અજ્ઞાતવાસ-૨૯

વિશ્વનાં નંબર વન ઘોડાનાં ટ્રેનર Gosden સાથે હું

વહેલી સવારે હું ઊઠ્યો ત્યારે કેટલાય દિવસો પછીની મારી એ સુંદ સવાર હતી.હું ઘોડાની રેસ રમતો. ઘોડા મને ખૂબ ગમતાં,તેમને જોઈને જ હું રોમાંચિત થઈ જતો, પણ મને ઘોડે સવારી કરતાં કે ઘોડાની ઉપર Saddle કેવીરીતે મૂકવાનું ?એના આગલાં બંને પગમાં bandages કેવીરીતે લગાવવાનાં?તેમને શું કેટલું કયારે ખવડાવવાનું?પાણી કેટલું પીવડાવવાનું? કશી જ ખબર ન હતી.
રેસકોર્સની પાછળ દરેક ઘોડાને રાખવાની જુદી જગ્યા હોય.ત્યાં જ બધાં હોટવોકર,ગ્રુમ,ટ્રેનર વિગેરેને રહેવાનાં અપાર્ટમેન્ટ પણ હોય..મને પંદર દિવસ સુધી એ લોકોએ મારે ઘોડાને શું શું ?કેવીરીતે કરવાનું ?બધી ટ્રેઈનીંગ આપી.આમાં મારી સહેત માટે સૌથી સારું એ થયું કે ઓપરેશન પછી મારે ખૂબ ચાલવાનું હતું.મને એવી જોબ મળી જેમાં મારે સવારે પાંચ વાગે ઊઠીને ઘોડાને એક્સરસાઈઝ કરાવવા,તેમજ રેસકોર્સ પર ચલાવવા લઈ જવો પડે.તેમજ રોજ ઘોડો તેનાં પ્રેક્ટીસનાં રાઉન્ડ દોડે પછી કુલ ડાઉન કરાવવા પાછો તેને અડધો કલાક ચલાવવો પડે. ઘોડો સવારે દોડે અને એક્સરસાઈઝ કરે એટલે તેનાં હાર્ટબીટ્સ ખૂબ વધી જાય,તે ચાલતો રહે એટલે ધીરેધીરે તેનાં હાર્ટબીટ્સ ઓછા થાય.ઘોડાની સાથે મારું સવાર સાંજનું થઈ બે કલાકનું ચાલવાનું ,તેમજ ઘોડાને એક્સરસાઈઝ કરાવતાં મારી પણ થોડી એક્સરસાઈઝ થઈ જતી.સવારમાં ચાલતાં પહેલાં ઘોડાને પાણી આપતાં,હું પણ મારી કબજિયાત મટાડવા ખૂબ પાણી પીતો થઈ ગયો. સવાર-સાંજની ખુલ્લી હવામાં પાણી પીને ચાલતાં ,મારાં આંતરડાં માટે અને ઘા રુઝવવામાં પણ સારું થઈ ગયું. સફેદ પ્રવાહી ભરાતું સદંતર બંધ થઈ ગયું. હું ખાવાનું પણ ભાઈનાં મિત્ર વૈદ્યસાહેબ કહે તેમ ,જાતે બનાવી ,ગરમ સૂપ અને હલ્કું,તળ્યા વગરનું અને મરચાં વગરનું ખાવાનું ખાવા લાગ્યો. અને મારા ગમતાં ઘોડાઓ સાથે અનેક લોકો સાથે હું આનંદથી રહેવા લાગ્યો અને મારી તબિયત દિવસે દિવસે સુધરવા લાગી.
