એક સિક્કો બે બાજુ : 25) હરખ હવે તું હિન્દુસ્તાન !

હમણાં એક ગ્રુપની પિકનિકમાં અંતાક્ષરીના કાર્યક્રમમાં એક વડીલે આ પંક્તિઓ ઉચ્ચારી ;
દેખ બિચારી બકરીનો પણ કોઈ ન જાતાં પકડે કાન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો , હરખ હવે તું હિન્દુસ્તાન
અને દિલ માતૃભૂમિના ઇતિહાસમાં સરી પડ્યું : શું સાચે જ એવો સમય આવ્યો હતો જયારે હિન્દુસ્તાન એટલું નિર્ભય હતું ? શું એવો સમય હતો કે જયારે પ્રજા તો શું પણ ગરીબ બકરી ને પણ જરા પણ ભય નહોતો ?
આપણાં અર્વાચીન કવિ દલપતરામની આ પંક્તિઓ છે .
હા , ૧૮૨૦માં જન્મેલ દલપતરામ નવા વિચારવાળા – સુધારક સ્વભાવના હતા . એમના પિતાજી ચુસ્ત વેદાંતી હતા એટલે ખુબ જ પ્રતિભાશાળી , નૂતન વિચારણા ધરાવતા દલપતરામે માત્ર ૧૨ વર્ષની ઉંમરે ઘર છોડ્યું અને એક સાધુ સાથે ચાલી નીકળ્યા .. અને પાછળથી એ નવા વિચાર ધરાવતા સ્વામિનારાયણ સમ્પ્રદાય અને અંગ્રેજોના સહવાસમાં આવ્યા. આ એ સમય હતો કે જયારે છોકરીઓને દૂધ પીતી કરવામાં આવતી , વિધવા છોકરીઓને ફરજિયા સતી કરીને જીવતી બાળી નાખવામાં આવતી , શિક્ષણ જેવું કાંઈજ ન હોતું અને અંધ શ્રદ્ધામાં સમગ્ર દેશ ડૂબેલો હતો ..હા , તેવા સમયે નવા વિચારના દલપતરામે શરૂઆતમાં વ્રજ ભાષામાં લખવાનું શરૂ કર્યું કારણકે એ સમયે ગુજરાતી ભાષાની કોઈ જ કિંમત નહોતી..
તો , દલપતરામને માતૃ ભાષા ગુજરાતીનું ગૌરવ વધારવા માટે પ્રેરણા આપનાર કોણ હતું , એ તમને ખાબ છે ?
અમદાવાદમાં એ સમયે બ્રિટિશ વહીવટી અમલદાર જેમ્સ એલેક્ઝાન્ડર ફોર્બસની નિમણુંક થઇ હતી , જે દલપતરામના મિત્ર હતા . એમણે દલપતરામને તેમની માતૃ ભાષામાં લખવા પ્રેરણા આપી . પોતે પણ ગુજરાતી શીખ્યા અને ગુજરાતી વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી જેમાં દલપતરામન સહ સ્થાપક બન્યા !( ૧૮૪૮ ) હાલમાં એ ગુજરાત વિદ્યા સભા નામે ઓળખાય છે . તેઓએ બુદ્ધિ પ્રકાશ મેગેઝીન પણ શરૂ કર્યું .
સૌરાષ્ટ્રમાં જન્મેલા અને અમદાવાદ ને કર્મ ભૂમિ બનાવનાર કવિ દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડી અને સુરતમાં જન્મેલ કવિ નર્મદ (૧૮૩૩ નર્મદાશંકર દવે ) એ જ સમય ગાળામાં અને સમાજ સુધારક , છતાં ભિન્ન વિચારસરણી ધરાવતા બે કવિઓ હતા .. નર્મદે પણ ‘ડાંડિયો’ નામનું પખવાડિક સામાયિક શરૂ કર્યું હતું , અને ગુજરાતી ભાષાનું ગૌરવ વધારવા પ્રતિજ્ઞા કરી હતી : “ જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં અપાવું ત્યાં સુધી માથે પાઘડી નહિ પહેરું ! એમણે કહ્યું એટલું જ નહીં , વિધવા વિવાહની હિમાયત કરતા નર્મદે વિધવા સ્ત્રીને આશરો પણ આપ્યો હતો . એમની સામાજિક આધુનિકતાને લીધે બ્રાહ્મણ જાતિએ એમને થોડો સમય નાત બહાર મૂક્યા હતા . ને આર્ય સમાજના સ્થાપક દયાનંદ સરસ્વતીને પણ એ એ જ અરસામાં મળેલ.
