Vicharyatra : 8 Maulik Nagar “Vichar”

લખાણ એટલે વિચારોથી અને વિચારોની લથબથ ખાણ.

લાઈક, શેર, ફૉલો અને સબસ્ક્રાઇબ આ ચારેય ભાઈઓ માણસની સાચી ઓળખના ડાઘુઓ જેવાં છે… આપણા વિચારોને ક્યાંય સ્મશાનમાં મોકલી દે. ખબર જ ન પડે. અહીંયા મારો મુદ્દો વિશિષ્ટપણે લખાણ માટે છે. કવિની કવિતાની કાયાનો દારોમદાર હવે આ લાઈક અને વ્યુવ્સના નંબરને આધીન છે. જ્યાં સુધી વિચારો થકી મનની સપાટીએ ના લખાય ત્યાં સુધી સાચું લખાણ બહાર નથી આવતું. લખાણ એટલે વિચારોથી અને વિચારોની લથબથ ખાણ.

પ્રકાશિત થયેલા લેખકો જ લખી શકે એવું નથી. મારા જેવાં નવ-શિખ્યાં પણ પોતાનાં વિચારોને માંજીને ભાષાનું ભાણું મહેકાવી શકે. પણ લાઈક, વ્યુવ્સના ચક્કરમાં લખાણમાંથી ઊંડાણ જતું રહ્યું છે. લોકો લખતા ડરે છે. હાલમાં જ બનેલ એક પ્રસંગ કહું.
મારાં એક સંગીતકાર મિત્રને એક ગીત લખીને આપવાનું હતું. એને એનો ભાવ ખૂબ ગમ્યો. શબ્દો, લય, ઉચ્ચાર બધાયમાં ઠાઠમાઠ હતો છતાંય એટલાં બધાં ફેરફાર કરાવ્યાં કે એ ગીતના વિચારો જ વિકૃત થઇ ગયાં. ગુજરાતી ગીતના મથાળા નીચે અઢળક અંગ્રેજી શબ્દો ભરવા પડ્યાં. અંતે મારાથી રહેવાયું નહીં. મેં એને પૂછ્યું કે “ભાઈ, પહેલાં લખેલ શબ્દોમાં તને શી સમસ્યા નડી?”
તેણે ઉત્તર આપ્યો કે “સર, શબ્દો થોડાં દેશી લાગતા’તા.” હવે મારે એને કહેવાની જરૂર ન પડી કે “ભાઈ, દેશી માણસ પાસે લખાવે તો શબ્દો દેશી જ રહેવાના.” આ પ્રસંગ પછી હવે મારો પણ આત્મા અને મારાં લખાણનો વિશ્વાસ ડગમગી ગયો. આખરે મારે એ મિત્રને કહેવું પડ્યું કે ભાઈ અડધો-અડઘ શબ્દો તો તે જ લખાવ્યાં છે. માટે હવે આ ગીતના ગીતકાર તરીકે મારાં નામની કોઈ જરૂર નથી. મારાં આ અભિગમે મારામાં પાછો આત્મવિશ્વાસ પૂર્યો. હાશ!! હું તો આ લાઈક સબસ્ક્રાઇબઅને એવોર્ડની હરીફાઈમાં નથી!

મારા મતે તો આપણી આંખને આપણું લખાણ ગમે એટલે ઉત્તમ.. આપણું જ લખાણ આપણને ફરીફરીને વાંચવાની ઈચ્છા થાય એટલે આપણો લેખ, કવિતા કે મૌલિક વિચારો સફળ.
મારું માનવું છે કે લખાણ કોઈ દિવસ સાચું કે ખોટું નથી હોતું. એવું બને કે થોડું નબળું હોઈ શકે.
અર્થ સાચો એટલે લખાણ પણ સચવાઈ જાય.
જોડણી કે વ્યાકરણની ભૂલ તો થાય ક્યારેક. એમાં લખતા ડરાય થોડી! કેમ આપણી સ્લિપ ઑફ ટંગ નથી થતી?

કાગળનું લખાણ તો માત્ર આકૃતિ છે…જે સદ્ધર છે એ તો એના વિચારો છે.. કોઈ વ્યક્તિ આજકાલનો આવેલો લેખક નથી હોતો. એ તો જન્મજાતનો લેખક છે…જન્મ્યો ત્યારથી એની માનસસપાટી ઉપર અનેક લેખો લખ્યાં જ કરે છે. એની સ્મૃતિમાં અનેક કવિતાઓ સમાયેલી હોય છે. એટલી બધી સ્મૃતિઓ એનાં નજરે લખાયેલી હોય છે…કાગળ પર કલમથી લખેલ કક્કો એ તો બધું મિથ્યા છે..વ્યક્ત કરી શકે એ જ સાચો લેખક.

મારાં અનુભવથી કહી શકું કે,
જો તમે ચાલી શકો, તો તમે નૃત્ય પણ કરી શકો.
જો તમે બોલી શકો, તો તમે ગાઈ પણ શકો.
અને જો તમે ફળદ્રુપ વિચારી શકો, તો તમે લખી પણ શકો

– મૌલિક “વિચાર”

4 thoughts on “Vicharyatra : 8 Maulik Nagar “Vichar”

  1. લાઈક, શેર, ફૉલો અને સબસ્ક્રાઇબ આ ચારેય ભાઈઓ માણસની સાચી ઓળખના ડાઘુઓ જેવાં છે… આપણા વિચારોને ક્યાંય સ્મશાનમાં મોકલી દે. ખબર જ ન પડે.

    Liked by 1 person

  2. મારા મતે તો આપણી આંખને આપણું લખાણ ગમે એટલે ઉત્તમ.. આપણું જ લખાણ આપણને ફરીફરીને વાંચવાની ઈચ્છા થાય એટલે આપણો લેખ, કવિતા કે મૌલિક વિચારો સફળ.

    સુંદર વિચાર અને સાચી વાત જો તમે ચાલી શકો તો નૃત્ય કરી શકો જ…
    તેવી જ રીતે સારું વાંચો વિચારો તો સારું લખી વ્યક્ત પણ કરી શકો જ ..👌

    જયશ્રી પટેલ

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.