૩૫ “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ 

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો,

ઓક્ટોબર  મહિનાના પ્રથમ ગુરુવારે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચેકવિ “લેખમાળા અંતર્ગત આપ સૌનું સ્વાગત છે. નવો મહિનો એટલે નવો વિષય. આ મહિનો આમ તો ઉત્સવો અને પર્વો થી લદાયેલો મહિનો છે. જગતચાલક, જગતપાલક અનંત શક્તિની આરાધના થી માંડીને વૃંદાવનમાં મહી રચાતા અખંડ, અનંત મહારાસને ઉજવવાનો મહિનો…

અનંત એટલેકે જેનો કોઈ અંત નથી તે. જે સર્વ સીમાઓથી પર છે..અને જે અખંડ સાશ્વત છે… શ્રીમદ્દ ભગવદ્ ગીતામાં  ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે अहं सर्वस्य प्रभवो मत्त: सर्वं प्रवर्तते |અર્થાત હું જ સમગ્ર બ્રહ્માંડનું ઉદ્દગમ સ્થાન છું અને મારા થકી જ સમગ્ર સૃષ્ટિ પ્રવર્તતે છે. અનંતતાની આ વ્યાખ્યાથી પર બીજું કાંઈ હોઈ જ ન શકે. એ પરમ ચેતના, એ દિવ્ય શક્તિ જે આ સમગ્ર બ્રહ્માંડનું સર્જન, પાલન અને વિસર્જન કરે છે તેજ અનંતતાનો પર્યાય છે. આ દિવ્ય શક્તિ થકી જ સમય તેની સાશ્વતતા, સાગર તેની વિશાળતા અને આત્મા તેની અનંતતાને પામે છે. આ અનંતતા  અને સાશ્વતતાને  પોતાની કલમ થકી દુનિયાભરના સાહિત્યકારો એ પોંખી છે. આ મહિને આપણે “જ્યાં ન પહોંચે રવિ ત્યાંપહોંચેકવિ” લેખમાળા અંતર્ગત અનંતતા અને સાશ્વતતા અર્થાત Infinity and Eternity ઉપર  જુદી જુદી ભાષાઓમાં રચાયેલી કવિતાઓ અને તેમનો ભાવાનુવાદ જાણીશું અને માણીશું.

 

 સમય એ અનંતતાનો સૌથી સરળ અને સુભગ પરિચય. સમયનું કાળ ચક્ર અનાદિ કાળથી એકધારું અહર્નિશ ગતિ કરતું આવ્યું છે અને કરતું રહેશે. આજેઆપણે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ ” લેખમાળા અંતર્ગત આ સમયની અનંતતા અને સાશ્વતતાને શબ્દોમાં કંડારતી એક સુંદર કવિતાનો ભાવાનુવાદ જાણીશું અને માણીશું. આ કવિતાનું શીર્ષક છે “Forever-is composed of Nows ” અર્થાત “અનંતતાનો મુકામ…આ ક્ષણ”. જેના કવિ છે Emily Dickinson. તમે મૂળ અંગ્રેજી રચના આ લિંક પર જોઈ શકશો. https://www.poetryfoundation.org/poems/52202/forever-is-composed-of-nows-690. મેં આ કાવ્યનો ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન અત્રે કર્યો છે.

Emily Dickinson એક વિચક્ષણ American કવિયત્રી હતા. She is one of America’s greatest and most original poets of all time. She experimented with poetic expression and freed them from conventional restraints.  

આ નાનકડા પણ ગૂઢ અર્થ ધરાવતા કાવ્યમાં કવિયત્રી જીવન જીવવાનો ગુરુમંત્ર આપી જાય છે. આ “Forever”  એ સમયની  સાશ્વતતાનું પરિમાણ દર્શાવવાનો પ્રયત્ન કરતો શબ્દ……પણ સાશ્વતતાનું પરિમાણ કેવી રીતે હોઈ શકે? આ કાવ્યમાં કવિયત્રી કહે છે કે “Forever – is composed of Nows” અર્થાત પસાર થતી જતી પ્રત્યેક ક્ષણમાંજ સાશ્વતતા સમાયેલી છે. આ પ્રત્યેક ક્ષણજ સમયની અનંતતાનો મુકામ છે.  

આપણે સૌ જીવનનો મોટા ભાગનો તબક્કો એવું માનીને જીવતા હોઈએ છીએ કે આપણી પાસે હજી ઘણો સમય છે. અને સમય આવે આપણે પણ જિંદગીને જીવી લઈશું, માણી લઈશું. It is not uncommon for people to spend their whole life waiting to start living. પણ નક્કર વાસ્તવિકતા એ છે કે માત્ર આ ક્ષણજ આપણી માલિકીની છે. આવતી ક્ષણે નિયતિએ શું નિર્મિત કરેલું હશે તે કોઈ જાણતું નથી. As Eckert Tolle mentioned in his book titled “The Power of Now” that realize deeply that the present moment is all you have. Make the NOW the primary focus of your life. અને એ જ વાત કવિયત્રીએ આ કાવ્ય દ્વારા રજુ કરી છે. તારી વહી જતી દરેક ક્ષણ અને તારી અનુભવાતી દરેક પળ એ જ સાશ્વતતાનો મુકામ છે. 

કહેવાય છે કે “Past is history, future is mystery, only present moment is our present”. અર્થાત ભૂતકાળની ભવ્યતા (કે ભૂતાવળ) અને ભવિષ્યની અનિશ્ચિતતા વચ્ચે આ આજ જ આપણને મળેલી બક્ષિસ છે. વિધાતાએ દરેકને નિયત ક્ષણોની મૂડી આપેલી છે અને તેમાંથી અત્યારે આપણી પાસે કેટલી બાકી રહી છે તે કોઈ જાણી શક્યું નથી અને જાણી શકશે પણ નહિ…માટે આપણે દરેકે દરેક ક્ષણનો ઉત્સવ બનાવી  ઉજવી લઈએ અને આપણા હોવાનો મહોત્સવ બનાવી દઈએ. જીવનની દરેકે દરેક ક્ષણ તેની સાથે ક્યારેક આનંદની  હેલી ભેગી લાવે છે તો ક્યારેક વિષાદની સહેલી બનીને આવે છે. પણ આ આનંદ અને વિષાદની પળો વચ્ચે પણ  પરમાનંદનો અનુભવ કરી લઈએ તેમાંજ  જીવનની સાર્થકતા છે. “Live each day as if it were your last; love each day as if you will live forever.”

પ્રત્યેક ક્ષણને ઉજવી લેવાના મક્કમ નિર્ધાર સાથે આજે હું મારી કલામને વિરામ આપું છે. ફરી મળીશું આવતા અઠવાડિયે એક નવી કવિતા સાથે.તમારા માર્ગદર્શન અને અભિપ્રાયોની અપેક્ષા સાથે….

અલ્પા શાહ

1 thought on “૩૫ “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ 

  1. The poem selected is very interesting to let us know the truth of now and here, in this very moment. The Bhavanuvad is very effective, which drives the message home. Thanks for sharing. Very laudable effort, Alpa. Congratulations.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.