વિસ્તૃતિ ..૧૫જયશ્રી પટેલ 

.98DCBC6E-4FF2-4BDC-8D03-2A9A2D5E3679
દરેક દેશમાં થોડા માણસો એવા હોય છે જેમની જાત જુદી હોય છે દેશની માટી એ લોકોનાં શરીરનું માંસ હોય છે અને પાણી એ લોકોની નસોનું લોહી હોય છે. એવા જ માણસને કોઈ સત્યયુગમાં જનની જન્મભૂમિ શબ્દ શોધી કાઢ્યો હશે .આ વાક્ય આ નવલકથાનું કે શરદવાણીનું એક ઉત્તમ વાક્ય ગણી શકાય .જે એક માતાને તેનો મોટો દીકરો કહે છે .

પથેર દાબિ આ નવલકથાનો ગુજરાતી અનુવાદ શ્રી રમણલાલ સોનીએ કર્યો છે .શરદબાબુની આ નવલકથાનું શરદસાહિત્યમાં એક વિશિષ્ટ સ્થાન છે .
આ નવલકથામાં માનવજીવનના રસમય ભાવવેગોની સાથે રાજનૈતિક વિપ્લવની ભારે કુશળતાપૂર્વક ગૂંથણી કરી છે.વાર્તાની પાશ્ચાદભૂ ચોક્કસ પણે રાજનૈતિક છે. ક્યાંકને ક્યાંક દરેક સ્થળે રાજનૈતિક ચર્ચા વાચકને આમાં મળે છે ભારત હોય કે બર્મા દરેક સ્થળે અંગ્રેજી અને ગોરાની વાતો ને તેમનું વર્તન અહીં ચિત્રિત થયું છે . વાર્તાનાયક અપૂર્વ અને ભારત છોડી રંગૂન મોકલ્યો છે લેખકે ,ત્યાં પણ એ અનુભવે છે અને વિચારે છે કે માણસની ચામડીનો રંગ કંઈ તેના મનુષ્યત્વનો માપદંડ નથી .પરદેશ જઈ મદ્રાસી માનવી સાહેબ થઈ જાય અને તે જ બીજા ભારતીય ઉપર અત્યાચાર ગુજારે ત્યારે આપણને ઘૃણા જ ઉપજે.અપૂર્વના મા શુદ્ધ બ્રાહ્મણી હતાં, પણ તેના દીકરાઓને પતિ માંસ મચ્છી ખાય વટલાય ગયાં હતા અપૂર્વ તેમાંથી માતા પર જ ગયો હતો . છતાં જ્યારે બર્મા જવા ને સારી નોકરી સ્વીકારી તૈયાર થયો ત્યારે માની ચિંતા વધી ગઈ હતી .

