શરદચંદ્રની આ નવલકથાનો ગુજરાતી અનુવાદ
શ્રી. શ્રીકાંત ત્રિવેદીએ કર્યો છે.
આ નવલકથા સૌ પ્રથમ એ સમયના બંગાળી સામયિક ‘ભારત વર્ષ’માં ‘શ્રીકાંતની ભ્રમણ કથા’ના નામે
હપ્તાવાર પ્રગટ થઈ હતી. ત્યારે પણ મિત્રો શરદબાબુએ પોતાને નામે નહિ પણ શ્રીકાંત શર્માના નામે જ લખવાની શરૂઆત કરી હતી.જુઓ અહીં તેઓની ભીરુતા કે લઘુતા ગ્રંથી જોઈ શકીએ છીએ. સફળ અસફળનાં ડરે જ તેઓ આમ કરતાં. જેવું લોકોએ સ્વીકાર્યું કે તેમણે શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયના નામે બે મહિના પછી શરૂઆત કરી. અહીં એક ચોખવટ કરું કે તેઓને કેટલાંક લોકો શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય તરીકે પણ ઓળખતાં હતાં.
લોકોએ જ્યાં જાણ્યું કે શરદબાબુ જ લખે છે કે તેઓ એ અનુમાન બાંધી જ દીધું કે આ તો શરદબાબુની જ આત્મકથા જ છે. અહીં જુઓ શ્રીકાંતના નામની નવલકથા શ્રીકાંત શર્મા નું નામ ને અંતે અનુવાદ પણ શ્રીકાંત ત્રિવેદી દ્વારા જ ઉદ્ભવ્યો. મારું માનવું છે શરદબાબુ જો જીવીત હોત તો જરૂર આ ઘટનાને તેમની રીતે આપણી સમક્ષ રજુ કરત! હિન્દી સાહિત્યકાર વિષ્ણું પ્રભાકરે રચેલી શરદબાબુની જીવનકથા ‘આવારા મસીહા’ એ તો જરૂર સમર્થન મળી જાય. ‘ શ્રીકાંત’ બંગાળી ભાષાની ઉંચ્ચ કોટીની નવલકથા ગણાય છે.આ નવલકથા પરથી બંગાળીમાં અનેક ચલચિત્રો બન્યા છે.હિન્દીમાં ટી.વી સિરિયલ બની હતી. જેમાં મુખ્ય કલાકાર સ્વ. ફારૂક શેખ હતાં.જો નવલકથા વાંચીએ તો બે જ પાત્રો આપણી સમક્ષ હાજર થાય એક બંગાળી અભિનેતા ઉત્તમ કુમાર બીજાં ફારૂક શેખ.
શ્રીકાંત લગભગ મનાય છે કે ૧૯૧૭ થી ૧૯૩૩ વચ્ચે રચાય હતી. તેમાંના મુખ્ય પાત્રો શ્રીકાંત, રાજલક્ષ્મી, અભયા ને કમલલતા છે.તેઓની આસપાસ આખી નવલકથા ગૂંથાય છે.લગભગ ૬૦૦ પાનાંની આ નવલકથા શરદબાબુનો માર્મિક પરિચય કરાવી જાય છે.
શ્રીકાંતના જીવનમાં આવતા ઉતાર ચઢાવ અને વાર્તાની શરૂઆત તેના પ્રૌઢાવસ્થાથી જ થાય છે.આખી નવલકથામાં શ્રીકાંતનું ભ્રમણ દર્શાવ્યું છે. આ ભ્રમણમાં રાચતો શ્રીકાંત શરદબાબુએ ખુલ્લા દિલથી ચરિતાર્થ કર્યો છે.તેને વાંચકો સમક્ષ મૂકી તેઓએ ધીરે ધીરે તેમાં જીવનમાં રાજ્યલક્ષ્મીનો પ્રવેશ ને પછી એક પછી એક આવતાં અવિસ્મરણીય પાત્રો.તેમાં કેટલાંક શ્રીકાંતને ભરપૂર પ્રેમ આપનાર સ્નેહાળ, કેટલાંક તેને છેતરતાં ,તો કેટલાંક સ્ત્રીપાત્રો તેનાં મનની વિટંબણાં કરનારા છે.
ઘણીવાર લાગે છે વાંચક વર્ગને લેખકમાં કવિત્વનો અભાવ છે પણ પ્રેમનાં શબ્દોનું અપ્રતિમ વર્ણન કરતી સુંદર ભાષા પ્રેમમય બનાવી દે છે.
મિત્રો બીજી તરફ બંગાળી સમાજનું રૂઢિગ્રસ્ત માનસ પણ બખૂબી દર્શાવી બંગાળનું અસ્તિત્વ આપણી સમક્ષ રજુ કર્યું છે.દીકરીઓનાં બલિદાનની વાતો , રાત્રિનું અપ્રતિમ નૌકા વિહાર કે માછલી ચોરવા લઈ જનાર મિત્ર ઈન્દ્રનાથની વાતો. તેનું શ્રીકાંતને બાયલો કહેવું છતાંય તેનું ભાગવું આપણને અજુગતું તો લાગે જ ને! શ્રીકાંતનો સ્મશાન તરફનો રાગ ને તે ખાતર રાજલક્ષ્મીને અવગણવી એ આપણાં મનને ઘૃણા પણ ઉપજાવે છે.
