બેઠક’માં ભાવભર્યુ અને સ્નેહ નીતરતું સ્વાગત્.–મૌલિક નાગર 

WhatsApp Image 2020-09-05 at 8.54.48 AM

નમસ્કાર મિત્રો,
ગુરુવાર આવે એટલે આપણા બ્લોગના અલ્પાબેન શાહ સહજ યાદ આવે પરંતુ મિત્રો હવેથી દર ગુરુવારે આપણા સૌને ગમતો અને અને વ્હાલો લાગતો મૌલિક નાગર એક નવી જ શ્રેણી લઈને આવશે.
મૌલિક નાગર ગયા વર્ષે “હોપસ્કોપ” નામક શ્રેણીમાં તેમના પત્ની ડો. અંજલિના અનુભવનો ખજાનો લઈને આવ્યા.તેમની પાસે સહજ અભિવ્યક્તિ છે એજ તેમના કલમની તાકાત છે. જે બન્યું, જે જોયું, અને જે અનુભવ્યું તેને વ્યક્ત કર્યું..”શબ્દોમાં જીવનને મૂકવવું અઘરું છે. અનુભવો બધાને થાય પણ આપણી સાથે પોતાની અનુભૂતિ વહેચવાનું મન થયું તે મોટી વાત છે.પ્રથમ દ્રષ્ટિએ એમના લેખ એક અનુભવના પ્રસંગો જેવા લાગે પણ તેમાં વિવેચન દ્રષ્ટિ અને માનવીને જેવાનો એક અભિગમ દ્રષ્ટિગોચર થાય છે. માટે જ તમે તેને વધાવ્યા એ સ્વાભાવિક છે.વાત અંતે તો વિચારોને રોપવાની છે.માટે જ આપણા આમંત્આરણ ને માન આપી આ વર્ષ મૌલિક નવી શ્રેણી લઈને આવ્યા છે. શીર્ષક છે  “વિચારયાત્રા” મને ખાત્રી છે તમને ગમશે.‘બેઠક’માં મૌલિકભાઈનું સ્વાગત છે.આ સાથે બેઠક’નો બ્લોગ “શબ્દો નું સર્જન” પર નવી શ્રેણી લઈને આવી રહ્યા છે ,જેનો રાજીપો વ્યક્ત કરું છું .

પ્રજ્ઞા દાદભાવાળા

મિત્રો મૌલિક શું કહે છે તે વાંચો..
“જીવનની ઉત્તમ ક્ષણ એટલે જ્યારે કલમ હાથમાં હોય અને હું લખતો ન હોઉં કેમકે ત્યારે હું વિચારતો હોઉં છું. હા એ વિચારવાની ક્ષણ એ મારા જીવનની ઉત્તમ ક્ષણ છે.”
જો હું મારા જીવનની યાત્રા ને માણવાનું વિચારતો હોવું તો મારા માટે એ વિચારવાની ક્ષણ એટલે વિચારયાત્રા.જીવનમાં મને અનેક અનુભવો થયા, અનેક કિસ્સા બન્યા. સાચા અર્થમાં મેં પણ ચમત્કાર જોયા અને ક્યાંક મારાથી જાણે-અજાણે ખોટું થયું હોય તો કુદરતે મને એની સજા પણ આપી, માફ કરજો સજા નહીં પણ જીવનને હજુ પણ નિખાલસ બનાવવાની ઉત્તમ શીખ આપી.
બસ એ જ જીવનની શીખને આજથી બેઠકના આ મંચ ઉપર શરૂ થતી મારી નવી સિરીઝ “વિચારયાત્રા”માં વ્યક્ત કરવાનો પ્રયત્ન કરીશ.
મારા વિચારની વહેતી સરીતાને કલમ થકી હું આપની સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરું છું,
આશા રાખું છું આપને ગમશે અને આવકારશો.

-મૌલિક નાગર 

7 thoughts on “બેઠક’માં ભાવભર્યુ અને સ્નેહ નીતરતું સ્વાગત્.–મૌલિક નાગર 

  1. ભાઈ મૌલિક,
    ગત વર્ષે તમારી કલામે વાસ્તવિક જીવનના હૃદયસ્પર્શી અને રસપ્રદ અનુભવોને માણ્યા. તમારી ‘ વિચારયાત્રા, ‘ ને આવકાર અને ઇંતેજાર.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.