૨૮ “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો,

“જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળામાં આપનું સ્વાગત છે. આ મહિને આપણે પ્રેરણાદાયી કવિતાઓ એટલે કે inspirational poems વિષય પરની  વિવિધ  ભાષાની કવિતાઓને જાણી અને માણી રહ્યા છીએ. ગયા ગુરુવારે ફરી એક વાર અનિવાર્ય સંજોગોના લીધે લેખ મૂકી શકી ન હતી તો તે બદલ માફી ચાહું છું. 

પ્રેરણાદાયી કવિતાઓ એટલે કે inspirational poems આપણા જીવનમાં શું ભાગ ભજવી શકે છે એ મેં જાતે અનુભવ્યું છે.જિંદગીના બદલાયેલા વહેણ સાથે તરવામાં આવા પ્રેરણાદાયી શબ્દો હલેસાની ગરજ સારે છે. અમુક પ્રેરણાદાયી શબ્દોને સહારે મુરઝાઈ ગયેલી જિંદગી ફરી ખીલી ઉઠે છે. અને આજ તો શબ્દોમાં રહેલી શક્તિ છે. Words have energy and power to help, to heal and to humble. અને આવાજ અમુક પ્રેરણાદાયી શબ્દોને કે જે મારા અત્યંત પ્રિય છે તેને આજે મારે તમારી સાથે વહેંચવા છે. 

આજે આપણે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” અંતર્ગત કવિવર શ્રી રબીન્દ્રનાથ ટાગોર રચિત સુપ્રસિદ્ધ કવિતા અર્થાત એકલા ચાલો રે નો ભાવાનુવાદ જાણીશું અને માણીશું. 1905માં રચાયેલી આ કવિતાનો ભારતની લગભગ દરેક ભાષામાં ભાવાનુવાદ થયેલો છે. શ્રી મહાદેવભાઈ દેસાઈ દ્વારા “તારી હાંક સુણી કોઈ ન આવે…” એ કવિતા રૂપે ગુજરાતીમાં અનુવાદ થયેલો છે. લગભગ બધાજ પ્રખ્યાત ગાયક/ગાયિકાઓ એ આ રચનાની રજુઆત કરી છે અને હિન્દી અને બંગાળી સિનેમામાં પણ આ રચનાની પ્રસ્તુતિ થયેલી છે.  ગુરુદેવની ગૂઢ અને ગહન રચનાઓનો ભાવાનુવાદ કરવાની મારીકોઈજ પાત્રતા નથી પણ છતાંયે અત્રે આ રચનાનો ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ કરેલો છે. 

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન રચાયેલી આ કવિતા મહાત્મા ગાંધીજીની અત્યંત પ્રિય રચના હતી. આ કવિતાની વિશેષતા એ છે કે આ કવિતાનું સ્વરાંકન અને ગાયન પણ ગુરુદેવે પોતે કરેલું હતું. બાઉલ (baul) ઢાળમાં સ્વરબદ્ધ થયેલ આ બંગાળી ગીત/કવિતા  સાંભળતાજ  ભાષાના સીમાડાઓથી પર એક અનોખા જોમ અને જુસ્સાનો અંગેઅંગમાં સંચાર થઇ જાય છે.

“એકલા ચાલો રે..” – કેટલી ગહન અને ફિલસુફી ભરેલા સરળ શબ્દો…મારા, તમારા સૌના જીવનમાં લગભગ એવા સંજોગો ઉભા થતાંજ હોય છે જ્યાં તમારે તમારા ધ્યેય સુધી પહોંચવા એકલાજ આગેકૂચ કરવી પડે છે. And the journey towards our goal is going to be full of obstacles and obstructions. અને ગુરુદેવે એ બધીજ મુશ્કેલીઓ અને વિટંબણાઓને સર કરીને પણ એકલા આગળ વધતા રહેવાની શીખ આપી છે. અને માત્ર એકલા આગળ વધવાનીજ નહિ પણ પોતાના અંતરના અવાજને વાચા આપી અને સ્વયં દીપ બની અજવાળું ફેલાવતા એટલેકે પોતાના કાર્યો અને કર્મોથી ઉજાસ ફેલાવતા આગળ વધવાની શીખ આપી છે.

અને આપણી  જિંદગીની સફર માત્ર અને માત્ર આપણી પોતાની જ છે. કદાચ આપણી સાથે કોઈક થોડો સમય સાથ આપી શકે, કોઈક થોડો સમય ચાલી શકે પણ છેવટે તો આપણેજ આપણી સફર કાપવાની છે. I love this quote by Rumi.” “It’s your road, and yours alone. others may walk it with you, but no one can walk it for you.” હા, એકલા ચાલતા  ચાલતા ક્યારેક પથમાં  આવતી અડચણોથી નાસીપાસ થઇ જઈએ ત્યારે ગુરુદેવના આ જોમ અને જુસ્સા સાથેના શબ્દો યાદ કરી લઈએ તો ફરી પાછા એકલપંડની આ સફર પર આગળ ચાલી શકીએ.  

આધ્યાત્મિક રીતે વિચારીએ તો પણ આપણે સૌ આ દુનિયામાં એકલા જ આવ્યા અને એકલાજ જવાના…અને આપણી આજુબાજુના આ જે કઈ સબંધો છે તે તો આ શરીરના સબંધો છે બાકી આ અજર અમર અવિનાશી આત્માતો આ સૌ સબંધો થી પર છે અને તેને તો માત્ર પરમાત્મા સાથેજ સબંધ છે. અને આત્માની અનંત ગતિતો એકલપંડે જ હોવાની… 

તો ચાલો આજે હું આ પ્રેરણાદાયી કવિતાના હાર્દને મમળાવતા મમળાવતા મારી કલમને વિરામ આપું. ફરી મળીશું આવતા અઠવાડિયે એક નવી પ્રેરણાદાયી કવિતા સાથે.તમારા માર્ગદર્શન અનેઅભિપ્રાયોની અપેક્ષા સાથે….

–    અલ્પા શાહ

2 thoughts on “૨૮ “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

  1. આત્માની અનંત ગતિતો એકલપંડે જ હોવાની… I love it . Please expand in the next series, if you can. Thank you very much.

    Like

    • Thank you so much uncle for your kind words!! I will expand it further in some other article in future based on my limited understanding of the subject.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.