

ગુણીજન
મારા મોટા મમ્મી સ્વ.વિનોદિની મારા પપ્પાના પ્રથમ પત્ની. વિનોદા મમ્મીના પિયરનો પરિવાર આમ તો ખુબજ વિસ્તૃત, પણ અમે નજીકથી જો કોઈને ઓળખીયે તો તે વિનોદા મમ્મીના બેન-બનેવી રમામાસી -ચંદ્રકાન્તમાસાના પરિવારને. તેમના પુત્ર, પુત્રવધુ તથા તેમના બાળકો બધાજ અમેરિકામાં વર્ષોથી સેટલ થઇ ગયા છે. એમાંય માસી-માસા સાથે મારા બાળપણના કેટલાક સંસ્મરણો મુંબઈમાં વીતેલા. મારા પપ્પા અને માસા બન્ને સાંગાણી કુટુંબ ના જમાઈ. માસા પપ્પાથી ઉંમરમાં બે વર્ષ મોટા પણ બન્ને વચ્ચે ખૂબ આદર અને મિત્રતા .. ઇંગ્લિશમાં આ સંબંધને ‘કો-બ્રધર’ (co-brother) કહે છે. પણ પપ્પા અને માસા એક બીજાને ‘ગુણીજન’ કહી સંબોધતા – ગુણીજન શબ્દ સાંભળતાજ કેટલો મીઠો લાગે, પ્રવીણતા અને સજ્જનતાના ગુણોથી ભારોભર એવો આ શબ્દ, ફક્ત શબ્દ નહિ પણ આજીવન બન્ને માટે સંબંધ અને સંવેદના નો સેતુ બની રહ્યો. પપ્પાના સાહિત્યના કાર્યક્રમોમાં, પુસ્તક વિમોચન સમારંભોમાં, ગુણીજન ઇન્ડિયા હોય તો અચૂક આવે અને ખુબજ રસ અને પ્રેમથી સાહિત્યકારોને સાંભળે અને પપ્પા સાથે ચર્ચા કરે. પપ્પાએ તેમનું એક પુસ્તક પણ ગુણીજનને અર્પણ કર્યું હતું.
અમને ત્રણ ભાઈ-બેનને માસી-માસાએ ખૂબ પ્રેમ આપ્યો.મોટી બેન દિશાને દિશલી કહી લાડ લાડાવે – નાનો ભાઈ ઉજાસ કમ્પ્યુટરમાં નિષ્ણાંત એટલે એને બિલ ગેટ્સ કહી બોલાવે. માસા જાણીતા સોલિસિટર હતા – C.A.Shah નામે પ્રેકટીસ કરે – પણ અમને હસાવે -” I am C.A.SH without any cash”. નાનપણમાં મેં એક વાર વિવેકાનંદનું પાત્ર ભજવ્યું હતું અને તેમને સામે રજુ કર્યું હતું – તો ઘણી વાર મારું વિવેકાનંદનું ભાષણ યાદ કરે. મને અમેરિકા ભણવા માટે પણ તેમને ખુબ પ્રોત્સાહન આપ્યું. તેમની હાજરીથી ઘરનું વાતાવરણ કલરવમય બની રહેતું. દાયકાઓનો સબંધ અકબંધ રહ્યો. વિનોદા મમ્મી અને પપ્પા ના સ્વર્ગવાસ બાદ પણ ઇમેઇલ દ્વારા અમારા ખબર અમેરિકાથી પૂછે. લખવામાં મોડો થાઉં તો મીઠો ઠપકો આપે. મમ્મી-પપ્પાને યાદ કરે અને સંસ્કૃત અને ગુજરાતીની પંક્તિઓ મૂકે. બે-ત્રણ વાર અમેરિકા કામ માટે જવાનું થયું ત્યારે તેમને મળ્યો. એક વાર પરિવાર સાથે પણ ભેગા થયા. જીવનના છેલ્લા તબક્કામાં તબિયત નાદુરસ્ત ઘણી રહી. પણ તેમનો પ્રેમ ભર્યો અવાજ અને સ્મિત અકબંધ રહ્યા.
