અજ્ઞાતવાસ-૨૫

માઈ તેરી ચુનરિયાઁ લહેરાઈ 

મને બોસે કહ્યું ‘હવે તમે કાલથી નોકરીમાંથી છૂટા થાવ છો.’ હું તો સાવ બઘવાઈ ગયો!!મારી જાતને ચુંટલી ખણીને પૂછવા લાગ્યો કે હું જે સાંભળી રહ્યો છું તે બરોબર તો છે ને! મેં બોસને ફરી પૂછ્યું”,આપે શું કહ્યું?”તેણે મને ફરી કહ્યું, તમે બરોબર જ સાંભળ્યું છે ,કે અમે તમને આ નોકરીમાંથી છૂટા કરીએ છીએ.” મેં પૂછ્યું ,”સર,મેં તો સરસ કામ નથી કર્યું? ચાર ડન્કીન વેચી આપી ને?” બોસ કહે ,” હા,તમે વધારે પડતું સારું કામ કર્યું છે. અને અમને તો એમ કે તમે બે એક મહિને એક ડન્કીન વેચશો તો અમારે તમને ૩૦૦૦ થી ૩૫૦૦ $ પગાર આપવાનો થશે,તમે તો ચાર પાંચ મહિનાનું કામ એક મહિનામાં કરી નાંખ્યું ,અમને મહિને ૨૫૦૦૦$ આપવાનાં ભારે પડે! “અને વધુ સારું કામ કરવા માટે મારે નોકરીમાંથી છૂટા થવું પડ્યું.


હવે શું?વિચારતો નિરાશાની ગર્તામાં હું ધકેલાઈ ગયો.અમેરિકાના એક ખૂબ કાળા પાસાએ મને તે દિવસે અમેરિકા માટે ધિક્કારની લાગણી જન્માવી દીધી હતી. આમ કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર તમને કોઈ નોકરીમાંથી અચાનક છૂટા કરી દે! મને ઈન્ડિયા પાછા જતાં રહેવાનું મન થઈ ગયું. આજે મને બહેનનાં પાલવ નીચે મોં રાખીને રડવું હતું.બહેનની યાદેં આંખ ભરાઈ ગઈ.અને કાનમાં ગુંજવાં લાગ્યું પેલું ગીત……

જબ જબ મુઝ પે ઉઠા સવાલ ,માઈ તેરી ચુનરિયાઁ લહેરાઈ…

જગ સે હારા નહીં મૈં ખુદ સે હારા હુઁ મૈં….

માઈ રે…તેરે બિન મૈં તો અધૂરા રહા…

મુઝસે રુઠી મેરી પરછાંઈ,મેરી પરછાંઈ તેરા ખયાલ…


માઈ તેરી ચુનરિયાઁ લહેરાઈ


ભાઈ જાણે મારાં ખભે હાથ મૂકીને તેમની નાટકીય અદામાં કહી રહ્યા હતા,”દિકરા ,દુનિયા તો આવી જ હોય! ગભરાવાનું નહીં!હું છું ને! “ પણ મારી સાથે કોઈ નહોતું.


હર્ષાનાં ડીવોર્સ અને ફેક્ટરીનાં પહાડ જેટલાં નુકસાનથી ભાઈ અને બહેન પરેશાન હતાં. બહેનને ખૂબ હાઈ બ્લડ પ્રેશર રહેતું હતું. એમાં હું મારી નોકરી છૂટ્યાંની વાત તેમને કરી વધારે પરેશાન કરવા માંગતો ન હતો. મેં મારાં દિલનો ભાર હળવો કરવા ,કેરલને ફોન કર્યો. કેરલ હવે મારાં જેવા દેવાળિયા સાથે લગ્ન કરવા માંગતી નહતી પણ તેને મારા માટે લાગણી તો ભારોભાર હતી જ .તે પણ મારાં માટે ખૂબ દુ:ખી થઈ ગઈ.

તેણે મને કહ્યું”,લોસએંજલસનાં મોટેલવાળા રમણભાઈએ અને બીજા પાર્ટનરોએ ,જ્યારે તેં તેમનાં શેર તારા નામે કર્યા ત્યારે કહ્યું હતું કે તું શેર તારાં નામે કરી દે પછી તને મદદ કરશે. તો લાવ ,હું તારા માટે એમને ફોન કરું કે તને કંઈ મદદ કરે, તારે અત્યારે મદદની જરુર છે.કેરલે રમણભાઈને ફોન કર્યો અને સમજાવ્યું કે નકુલને જોબ છૂટી ગઈ છે અને હવે તે ગવર્મેંન્ટનાં ટેક્સનાં દેવાનાં પૈસા કેવીરીતે ભરે? આપ તેને નોકરી અપાવવામાં કંઈ મદદ કરો તો સારું.