અપૂર્વ અને શરૂઆતમાં આવા જ કંઈક અનુભવો થાય છે ખ્રિસ્તી યુવતી ભારતી સાથે મુલાકાત થાય છે પિતા મદ્રાસી માતા બંગાળી છે તેથી ભારતી થોડી સ્વતંત્ર વિચારો વાળી છે જાણે કે તે ભારત વર્ષના અંતર નો અવાજ વ્યક્ત કરે છે તેના દ્વારા જ શરદ વાણી ઉચ્ચારી છે જે વિકસતી જતી માનવતા પ્રત્યે પોતાની અખૂટ શ્રદ્ધા વ્યક્ત કરે છે,” રક્તપાતનો જવાબ જો રક્તપાત તો તેનો પણ જવાબ રક્તપાત જ હોવાનો ને એમ એના પર જવાબ પાછો એ જ રક્તપાત ? આ પ્રશ્નનો આદિકાળથી છે તો શું માનવીની સભ્યતા આના કરતાં ચડિયાતો જવાબ કઈ પણ નહીં દઈ શકે મારામારી કાપાકાપી વગર શું માણસ માણસ કોઈ રીતે એક બીજાને પણ પડખોપડખ રહી શકતા નથી ?
બીજું પાત્ર સવ્યસાચીનું છે જે યુગોયુગ ચાલી આવતા ઘોર વિપ્લવનો અવાજ છે. તેને પકડવા બંગાળથી પોલીસ આવી પણ તે હાથ ના લાગતા નિરાશ થાય છે.એજ સવ્યસાચી જેવા પાત્રોને રચી નવલકથા નું વાતાવરણ થોડું ભારેખમ બનેલું લાગે છે ,પણ છતાંએ આખી વાર્તા સ્નેહ અને પ્રેમની સુગંધથી મધમધે છે વાર્તા ના બધાં જ પાત્રો વજ્ર જેવા કઠોર છે. સવ્યસાચી પણ એક તરફ ભારતને સ્વતંત્ર કરવાની પ્રતિજ્ઞા ને અમલમાં મૂકે છે અને બીજી તરફ પોતાની સહજ સ્વાભાવિક માનવ સુલભ રાગાત્મિકતા વૃત્તિઓને અભિવ્યક્ત કરે છે ક્રાંતિ અને શાંતિની આ અભિસાંધમાં વાર્તાની રસમયતા નમૂનેદાર બને છે.
અપૂર્વનું રંગૂનમાં કામ માટે જવું તેણે ભામોમાં કુદરતી સૌંદર્ય માણ્યું તેના મનને તે સૌંદર્યથી દૂર ન કરી શક્યો. એકવાર તો તેને વિચાર આવી જ ગયો કેવો અજબ સુંદર દેશ છે ! અહીં જેવો યુગ યુગાંતરથી રહેતા આવ્યા છે તેમના સૌભાગ્ય વિશે પણ વિચારવા લાગ્યો. અપૂર્વ બાળપણથી પોતાની માતા સિવાય સ્ત્રી ને માન આપી શક્યો નહોતો. સ્ત્રી-પુરુષના ભેદ સિવાય પ્રાણી માત્ર પર ખૂબ પ્રેમ રાખતા કોઈને પણ પીડિત કરતા તેને દુઃખ થતું આ તેના સ્વભાવની દુર્બળતા હતી .તેથી જ ભારતીને અપરાધી માનવા છતાં છેવટ સુધી તેને સજા કરી શક્યો નહોતો .
નવલકથામાં ઘણું જ રાજકારણ આવેલું છે તેથી અંતમાં દાક્તર સવ્યસાચીની વિદાય બતાવી છે અને અપૂર્વ અને બેચેની બતાવી છે. તે ક્ષણે તે દાક્તરને કહે છે કે “તમે મારો એક દિવસ જીવ બચાવ્યો છે એ વાત કદી નહિ ભૂલું .”
દાક્તર તેને કહે છે કે,”ખરેખર જેણે જીવ બચાવ્યો તેને તો યાદ પણ કરતા નથી”
અપૂર્વા તેનો ઉત્તર આપે છે ,”તેનું ઋણ તો હું જિંદગીભર નહીં ભૂલું .”
સંકટ સમયે મદદરૂપ થનારા સવ્યસાચીને બધાં મિત્રોએ નમસ્કાર કર્યા. અંતે અંધકારમાં બધું વિલુપ્ત થઈ ગયું. અપૂર્વે પણ બે હાથ કપાળે અડાડી પ્રણામ કર્યા. તેના મન પરથી ભાર હળવો થઈ ગયો. ભારતી પાષાણ મૂર્તિની જેમ જતાં રહેલા તે મહાન વ્યક્તિ ને જોતી રહી.
આમ બધાં પાત્રોની છણાવટ કરતા એ જ શરદબાબુની નવલકથા ક્રાંતિકારી વિચારો માટે અંગ્રેજી રાજ્ય અમલ દરમ્યાન જપ્ત કરવામાં આવી હતી અને ઘણાં વર્ષો સુધી જપ્ત રહી હતી. વાર્તાનાં સારરૂપ એક જ વાક્ય કેહવું છે,” મિત્રો કે દુર્બળતાનો ન્યાય અધિકાર પ્રબળતાનાં બળ આગળ હારી જવો ન જોઈએ એનું નામ જ સભ્યતા.”
મિત્રો,આવતા અંકે ફરી નવી વાર્તા સાથે મળીએ અને શરદબાબુની ઉત્કૃષ્ટ નવલકથાઓ માણીએ.

અસ્તુ.
જયશ્રી પટેલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.