થોડા દિવસ પહેલા ખબર મળ્યા કે માસાનો સ્વર્ગવાસ થયો! પત્ની રમા, પુત્ર આશિષ, પુત્રવધુ બેલાની પ્રેમાળ દેખરેખમાં અને પૌત્રીઓ-જમાઈના સાનિધ્યમાં જીવન સંધ્યા ઢળી. ૯૨ વર્ષનું તેમનું સુંદર આયુષ્ય રહ્યું. તેમની સાથે વિતાવેલી ક્ષણો આંખ સામે જાણે એક ફિલ્મની રીલની જેમ ફરી વળી. અચાનક અનુભૂતિ થઇ કે હવે બંને ગુણીજનો ન રહ્યા. તેઓ અમારાથી વિખુટા પડ્યા પણ કદાચ એકબીજાની નજીક ગયા.. મુકેશનું જૂનું ગીત યાદ આવ્યું ..” ..કિસી સે મિલન હૈ કિસી સે જુદાઈ … “
થોડું વિશ્લેષણ કરીએ તો સમજાય કે આ સંબંધના પાયામાં પ્રેમ અને લાગણી હતા અને એટલેજ લોહીના સંબંધ ના હોવા છતાં એક બીજા ને જોતા અમારા બધાના હૃદય અને આંખ ભીના થઇ જતા. અને બન્ને ગુણીજનોને સાહિત્યની ‘કોમન’ રુચિ તો હતી જ એટલે જાણે કે સોના માં સુગંધ ભળી! પણ કોઈ કહેશે કે આ તો રહી વીતેલા જનરેશનની વાત .. તો હવે આજનો પ્રશ્ન થાય કે વધતી જતી જીવનની ઝડપના કારણે શું પ્રેમની તડપ ઘટતી જાય છે? ઉપકરણો (Devices) થી જોડાયેલા આપણા વ્યક્તિત્વને શું ક્યારે અનુકંપાની ખોટ સાલશે? હમણાં વાંચવામાં આવ્યું કે આગલા દસ વર્ષમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલલિજેન્સ (AI) ની મદદથી મશીનો દ્વારા ક્રિયાપ્રતિક્રિયાઓ દેખીતી રીતે માનવ જેવા અને ‘ભાવનાત્મક રીતે બુદ્ધિશાળી’ બધે સર્વ સામાન્ય બનવાની શક્યતા છે. તો શું પ્રેમ, લાગણી, સંવેદના ઇત્યાદિ ગુણો માણસાઈ ની પરિભાષામાંથી નીકળી જશે?
એક નાનકડી વાર્તા વોટ્સએપ પર વાંચી – એક વૃદ્ધએ તેના મિત્રોને કહ્યું “હું કાયમ ભગવાન પાસે ત્રીજી રોટલી માંગુ છું. એકચ્યુલી રોટલી ૪ પ્રકારની હોય છે. પહેલી મજેદાર રોટલીમાં માંની મમતાને વાત્સલ્ય ભરેલું હોય છે.બીજી રોટલી એ પત્નીના હાથની છે. જેમાં પોતીકાપણું ને સમર્પણની ભાવના હોય.ત્રીજી રોટલી વહુના હાથની છે. જેમાં કર્તવ્યની ભાવના છે. ચોથી રોટલી એ કામવાળી બાઈની હોય – ટેસ્ટની કોઈ ગેરંટી નહિ. ત્રીજી રોટલી માટે વહુને આપણી દીકરી સમજીને એની નાની નાની ભૂલો તરફ દુર્લક્ષ કરો. જો વહુ રાજી અને આનંદી હશે તો તમારો દીકરો પણ તમારી કાળજી લેશે. અને જો પરિસ્થિતિ આપણને ચોથી રોટલી સુધી લઈ આવે તો ભગવાનનો આભાર માનો કે તેણે આપણને જીવતા રાખ્યા છે. હવે ટેસ્ટ તરફ બિલકુલ ધ્યાન આપશો નહીં. ફક્ત જીવવા પૂરતું બહુ થોડું ખાઓ.” પ્રત્યેક પરિસ્થિતિમાં પોઝિટિવિટી જોવી, લોકોના ગુણોને જોવા એ કેટલો ગજબનો પ્રયોગ!