રમણભાઈએ મને ફોન કરીને કહ્યું,” તું કોઈ વધુ કેશ ફલો કરતી હોય તેવી મોટલ શોધીને ચલાવ.અમે મોટલ લીઝ પર ખરીદી લઈશું અને તારે રહેવા ખાવાનો પ્રોબ્લેમ પણ મટી જશે. તને પૈસા પણ મળશે. શિકાગોનાં અમેરિકન આફ્રિકન એરિયાની મોટેલનાં મને એમણે એડ્રેસ મોકલ્યાં.તે એરિયામાં એકલાં અમેરિકન આફ્રિકનોની જ વસ્તી હતી.મોટેલમાં પ્રોસ્ટીટ્યુશન,ડ્રગ્સ,પુષ્કળ દારુ પીવાય અને ગુનાખોરોની દાદાગીરી પણ ખૂબ જ.આવી જ એક Barbra Ann’s Motel મળી. જેમાં એ કાળી છોકરીનાં પિતા હતાં નહીં અને એને અને એના કાકાને બનતું નહોતું.એ છોકરીને મોટેલ વેચવી નહોતી. લીઝ પર આપવી હતી. તેનો કેશ ફ્લો સારો હતો. રમણભાઈ અને તેમનાં બીજા મિત્ર જે મારી સાથે ફેક્ટરીમાં ભાગીદાર હતાં તે મોટેલ જોવા આવ્યા. જોયું તો મોટેલ મહિને ખર્ચો કાઢતાં,લગભગ ૧૦,૦૦૦$ કેશ ફલો કરી આપે તેવી હતી.
એરિયા બિહામણો હતો. સિક્યોરિટી અને કૂતરા સેફ્ટી માટે રાખવા પડે તેમ હતું.કેશ કાઉન્ટર પાસે પણ જાળી લોખંડની અને મોટેલમાં આવનાર પાસે પૈસા જાળીમાંથી જ લેવાના. મારી પાસે અહીં રહી નોકરી કરી ગુજરાન ચલાવ્યાં વગર કોઈ રસ્તેા હતો જ નહીં. પહેલે મહિને મેં જોયું કે અહીં તો મોટેલમાં પ્રોસ્ટીટ્યુશન,ડ્રગ્સ અને ગુનાખોરી ખૂબ ચાલતી ,કોઈ અમેરિકન ગોરા કે દેશી તો દેખાય જ નહીં. ખૂબ બીક અને ડર સાથે જાનનાં જોખમે હું રહેતો હતો.મારી પાસે બીજો કોઈ રસ્તો પણ ક્યાં હતો?
કાળા લોકો કલાક બેકલાક માટે મોટેલની રુમ ભાડે લઈ નીકળી જતાં.એક જ દિવસમાં એક રુમ બે વાર પણ ભાડે અપાય એટલે હું દેવું ભરવા ખૂબ મહેનત કરવા લાગ્યો ,તો દસ હજાર ડોલરની આવક મને પહેલાં મહિને મળી. આ આવક જોઈ રમણભાઈ કહે,”તું મને Wellsfargo નું દેવું ભરવા બધાં પૈસા મોકલાવી દે.” મે કહ્યું,” તો મારાં દેવાનાં પૈસા ટેક્સનાં અને બીજા જે નાના મોટા લોકોનાં દેવા છે તે હું કેવીરીતે ભરું?” હું પણ ધીરે ધીરે જિંદગીની સચ્ચાઈ જાણી રહ્યો હતો.

આમ કરતાં બે મહિના નીકળી ગયા. મોટેલની માલિક બાર્બરા મને આટલું હાર્ડવર્ક કરતી જોઈ બહુ ખુશ થઈ ગઈ હતી અને મારી સારી મિત્ર પણ થઈ ગઈ હતી.એક દિવસ મને કહે “નીક,તું બે મહિનાથી મોટેલની બહાર નીકળ્યો નથી,જા થોડું ફરી આવ.મેં કહ્યું,”મારી પાસે ગાડી નથી અને મારી ક્રેડીટ એટલી ખરાબ છે કે મને રેન્ટ પર ગાડી મળે તેમ નથી.” મને એણે પોતાની ક્રેડીટ પર ગાડી રેન્ટ કરી આપી ફરવા મોકલ્યો.

