
લ્યો નવું વર્ષ આવી ગયું..દરેક માણસમાં સંવેદનાઓ હોય જ છે.અનુભવો હોય છે અનેક વસ્તુ યાદ રાખવી છે છે જે એને ભુલવી પણ નથી ભૂલવા દેવી નથી અને નવું પણ કરવું છે.બસ નવા દિવસની નવા વર્ષનું બહાનું લઇ નવું કરવાનું નવા થવાનું રોજ કૈક નવું પ્રાપ્ત કરવાનું આ માણસનો સહજ સ્વભાવ છે માટે બીજા સાથે વહેચે છે.ક્યારેક બોલીને તો ક્યારેક લખીને સંવેદનાઓ વહેતી રાખવી છે, લખવું એ ભાવનાત્મક પાસું છે.કારણ લખાયેલા શબ્દો ક્યારેક ને ક્યારેક બોલવાના છે. તમારા શબ્દો દુનિયાના લોકોને સ્પર્શે કે ન સ્પર્શે, તમે લખ્યા છે માટે ક્યારેક તો તીવ્રતાથી સ્પર્શવાના જ છે આપણા વિચારોને શબ્દ સ્વરૂપ આપવું એ એક કળા છે.શબ્દ દેહ આપવાનું ને કાગળ પર ઉતારવાનું તો પછી આવે …પણ ઘણા લોકો એટલા માટે નથી લખતા, કારણ કે એને એવું થાય છે કે, લોકોને કેવું લાગશે? મારા વિશે શું માનશે? ઘણા લોકો લખી શકે એમ છે પણ એ લખવાનું વિચારતા જ રહે છે, લખતાં નથી!એક વર્ગ એવો છે જે એવું માને છે કે એ સારું લખે છે માટે લખે છે.
હું લખવા વિષે વધુ જાણવાનો કે વધુ અનુભવ હોવાનો દાવો ન કરી શકું કારણ ઈચ્છા હોવા છતાં હું લેખન ને પૂરતો સમય ફાળવી શકતી નથી. પરનું ઘણી વ્યક્તિ આપણા જીવનમાં એવી રીતે પ્રવેશે છે કે જાણેઅજાણે પથદર્શક થઇ જાય છે એમના વિચાર એવા તો સ્પર્શી જાય કે એના વિષે મનન કરતા રહીએ
ગયા વર્ષે ઘણા મિત્રોએ “શબ્દોનું સર્જન” બ્લોગ પર દર અઠવાડિયે એક લેખ લખી પોતાના વિચારો પ્રગટ કર્યા એનો રાજીપો મારે વ્યક્ત કરવો છે.જે લખે છે તેમને લેખનમાં એક આનંદ, સુખ, કશુક કર્યાનો સંતોષ મળતો જ હોય છે પણ હું કે તમે જયારે તેમને વાંચીએ છીએ ત્યારે મને હંમેશા તેમાંથી એક નવો વિચાર મળ્યો છે પછી એ રાજુલ કૌશિકની “વાર્તા અલકમલકની” ગીતાબેનની “સિક્કાની બીજી બાજુ હોય” જીગીષા દિલીપની ,નવલકથા “અજ્ઞાતવાસ” હોય કે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ”- અલ્પા શાહ , તો ડો ની ડાયરી જેવી શ્રેણી ″હોપસ્કોપ”-મૌલિક નાગર કેમ ન હોય કે રીટા જાનીના “સ્પંદન” એ આપણી જીજ્ઞાસા ને વધુ ને વધુ સબળ બનાવી આપણને વાંચવા પ્રેરર્યા છે.
અહી એક વાત પાકી થાય છે કે કોઈના મૌલિક વિચારો થકી વાચક સદાય વિકસતો જ હોય છે માટે આ બધા સર્જકો લખવા માટે અને આપણને સૌને પ્રેરણા આપવા માટે ધન્યવાદ ને પાત્ર છે.મારા જીવનની પ્રવૃતિનું એક મહત્વનું કેન્દ્રબિંદુ તે ‘બેઠક’ છે.અને મારા અનુભવે મને શીખવ્યું કે અઘરું લખવું સરળ છે પણ સરળ લખવું અઘરું છે.તેમ નવા સર્જકો ભલે નવા હોય પણ તેમની મૌલિકતાને જો ખીલવો તો તેઓ પોતાનું કૌતુક બહાર લઇને આવે છે.મેં તો માત્ર તેમની અંદરના સર્જકને જગાડ્યો છે બધા જ લેખકોએ પોતાના ગમતા વિષયો ની પસંદગી કરી અને માટે પોતાના વિષયથી રંગાયેલા હતા માટે ઉમળકો પણ હતો અને માટે જ શબ્દોમાં વ્યવસ્થિત રીતે અવતારી શક્યા છે જેનો મને આનંદ છે. લેખકના વિચારો લેખકના વાંચન અનુભવ અને શ્રેણી લખવાની પ્રતિબદ્ધતા એ એમને સર્જક બનાવ્યા છે.લખવું એક કળા છે અને સર્જકનો શબ્દ વાચક સુધી પહોચે છે એ મહત્વનું છે.આમ લેખન એ સર્જકના હસ્તાક્ષર અને જન્માક્ષર બન્ને છે.પ્રયત્ન થકી જ સફળતા મળે છે.જે અંતે તો સર્જકને પણ ઉઘાડ આપે છે.એમના શબ્દો કે લેખો એમને જ સંતોષના ઓડકાર આપે છે.મને આનંદ છે કે મારા આમંત્રણ ને માન આપી બધા જ લેખકોએ શબ્દોના સર્જન બ્લોગ પર લખ્યું. વાચકોએ તેમને વધાવ્યા એનો પણ આનંદ છે જ .એમણે પોતાની કલમની તાકાતથી વિચારો થકી સૌ કોઈએ પોતાની શ્રેણી પૂરી કરી છે જેનો પુરેપુરો જશ સર્જક અને માત્ર સર્જકને છે જેને માટે બધાને અભિનંદન આપું છું..આપ સૌ વધુ ને વધુ લખો તમે વિચારો થકી પૂર્ણ ખીલો એવી માત્ર બેઠકની જ નહિ પણ બેઠકના દરેક સર્જકની ભાવના છે.
મિત્રો તમારા માટે ૨૦૨૨માં સર્જકો નવું લઈને આવી રહ્યા છે.બધાની ભીતર કેટલીબધી શક્યતાઓ છે.દરેક બીજમાં વૃક્ષ વાવવાની તાકતા છે.તો તમને લખવાનું મન થાય તો જરૂરથી જણાવશો. પણ અત્યારે દિલથી આપણા સર્જકોને વધાવો.ફરી એકવાર શ્રેણી લખનાર સર્જકોને અભિનંદન.
સુંદર અભિવ્યક્તિ ને
શબ્દાકંન 👍❤️👌
LikeLike
પ્રજ્ઞાબહેન. ખૂબ ભાવભરી અભિવ્યક્તિ.
‘બેઠક’ શબ્દોનું સર્જન એક એવો પરિવાર છે જ્યાં લેખકને મોકળાશ અને વાચકને વિવિધતા મળે છે.
૨૦૨૨ ના આ નવા વર્ષને નવી આશા, ઉમંગ સાથે આવકારીએ.
‘બેઠક’ નિત નવા વિષયોને લઈને લેખકોને આવકારે અને લેખકની અભિવ્યક્તિથી ‘ શબ્દોનું સર્જન’ વધુ ને વધુ સમૃદ્ધ બને એવી શુભેચ્છા.
LikeLike