પરિવારમાં આવા વડીલો છે ત્યાં સુધી આ વારસો સચવાશે પણ મને સમજાયું કે આ વારસો આગળ વધારવા માટે મારે શું તૈયારી કરવી પડશે. સર્વ પ્રથમ Disconnect to Connect – અર્થાર્થ ઉપકરણોની ઉપેક્ષા નથી કરવાની પણ પરિવારને પ્રાધાન્ય આપવાનું છે. ત્યારબાદ વિચાર આવ્યો કે એવા કેટલાય નજીકના સગા-સ્નેહીઓ છે જેને મેં કામ (સ્વાર્થ) વગર ફોન કર્યો ન્હાતો. તો નક્કી કર્યું કે હવે નિયમિત રીતે ફોન કરી કે રૂબરૂ મળી ‘કેમ છો?’ પૂછવું અને એનો જવાબ સાંભળવા સમય કાઢવો. મને ઘણી વાર વિચાર આવે કે ચડસાચડસી હવે ઓફિસ પૂરતી સીમિત નથી રહી પણ આપણા સંબંધોમાં પણ અનાયાસપણે પેસી રહી છે – ભાઈઓ ભાઈઓ વચ્ચે, બહેનો -જમાઈઓ વચ્ચે વગેરે. એટલે નક્કી કર્યું કે કોઈના ભૌતિક સુખ સાધનના સંગ્રહોને ન જોતા, ત્રુટિઓ પર કેન્દ્રિત ન કરતા, આપણે તેમના ગુણો તરફ નજર કરીયે, કાબેલિયતને પ્રોત્સાહન આપીયે તો પ્રત્યેક સ્વજન ગુણીજન બનીને રહેશે અને આપણે પણ ગાઈ ઉઠશું ” … ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારુ નૃત્ય કરે… “
-મિહિર ચંદુલાલ સેલારકા
સિંગાપોર (1/2/2022)
ઈમેજ ગેલેરી


વાહ ભાઈ પોતીકાપણાની અભિવ્યક્તિ સરસ અને શબ્દાંકન પણ સુંદર👌👍
LikeLike
🙏 આભાર જયશ્રીબેન
LikeLike
વાહ ભાઈ પોતીકાપણાની અભિવ્યક્તિ સરસ અને શબ્દાંકન પણ સુંદર👌👍
LikeLike
Mihir… you are just fantastic. So proud of you bro.
LikeLike
🙏 tx bro
LikeLike
મિહિર પ્રેરણા મેળવવાનો તમારો નમ્ર પ્રયત્ન છે માટે તમે સાત્વિક પ્રેરણા મેળવી
LikeLike
🙏
LikeLike
Very nice mihir bhai 👌👌👌 keep it up!!!!👏👏👏
LikeLike
Very nice mihir bhai 👌👌 keep it up!!!
LikeLike
🙏 thanks
LikeLike
The way you have expressed your feelings is just amazing. This is probably the last generation from whom we learn some sahitya Gujarati. Keep up the spirit and continue writing. Will wait for your new post
LikeLike
🙏 જતીનભાઈ
LikeLike
Hello 🙂 what a beautiful expression.. Several things came up for me : Apart from the Saturday morning ritual of reading Kalrav&Kolahal (in one of the articles, Chandubhai had rechristened Vikrant Circle as “Tahuka Stop” :)). Besides, in your articulation, I could visualize Chandubhai’s smiling face. Indeed, to celebrate and amplify virtues in each other (vinoba called it “guna-nivedanam”) is such a shortcut to find the joy in our daily lives. I have always wondered how your father could keep alive his literary talent (despite) being a CA – which seems a counter intuitive technical field for someone who had such a warm heart – (I know, I know I am risking a lot saying this but you know what I mean :P) and good to know that he had august company with Solicitor C A Shah. Thoughtful observations for death. Thank you for doing this, Mihir. I hope Disha also picks up the pen. I echo what is said above – that at least in our circles, Gujarati must be breathing its last as a language of expression. Thank you for keeping the Selarka Sahitya spirit alive. With love, From Ghatkopar,, Mumbai
LikeLiked by 1 person
મિહિરભાઇ, આપનો આ લેખ વાંચી મને મારા મામા-મામી, માસા-માસી અને બીજીપણ નાનપણની ઘણી યાદો તાજી-માજી થઇ છે. આપણા વહાલા સંબંધોનુ પ્રત્યક્ષપણે સિંચન કરવાનો મહત્વ, તેમા વસેલી હુંફ, આત્મીયતા, વ્યવહાર ભાવોની કાળજી સમય જાતા ખૂટતી જાય છે તે હકીકતની ભાન કરાવી છે. સંબંધોનું સિંચન અને સંભાળ આપણી સંસ્કૃતિનો મજબુત પાયો છે અને તે જીંવત રાખવો આપણો કર્તવ્ય. આપણા વડીલો પાસેથી સર્વોના ગુણો જોઈ હળીમળીને રહેવાની અને એકાબિજાની ચૂક ધાકી પ્રેમાળ જીવન જીવવાની કળા કેટલી મજાની હતી ને ..આપે ગુણીજનોના ગુણો પર જોર આપવાની કળા દર્શાવતા મુદ્દાપર ધ્યાન દોરયુ તે વાંચતા ખુબ આનંદ થયો 🙂 Thank you! :))
LikeLiked by 1 person
Khub j sundar…
Saadi simple vaat
and Hraday sparshi rajuvaat
LikeLike