૩૨ “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ 

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો, “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત આપ સૌનું સ્વાગત છે. આ લેખમાળા અંતર્ગત આ મહિને આપણે આપણા જીવનના  એક સૂરીલા પાસા એટલેકે સંગીત અને જીવનસંગીતના  મહિમાને ઉજાગર કરતી વિવિધ ભાષાની કવિતાઓને જાણી તથા માણી રહ્યા છીએ. 

આપણા દરેકના જીવનમાં સંગીત એક અથવા બીજી રીતે વણાયેલું જ છે. સંગીત એટલે માત્ર શબ્દોને સૂરમાં ઢાળી રજુ કરવા ત્યાં સુધી સીમિત નથી. સંગીતકાર જયારે શબ્દોને સૂરના તાંતણે પરોવી તેમાં ભાવનાનું આરોપણ કરે અને સુરીલા કંઠમાં વહેતુ મૂકે  ત્યારે એ ગીત તમારા આત્મા સુધી સ્પર્શી શકે.

સૂક્ષ્મ રીતે જોવા જઈએ તો હર ઘડી હર પળ સરકતું જતું જીવન પણ એક લયબદ્ધ રીતે આગળ વધતા વધતા જીવનસંગીત રેલાવી રહ્યું છે. જીવનનું સંગીત એ શ્રાવ્ય કૃતિ નથી તો એક અનુભૂતિ છે જે માત્ર અંતરે અનુભવાય. આપણા જીવનનું સંગીત આપણે કેવી રીતે રેલાવવું છે તે ફક્ત આપણા પોતાના હાથમાં છે. આજે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ”લેખમાળામાં જીવનસંગીતના મહિમાને ઊજાગર કરતી એક કવિતા જાણીશું અને માણીશું. આ અંગ્રેજી રચનાનું શીર્ષક છે “Listening” જેના રચયિતાછે Amy Lowell. તમે મૂળ કવિતાઆ લિંક પર વાંચી શકશો. https://poets.org/poem/listening-0  મેં અત્રે આ કવિતાના હાર્દનો ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ કરેલો છે અને ” તું જ તારું જીવનસંગીત… “ની રચના કરેલ છે. 

“Listening” શીર્ષક હેઠળ રચાયેલી આ કવિતામાં કવિયત્રી Amy Lowell જીવનમાં પોતેજ સંગીત બની રેલાવવાનો ભાવ રજુ કરે છે. જીવનના પ્રત્યેક સંજોગોનો સામનો કરતા કરતા પણ કેવી રીતે સૂરીલું જીવનસંગીત રેલાવવું તેનો ભાવ વ્યક્ત કરે છેAmy Lowell was a poet, performer, editor, translator who devoted her life to the cause of modern poetry. During a career that spanned just over a dozen years, she wrote and published over 650 poems. She received the posthumous Pulitzer Prize for her collection “What’s O’Clock.” Dan Forrest – A famous composer used this poetry and composed and converted into a famous choir musical piece titled “You are the music”. This piece became winner of the 2006 Vanguard Premieres Choral Composition Contest.  Please check out this beautiful composition here https://danforrest.com/music-catalog/you-are-the-music/

અહીં જીવનસંગીતનો સૂક્ષ્મ અર્થ સમજવાનો છે. તમારું જીવનસંગીત કેવું રેલાશે તે માત્ર તમારા જ હાથમાં છે. જો તમે તમારા વિચારો અને કર્મોથી તમારી આસપાસ સેવાની ધૂણી ધખાવી શક્યા હોવ, જરૂરિયાતમંદના આંસુ લુછી શક્યા હોવ, મૌન વેદનાને સમજી શક્યા હોવ, સર્વેના મન અને હૃદયમાં શાંતિ અને શાતા પ્રસરાવી શક્યા હોવ તો સમજવું કે તમે સૂરીલું જીવનસંગીત છેડી રહ્યા છો.  કહેવાય છે કે ” Music is the ultimate healing force of the universe”. જયારે કોઈક સંગીતના માધ્યમ થકીજ સ્નેહ અને શાતાનો મલમ પ્રસરાવે ત્યારે તો સોનામાં સુગંધ ભળે. આજે મારે એક એવી વ્યક્તિનો ઉલ્લેખ કરવો છે કે જેમણે પોતાની ઈશ્વરદત્ત સંગીતકલાનો ઉપયોગ માત્ર સ્નેહ અને શાતા પ્રસરાવવા માટે કર્યો છે અને તે પણ કોઈ પણ જાતની નિજી વળતરની અપેક્ષા વિના. અમદાવાદ સ્થિત આદરણીય શ્રીમતી નમ્રતાબેન શોધનને તો આપ સૌ કદાચ ઓળખતાજ હશો. 

Her journey of spreading healing vibes and love through her singing started a few decades ago in 1998 under the name of “Satsang Parivar” in Ahmedabad, India when she started teaching soulful tunes to the women in the community. The divine musical voyage was started with the prime objective to support dialysis of kidney failure patients who cannot afford these lifesaving essential treatments. All the proceeds from the teaching were directed towards supporting this objective. Her musical journey took her through creating 45+ music albums (CDs) under her name. She also presented numerous theme based concerts conceptualized and supported by Dr. Darshana Thakkar (https://www.sparshfoundation.net/). Again, all the proceeds from selling the CDs as well as funds raised by concerts were channeled to support dialysis of needy kidney failure patients.COVID-19 pandemic did not deviate her from spreading love and healing through music. She served the community from her home through her soulful musical tunes and shared via social media. Spreading love and healing through music with absolutely no expectations or returns or remuneration or personal gains is not a small feat.

નામ તેવાજ ગુણ ધરાવતા નમ્રતાબેન પોતાની કલા થકી સૂરના સામ્રાજ્ઞિ તો છે જ પણ સાથે સાથે પોતાના સૂરીલા સંગીત થકી છેડેલા સેવાયજ્ઞ દ્વારા સૂરીલું જીવનસંગીત પણ રેલાવી રહ્યા છે. એમના “સારેગમથી સારવાર”ના સેવા યજ્ઞને સો સો સલામ અને પ્રણામ. May she continue to use the power of music to heal, transform and inspire for the years to come!!

તો ચાલો આજે નમ્રતાબેન ના કંઠે ગવાયેલ એક સૂરીલા અને ખુબ પ્રેરણાદાયી ગીતને સાંભળતા સાંભળતા મારી કલમ ને વિરામ આપું છું. ફરી મળીશું આવતા અઠવાડિયે એક નવી કવિતા સાથે.તમારા માર્ગદર્શન અનેઅભિપ્રાયોની અપેક્ષા સાથે….

– અલ્પા શાહ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.