ભરે છે અને ઘનશ્યામ તેની માની માફી માંગવાનું મીનીને કહે છે.
ચાર ચાર સ્ત્રીનાં ચારિત્રને અહીં ઉજાગર કરાયું છે સાવકી સાસુ જે મહેણાં ટોંણાં જ મારે છે દયાહીન છે, દેરાણી પતિના એસો આરામ સિવાય કંઈ જ જાણતી નથી ,ચારુ નતો સારી નણંદ બની શકે છે ન સારી મિત્ર. ત્યારે મીની નિર્દોષ છે, તેથી સ્વમાનને ખાતર નરેન સાથે જ ઘરની બહાર મર્યાદાનો ઉંબરો ઓળંગી નીકળી પડે છે.

અંતમાં આ વાર્તાની એક નાજુક પળ આવે છે ટ્રેન સ્ટેશન ઉપર પ્રવેશે છે,જે નરેન સામાન લઈ તેને સાથે જવા ઈચ્છે છે. તે સમયે મીની પોતાનાં મનનું આત્મનિરીક્ષણ કરે છે.આત્મનિરીક્ષણ કરવું જ જોઈએ જેથી સાચો માર્ગ મળે. શરદબાબુની વાર્તા ને અંતે એક સ્વાભિમાની સ્ત્રીનાં મનમાં જેની સાથે આટલો સમય વિતાવ્યો હતો તેવા સ્વામીને માટે એક પ્રેમાળુ ખૂણો હૃદયમાં જાગૃત થાય છે. તે સચોટ રીતે વર્ણવ્યું છે.મીની સ્વામી માટે વિચારે છે પોતાના લોકો વચ્ચે પણ પરાયો થઈ જીવી લેતો આ વ્યક્તિ તેના માટે કેટલો નજીક છે તે પળ વારમાં પોતાના પતિ દ્વારા અભિવ્યક્ત થતી કરુણા, ક્ષમા અને સહનશીલતાનો અર્થ સમજે છે. ટ્રેન પ્લેટફોર્મ પર આવી અને નરેનને લઈ પ્લેટફોર્મ પરથી વિદાય થાય છે. સૌદામનીને લેવા પતિ ઘનશ્યામ તેની સમક્ષ આવી ઊભો રહે છે,તેને માની માફી માંગી લઈ ફરી ઘરમાં પ્રવેશવા કહે છે. તે એક રાઝ ખોલે છે કે તેના મામાએ નરેન માટે તેને કહ્યું હતું .તે જાણે છે તેના ખભે હાથ મૂકી તેને ઘર તરફ વાળે છે. મામાની સમજદારીનાં શબ્દો મીની યાદ કરે છે કે નરેન સાથ આપી શકશે પણ તેને સમજશે ઘનશ્યામ જ. બધી જ રીતે તારા માટે ઘનશ્યામ જ યોગ્ય છે.
થોમસ હાર્ડી અને હ્યુગોની વાત કરતી મીની એની સમજથી બંગાળી સમાજની ધરોહર સંભાળી લે છે.


મિત્રો,આખી વાર્તામાં એટલું જરૂર કહીશ કે ક્ષમા , કરુણા
સહનશીલતાને એક પુરુષના વ્યક્તિત્વમાં મૂકી ખરેખર શરદબાબુએ પોતાની હથોટી અધ્દ્ભૂત રીતે શોભાવી છે.

મિત્રો ,વાર્તા આખી કહેવાનો મારો ભાવ એ જ છે કે ખરેખર વાચક વર્ગ તરીકે વાર્તાને તમે જાણી અને માણો. આ જ વાર્તા પર સ્વામી ફિલ્મ બનાવવામાં આવી હતી શબાના આઝમી, ગિરીશ કર્નાડ અને વિક્રમે સુંદર અભિનય કરી તેને નિખારી છે .તો શશીકાલે સાવકીમાનું અનોખું રૂપ ભજવ્યું છે.જોવાય તો જરૂર જોજો આ પિક્ચર અને માણજો .
મિત્રો આવતા અંકમાં જરૂર ફરીથી શરદબાબબુની નવી વાર્તા સાથે મળીશું.

અસ્તુ,

જયશ્રી પટેલ
૩૧/૭/૨૨

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.