૩૩ “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ 

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો,

જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ”લેખમાળા અંતર્ગત આપ સૌનું સ્વાગત છે. આ લેખમાળા અંતર્ગત આ મહિને આપણે સંગીત અને જીવનસંગીતના  મહિમાને ઉજાગર કરતી વિવિધ ભાષાની કવિતાઓને જાણી તથા માણી રહ્યા છીએ. 

કહેવાય છે કે “Where words fail, music speaks” અર્થાત અંતરના જે ખૂણે  પહોંચવા શબ્દો ટૂંકા પડે ત્યાં સંગીત પહોંચી શકે. સંગીતમાં અંતરને સંતૃપ્ત કરવાની, લાગણીઓને ઢંઢોળવાની અને વેદનાને વહાવી દેવાની તાકાત રહેલી છે. જયારે  સંગીતકાર જયારે શબ્દોને સૂરનાતાંતણે પરોવી તેમાં ભાવનાનું આરોપણ કરે અને સુરીલા કંઠમાં વહેતુ મૂકે  ત્યારે એ સંગીત તમારા આત્માને અડકી શકવાની તાકાત ધરાવે છે. આજે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ”લેખમાળામાં સૂરની હેલી એટલે કે સંગીતનો આપણા મનોભાવો પરનો પ્રભાવ રજુ કરતી એક કવિતા જાણીશું અને માણીશું. આ અંગ્રેજી રચનાનું શીર્ષક છે “Music” જેના રચયિતાછે Walter de la Mare. તમે મૂળ કવિતા આ લિંક પર વાંચી શકશો. https://www.poemhunter.com/poem/music/   મેં અત્રે આ કવિતાના હાર્દનો ભાવાનુવાદ “સંગીતના સૂર કેરી હેલી…” ના શીર્ષક હેઠળ કરવાનો નમ્ર પ્રયાસ કરેલો છે.  

Walter de la Mare [1873-1956] is one of England’s greatest poets and a famous writer. He is especially famous for his children’s stories and horror stories. He is best known for his poem ‘The Listeners’ published in 1912 and his collection ‘Peacock Pie’ published in 1913. This was one of his first poems which was published in 1917

આ કવિતામાં કવિએ રૂપકોના માધ્યમ દ્વારા સંગીતની પોતાના પર કેવી અસર થાય છે તે ભાવને શબ્દદેહ આપેલ છે. અહીં કવિએ સંગીતને આ વિશ્વના  ચાલક બળની ઉપમા આપી છે જે ખુબ અનુરૂપ છે.  સંગીતની આપણા તન અને મન પર થતી અસરને વિજ્ઞાન પણ સમર્થન આપે છે. જયારે મન અતીતના ધુમ્મસમાં ઘેરાઈ જાય કે વિષાદના વાદળો માં અટવાઈ જાય ત્યારે સંગીતમાં આપણને આપણી એ મન:સ્તિથીમાંથી બહાર કાઢી શકવાની તાકાત છે

આપણે અગાઉ જોયું તેમ  મહાભારતના  શાંતિ પર્વના  184માં પ્રકરણમાં સાત મૂળભૂત સ્વરોનો ઉલ્લેખ છે. ષડજ (સા), રિષભ(રે), ગાંધાર(ગ), મધ્યમ(મ), પંચમ (પ), ધૈવત (ધ), નિષાદ (ની) – આ સાત મૂળસ્વરો જ આ શ્રુષ્ટિમાં ઉદ્ભવતા દરેકે દરેક નાદ કે ધ્વનિનું ઉદ્ભવ સ્થાન છે.  

આ સાત સ્વરોનો આપણા શરીરના સાત મૂળભૂત ચક્રો સાથે સીધી રીતે સંકળાયેલા છે. આ સાત સ્વરોના સમન્વયથી અસ્તિત્વમાં આવેલા વિવિધ રાગ આ ચક્રોને  પ્રદીપ્ત કરે છે. જેથી જે તે ચક્રને પ્રદીપ્ત કરવા અથવા તેમાં ઉર્જાનો સંચાર કરવા, અમુક ચોક્કસ રાગને ગાવામાં અથવા સાંભળવામાં આવે છે. આપણા વેદ અને શાસ્ત્રોમાં આ અંગે ખુબ ઊંડાણમાં માહિતી આપેલ છે. 

જ્યોતિષ શાસ્ત્રમાં એવો પણ ઉલ્લેખ છે કે આ દરેકે દરેક મૂળભૂત સ્વર કોઈક ચોક્કસ ગ્રહને પણ નિયંત્રિત કરે છે. જેમકે  ષડજ (સા) નો ચંદ્ર સાથે, રિષભ(રે) નો બુધ સાથે, ગાંધાર(ગ) નો શુક્ર સાથે, મધ્યમ(મ)નો સૂર્ય સાથે, પંચમ (પ)નો મંગળ સાથે, ધૈવત (ધ)નો ગુરુ સાથે અને નિષાદ (ની)નો શનિ સાથે સીધો સબંધ છે. 

આપણા વેદ અને શાસ્ત્રોમાં તો અનાદિકાળથી સંગીતનો મહિમા ગવાતો આવ્યો છે. કૃષ્ણની વાંસળીના સૂરે ગાય અને ગોપ-ગોપીઓના સુધબુધ વિસરાઈ જતા હતા તેજ રીતે સંગીતની આપણા માનસ પર સકારાત્મક અસર થાય જ છે. અને વિજ્ઞાને પણ હવે સંગીતની મનુષ્યના તન અને મન પર થતી સકારાત્મક અસરને સમર્થન આપ્યું છે. સંગીતને ભાષાના ભેદભાવ કે સરહદના સીમાડા ક્યારેય નથી નડતા. સંગીતની ભાષા તો આત્માની ભાષા છે જે અંતરમાંથી ઉદ્ભવે છે અને અંતર સુધી પહોંચે છે…

તો ચાલો આજે સાત મૂળભૂત ચક્રોને પ્રદીપ્ત કરતુ સંગીત સાંભળતા સાંભળતા મારી કલમને વિરામ આપું. ફરી મળીશું આવતા અઠવાડિયે એક નવી કવિતા સાથે.તમારા માર્ગદર્શન અને અભિપ્રાયોની અપેક્ષા સાથે….

અલ્પા શાહ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.