લોસએન્જલસમાં ત્રણ રેસટ્રેક છે.Santa Anita racetrack જ્યાં મેં કામ કરવાનું શરુ કર્યું.બીજો Hollywood Park અને સૌથી સુંદર Delmar race track જે સેન્ડીયાગોનાં દરિયા કિનારા પાસે છે.મારી Santa Anita racetrack પર જોબ ચાલુ થઈ ત્યારે મારો જે ટ્રેઈનર હતો તેનું નામ Craig Lewis હતું.પછી હું Danny ,Brain Sweeney વિગેરે પાસે પણ ઘોડાઓ અંગે ઘણું શીખ્યો.હું આ જે બધાં ટ્રેઈનરો પાસે ટ્રેઈન થયો,તેઓ આગળ જતાં ખૂબ મોટાં નામી ટ્રેઈનરો ગણાવાં લાગ્યાં.પણ બધાંને હું ભણેલો,ગણેલો,આવું સરસ અંગ્રેજી બોલતો,સારા ઘરનો છોકરો હોવા છતાં આવી નોકરી કેમ કરું છું?તે જ વિચાર આવતો.
એ જ દિવસોમાં ક્રાફેટેરિયામાં મને પીટર મળી ગયો. તે મને સ્પેનીશ કે મેક્સીકન સમજતો હતો.મને સરસ ઈંગ્લીશ બોલતો સાંભળી તે વિચારમાં પડી ગયો ! તેને તો એમજ કે ઈંગ્લીંશ કે આઈરીશ લોકોજ સારું અંગ્રેજી જાણે.હું હવે ઘોડાઓની બાબતનો પણ ખૂબ જાણકાર થઈ ગયો હતો. પીટરને હું બહુ ગમી ગયેલો. તેની ગર્લફ્રેન્ડ ઇંગ્લેંડની ઓરીજીનલ હતી. પીટરને સારું ઈંગ્લીંશ આવડે નહીં એટલે તેની ગર્લફ્રેન્ડ ઈંગ્લેન્ડ ગઈ,ત્યારે પીટરને બધાં લવલેટર હું લખી આપું. તેની ગર્લફ્રેન્ડને ખબર પડી ગઈ કે પીટર આટલાં સાચા સ્પેલીંગ સાથેનું આવું સાચું ઈંગ્લીશ લખી ન શકે. તેને ખબર પડી ગઈ કે આ લવલેટર બીજું કોઈ લખે છે.તેને ખબર પડી કે આ લવલેટર હું લખતો હતો ,પછી તો અમે ખૂબ હસ્યાં અને મારી પીટર સાથેની દોસ્તી ખૂબ ગાઢ થઈ ગઈ. પીટર પૈસાવાળો ખેડૂતનો દીકરો હતો.તે ઘોડાનો ખૂબ જાણકાર પણ બહુ ભણેલો નહીં.તે મને તેની ગાડીમાં હોસ્પિટલ ચેક અપ માટે લીઝા પાસે ,મારાં પ્રોટીનનાં ડબ્બા અને વિટામિનની દવા તેમજ એકસ્ટ્રા ગ્રોસરી લેવા અને જુદી જુદી સારી રેસ્ટોરન્ટમાં જમવા પણ લઈ જતો.તે મને હંમેશા કહે,”તારે Gosden સાથે કામ કરી ટ્રેનીંગ લેવી જોઈએ.”Gosden ઈગ્લીંશમેન ,તેની પાસે ટ્રેનીંગ લેવા લોકો લાઈનમાં ઊભેલા.મને એમ કે મારો નંબર ત્યાં કેવીરીતે લાગે? પણ પીટર કહે તેનો આસિસ્ટન્ટ મને ઓળખે છે,તને ઘોડાનું હવે સરસ જ્ઞાન છે અને તું અંગ્રેજી જાણે છે,તને જોબ મળી જશે. Gosden જે પાછળથી આખી દુનિયાનો નંબર વન ટ્રેનર ગણાયો,તેની પાસે મને ટ્રેનીંગની જોબ મળી ગઈ.હું મારી જાત માટે એટલો ગર્વ અનુભવતો કે મને દુનિયાનાં નંબર વન ટ્રેનર પાસે ટ્રેનીંગ લેવા મળી.
