૨૩,”જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો,

સૌ પ્રથમ તો છેલ્લા બે અઠવાડિયાથી વૈશ્વિક કવિતાના ભાવવિશ્વની આપણી આ સફર  મારા કારણે  થંભી ગઈ હતી તે બદલ આપ સૌની ક્ષમા ચાહું છું. મારી અને તમારી આ કલમ થકી થતી મુલાકાતમાં આવેલા આ અણધાર્યા અવરોધ બદલ દિલસે Sorry!

જુલાઈ મહિનાના પ્રથમ ગુરુવારે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત આપ સૌનું સ્વાગત છે. નવો મહિનો એટલે નવો વિષય. કહેવાય છે કે સમય, સબંધ અને સ્વતંત્રતાની ખરી કિંમત ગુમાવ્યા પછી જ સમજાય છે. હા મિત્રો, આ મહિનાનો  વિષય છે Freedom અર્થાત સ્વતંત્રતા. વળી જુલાઈ મહિનામાં ચોથી જુલાઈના દિવસે USA નો સ્વાતંત્ર્ય દિવસ પણ આવે છે.  આ મહિને આપણે “જ્યાંન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” એ લેખમાળા અંતર્ગત પ્રસંગોચિત વિષય  સ્વતંત્રતા or Freedom  વિષય પરની જુદીજુદી ભાષાની કવિતાઓ અને તેમનો ભાવાનુવાદ જાણીશું અને માણીશું. 

To be free એટલેકે સ્વતંત્ર હોવું એ દરેકે દરેક જીવ માત્રની મૂળભૂત જરૂરિયાત અને હક છે. પીંજરું ભલે સોનાનું હોય પણ આખરે તો તે પીંજરું જ છે. અને એટલેજ કદાચ લગભગ બધીજ ભાષાઓમાં સ્વતંત્રતાને લગતી કવિતાઓની રચના થયેલી છે.અહીં મારે સ્વતંત્રતા એટલે માત્ર દેશ આઝાદ બને તેની જ વાત નથી કરવી.દેશની આઝાદીની સાથે, નૈતિક,વૈચારિક અને ભાવાત્મક સ્વતંત્રતાને  પણ આવરી લેવાનો પ્રયત્ન કરીશું. 

“જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત આજે આપણે વિશ્વકવિ શ્રી રવીન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત સ્વતંત્રતા વિશેની એક સુપ્રસિદ્ધ પ્રાર્થના જેનું શીર્ષક છે “Where the Mind is Without Fear” અર્થાત “જ્યાં મન ભયમુક્ત હોય…” નો ભાવાનુવાદ જાણીશું અને માણીશું. ગુરુદેવે આ કાવ્યની રચના મૂળ બંગાળીમાં 1910માં કરી હતી પણ 1912માં તેમણે  પોતે જ તેનું englishમાં ભાષાંતર કર્યું હતું.  તમે મૂળ અંગ્રેજી રચના આ લિંક પર વાંચી શકશો. https://allpoetry.com/where-the-mind-is-without-fear.

ભારતદેશની આઝાદીકાળ  પહેલા રચાયેલી આ રચના આમતો પરમ ચૈતન્યને ઉદેશીને કરાયેલ પ્રાર્થના છે. આ રચનામાં ગુરુદેવે એક એવા દેશની પરિકલ્પના કરી છે કે જેનો પાયો દરેક વ્યક્તિના વૈચારિક સ્વાતંત્ર્ય અને કર્મશીલતા પર રચાયો હોય. જ્યાં દરેક દેશવાસી પોતાની અંદર રહેલા પરમાત્માનો હાથ ઝાલીને, તેના અંતરાત્માના અવાજને અનુસરીને નીતિ, નિષ્ટા અને સત્યને માર્ગે ચાલતા હોય.માત્ર છ પંક્તિની આ રચનામાં પણ ગુરુદેવે તેમના દ્રષ્ટિકોણથી, તેમના આંતરભાવ  અનુરૂપ એક સ્વર્ગસમાં સ્વતંત્ર દેશની પ્રાર્થના પ્રભુ વહેતી મૂકી છે. ગુરુદેવ એવું દ્રઢ પણે માનતા હતા કે એ પરમ ચેતના, એ દિવ્ય શક્તિ મારા તમારા એટલેકે પ્રત્યેક મનુષ્યની અંદરજ રહેલી છે અને આપણે પોતેજ એ દિવ્ય શક્તિ સાથે એકાકાર થઈને એક આદર્શ વિશ્વની રચના કરી શકવા સમર્થ છીએ 