રાજલક્ષ્મી તેમાં જીવનની એક અંતિમ ક્ષણો સુધીની સાચી રાહગીર છે. વારંવાર તેનાં માટે ચિંતિત રહે છે તે મિત્રો આપણને અનેક પ્રસંગમાં જોવા મળે છે.એ પણ જોઈ શકાય છે કે શ્રીકાંતનો સ્વભાવ છે કે તે નિર્ણય લે પછી બીજા માટે વિચારતો નથી.બીજી બાજુ સંસારના પ્રત્યેક નવીન અનુભવોને તે ખુશીથી અપનાવી લે છે. રાજલક્ષ્મી શ્રીકાંતને ખૂબ જ ચાહે છે.તેણી તેનું સાહચર્ય ઝંખે છે.
કમલલતાનું નવલકથામાં પ્રવેશવું, શ્રીકાંતનું તેણીનું રાજલક્ષ્મી સાથે તુલના કરવું જરા વાંચકને ડંખે છે.વાર્તાને નવો વળાંક અપાયો છે.ઘણીવાર શ્રીકાંત રાજલક્ષ્મી સાથે ઝઘડે છે ત્યારે વાંચક વર્ગને લાગે છે આ શરદબાબુના જીવનનો જ આ એક ભાગ છે. તેઓ પણ સ્ત્રી, સંસાર માટે બંગાળ છોડી ભાગ્યા હતા બર્મા કારણ જાણે ફરી એ ગરીબી કે સ્ત્રી સાથે મેળાપ જ ન થાય તો સારું માની.
નવલકથામાં મિત્રો, શ્રીકાંતનું આમ વારંવાર ભ્રમણ કરવું તેને અવનવા અનુભવ કરાવતું રહે છે. શરદબાબુએ અહીં ઝાડ, પર્વત, નદી , ઝરણાં ને રાત્રી નૌકાવિહારનું વર્ણન આ ભ્રમણના અનુભવનો નિચોડ જ આલેખ્યો છે.કનકલતાએ તેને નૂતન ગોસાઈમાં પલટાને છે. અભયા તે બન્નેને સમજી શકે છે કે નહિ તે સમજાતું જ નથી.રાજલક્ષ્મીનું ગાયિકા પિયારીબઈ તરીકે ભેટાવું આઘાત જનક લાગે છે તો ત્યારબાદ બન્નેનું વિખૂટું પડવું આપણને ડંખે છે.રાજ્યક્ષ્મી અંતે મોટા ગોસાંઈ પાસે સંસારની મોહમાયા છોડી જાય છે અને તેઓ તેને આનંદમયી કહી ઉપનામ અર્પે છે ત્યારે વાંચક વર્ગ તેના માટે સ્નેહ ઉપજે છે.
શરદબાબુની વેદના જુઓ બે સ્ત્રી વચ્ચેની કે કમલલતાને અંતે તે આનંદમયી ઉર્ફ રાજલક્ષ્મી પાસે જ
મોકલી આપી મુક્ત કરે છે.અહીં સાચા પ્રેમની વ્યાખ્યા
વાચકોને શરદબાબુ આપે છે કે પ્રેમતો ઓળખાતો નથી, તે સમર્પિતતામાં જ છે.
મિત્રો , શ્રીકાંત નવલકથાએ કાંઈ આપણાં મનનાં પ્રશ્નોને ઉકેલવા માટે નથી. એ તો પ્રેમ અને એકલતાનો એક મિશ્રિત ભાવ છે જે શરદબાબુએ જીવનમાં અનુભવ્યો જ હશે તો જ શ્રીકાંત લખી શક્યા હશે.તમને મન શ્રીકાંત ક્યારેય ચીલો-રિવાજ, કે ગૃહ કે ગૃહિણી એટલે કે સ્ત્રીઓમાં પોતાની જાતને સમાવી શક્યો નથી તે તો એકટા ચાલો રે ની ભાવના જ દર્શાવે છે તેથી જ તેઓને લઘુતા ગ્રંથીથી છૂટતાં વર્ષો વીતી ગયાં હતાં.
શરદબાબુએ શ્રીકાંત રચી બંધનને નથી ચાહ્યું , તેમણે તો જાણે શ્રીકાંત દ્વારા પોતાના ભ્રમણનાં અનુભવો ચરિતાર્થ કર્યા છે. આ નવલકથા વાંચવા સાચું કહું તો
હૃદયમાં વાચકે પ્રેમ , મૃદુતા ને સૌમ્યતા ધારણ કરવી જરૂરી છે. આ નવલકથા પૂરી તો વર્ણવી શકાય તેમ જ
નથી.શરદબાબુનું રસપ્રદ ભાવુક લખાણ ગમતું હોય તો જ આ નવલકથા પચાવી શકાય એમ છે મિત્રો.
બધાં પાત્રો વિશેષ રૂપે વર્ણવી ને જાણવા હોય તો હું મારી દ્રષ્ટિએ કહીશ કે ચારભાગની આ નવલકથા
ને આપણે આપણી કોઈ પણ અવસ્થાના સમયે છસ્સો પાનાં પૂરા કરવા બે વર્ષના વહાણાએ જરૂર ઓછા પડે.
મિત્રો, આ તો આસ્વાદ છે નવલકથાનો કારણ આ નવકથા ટૂંકાણમાં રચવા કરતાં તમે વાંચશો તો વધું સમજી સકશો. મેં વાંચી ત્યારે મારું મન પણ ભ્રમણ કરવા ઈચ્છી રહ્યું હતું.
નવી વાર્તા સાથે જરૂર મળીએ આવતા અંકે.
અસ્તુ
જયશ્રી પટેલ
૧૬/૪/૨૨
સુંદર આસ્વાદ
LikeLiked by 1 person