John Gosden એકદમ અંગ્રેજ pompous (રૂઆબદાર) માણસ હતો.પણ Gosden બીજા બધાં કરતાં મારી સાથે સારી રીતે વર્તતો અને બીજા તેની હાથ નીચેનાં ટ્રેનરોને પણ મારું ધ્યાન રાખવા કહેતો.આઠેક મહિના તેની સાથે કામ કરતાં થઈ ગયાં.આ રેસટ્રેક બહુજ ઉત્તમ અને Gosden નાં આસિસ્ટન્ટ પણ બધાં ખૂબ ભણેલા અને ટ્રેઈન્ડ હતાં. ચાર્લ્સ રો બ્રાયન Gosden નો આસિસ્ટન્ટ હતો અને તે દેખાવડા ,હસમુખ છોકરા સાથે મારી સરસ દોસ્તી થઈ ગઈ.ચાર્લ્સ,વિલ્સન્ટો બ્રાયનનો દિકરો હતો.વિલ્સન્ટો બ્રાયન આયર્લેન્ડનો વીસ વર્ષ સુધીનો ચેમ્પયન ટ્રેઈનર. આયર્લેન્ડની રેસ,વિશ્વની સૌથી સારી રેસ ગણાય. આયર્લેન્ડનાં ઘોડા પણ દુનિયાનાં પાણીદાર ઘોડા તરીકે વખણાય.ચાર્લ્સ ,રેસટ્રેકમાં જ જન્મીને,ત્યાંજ ઉછેરેલો.અને આયર્લેન્ડની Eastren યુનિવર્સિટી જે હાર્વર્ડ ,સ્ટેન્ડફોર્ડ જેવી ગણાય ત્યાં ભણેલો. વિલ્સન્ટો ગ્રેહાન -ઈગ્લેંડની રાણીનાં ઘોડાનાં ટ્રેઈનરનો દિકરો હતો. આવા ઉચ્ચ કક્ષાનાં બુધ્ધિશાળી ટ્રેનરો સાથે મારી કેમેસ્ટ્રી ખૂબ મેચ થતી અને મને ખૂબ શીખવાનું અને જાણવાનું ઘોડા અંગે મળતું.
હવે અહીં આ Gosden નો રેસટ્રેક બહું ઊંચામાંનો રેસટ્રેક હતો. સમજોને ફાઈવસ્ટાર રેસટ્રેક.અહીં આગલા દિવસે જે પાંચ છ ઘોડા દોડવાનાં હોય તેને વેટર્નર ડોક્ટર તપાસવા આવે.Gosden બધું કામ ચાર્લ્સ ને સોંપી જતો રહેતો. હું ચાર્લ્સ સાથે બેસતો. અમારો વેટ્ર્નર ડોક્ટર બહુ બિઝી એટલે રેસનાં આગલા દિવસે અમારે તેની રાહ જોઈ બેસી રહેવું પડતું. એક દિવસ હું ને ચાર્લ્સ બેઠાં હતાં તે મને કહે ,”મારાં માટે બીયર અને સિગરેટ લઈ આવ.”એ તેનું પૈસાનું પાકીટ શોધવા ગયો,પાકીટ તે ઘેર ભૂલી ગયેલો. મને કહે,”હમણાં તું તારા પૈસાથી લઈ આવ.”હું પણ પૈસા માટે ખિસ્સા ફંફોસવા લાગ્યો તો મને પૂછે”, આજે જ પગાર થયો છે,શુક્રવાર છે ,તો તારી પાસે પૈસા નથી?” મે કહ્યું,” ના,મેં તો આખો પગાર રેસમાં આપણા તબેલાનાં ઘોડા પર લગાડી દીધો.” એણે પૂછ્યું,” શું જોઈને પૈસા લગાડ્યા?