૨૭ “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો,

ઓગસ્ટ મહિનાના પ્રથમ ગુરુવારે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત આપ સૌનું સ્વાગત છે. નવો મહિનો એટલે નવો વિષય. કહેવાય છે કે જિંદગીની દિશા ક્યારે અને કઈ બાજુ ફંટાશે તેની કોઈ ખાતરી કે ગણતરી નથી. સીધી ધારે વહી જતી જિંદગી જયારે અચાનક દિશા બદલે ત્યારે આપણે સૌ માનવસહજ હતપ્રભ થઇ જઈએ છીએ અને એ વખતે કોઈ સાચો માર્ગદર્શક કે પથદર્શક જીવનમાં મળી જાય તો જિંદગીના બદલાયેલા વહેણ સાથે તરવામાં થોડી સરળતા રહે છે. ઘણી વખત શબ્દો પણ માર્ગદર્શકની ગરજ સારે છે. પ્રેરણાદાયી એટલે કે inspirational સાહિત્યમાં પણ જબરજસ્ત શક્તિ રહેલી છે. આ મહિને આપણે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત જુદી જુદી ભાષાઓમાં રચાયેલી inspirational poems અર્થાત પ્રેરણાદાયી કવિતાઓ અને તેમનો ભાવાનુવાદ જાણીશું અને માણીશું. 

આજે આપણે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” અંતર્ગત પ્રખ્યાત British કવિ William Ernest Henley દ્વારા રચિત સુપ્રસિદ્ધ પ્રેરણાત્મક કવિતા “Invictus” અર્થાત “અજેય…”નો ભાવાનુવાદ જાણીશું અને માણીશું. તમે મૂળ અંગ્રેજી કવિતા આ લિંક પર માણી શકશો. https://www.familyfriendpoems.com/poem/invictus-by-william-ernest-henley

Invictus જે એક લેટિન શબ્દ છે જેનો અર્થ છે unconquerable or undefeated અર્થાત અજેય. આ રચનાના કવિ છે William Ernest Henley. He was a famous British poet, critic, and editor who in his journals introduced the early work of many of the great English writers of the 1890s. He had one of his legs amputated at the age of 17. He wrote this poem while healing from the amputation.

આપણા સૌના જીવનની ધારામાં અચાનક અને ભયાનક વળાંકો આવતાજ રહે છે. બદલાતા રહેતા સંજોગો અને સમય સાથે વહેતી રહે તેનું નામ જ જીવન. આ અચાનક અને ભયાનક આવ્યા વળાંકોને આવતા રોકી શકવાતો આપણા હાથમાં નથી પણ આ સંજોગોનો સામનો કેવી રીતે આપણે કરીએ છીએ તેના પરથીજ વળાંકો પાર કર્યા  પછીના આપણા જીવનની દશા અને દિશા નક્કી થશે. એવું જ કંઈક કવિએ આ રચનામાં રજુ કર્યું છે. આ કવિતાની દરેક દરેક પંક્તિમાં કવિની નીડર અને નિર્ભય મનોદશા પ્રતીત થાય છે. ગમે તેટલા વિકટ સંજોગોની વચ્ચે પણ પોતાનું ખમીર અકબંધ રાખીને આગળ વધતા રહેવું એનો સંદેશ આ કવિતા આપી જાય છે. છેલ્લી પંક્તિઓમાં કવિ પોતે એક અનોખા આત્મવિશ્વાસથી કહે છે કે તે પોતેજ પોતાની નિયતિના નિર્માતા અને આત્માના વિધાતા છે. 

Adversities એટલેકે મુશ્કેલીઓ તો જીવનનું અવિભાજ્ય અંગ છે. જે રીતે અશ્રુ વગરના નયનોની કલ્પના કરવી અશક્ય છે તે રીતેજ મુશ્કેલીઓ વગરના જીવનની કલ્પના અસ્થાને છે. Albert Einstein said that Adversities introduces to the man himself. આપણા જીવનમાં આવતી મુશ્કેલીઓજ આપણને આપણો સાચો પરિચય કરાવે છે. આપણો અરીસો બનીને આવતી મુશ્કેલીઓજ આપણી આત્મશક્તિઓને ઢંઢોળીને બહાર કાઢે છે. જે રીતે ભરતી અને ઓટ તો આવે અને જાય પણ સૂર્યનો નિરંતર ઉદય થાય જ છે, તે રીતે આપણે પણ જીવનમાં આવતી ભરતી અને ઓટનો હિમંતપૂર્વક સામનો કરી આપણા આત્મવિશ્વાસના તેજ દ્વારા આપણા આત્મા રૂપી સૂર્યનો નિત્ય ઉદય કરવાનોજ છે.

તો ચાલો આજે હું આ પ્રેરણાદાયી કવિતાના હાર્દને મમળાવતા મમળાવતા મારી કલમને વિરામ આપું. ફરી મળીશું આવતા અઠવાડિયે એક નવી પ્રેરણાદાયી કવિતા સાથે.તમારા માર્ગદર્શન અનેઅભિપ્રાયોની અપેક્ષા સાથે….

–    અલ્પા શાહ

3 thoughts on “૨૭ “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

  1. અલ્પા,આત્મવિશ્વાસથી અને કૃષ્ણ પરની અડગ શ્રધ્ધા દર્શાવતી ચોંટદાર કવિતા. અભિનંદન હ્રદયપૂર્વક

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.