વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…
નમસ્કાર મિત્રો,
“જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળામાં આપનું સ્વાગત છે. આ મહિને આપણે સ્વતંત્રતા or Freedom વિષય પરની વિવિધ ભાષાની કવિતાઓને જાણી અને માણી રહ્યા છીએ. ગયા ગુરુવારે અનિવાર્ય સંજોગોના લીધે લેખ મૂકી શકી ન હતી તો તે બદલ માફી ચાહું છું.
સ્વાતંત્ર્ય અને આધિપત્ય – એ આમ તો સિક્કાની બે બાજુ જેવા છે. કોઈના પર આધિપત્ય જમાવવું, તેની સ્વતંત્રતા હણી લેવી એ કદાચ બળ-સામર્થ્યની નિશાની હોઈ શકે પણ કોઈને સ્વત્રંતા બક્ષવી એ અવશ્ય કરુણા-સામર્થ્યની નિશાની છે. ઇતિહાસ પર નજર કરીએ તો દરેક દેશે પોતાના સ્વાતંત્ર્ય માટે ખુબ મોટી કુરબાની આપેલી છે. આપણો ભારત દેશ પણ તેમાંથી બાકાત નથી.

આજે આપણે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” અંતર્ગત ભારતના the Nightingale of India તરીકે જાણીતા શ્રીમતી સરોજિની નાયડુ દ્વારા ભારતની સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન અંગ્રેજીમાં રચાયેલી રચના “The Broken Wing” અર્થાત “ખંડિત પાંખો” નો ભાવાનુવાદ જાણીશું અને માણીશું. મૂળ અંગ્રેજી રચના તમે આ લિંક પર વાંચી શકશો. http://www.readingbifrost.com/poem-of-the-week-from-the-broken-wing-by-sarojini-naidu/

શ્રીમતી સરોજિની નાયડુને કોઈ ઔપચારિક પરિચયની તો જરૂર જ ક્યાં છે? ભારતના સ્વાતંત્ર્ય સેનાની તરીકે રહી ચૂકેલા શ્રીમતી નાયડુ એક ઉચ્ચ કક્ષાના લેખિકા અને કવિયત્રી પણ હતા. આ રચના તેમના The Broken Wing નામના 65 કાવ્યોના કાવ્ય સંગ્રહમાંની એક રચના છે જેનું શીર્ષક પણ The Broken Wing છે. એક આઝાદ ભારતની અમર આશાની જ્યોત પ્રજવલિત કરતી પ્રશ્ન અને જવાબના માળખામાં રચાયેલી આ રચનામાં અંગ્રેજોની ગુલામી હેઠળ રહેલ ભારતમાતાને એક ખંડિત પાંખ વાળા પક્ષીનું રૂપક આપી રજુ કરેલી છે.
અંગ્રેજોની ગુલામી હેઠળના ભારતમાં જયારે સ્વત્રંતા મેળવવાનો જુવાળ ફેલાયેલો હતો, જયારે વર્ષોની ગુલામી પછી સ્વતંત્રતા ના પડઘમ વાગવા લાગ્યા હતા, એક લાંબી પાનખર પછી સ્વત્રંતાની વસંતનો સોનેરી સુરજ ઉગવાનો હતો ત્યારે કવિયત્રી ભારતમા ને એટલે કે ભારતની પ્રજાને પ્રશ્ન પૂછે છે કે હવે તો સ્વતંત્રતાની વસંત ઢૂંકડી છે તો શા માટે પંખી ની પાંખ હજી ખંડિત પ્રતિત થાય છે. અને વર્ષો સુધી ગુલામીની જંજીર થી ઘાયલ થતી ભારતમાતા તેનો ઉત્તર આપે છે. ઉત્તરમાં ભારતમાતાનો phoenix birdની જેમ રાખમાંથી ફરી ઉઠવાનો જોમ, જુસ્સો કવિયત્રીએ આલેખ્યા છે.
ભારતની સ્વતંત્રતાની ચળવળ દરમિયાન અનેક કવિ/લેખક અને કવિયત્રીઓ/લેખિકાઓએ પોતાની ક્લમ દ્વારા પોતાનું અભૂતપૂર્વ યોગદાન આપ્યું અને આવી અનેક શ્રેષ્ટ રચનાઓનું સર્જન થયું. જન સમુદાયનો જુસ્સો, જોમ કપરી ગુલામીમાં ટકાવી રાખવો એ કઈ નાની સુની વાત નથી.
સ્વતંત્ર ભારતમાં જન્મેલા દરેક વ્યક્તિએ તેમના જીવનકાળ દરિમયાન ભારતની સ્વતંત્રતાની ચળવળ વિષે વાંચ્યું હશે, જાણ્યું હશે પણ જે પેઢી અંગ્રેજોની ગુલામી હેઠળના ભારતમાં જીવતી હતી તેમને જેટલી સ્વતંત્રતાની કિંમત હતી તેટલી કદાચ તેમના પછીની પેઢીઓને નહિ હોય. કપરી કુરબાની પછી મળેલી આ સ્વતંત્રતા માટે સર્વે સ્વતંત્રતા સેનાનીઓને વંદન સાથે આજે મારી કલમને વિરામ આપું છું. આવતા અઠવાડિયે એક નવા વિષય સાથે ફરી મળીશું.તમારા માર્ગદર્શન અનેઅભિપ્રાયોની અપેક્ષા સાથે….
– અલ્પા શાહ
Excellent choice and Bhavanuvad.Alpa how many time I give a pat on your back?
You have been really a beacon of hope in such times when a very few people care for poetry or literature. You really have done such a wonderful service to bhavak and rasik people that those who enjoy your write ups will admire all the time. Thanks for wonderful effort. With best wishes.
LikeLike
Thank you so much Foi for your compliments. It means a lot when it comes from a literary genius like you. Thank you so much for your continuous encouragement.
LikeLike