૨૪,”જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો,

“જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળામાં આપનું સ્વાગત છે. આ મહિને આપણે સ્વતંત્રતા or Freedom  વિષય પરની  વિવિધ  ભાષાની કવિતાઓને જાણવા અને માણવાના છીએ.

સ્વતંત્રતાની કોઈ કિંમત આંકી શકાય નહિ. મહદઅંશે આપણે સૌ સર્વ પ્રકારની સ્વતંત્રતાનીજ ખેવના રાખતા હોઈએ છીએ – ખાસ કરીને વૈચારિક સ્વતંત્રતાની. પણ સ્થળ, સમય અને સંજોગો અનુસાર જીવન આપણને એટલે કે આપણી વૈચારિક સ્વતંત્રતાને કદાચ કોઈ સોનાના પિંજરની દીવાલોમાં કેદ કરી લે તો લાંબા ગાળે આપણે એ સોનાના પિંજરનેજ સ્વર્ગ માનવા લાગીએ છીએ. સોનાના પિંજરની સલામતીને સ્વર્ગ માનવામાં કશું ખોટું પણ નથી. It is human psychology. Our mindset will be molded according to our surroundings and circumstances. આ સંજોગોમાં ક્યારેક ક્યારેક આપણી અંદર એક અવાજ પણ ઉઠે છે – આપણી સ્વતંત્રતાને પોકારતો, અને આપણી ભીતર આપણી સાથેનો એક સંવાદ રચાય છે. 

આજે આપણે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” અંતર્ગત આવોજ એક સંવાદ રજુ કરતી બંગાળી રચના નો ભાવાનુવાદ જાણીશું અને માણીશું. કવિવર રવીન્દ્રનાથ ટાગોર દ્વારા રચાયેલી આ રચના રબીન્દ્રસંગીતની એક સુપ્રસિદ્ધ રચનાઓમાંની એક છે. જેનું શીર્ષક છે খাঁচার পাখি বনের পাখি અથવા “પિંજર પંખી,મુક્ત પંખી…”. ગુરુદેવની ગૂઢ અને ગહન રચનાઓનો ભાવાનુવાદ કરવાની મારી કોઈજ પાત્રતા નથી પણ છતાંયે અત્રે આ રચનાનો ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ કરેલો છે.

1892માં રચાયેલી આ નૃત્યગીત રચનામાં ગુરુદેવે પંખીઓને રૂપક તરીકે સ્થાપીને જીવનની ખુબ ગહન ફિલસુફી રજુ કરી છે. મુક્ત ગગને ઉડતું પંખી એક વખત સોનાના પિંજરની સલામતી વચ્ચે ચહેકતા પંખીના પિંજર પાસે આવે છે અને રચાય છે એક અનેરો સંવાદ. બને પોતપોતાના મનોભાવો અને વિચારોને સંવાદમાં રજુ કરે છે. આમતો બેઉ પંખી બાજુ બાજુમાં જ છે પણ વચ્ચે સોનાના પિંજરની દીવાલ ચણાયેલી છે. કવિ શ્રી સુરેશ દલાલ કહે તેમ “આમ તો આપણે સાવ લગોલગ, આમ અલગ અલગ”.  

અહીં ભલે ગુરુદેવે બે અલગ અલગ પંખીઓના રૂપક આપ્યા હોય, પણ ગૂઢાર્થમાં જોઈએ તો આપણે સૌ જીવનનમાં અનેક પડાવો પર આપણા આંતરમનથી આવી રીતે બે ભાગમાં વહેંચાયેલ હોઈએ છીએ. આપણો એક ભાગ મુક્ત સ્વતંત્ર રીતે વિહરવા માટે પોકારતો હોય છે.કોઈ બીબાઢાળ ઢાંચામાં ઢળવાને બદલે પોતાની રીતે નવો ચીલો ચાતરવા ઝંખતો હોય  છે. તો બીજી બાજુ, આપણુ મન એક proven path પર સલામતીપૂર્વક ચાલી ,એક સુરક્ષિત દાયરામાં રહેવાની ઈચ્છા ધરાવતું હોય છે. There is an independently moving entity within our nature, which is intolerant to bondage while there is another entity within us which prefers safety and security within caged walls. અને આપણું મન મુક્તિ કે પિંજર એ બેઉ વચ્ચેની કશ્મકશમાં ઝોલા ખાતું રહે છે. પણ સદૈવ સ્વતંત્ર વિહાર અને સુરક્ષિત સલામતી એ બંને એક સિક્કાની બે બાજુ જેવા છે. “આમ તો આપણે સાવ લગોલગ, આમ અલગ અલગ”ની જેમ. તેઓ એક હોવા છતાં પણ અલગ અલગ રહેવાજ સર્જાયેલા હોય છે. આપણી અંદર રહેલા આ બે પંખીઓને એકાકાર થવું હોય છે પણ વૈચારિક ભેદ તેમને અલગ અલગ રાખે છે. અહીં કોઈ માર્ગ સાચો કે ખોટો નથી. સ્થળ, સમય અને સંજોગો અનુસાર,આપણે એક માર્ગની પસંદગી કરી નિર્ણયો લેતા હોઈએ છીએ. કશ્મકશમાં થી પસાર થતા દિવસોનું નામજ જિંદગી…

તો ચાલો આ કવિતાના હાર્દને મમળાવતા મમળાવતા આજે મારી કલમને વિરામ આપું છું.આવતા અઠવાડિયે આજ વિષય પરની એક બીજી  કવિતા સાથે ફરી મળીશું. તમારા માર્ગદર્શન અનેઅભિપ્રાયોની અપેક્ષા સાથે….

અલ્પા શાહ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.