૩૦ “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો,

સપ્ટેમ્બર મહિનાના પ્રથમ ગુરુવારે “જ્યાં ન પહોંચે રવિ ત્યાંપહોંચે કવિ”લેખમાળા અંતર્ગત આપ સૌનું સ્વાગત છે. નવો મહિનો એટલે નવો વિષય. આમ તો મારા માટે આ મહિનો એક ખાસ મહિનો છે અને આ મહિનાનો વિષય પણ મારા હૃદયની ખુબ નજીક છે.

ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે “वेदानां सामवेदोऽस्मि” અર્થાત વેદોમાં હું સામવેદ છું. અને સામવેદ એટલે સંગીતનું ઉદ્ભવસ્થાન. ભક્તિયોગમાં નવધા ભક્તિના નવ પગથિયાં પણ સંગીતના સાથ વગર શક્ય નથી. હા,મિત્રો આ મહિનાનો વિષય છે “સંગીત” અર્થાત music. સંગીત- પ્રકૃતિનું એક અવિભાજ્ય અંગ.સંગીત એટલે સૂર,લય અને તાલનો સુભગ સમન્વય.માતાના ગર્ભમાં માતાના હૃદયના તાલબદ્ધ ધબકારા એ જીવની સંગીત સાથેની પહેલી ઓળખાણ જે તેના પોતાના હૃદયના ધબકારા સ્વરૂપે તેના છેલ્લા શ્વાસ સુધી સાથે રહે છે. જે દિવસે આ જીવનસંગીત વિલાયું તે દિવસે બધુજ નિઃશબ્દ! પ્રકૃતિમાં પણ ઠેર ઠેર સંગીત વિખરાયેલું નજરે ચઢે છે. સાગરના ભરતી-ઓટમાં સંગીત તો પવને મુકેલી આંધળી-દોટમાં સંગીત. પંખીઓના કલરવમાં સંગીત તો ભ્રમરના ગુંજનમાં સંગીત… આમ સંગીતએ તો માનવજીવન સાથે અભિન્ન રીતે વણાયેલું છે. અને કદાચ તેથીજ દુનિયાભરના સાહિત્યકારો એ સંગીત અને જીવનસંગીત વિષે ઘણી બધી રચનાઓ કરી છેઅને આ મહિને આપણે “જ્યાં ન પહોંચે રવિ ત્યાંપહોંચે કવિ” લેખમાળા અંતર્ગત સંગીત અર્થાત music ઉપર  જુદી જુદી ભાષાઓમાં રચાયેલી કવિતાઓ અને તેમનો ભાવાનુવાદ જાણીશું અને માણીશું. 

સંગીત એ સાત સૂરો થકી મધુર ધ્વનિ પીરસતું શાસ્ત્ર. અને આપણે સૌ જાણીએ છીએ તેમ સંગીતને મુખ્ય બે પાસામાં વહેંચી શકાય – ગાયન અને વાદન. વાદનમાં કોઈ વાદ્ય થાકી ધ્વનિ ઉત્પન્ન થાય છે. જયારે ગાયન માં શરીરની સ્વરપેટી એક વાદ્ય બની રહે છે. આજે આપણે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ ” લેખમાળા અંતર્ગત ગાયનના મહિમાને ઉજાગર કરતી એક અંગ્રેજી કવિતાને જાણીશું અને માણીશું. આ કવિતાનું શીર્ષક છે “The Gift to Sing” અર્થાત સૂરીલી બક્ષિશ. જેના કવિ છે James Weldon Johnson. તમે મૂળ અંગ્રેજી રચના આ લિંક પર જોઈ શકશો. https://poets.org/poem/gift-sing

Born in 1871 in Jacksonville, Florida, Johnson was heavily influenced by his mother, who passed on her love of music and literature, interests that would follow him throughout his multifaceted career. He was a distinguished lawyer, a diplomat as well as a composer and singer. આ કવિતામાં કવિ ગીત ગાવાની પ્રક્રિયાને એક અમૂલ્ય બક્ષિશ ગણે  છે અને સૂરીલા ગીત ગાતા ગાતા  જિંદગીના દરેક ઝંઝાવાતોમાંથી સરળતાથી પસાર થઇ શકવાની વાત કરે છે. ખુબ સાદા અને સરળ શબ્દોમાં વહેતી કવિની ભાવનાની પરાકાષ્ઠા અંતિમ પંક્તિઓમાં જોવા મળે છે જેમાં કવિ રજુ કરે છે કે જ્યાં સુધી પોતે ગીત ગાઈ શકે છે ત્યાં સુધી તે પોતે સમય થી પર અને ભૂતકાળ અને ભવિષ્યકાળની સઘળી જંજાળોમાંથી મુક્ત છે. ગાવું એ તેમના માટે એક પ્રક્રિયા થી અનેક ગણું વિશેષ છે. સપ્તસૂરોના સથવારે કવિ જીવનસાગર તરી જવાની વાતને વહેતી મૂકે છે. 

Singing અર્થાત ગાવાની પ્રક્રિયામાં મન, શરીર અને આત્મા (mind, body and soul) ત્રણેય સક્રિય બની એક સુભગ સમન્વય રચે છે. મનોવિજ્ઞાન કહે છે કે ગાવાની પ્રક્રિયા આપણી ભીતર ધરબાયેલી લાગણીઓને વહી જવાનો એક ઢાળ આપે છે. Singing gives outlet to empty out our emotions. અને આ ધરબાયેલી લાગણીઓ(repressed emotions) કેટલાય રોગોનું મૂળ છે. Singing also release the hormone named endorphins, the brain’s ‘feel-good’ chemical. This hormone is responsible for overall lifting of the mood and feeling of happiness. It gives a feeling of euphoria, so it’s all associated with a reduction in stress.  ગાવાની પ્રક્રિયા આપણા શરીર માટે પણ એટલીજ ફાયદાકારક છે જેટલી આપણા મન માટે. It improves your lung capacity and strengthen the vocal cords and stabilize breathing. Which in turn increases immunity. The same benefits can be acquired by playing music.  આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો કીર્તન એ નવધા ભક્તિનું દ્વિતીય પગથિયું છે. કીર્તન આપણા આંતરમનને પ્રભુ સાથે જોડાવાનો એક માર્ગ ખુલ્લો કરી આપે છે. કીર્તન સપ્તસૂરોના સાંનિધ્યમાં પરમ પરમાત્મા સાથેના  નૈકટ્યની અનુભૂતિ કરાવે છે

સંગીત અને ગાવું એ એક કળા છે જે કદાચ બધાને હસ્તગત ના પણ થઇ હોય પણ તે છતાંય દિવસનો થોડો સમય સંગીતના સથવારે કાઢવાથી મન, શરીર અને આત્મા પ્રફુલ્લિત થઇ જાય. અને સાચેજ આ સપ્તસૂરના સંગે તમે એકવાર રંગાવો પછી તે જીવનની દરેક અવસ્થામાં તમારો સાથ નિભાવે…Afterall music is the language of the soul…

તો ચાલો આજે હું આ સૂરીલી બક્ષિશના હાર્દને વાગોળતા વાગોળતા મારી કલમને વિરામ આપું. ફરી મળીશું આવતા અઠવાડિયે એક નવી કવિતા સાથે.તમારા માર્ગદર્શન અનેઅભિપ્રાયોની અપેક્ષા સાથે….

–    અલ્પા શાહ

2 thoughts on “૩૦ “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.