ઈંતજાર-
ઈંતજારમાં જે મજા છે એ મિલનમાં કેમ લુપ્ત થઈ જતી હશે ?
કોઈ જ વિરલા હશે જેણે જીવનમાં ક્યારેય ઇંતજાર નહી કર્યો હોય ?
ઈંતજાર ના કેટલાય પ્રકારો હોય છે!! ક્યારેક પ્રેમથી કોઈ ની રાહ જોવાતી હોય,કોઈ વાર ચિંતા મા,ક્યારેક વ્યગ્રતામા,ક્યારેક ગૂસ્સા મા,અભિમાન મા,બતાવી દેવા માટે,ઉત્સૂકતા મા,જીજ્ઞાસા મા,પીડા મા,માન મા,સ્વાર્થ મા,રીસામણા મા,કામ માટે,ગમ્મત મા,ગેમ મા,સાથ માટે,લાગણી માટે,સફર માટે આમ કેટલીએ રીતથી આપણે ઈંતજાર કરીએ છીએ!! દરેક ઈઅંતજાર મા આપણા ભાવ અલગ હોય છે,રીત અલગ હોય,માનસિકતા અલગ હોય છે!!ઇંતજાર, બાળપણથી આજ સુધી જીવનના અભિન્ન અંગ છે .
નાના હતા ત્યારે ભૂખ લાગી હોય તો, મમ્મી દૂધની બાટલી ભરી લાવે ત્યાં સુધી ઇંતજાર કરતા હતા. અરે, લંગોટ બગડ્યું હોય ત્યારે રડીને માને બોલાવી ખબર કરતાં. આ તો થઈ અભાન અવસ્થાની વાત જ્યારે બોલવા ચાલવા શક્તિમાન ન હતા. .પછી તો શાળામાં ગયા. પરીક્ષાના પરિણામ માટેની ઉત્કંઠા કોને નથી અનુભવી. ઇન્તજારની ઘડીઓ પસાર થાય અને સારા ગુણાંક આવે પછી, ચહેરો યાદ કરો !જીવનના દરેક તબક્કે ઇંતજાર કર્યો છે. ભાવના અલગ હોઈ શકે પણ ત્યાર પછી નો આનંદ કેવો મજાનો લાગતો હતો. જો કદાચ ધાર્યું પરિણામ ન આવે તો નિરાશામાં ઘેરાઈ જતા. યાદ છે ને ? અરે દાણા નાખનાર ની રાહ પક્ષી પણ જોવે છે ને ન હોય તો કલબલાટ કરી મૂકે છે!! શિવ ને ફરી પામવા પાર્વતીએ યૂગો સૂધી ઈંતજાર કર્યો! રાધા એ ક્રિષ્ન માટે આખી જીંદગી ઈંતજાર કર્યો ,સીતા એ રામ માટે કર્યો આજ સૃષ્ટી છે !
જુવાનીમાં પ્રિયતમ નો ઇંતજાર. લગ્ન પહેલાંના એ દિવસો. આજે પણ દિલમાં આનંદની લહેર પસાર થઈ જશે. લગ્ન પછી પતિ નોકરી પરથી પાછો ફરે. બારીએ ઉભો રહીને કે દરવાજા પર મીટ માંડીને બેસવું. ઇંતજાર હર કદમ પર કરીએ અને માણીએ છીએ. એની મીઠાશ વાગોળવાની મજા કંઈક ઔર છે. જો જીવનમાં ઇંતજાર પહેલું ખૂટતું હોય તો જીવન શુષ્ક લાગે. બાળકો મોટા થાય અને માતા તેમજ પિતા તેમના ઘરે આવવાનો ઇંતજાર કરે. જો ભૂલેચૂકે ગાડી લઈને ગયા હોય તો પિતા ગલીને નાકે ઊભા રહે. મા, મંદિરમાં એના હેમખેમ ઘરે આવવાની પ્રાર્થના કરે.
સિક્કાની બીજી બાજુ ની જેમ ઇંતજાર ક્યારેય કરવો ગમતો પણ નથી હોતો ! ઘરમાં લગ્નનો પ્રસંગ હોય અને જો સોની દાગીના સમયસર ન લાવે કે દરજી કપડા સમયસર ન લાવે તો શું સ્થિતિ થાય. તેને ગરમી બતાવો ને કહેવું પડે રાહ જોવડાવે તો પૈસા કાપી લઈશ. મા, હોસ્પિટલમાં બિછાના પર હોય અને ડોક્ટરના દર્શન ન થાય. ઇંતજારની ઘડી ખૂટે જ નહીં. મગજનો પારો ચડે એ નફામાં.પતિ સાંજે સિનેમા અને ડિનરમાં લઈ જવાનું વચન આપી છેલ્લી ઘડીએ ‘મિટિંગ નું બહાનું બતાવી દર્શન ન આપે.!
આવા તો કેટલાય રસપ્રદ કિસ્સા જીવનમાં બને અને ઇંતજાર સુખ કે દુઃખ આપે. માનો કે ન માનો ઇંતજાર કરવામાં અને કરાવવામાં મજા તો છે.! કરવો પડે તો કરવાવાળાને બે ચાર મણ મણની આપી દઈએ. જ્યારે કોઈને તેનો ત્રાસ આપે તો સામે ખાવાની તૈયારી પણ રાખવી પડે. જો ક્યારેય અનુભવ ન કર્યો હોય તો કરો જો જો !
ઇંતજાર પછી કશુંક મળ્યાનો આનંદ અને ન મળ્યાનું દુખ બંને પાસા આપણે જીવનમાં ક્યાંયક ને ક્યાંક અનુભવીએ છીએ આમ સીધે સીધું જે કઈ મળે તેમાં આનંદ કે સુખ એટલું થોડું હોય છે જેટલું ઇંતજાર પછી મળતું હોય છે .
સિક્કાની હોય બે બાજુ, નોખ નોખી દેખાય
એક વિના પણ રહે અધૂરો એ અધૂરો ગણાય
અદ્ભુત ક્રમ છે આ જીવનનો, ચાલ્યો આવે સદાય
ધીરજથી રાહ જોજો, ધાર્યું પાસું ઉપર આવી જાય
આજ્ઞાત કવિ
*******
“ઈંતેજાર”ના આવામોટા ભાગના પગથીએ હરકોઈ ક્યારેક ને ક્યારેક ઉભું જ હોય છે.
પણ એ અનુભવની આવી સ્પ્ષ્ટ અભિવ્યક્તિ તો પ્રવિણાબેન જ કરી શકે અમારા મન ભાવોને વાચા આપવા બદલ આભાર,બેન.
LikeLike