ગુરુદેવે રચેલી મૂળ બંગાળી રચના” Chitto Jetha Bhaiyashunyo” નો સમાવેશ તેમના સુપ્રસિદ્ધ કાવ્ય સંગ્રહ ગીતાંજલિમાં થયેલો હતો. 1912માં જયારે Indian Society, London દ્વારા જયારે “ગીતાંજલિ” અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયો ત્યારે તેમાં આ રચનાનો અંગ્રેજીમાં અનુવાદ ગુરુદેવે સ્વયં કરેલ હતો.

આમતો આ રચના ભારતદેશની આઝાદીને ઝંખતી પ્રાર્થના તરીકે રચાયેલી છે, પણ મને તો આ પ્રાર્થના દ્વારા આપણે આપણા આંતરવિશ્વને  પણ સ્વર્ગ સમી સ્વત્રંત્રતા બક્ષી શકીએ છીએ તેમ લાગે છે. આંતરવિશ્વની પરતંત્રતા એટલે To be attached with our surroundings. આપણે આપણા પરિવાર સાથે, મિત્રો સાથે, આસપાસના લોકો સાથે, પરીસ્તિથિઓ સાથે, સંજોગો સાથે અને બીજા કેટલાય પરિબળો સાથે મનથી જોડાયેલા હોઈએ છીએ. એટલેકે આ દરેક પરિબળ પાસેથી  આપણને વધતે-ઓછે અંશે કંઈક અપેક્ષા હોય છે. But the root of all sufferings is attachment. આંતરવિશ્વની સ્વતંત્રતા એટલે to attain the state of detachment in attachment. એટલેકે સર્વ સાથે અંતરથી જોડાયેલા રહીને પણ સર્વ પ્રત્યેની અપેક્ષાઓથી મુક્ત.

ભયમુક્ત મન અને આત્મવિશ્વાસથી ઉન્નત મસ્તક એ આપણા આંતરવિશ્વને સ્વતંત્ર કરવાનો પાયો બની રહે છે. અને સતત જ્ઞાન પ્રાપ્તિની ઝંખના અને પરસ્પર પ્રેમ પ્રસરાવવાની ખેવના અને સાથે સાથે નિષ્ઠા પૂર્વક કરેલ કર્મ આપણા આંતરવિશ્વને સ્વતંત્રતાના માર્ગે આગળ વધવાનું ચાલક બળ પૂરું પાડે છે. આ આંતરવિશ્વની સ્વતંત્રતા માટે મન સાથે બુદ્ધિનું યોગ્ય સંયોજન પણ ખુબ જરૂરી છે. જેવી રીતે પ્રેમ અને હૃદય એકબીજાથી અવિભાજ્ય છે તેવીજ રીતે મન અને બુદ્ધિ પણ એકબીજાથી અવિભાજ્ય છે.આમ જ્ઞાન અને પ્રેમને સહારે, બુદ્ધિ અને તર્કનું  યોગ્ય સંયોજન કરી નિષ્ટા અને નીતિ પૂર્વક નો પ્રયત્ન  જ આપણા આંતરવિશ્વને સ્વત્રંત્રતા તરફ ધકેલે છે. Afterall attachment is the source of pain but detachment is the source of joy!

તો ચાલો આ પ્રેરણાદાયી કવિતાના હાર્દને મમળાવતા મમળાવતા આજે મારી કલમને વિરામ આપું છું.આવતા અઠવાડિયે આજ વિષય પરની એક બીજી  કવિતા સાથે ફરી મળીશું.તમારા માર્ગદર્શન અનેઅભિપ્રાયોની અપેક્ષા સાથે….

– અલ્પા શાહ 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.