આ બંને ગુજરાતી સાહિત્યયના ઓગણીસમી સદીના સુધારાવાદી સાહિત્યકારો , બન્ને માં ઘણી સામ્યતા અને છતાં બંને ભિન્ન ભિન્ન વિચારધારા ધરાવતા હતા . નર્મદ અંગ્રેજ વહીવટકારોની વિરુદ્ધમાં હતા . એક વખત મુંબઈમાં આ બે કવિઓ વચ્ચે મુલાકાત થયેલ જેને સમાચાર પત્રોએ ડિબેટ – ચર્ચા સભાને જાણે કે ઝગડા સભા જેવું ચિત્રણ કરેલું .
પણ સિક્કાની આ તો માત્ર એક બાજુ જ છે . એની બીજી બાજુ તો છે એ સમયનું રાજ તંત્ર .
દલપતરામે તો ફોર્બ્સ અને અન્ય અંગ્રેજો સાથેની મૈત્રીને લીધે લખી દીધું :
દેખ બિચારી બકરીનો પણ કોઈ ન જાતાં પકડે કાન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો , હરખ હવે તું હિન્દુસ્તાન .. પણ શું સાચે જ આપણા દેશમાં એવું “ હરખાવા જેવું સુંદર શાશન હતું ખરું ?
શું અંગ્રેજો દેશને , દેશની જનતા અને જમીનને પ્રેમથી રાખતાં હતાં ખરાં?
એક સિક્કો : એની બે બાજુ એ કોલમમાં આપણી માતૃભૂમિના ઇતિહાસ તરફ પણ નજર કરવાની તક લઉં છું ..
જે દેશની જાહોજલાલી સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ હતી , જ્યાં ગરમ મસાલા , ખનીજ તત્વો , કિંમતી હીરા માણેક વગેરે પુષ્કળ પ્રમાણમાં મળતાં હતાં અને વિશ્વભરમાં તેની નિકાસ થતી હતી , જ્યાં વિશ્વની સૌથી મોટી તક્ષશિલા જેવી વિદ્યાપીઠ આવેલી હતી જ્યાં સાહીઠ હજ્જરથી પણ વધારે વિદ્યાર્થીઓ ભણવા આવતાં હતાં , જ્યાં જીવો અને જીવવા દો ની દિવ્ય ભાવના હતી , જ્યાં નરસિંહ મહેતા જેવાએ ત્રણસો વર્ષ પૂર્વે ( ચૌદમી સદીમાં ) લખ્યું હતું : આપણે આપણો ધર્મ સાંભળવો , કર્મ નો મર્મ લેવો વિચારી ..બસ , પ્રેમથી , આદરથી , મનુષ્ય દેહને અનુરૂપ સુંદર જીવન જીવવું’ એવો ઋષિ મુનિઓએ બોધ આપ્યો હતો , ત્યાં , શું એવું દિવ્ય રાજ્ય હતું ખરું કે જેને લીધે દલપતરામને એ અંગ્રેજી શાસનના ગુણ ગાન ગાવાનું મન થયું ?
પ્રિય વાચક મિત્રો , આ સિક્કાની બીજી બાજુ અનેક રીતે તપાસી શકાય .
આપણે અંગ્રેજ શાસન વિષે ઘણું ઘણું સારું ભણ્યાં છીએ . અંગ્રેજોએ આપણા દેશ પર બસ્સો વર્ષ રાજ્ય કર્યું . એમણે ઘણું ઘણું સારું કર્યું છે , આપણા દેશમાં જો અંગ્રેજી શિક્ષણ ના હોત તો આજે આપણે જે પ્રગતિ કરી છે તે શક્ય નહોતી .
અંગ્રેજોએ આવી ને સૌથી સારું કામ કર્યું તે રેલ વે શરુ કરી તે છે . સમગ્ર દેશને રેલ વે દ્વારા એક કર્યો .પણ , જુઓ , એનાથી માલ ઝડપથી સ્થાનાંતર કરી શકે ! તેથી દેશનું ખનીજ ધન પરદેશ- યુરોપના દેશોમાં બંદરેથી દરિયા માર્ગે મોકલવાનું સરળ પડે , એટલે ! જે રીતે અંગ્રેજોએ દેશને લૂંટ્યો છે તે એમની અગાઉ આવેલ મુસ્લિમ શાસકોથી સૌ અલગ રીત હતી .
દેશમાંથી સોના ચાંદીની લૂંટ સાથે ધર્મ પરિવર્તન કરાવતા મુસ્લિમ શાસકોથી આ અંગ્રેજ રાજ્યાધિકારીઓ જુદા હતાં ..ને એટલે જ તો આપણા ગુજરાત જેવડો નાનકડો દેશ ઇંગ્લેન્ડ ત્યારે સમગ્ર વિશ્વ પર રાજ્ય કરી શક્યો !
જો કે એ રાજનીતિ અમેરિકા સામે ઝાઝું ચાલી નહીં . અમેરિકાની પ્રજાએ બળવો કર્યો અને ઇંગ્લેન્ડની રાણીને કહી દીધું ; “ જો રાજનીતિમાં અમારો અવાજ નહીં તો અમારા કરવેરા પણ નહીં .” અમેરિકાની પ્રજાએ સંગઠિત થઈને ઇંગ્લેન્ડના શાસન સામે વિરોધ કર્યો . યુદ્ધ થયું અને અમેરિકા સ્વતંત્ર દેશ બન્યો (૧૭૭૬ ) .. પણ , આપણા દેશની વાતતો સૌથી ન્યારી અને શરમ જનક છે .
