વિસ્તૃતિ …..૧૪ -જયશ્રી પટેલ

98DCBC6E-4FF2-4BDC-8D03-2A9A2D5E3679
  લેણદેણ (દેના પાઓના બંગાળી)નવલકથાના લેખક શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય છે. તેઓએ ઘણી બધી નવલકથાઓ લખી છે, આપણી સમક્ષ અનેક પાત્રો પણ આપ્યા છે.આ નવલકથામાં એક પતિત માણસના ઉધ્ધારની વાત લઈને તેઓ આવ્યાં છે . તો બીજી બાજુ તેઓની સ્ત્રી પ્રત્યેની અતૂટ શ્રદ્ધાનાં પણ દર્શન થાય છે. આખી નવલકથા જીવાનંદની આજુબાજુ ફરે છે. તો ષોડશી એટલે કે અલકા તેની પત્ની સ્વરૂપે અહીં ઉત્તમ કાર્ય કરી જાય છે .જગતની આ યોજનામાં સ્ત્રી મંગલમયી જ છે અને ગમે તેવા અનિષ્ટ ઉપર પણ પોતાના પ્રેમ અને આત્મબલિદાનથી  જીત મેળવી શકે છે .આ વાર્તા મેં પણ સન ૧૯૬૫ની આસપાસ વાંચી હતી તેનો ગુજરાતી અનુવાદ શ્રી રમણલાલ સોનીએ કરેલો છે. આજે જ્યારે મારે ફરી તેને નજર સમક્ષ લાવવી પડી તેના પાત્રો સાથે પરિચય કરવો પડયો ત્યારે આ ષોડશી પ્રત્યે  અજબગજબ ખેંચાણ આજે પણ મારું મન કરી રહ્યું છે .તેવીજ રીતે વાચક વર્ગ પણ તેના તરફ આકર્ષાયા વગર નહીં રહે. શરદબાબુની વાત ,વાર્તાનો પ્રવાહ ઘણો જ જબરજસ્ત છે ને ઝડપી પણ ચાલે છે. જીવાનંદ નવલકથાની શરૂઆતમાં જ શૈતાન તરીકે ચંડીગઢમાં પ્રવેશ્યો કે તુરંત  વાર્તાનો આરંભ થાય છે અને અંતે એવા સત્સંગથી તે એક સેવાભાવી કુટુંબ પ્રેમી તરીકે ચંડીગઢ છોડી દે છે .
હા,જરૂર કહીશ કે ઘણાંને લાગે છે કે શરદબાબુ વાર્તાનાં પાત્રોમાં અપરાધી કે પાપીનું ચરિત્ર રચે છે , તો પણ તે મનોહર લાગે છે. આથી એવું જરૂર લાગે કે એનાથી માનવ જાતિનું કલ્યાણ વધુ થાય છે .
         ષોડશી જેવી નારીનું એક પ્રકારનું  રૂપ છે .જેને યોવનનાં બીજા છેડે પહોંચ્યા પછી જ જીવાનંદ ઓળખી શક્યો કે તેની આજુબાજુના બધા જ ઓળખી શક્યા. કહેવાય છે ને પાકું બી પણ પથ્થરની ઉપર પડે તો તે નકામું થઈ જાય છે .સ્ત્રી પાત્ર માટે શરદબાબુની માન્યતા છે કે પુરુષ માણસને સમજતા થોડી વાર લાગતી હશે પણ સ્ત્રીઓને તો એવો શાપ છે કે પોતાનાં ભાગ્યને સમજવામાં અને સમજાવવામાં તેમનો આખો અવતાર કે આવરદા પૂર્ણ થઈ જાય છે .
           આખી વાર્તામાં જીવાનંદ શૈતાનિયત કરે છે, પણ અંત આવતા આવતા તે   સદ્કાર્યો તરફ વળે છે. અંતમાં  તે મેજિસ્ટ્રેટના આવવાના એધાંણ સમયે ખૂબ તાવમાં પટકાય  છે. એકકડી તેનો એવો સાથીદાર હતો તે કપટથી ભરપૂર છે, તેમના આવવાની રાહ જોઈ રહ્યો કારણ તેને સાહેબને સામે પક્ષ તરફથી ઘણાં  જ રૂપિયા મળવાના હતાં. મેજિસ્ટ્રેટના આવતા જીવાનંદ તેમની સમક્ષ હાજર થવાનો હોય છે. તેણે નક્કી કરી લીધું છે કે જૂઠ્ઠું નહિ બોલે, કોઈને દુઃખ થાય તેવું પણ કાર્ય નહિ કરે . નદી કિનારે કેમ્પના ખાટલા પર તે મનોમંથન જ કરી રહ્યો હતો, ત્યાં જ એક નાનકડી નૌકા નદીનાં અનુકૂળ પ્રવાહમાં ખૂબ જ ઝડપથી આવતી જોઈ .