આગલી રેસમાં તે દોડ્યો ત્યારે તે જીત્યો તે સમયે તેં,ઘોડાનું પૂંછડું કે કાન જોયેલા?” મેં કહ્યું ,”ના,મારે એવું કેમ જોવાનું? મેં તો કેટલી વધુ લેન્થથી ઘોડો જીત્યો,તેનું વજન ઓછું છે અને તે ઉપરનાં ક્લાસમાં જાય છે અને તેનો ટાઈમીંગ જોયો.અને પૈસા લગાડી દીધાં.”ચાર્લ્સ કહે”,આ બધું તો હમ્બક હોય.”તેણે મને સમજાવ્યું કે ઘોડો સ્ટ્રેસમાં જીતે ,તો જેવો ઘોડો સ્ટ્રેસમાં હોય તો તેની પૂંછડી ઊંચી કરી નાંખે અને તેનાં કાન પાછળ કરે. જે ઘોડો જીતે પણ કાન પાછળ હોય તો એના બીજીવાર જીતવાની શક્યતા ઓછી હોય. અને જે ઘોડો જીતે પણ કાન ઊંચા નીચા કરીને રમતો રમતો જીતે તે સ્ટ્રેસ વગર સરળતાથી રમતા રમતા જીત્યો કહેવાય. કેટલી લેન્થથી ઘોડો જીત્યો,તે રેસ જીતવાનાં ઘોડા માટે ન જોવાય.હવે આ રેસટ્રેક પર તો અઠવાડિયામાં બે દિવસ સિવાય રોજ રેસ હોય,ખાલી શનિ,રવિ હોય તેવું નહીં. અને રેસનાં આગલા દિવસે પાંચ વાગે,૧૩ નંબરની ટી.વી.ચેનલ પર આગલી રમાઈ ગયેલી રેસનું રીરેકોર્ડિંગ આવે. ચાર્લ્સ મને તે જોઈને બધું સમજાવે, તેમજ ઘોડાની રેસમાં ક્યો ઘોડો જીતે તેનું વાસ્તવિક જ્ઞાન આપે.
Gosden નો તબેલો એકદમ લેટેસ્ટ અને ઘોડાઓની ખૂબ ઊંચી કાળજી લેતો રેસટ્રેક અને ટ્રેનરો પણ એકદમ કાબેલ રાખે તેવો તબેલો હતો. દરેક ઘોડાનાં તબેલાનાં એરિયાની બહાર એક ચાર્ટ લગાડેલ હોય તેમાં ઘોડાનું ટેમ્પરેચર,રેસ પછી ઘોડાએ ક્યારે કેટલું પાણી પીધું. ખાવાનું પુરું ખાધું કે નહીં. બાકી રાખ્યું તો કેટલું રાખ્યું.બધું લખેલ હોય.રેસ દોડીને આવે પછી તરત જ ઘોડાને વધુ પાણી ન અપાય.પાંચ છ ઘુંટા પાણી આપી,પછી ડોલ પાણીની ખેંચી લેવાની,તોફાની ઘોડો આવું કરતાં થોડું હેરાન પણ કરે ,પણ હોંશિયાર ટ્રેઈનર તેને પંપાળી સમજાવી દે.રેસ દોડ્યા પછી ઘોડો પાણી ન પીવે તેવું તેની ફીટનેસ વધારવાં કરવાનું.કુલડાઉન વોક પતાવે પછી તેને ખાવાનું અને પાણી આપવાનું. ખાવાનું આપ્યું તે પૂરું કર્યું કે નહીં.એનું પ્રમાણ બંને ટાઈમનું ચાર્ટમાં નોંધવાનું,ઘોડાનું બોડી ટેમ્પરેચર માપીને લખવાનું, જે વેટર્નર ડોક્ટર તેને તપાસવા રેસ પહેલાં આવે તો આ ચાર્ટ જોઈ ઘોડાને તે પ્રમાણે ટ્રીટ કરી શકે.આવું બીજા કોઈ તબેલામાં હતું નહીં.