છછૂંદર માટે કહેવાયું છે કે તે માણસને ફૂંકી ફૂંકીને કરડે છે . એટલે કે એનું કરડવું આપણને જણાતું નથી ! અંગ્રેજોએ પણ દેશના શાસન માટે જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરી .. યુનિવર્સીટીમાં શિક્ષણ લીધેલ સ્નાતક ત્યાર પછી દેશ માટે જ કામ કરે ને? દેશની કોર્ટ કચેરીઓમાં સર્વોચ્ચ નહીં પણ તેનાથી બીજા સ્થાને કામ કરવા આ ભણેલ વર્ગ કામમાં આવ્યો . ઉચ્ચ સ્થાને એકાદ અંગ્રેજ અમલદારને મૂકી , એની નીચે આ ભણેલ લોકો કામ કરે તેથી રાજ્ય વ્યવસ્થા પણ જળવાઈ રહે !
જો કે , તમે પૂછશો , કે અંગ્રેજો આપણા દેશમાં પગ પેસારો કરી શક્યાં ત્યારે જ તો આપણો દેશ ગુલામ બન્યો ને ?
મુઠી ભર અંગ્રેજો સામે કરોડોની વસ્તી ધરાવતો આપણો દેશ હાર્યો કેવી રીતે ?
આ એક એવા સિક્કાની આપણે વાત કરીએ છીએ કે એને માત્ર બે બાજુ નહીં , અનેક બાજુઓ છે . કરોડો લોકોની વસ્તી ધરાવતો દેશ ગુલામ બનીને સદીઓ સુધી સબડતો રહ્યો ? કેમ ? કેવી રીતે ? શા માટે ?
પણ આ બધી બાજુઓને અત્યારે ઉખેળવાનો શો અર્થ ?- તમે પૂછશો . ગતમ ન શોચન્તિ ! જે બની ગયું છે તેની પાછળ વ્યર્થ સમય બરબાદ કરવાનું કારણ શું ?
કારણ સરળ છે : કેન્સર થયું હોય તો એની ટ્રીટમેન્ટ શરુ કરીએ , સાથે સાથે કારણની પણ તપાસ કરીએ , જે થી કરીને ભવિષ્યમાં ફરીથી એવી ભૂલ કરતાં અટકીએ .
આપણે ત્યાં દશમી સદીથી ( છેલ્લા હાજર વર્ષથી ) પરદેશીઓના આક્રમણો શરુ થયાં. તે પહેલાં – આજથી લગભગ બે હાજર વર્ષ પૂર્વે – એલેઝાન્ડર – ગ્રીસથી ચઢી આવ્યો હતો . પણ ચાણક્યની ચાણક્ય નીતિને લીધે એ ફાવી શક્યો નહીં ! નહિ તો બે હાજર વર્ષ પહેલાં જ આપણે ગુલામ બની ગયાં હોત !
પણ , સિક્કાની પહેલી બાજુનો અભ્યાસ થોડા ઊંડાણથી કરીશું આપણે આવતે અઠવાડીએ .. કોઈએ સાચું જ કહ્યું છે કે ઇતિહાસના એક પાના પાછળ સો પાનાંનું તર્કશાસ્ત્ર છુપાયેલ છે !
શક્ય છે કે આવી રહેલ આ એકવીસમી સદીમાં ભવિષ્યની પેઢીને આ જ્ઞાન કદાચ ઉપયોગી થઇ પડે …. ને નૂતન ઇતિહાસ રચવાની પ્રેરણા મળે !

3 thoughts on “એક સિક્કો બે બાજુ : 25) હરખ હવે તું હિન્દુસ્તાન !

  • Thanks Jayshreeben ! I’m thinking of writing 2 more articles on this line . It will help me ,too , to know about our history from the other side of the coin …!

   Like

 1. આપણો દેશ અનેક વિવિધતા થી સભર રહયો છે જેથી અનેક પ્રજા આપના દેશમાં આવી 0
  પણ આપણા દેશમાં અનેક નાના પરગણા અને રાજ્યો એક થઈ ને દેશની સઁસ્કૃતિ ને સમૃદ્ધિ ને જાળવી નથી તે મોટી કરુણતા છે
  જે પરિસ્થિતિ ને આજે pn🙏 જોઈ રહ્યા
  છી યે
  જાગો ઓ હિન્દ બાલ સબકા સાથ સબકા વિકાસ ની ઘડીઓ વિચારીયે
  નલિની ત્રિવેદી નમસ્તે

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.