હું મારાં બે ત્રણ શિકાગોનાં મિત્રને મળી આવ્યો. પાછા ફરતાં રસ્તામાં કોઈ બારમાં બીયર પીવા ઊભો રહ્યો. ત્યાં ટેબલ પર બે છોકરીઓ મારી સાથે ચીટ-ચેટ કરવા બેઠી. હું પણ ઘણાં દિવસે મસ્તીનાં મુડમાં હતો. મેં એમને પણ બિયર ઓફર કર્યો.બે મહિનામાં મોટેલમાં પૈસા પણ સારા મળ્યા હતાં ,એટલે હું ખુશ હતો કે એકાદ વર્ષ અહીં ડરમાં પણ ખેંચી નાંખીશ તો મોટું દેવું સરકારનું અને બીજું બધું પતી જશે.હું બીયર પીતાં પીતાં પેલી છોકરીઓ જોડે વાત કરી રહ્યો હતો. કલાકેક પછી ઊભો થયો.હું એને હસતાં હસતાં મને કંપની આપી એટલે આભાર માની મારી ટેબલ પર મૂકેલી ચાવી શોધવા લાગ્યો. એ પહેલાં બે છોકરીઓમાની એક બીજું ડ્રીંક લેવાને બહાને ઊભી થઈને આવું છું કહી ગઈ હતી. હું ટેબલ પર,મારા ખિસ્સામાં ,બધે ગાડીની ચાવી શોધતો હતો. બાર પાસે જઈને બાર ટેન્ડરને પણ ચાવી માટે પૂછ્યું. પેલી બીજી છોકરી માટે પણ પૂછ્યું. બધાંએ ખબર નહીં એ જ જવાબ આપ્યો. હવે મને જરા પેલી છોકરી પર શંકા થઈ.હું દોડીને બહાર મારી ગાડી જોવા ગયો તો ગાડી નહોતી. અંદર પાછો આવ્યો તો પેલી મારી સાથે બેઠેલ છોકરી પણ છૂ થઈ ગઈ.

હવે હું ખૂબ ગભરાઈ ગયો હતો અને ખરેખર પેલી છોકરી મારી ગાડી લઈને ભાગી ગઈ હતી. મારી સાથે બેઠેલ છોકરી પણ તેની સાથે જ હતી.હવે હું બાર્બરાને શું જવાબ આપીશ???


થોડીવાર એમ જ બેસી રહ્યો. મને લાગ્યું હું હમણાં ધ્રુસકે ધ્રુસકે રડી પડીશ. મેં હિંમત એકઠી કરી બાર્બરાને ફોન કર્યો. તે ખૂબ સારી હતી,મને કહે ,”ચિંતા ન કર ,હું તને લેવા આવું છું અને રેન્ટલ કારનો ઈન્શેયોરન્સ છે ,થઈ પડશે.” તે મને એક સારા મોટેલ ચલાવવાળાને જવા દેવા માંગતી ન હતી.

પણ હું હવે પેનિક થઈ ગયો હતો. મને કોણ જાણે હવે હિન્દુસ્તાન પાછા જ જવાનું મન થતું હતું. બહેનને પ્રેશર રહેતું અને તે અમારી ચિંતા પણ બહુ કરતી હતી.એટલે મારી તકલીફની કોઈ વાત હું તેને કરતો નહીં. ભાઈને હું આ કાળા એરિયામાં મોટેલ ચલાવતો હતો,તેથી મારી ખૂબ ફિકર થતી. આજે રાતની ઊંધ હરામ થઈ ગઈ હતી. મારો જીવ ચુંથાતો હતો કોઈ અજાણ ભાર મારા હ્રદયને ભીંસી રહ્યો હતો.આ શેર ગુંજતો હતો મારા કાનમાં…..


ઝહર બરસા હૈ ક્યા નીંદોપે મેરી
યા મેરી આંખોમેં નસ્તર ગડે હૈ!વજહ ક્યા હૈ કોઈ સમઝાયે મુજકો
યે મેરે ખ્વાબ ક્યું નીલે પડે હૈ?કલ ખ્વાબોંકી ફસલેથી જહાઁ
અબ રેત કે બંજર ટીલે હૈ વહાઁ
આંખો કા દરિયા સૂક ગયા ઉસકા પાની વાપિસ લે આઓ કોઈ….
(મનોજ મુન્તશીર)

ખુલ્લી આંખે પથારીમાં પાસા ઘસતો હતો ત્યાં ફોનની રીંગ વાગી….મેં ગભરાટ સાથે ફોન ઉઠાવ્યો !આટલી અડધી રાત્રે કોણ હશે !ભાઈનો ફોન આવ્યો હતો ……અને તેમની વાત સાંભળી હું સાવ પડી ભાંગ્યો……

જિગીષા દિલીપ

2 thoughts on “અજ્ઞાતવાસ-૨૫

  1. દિલ ધડક વાર્તા.

    એક નવું ડગલું આગળ ચાલે અને એક નવી સમસ્યા નકુલની સામે આવીને ઊભી રહે.

    જેટલો આગળ વધવા પ્રયાસ કરે છે એટલી વાર બે ડગલાં પાછળ પડતો જાય છે અને તેમ છતાં હિંમત હાર્યા વગર ફિનિક્સ પંખીની જેમ ખાકમાંથી શાખ ઊભી કરવા મથે છે.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.