બેઠક’માં ભાવભર્યુ અને સ્નેહ નીતરતું સ્વાગત્. – જિગીષા દિલીપ પટેલ

મિત્રો નમસ્કાર,
બુધવાર એટલે અઠવાડિયાનો ચોથો દિવસ સંસ્કૃતમાં બુધવારને (सौम्यवासरम्) થી ઓળખવામાં આવે છે.(સૌમ્યવાર)આપણા બ્લોગ પર બુધવાર એટલે જિગીષા દિલીપ પટેલનો દિવસ.એક સાલસ પ્રકૃતિના લેખિકા જેને વાંચતા ‘મોર’ ‘મોર’ ના ભાવ અનુભવ્યા.
છેલ્લા ત્રણ વર્ષથી આપણે જિગીષાબેનને વાંચતા આવ્યા છીએ.કોઈ દિવસ લખ્યું જ નહોતું ,ત્યારે બેધડક પોતાના સ્વાનુભવ લખી નવી જ ટૂંકી વાર્તાની લેખમાળા શરુ કરી. “સંવેદનાના પડઘા”દ્વારા તેમની અભિવ્યક્તિની સરળતા માંણી. એમની વાર્તા વાંચ્યા પછી એમની પાસે મૌલિકતા છે તે જાણ્યું.બીજું ,જિગીષાબેન જળ જેવા પારદર્શક છે. એ વાત પાકી થઇ ગઈ છે.એથી વધુ સારો અનુભવ કબીરની શ્રેણીમાં થયો. કબીરના વિચારો દ્વારા ધર્મતત્ત્વનો આદર કરતા શીખ્યા, કબીરના દુહા ભજનો ,સૌ કોઈ આજે પણ સાંભળે છે ,પણ તેની અર્થસભર સમજુતી લેખિકાએ પીરસી.આપણેને એક આધ્યત્મના શિખર પર ચડાવ્યાં.તો અજ્ઞાતવાસ ની નવલકથામાં તેમણે “અજ્ઞાતવાસ” એ મનનું અદ્વૈત છે.માનવીના અસ્તિત્વને પામવાનો એક રસ્તો છે.એવું એમણે નવલકથા દ્વારા પ્રગટ કર્યું.

નવી વસ્તુ શીખવાની ધગશ, ધૈર્ય, સાતત્ય જિગીષા પાસે હંમેશા જોયા છે, માટે નવા વર્ષે નવું લઈને આવે એવી આપણા સૌની પણ અપેક્ષા હોય છે અને હા,હવે એક નવાજ વિચાર સાથે નવી શ્રેણી લઈને આવી રહ્યા છે. તમારા સૌની જીજ્ઞાસાને  પૂરી કરતા જણાવું કે તેઓ  ધ્રુવદાદાને વાંચ્યા પછી અનુભવેલી સંસ્પર્શજન્ય ભાવનાને “સંસ્પર્શ’ ની શ્રેણી દ્વારા પ્રગટ કરશે.વાત સંસ્પર્શની છે, જે સમ્યક રીતે સ્પર્શી ગયું છે,તેને વ્યક્ત કરવાનો તેમનો એક નમ્ર પ્રયત્ન છે. પહેલા પણ તમે તેમને વધાવ્યા છે અને હજી પણ વધાવશો એની ખાત્રી પણ છે. 
જિગીષાબહેન ‘બેઠક’ના બ્લોગ “શબ્દો નું સર્જન” પર નવી શ્રેણી લઈને આવી રહ્યા છે ,જેનો રાજીપો વ્યક્ત કરું છું .
પ્રજ્ઞા દાદભાવાળા

મિત્રો જિગીષાબેન તેમની શ્રેણી માટે શું કહે છે વાંચો …..

‘સંસ્પર્શ’

મિત્રો,

લ્યો, હું તો આવી ગઈ , તમારી સાથે વાતો કરવા ,મારાં વ્હાલાં અને સૌને ગમતાં ધ્રુવદાદાને લઈને.ધ્રુવદાદા એટલે એક એવું સરળ ,સહજ અને પરાણે વ્હાલું લાગે તેવું વ્યક્તિત્વ. ન કોઈ દેખાડો, ન કોઈ ઔપચારિકતા કે મોટાઈ. પોતાની જાતને,આખી દુનિયાને અને સમગ્ર પ્રકૃતિને મબલક પ્રેમ કરતું વ્યક્તિત્વ. તમે એમનું કોઈપણ પુસ્તક કે ગીત વાંચો એટલે અંદરથીને બહારથી ભર્યા ભર્યા થઈ જાઓ. ભીતર છલકાઈ જાય,અને સંસ્પર્શથી જાણે પુલકિત થઈ જવાય.તમારી દ્રષ્ટિ અને સૃષ્ટિ બદલાઈ જાય.માણસ માત્ર તો શું પશુ,પંખી,આકાશ,ધરતી,સાગર,અગ્નિ,વાયુ,સમગ્ર કાયનાત સાથે તમે વાતો કરતાં,પ્રેમ કરતાં થઈ જાઓ.તમે તમારામાં મસ્ત બની ગાવા લાગો. ઝૂમવા લાગો.દુન્યવી કષાયોને ભૂલી નિજાનંદમાં ખોવાઈ જાવ.જરા, આ બે કડી સાંભળો અને લો પ્રસાદ….’આ તો પોસ્ટર છે. પીક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત….’
“એમ તમે બોલ્યા કે આવ્યા તે ‘આ’ ભૈ ને હું જ મને ઓળખતો નૈં
ચાલો આ એનાં ખાધા સોગંદ કહો જાત અમે ક્યાં ખોળી ભૈ.”

5 thoughts on “બેઠક’માં ભાવભર્યુ અને સ્નેહ નીતરતું સ્વાગત્. – જિગીષા દિલીપ પટેલ

  1. પ્રિય સખી જિગીષાબેન,
    આનંદ સાથે ઇંતેજાર રહેશે તમારા કલમનો સ્પર્શ પામેલા તમારા ‘ સંસ્પર્શ ‘ નો. અભિનંદન અને આવકાર.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.