બરાબર એના ઘરનાં  કિનારા પર જ આવી સ્થિર થઈ. તેમાંથી બે પુરુષો અને ત્રણ સ્ત્રીઓ ઉતરતા દેખાયા .સ્પષ્ટ ચહેરા દેખાતા નહોતા .તેથી અનુમાન કર્યું કે જનાર્દન રાય, તેમના પત્ની અને દાસી હશે .એમ માની ફરી તાવને થાકેલા શરીરે સૂતો અને વિચારી રહ્યો, ‘અપરાધની સજા કરનાર માલિકની શું એકલી અદાલત જ છે’ તે મનોમન હસી પડ્યો અપરાધ કરનાર માણસને મેજિસ્ટ્રેટ સાહેબે જોયો પણ નહિ હોય તોપણ તે કેટલો સાવચેત રહે છે.
           ત્યાં અચાનક તેના માથા પાસે કોઈ બેઠું નજર કરતાં તેનો મૃદુ હાથ માથે ફર્યો .જીવાનંદેને  નવાઈ લાગી .તે ષોડશી હતી એટલે કે તેની પત્ની અલકા હાજર હતી. બન્ને વચ્ચે ચર્ચા ચાલી ને અંતે તેણીએ તેને સમજાવી દીધું કે તેની  નૌકા તૈયાર છે .મેજિસ્ટ્રેટ સાહેબ આવે  તે પહેલાં  તેને સમજાવી તેણી નીકળી પડી. તેણીએ તેને અંતમાં કહ્યું કે શાંતિથી વિચાર કરી જોશે કઈ કઈ જવાબદારી તેને સોંપી શકાય ને કઈ કઈ બિલકુલ ના સોંપાય. અંતે જીવાનંદ ષોડશીનો હાથ પકડી આગળ વધી ગયો બધું જ પાછળ મૂકીને.
             શરદબાબુની બધી વાર્તાઓમાં કદાચ આ વાર્તા જીવાનંદનું પાત્ર એના બળ, દુર્જનતા આને પરિણામે આવતાં પરિવર્તનને લીધે વિલક્ષણ ગણી શકીએ. આ વાર્તાનાં બધાં જ પાત્રો એકબીજાને હરાવે એવા વાંકાબોલા ચિત્રિત કરાયા છે, એમાં પણ મુખ્ય પાત્ર જીવાનંદ ચઢી  જાય છે .દાન આપવું સહેલું નથી તે દાતાની મરજી પર નથી હોતું પણ લેનાર દાતા ને ઓળખી જાય તો કેટલોય અપરાધ હોવા છતાં માફ કરી સ્વીકારી લે છે. ષોડશી એ આ વાર્તાનુ સુંદર પાસું છે .બદનામી જૂઠી જ  હોય તો સહી લેવી જોઈએ તેને સાબિત કરવાની જરૂર ના પડે તે ખુદબખુદ સાબિત થઈ જાય .અહીં એટલું જરૂર સમજાય છે જન્મ આપનાર એકલી મા નથી હોતી પાલન પોષણ કરી પૃથ્વી પર રહેવા મળે તે ધરતી પણ મા પણ છે.      
ચાલો મિત્રો આખી  વાર્તા અને તેનાં પાત્રો ખરેખર જ આકર્ષણ ઉત્પન્ન કરે છે. મુખ્ય પાત્ર અપરાધી છે છતાં વાંચવું ગમે તેવું છે .વાર્તા સુખાંત છે ,વાંચક વર્ગને આકર્ષી જાય છે.
       મિત્રો,આવતા અંકે ફરી નવી વાર્તા સાથે મળીએ અને શરદબાબુની ઉત્કૃષ્ટ નવલકથાઓ માણીએ.

અસ્તુ.
જયશ્રી પટેલ
૧ \૫\૨૨

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.