૩૧ “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ 

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો, “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત આપ સૌનું સ્વાગત છે. આ લેખમાળા અંતર્ગત આ મહિને આપણે સંગીત અને સંગીતના મહિમાને ઉજાગર કરતી વિવિધ ભાષાની કવિતાઓને જાણી તથા માણી રહ્યા છીએ. 

શ્રી વેદવ્યાસ રચિત મહાભારત ગ્રંથના શાંતિ પર્વમાં ઉલ્લેખ છે કે સમગ્ર બ્રહ્માંડને માત્ર એક જ પરિમાણ છે અને તે છે ૐકારનો ઘ્વનિ (Sound) અથવા તો નાદ. અને એટલા માટેજ નાદને બ્રહ્મ તરીકે પ્રસ્થાપિત કરેલ છે. મહાભારતમાં શાંતિ પર્વના  184માં પ્રકરણમાં સાત મૂળભૂત સ્વરોનો પણ ઉલ્લેખ છે. ષડજ (સા), રિષભ(રે), ગાંધાર(ગ), મધ્યમ(મ), પંચમ (પ), ધૈવત (ધ), નિષાદ (ની) – આ સાત મૂળસ્વરો જ આ શ્રુષ્ટિમાં ઉદ્ભવતા દરેકે દરેક નાદ કે ધ્વનિનું ઉદ્ભવ સ્થાન છે. ભારતીય શાસ્ત્રીય સંગીત હોય કે Western Classical Music – આ સાત સ્વરો જ સંગીત શાસ્ત્રના પાયામાં છે. દેશ વિદેશમાં ઘણા કવિઓએ  સંગીતના માહાત્મ્યને શબ્દો દ્વારા વહાવેલ છે. સંગીતને જુદી જુદી ઉપમા અને રૂપકો દ્વારા શબ્દોમાં કંડારેલ છે. અને સંગીત મનુષ્યના અસ્તિત્વ સાથે  અભિન્ન રીતે વણાયેલું છે તેની સાબિતી શબ્દો દ્વારા આપે છે. આજે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળામાં આવીજ એક સંગીતના મહિમાને ઊજાગર કરતી કવિતા જાણીશું અને માણીશું. આ અંગ્રેજી રચનાનું શીર્ષક છે સંગીત અથવા “Music” અને તેના રચયિતા છે A.S.J. Tessimond. તમે મૂળ કવિતા આ લિંક પર વાંચી શકશો. https://goffjamesart.wordpress.com/2021/02/08/poetry-plus-music-a-poem-by-arthur-s-j-tessimond/ મેં અત્રે આ કવિતાનો ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ કરેલો છે.

ખુબ સરળ બંધારણમાં રચાયેલી આ કવિતામાં કવિએ સંગીતની સરખામણી abstract comparison દ્વારા કરેલી છે. સંગીતના આપણા ભીતર સાથેના જોડાણને શબ્દો દ્વારા આલેખ્યું છે. મૂળ અંગ્રેજી રચનાના અમુક શબ્દોમાં ખુબ ગુઢાર્થ રહેલ હોય તેમ જણાય છે  જેમકે “If only the one thread broke.” જે મારી સમજથી પર છે. જો  તમને આ વાક્યનું હાર્દ સમજાય તો મને ચોક્કસ જણાવજો. અને મૂળ રચનાના કેટલીક પંક્તિઓ સાથે હું સહમત નથી જેમકે “But leaves no mark”. મારા મતે તો સંગીત આપણા મન અને આત્મા પર એક અમીટ છાપ છોડી જાય છે. કદાચ મૂળ રચનામાં કવિ કંઈક અલગ રજુ કરવા માંગતા હશે જે હું સમજી શકતી નથી.

ASJ Tessimond was considered an eccentric poet during his time. Born in Birkenhead near Liverpool in 1902, poet A.S.J. Tessimond is perhaps not the most well-known British poets of the 20th Century He suffered for most of his life from bipolar disorder. As a child Tessimond was engrossed in music. Majority of his poems contains vivid and wide imagination. Many scholars consider him as an imagist and perhaps that is what is being visualized in this poem titled “Music”

સંગીતના મહિમાને આ કવિતામાં આ British કવિએ તો ઉજાગર કર્યોજ છે. પણ ભારતીય સંસ્કૃતિમાં તો સંગીતનું માહાત્મ્ય આદિ-પુરાણ કાળ થી સ્થાપિત થયેલ છે. સમગ્ર વિશ્વમાં પ્રાચીન ભારતમાં ધ્વનિ અને સંગીતનું વિષે જેટલું ઊંડાણપૂર્વક સંશોધન કરવામાં આવેલ છે તેવું બીજે ક્યાંય કરવામાં આવેલ નથી. પાનીની, પતંજલિ, ભર્તૃહરિ, નંદિકેશ્વર, અંજનેયા અને ભરત જેવા ધુરંધરોએ  ધ્વનિ, સંગીત અને સર્જનના રહસ્યને ઉજાગર કરવામાં ફાળો આપ્યો છે. હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ અનંત અનાદિ સર્જનાત્મક ધ્વનિ ॐ (ૐકાર) ને મૂળ ધ્વનિ તરીકે પ્રસ્થાપિત કરે છે.  ૐકારનો નાદ તો અવકાશમાં પણ સતત ગુંજી રહેલ છે અને  NASAએ તેનું વૈજ્ઞાનિક સમર્થન આપેલ છે. અને તેથીજ કદાચ આ ૐકારના સ્પંદનને બીજા કોઈ પણ શ્રાવ્ય અવાજ કરતા આત્માની સૌથી નિકટ માનવામાં આવે છે અને તે આ બ્ર્હમાંડના તમામ તત્વો, પદાર્થો અને ઉર્જાનું ઉત્પત્તિ સ્થાન માનવામાં આવે છે. ૐકારના મૂળ પર રચાયેલા આ સંગીત શાસ્ત્રની મનુષ્યના મન અને શરીર પર કેવી કેવી અસર થાય છે તે આપણે આવતા અઠવાડિયે સમજીશું 

ત્યાં સુધી આ  ૐકારના  નાદથી ભીતરને ઉજાગર કરતા હું મારી કલમ ને વિરામ આપું છું. ફરી મળીશું આવતા અઠવાડિયે એક નવી કવિતા સાથે.તમારા માર્ગદર્શન અનેઅભિપ્રાયોની અપેક્ષા સાથે….

–    અલ્પા શાહ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.