
મિત્રો નમસ્કાર.
સોમવાર અને શુભ શરૂઆત.
૨૦૨૨ આવી ગયું. આ વર્ષે આપણે નવી શ્રેણીની શરૂઆત કરીશું.
ભાષાના વૈવિધ્યને માણવું હોય તો,આપણી ભાષાના દરેક સ્વરૂપને માણવાં જોઈએ પછી એ ગદ્ય સિવાય પદ્ય કેમ ન હોય? કવિતા ગીત ગઝલ બધું જ આખરે તો શબ્દનો કમાલ જ ને! જે ભાષાને ખીલવે છે.મિત્રો,આ વર્ષે દર સોમવારે આપણે માણીશું લેખિકા રશ્મી જાગીરદારની કલમનો કસબ. એમની નવી શરુ થતી શ્રેણીનું નામ છે “હેલીનો માણસ”
એ પહેલા,આવો, રશ્મિબેન જાગીરદારનો પરિચય કરીએ.
રશ્મિબેન એટલે દરેક મોસમમાં ખીલતું ફુલ,ભલે શિક્ષણ મેળવ્યું ગણિત અને વિજ્ઞાન સાથે પણ શાસ્ત્રીય સંગીત, લેખન અને કળાને પણ તેમણે તેમના જીવનમાં સ્થાન આપી મનની મોસમને ખીલવી. તેમની પાસે વ્યહવારુ દ્રષ્ટી,કોઠાસૂઝ ,સાહિત્ય પ્રત્યેનો પ્રેમ અને સાથે અધ્યાત્મ તરફનો અભિગમ બધું જ છે.આ બધી વસ્તુએ તેમને એક અનેરું વ્યક્તિત્વ આપ્યું.
અનુભવે અને વાંચને તેમને સાહિત્ય વાંચવાં સાથે મૂલ્યાંકન કરતા પણ શીખવ્યું.પોતે શિક્ષણ ક્ષેત્રમાં તો સફળ હતા પણ ખંત અને તેમના જીવંત રસે તેમને નવો અભિગમ આપ્યો,જેનો પ્રભાવ તેમની કલમમાં ઉપસી આવેલો આજે પણ દેખાય છે.
નિતનવા વિષયો સાથે લખવું અને ભાષાની સાથે કલમને પણ તેમણે કેળવી, પછી તો તેમની કલમ ચાલી.લેખો,વાર્તાઓ, કાવ્યો, હાસ્યલેખો, રસાસ્વાદ, બાળવાર્તા, નિબંધ વગેરે લખવા માંડ્યા આજે અનેક છાપા અને મેગેઝીનમાં તેમનું સર્જન પ્રગટ થાય છે.પ્રતિલિપિ પર તેમના 289668 જેટલા રિડર્સ તેમજ 3069 ફોલોઅર્સ છે. આમ વિજ્ઞાન અને ગણિતની દુનિયામાં ડૂબેલા રહેતા રશ્મિબેને સાહિત્યના વાંચન સાથે સર્જન કરી પોતાની મનગમતી વસંત ખીલવી.સમયના અભાવે અંદર ધરબાઈને પડેલો સાહિત્ય-શોખ, કૃતિઓ બની ખીલી ઉઠયો.
આજથી ‘બેઠક’નો બ્લોગ “શબ્દોનું સર્જન” પર રશ્મિબેન તેમની નવી શ્રેણી શરુ કરશે.
આપણને સૌને ખલીલ સાહેબની ગઝલનો રસાસ્વાદ કરાવશે કવિને માણી,જાણી પોતે ખુશીના ગુલાલથી ખુદને રંગી આપણને સૌને રંગશે જે તમારી નવું જાણવાની અને સાહિત્ય માણવાની જીજ્ઞાસા પૂરી કરશે. મિત્રો નવીનતા સભર આ શ્રેણીને વાંચવાની અને વધાવવાની જવાબદારી આપણી છે.
રશ્મિબેન જાગીરદારનું ‘બેઠક’માં સ્વાગત છે.
-પ્રજ્ઞા દાદભાવાળા
વાહ સરસ🙏💐
LikeLike
Welcome , Rashmiben ! Looking forward to read your articles
LikeLike
રશ્મિબેન,
ભાવભીનું સ્વાગત છે તમારું. સાથે તમારી કલમ થકી આસ્વાદ માણવાની ઇંતેજારી પણ.
LikeLike
વાહ.. વધુ એક પીંછુ તમારી કલગીમાં ઉમેરાયું! વાંચવાની રાહ જોઈશું 👍😊
LikeLike
રશ્મિબહેન, આપનું સ્વાગત છે બેઠકમાં.આપ જેવા અનુભવીની કેળવાયેલ કલમને આસ્વાદવા આતુર છીએ.
LikeLike