હવે એક દિવસ એક ઈંગ્લેંડથી આવેલ ઘોડો રેસમાં દોડવાનો હતો. ચાર્લ્સ હતો નહીં. મારે એ દિવસે તે ઘોડાને રેસ માટે અંદર લઈને જવાનું હતું.ઘોડો જીતે એવો હતો પણ રેસમાં સહેજ માટે રહી જતાં ચોથો આવ્યો. હું ઘોડો દોડીને આવ્યા પછી તેને કુલડાઉન કરવા ચલાવી રહ્યો હતો.ત્યાં Gosden આવ્યો અને મને પૂછે,” How much water he did drink?” મેં આશ્ચર્ય ચકિત થઈ ક્હ્યું,”Zero “ એટલે એ હસવા લાગ્યો. મેં કહ્યું,” Sorry Sir ,but I have never seen a horse that does not drink water after the race.” એટલે Gosden ને કહ્યું,” Because she is very fit.you know?”મેં કહ્યું,” પણ આ ઘોડી તો હારી ગઈ,”એટલે Gosden કહે,”આ આટલી જ ફીટ રહે ,હવે આનાથી વધારે હું તેને ફીટ ન કરી શકું.” મને તો એટલી નવાઈ લાગેલી. મેં જોયેલા,બીજા બધાં ઘોડા,રેસમાં દોડીને આવે એટલે પાંચ છ ઘૂંટ પાણી આપ્યા પછી પાણી પીવા એટલું તોફાન કરે. પાણીની ડોલ ઢોળાઈ જાય અને ઊંચાનીચા કરી નાંખે અમને. આ ઘોડી તો પાણીની ડોલની સામું પણ ન જૂએ અને જીભ મોં પર ફેરવી શાંતિથી ઊભી રહે.મને જ્યારે રેસ પછી એકપણ ટીપું પાણી ન માંગે એ રીતે ઘોડાની ફીટનેસ મપાય અને Gosden આવી સરસ રીતે ઘોડાને રેસ માટે ટ્રેઈન કરતો હતો ,તે સમજાયું ત્યારે જ મને સમજાઈ ગયું હતું કે આ બહુ મોટો ટ્રેનર ભવિષ્યમાં બનશે. અને ખરેખર પછી Gosden વિશ્વનો નંબર વન ટ્રેનર બન્યો.
હવે પીટર મને Dr.Steven Butthenbauch પાસે લઈ ગયો જે બેંક ઓફ અમેરિકાના સી.ઈ.ઓનો ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડસન હતો. બાપદાદાનાં શેરોનાં જ એટલાં પૈસા એની પાસે અને એ મારી જેમ ઘોડાને ખૂબ પ્રેમ કરે એટલે એ મોટો Veterner Anosthologyst બન્યો. પીટરની ઈચ્છા મને એને મળાવી એની સાથે કામ કરાવવાની હતી. પણ તે બીજા અંગ્રેજનાં રેસટ્રેકમાં વેટર્નર હતો. અને ત્યાં નોકરી લેવા એણે મારો જે ઈન્ટરવ્યુ કર્યો તે તો ઘોડા રસિકો એ જાણવું જ પડે….

જિગીષા દિલીપ

1 thought on “અજ્ઞાતવાસ-૨૯

  1. નકુલની ઘોડા પ્રત્યેની પ્રિત, ઘોડાની ટ્રેનિંગની સાથે સાથે નકુલની સુધરતી જતી શારીરિક સ્વસ્થતાથી નકુલના ભાવિ માટે આશાનું કિરણ લઈને આવી હોય એવું લાગ્યું.

    ઘોડા રસિકો માટે ઘોડા વિશેની ઝીણવટભરી માહિતિ રસપ્રદ રહેશે.
    આવી ઝીણવટભર્યા અભ્યાસ માટે જિગીષાને અભિનંદન.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.