૧૮,”જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો,

મે મહિનો મક્કમ ગતિએ આગળ ધપી રહ્યો છે અને ભારતમાં અને અહીં કેલિફોર્નિયામાંતપી પણ રહ્યો છે!! Mother’s Day હમણાં જ રવિવારે ઉજવાઈ ગયો. મેં જેમ આગળ લેખમાં લખ્યું હતું તેમ જન્મદાત્રીના સ્નેહ અને સમર્પણને ઉજવવા તો આ જન્મારો પણ ઓછો પડે અને માતૃત્વની ઉજવણી તો રોજેરોજ જ કરવાની હોય..પણ તે છતાંય આવો એક અલાયદો દિવસ વ્યસ્ત સંતાનોને રોજિંદી ઘટમાળમાંથી બહાર ડોકિયું કરી મા પ્રત્યે કૃતજ્ઞતા અને સ્નેહ વ્યક્ત કરવાનો અવસર આપે છે. “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત આજે આપણે મા પ્રત્યેના આવાજ કંઈક વહાલને વ્યક્ત કરતી નોબેલ પારિતોષિક વિજેતા Chilean Poetess Gabriela Mistral દ્વારા લિખિત Spanish કવિતા Caricia (Caress) અર્થાત “વ્હાલ”ને જાણીશું અને માણીશું. તમે આ કવિતાના સ્પેનિશ અને અંગ્રેજી  શબ્દો તમે આ લિંક પર વાંચી શકશો. https://marine-cafe.com/lovely-tribute-to-a-mother-by-a-gifted-chilean-poet/ 

મેં આ રચનાનો ગુજરાતીમાં ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે જે અત્રે રજુ કરું છું.

ખુબ સરળ શબ્દોમાં મા પ્રત્યેના ભાવોને વ્યકત કરતી આ કવિતા આમતો કવિયત્રી દ્વારા રચાઈ છે પણ આ કાવ્યમાં એક દીકરાની તેની માતા પ્રત્યેની લાગણીઓને શબ્દો દ્વારા વાચા મળી છે. સામાન્યતઃ દીકરો હોય કે દીકરી, બંનેને મા પ્રત્યે સમાન લાગણી જ હોય, પણ દીકરીની લાગણીની અભિવ્યક્તિ તેના વાણી અને વર્તનમાં છલકે અને મલકે પણ દીકરો તેની તેટલીજ તીવ્ર લાગણીઓને ભીતરમાં ગોપિત રાખે. તેનાથી જરા ભિન્ન, અહીં સરળ શબ્દોની સરવાણીએ દીકરો પોતાનું માતા પ્રત્યેનું વહાલ વહેતુ મૂકે છે.

1889 માં Chile માં જન્મેલા Gabriela Mistral ઉપનામ ધરાવતા આ કવિયત્રીનું Latin American literature પર ઘણું ગહન યોગદાન છે. In 1945, She became the first Latin American to win the Nobel Prize for Literature. Her life was a rollercoaster ride. તેમની કવિતાઓમાં લાગણીઓનું ઊંડાણ અને જીવનના અનુભવોનું ખેડાણ અનુભવાય છે. તેમણે માતૃપ્રેમ પર અનેક કવિતાઓની રચના કરી જે એક પુસ્તક રૂપે પ્રગટ થયેલી છે. પ્રેમ અને પ્રકૃતિ તેમના પ્રિય વિષયો હોય તેવું મનાય છે. You can know more about the poetess here: ttps://www.nobelprize.org/prizes/literature/1945/mistral/biographical/

આ કવિતામાં કવિયત્રીએ એક દીકરાની માં પ્રત્યેની સંવેદના શબ્દોમાં વહાવી છે. મા અને દીકરાનું પોતાનું એક અનોખું અને નિરાળું ભાવવિશ્વ હોય છે જે મા અને દીકરીના ભાવવિશ્વ કરતા ઘણું અલગ હોય છે. મા અને દીકરાના ભાવવિશ્વમાં સંવાદ ઓછો અને સમજણ વધારે હોય છે. નવ મહિના પોતાની કૂખમાં સેવ્યા બાદ જયારે મા દીકરાને જન્મ આપે છે ત્યારથી દીકરો માના જીવનનું કેન્દ્રબિંદુ બની જાય છે. દીકરાના લાલન-પાલનમાં વ્યસ્ત રહેતી મા ક્યાંક અને ક્યારેક દીકરામાં પોતાના પિતાની છાંટ પણ નિહાળે છે. શૈશવ કાળમાં મા પોતાની આંખે દીકરાને વિશ્વનો પરિચય કરાવે છે અને ધીમે ધીમે દીકરાને વિશ્વની વાસ્તવિકતાઓનો સામનો કરવા સજ્જ કરે છે. માની આંગળી પકડીને ધીમે ધીમે દીકરો બાલ્યાવસ્થામાંથી યુવાવસ્થા તરફ આગળ ધપે છે. કિશોરાવસ્થામાં બંને વચ્ચે મતભેદ અને power struggle પણ થાય છે. આ બધાની વચ્ચે પણ મા દીકરામાં સ્ત્રીદાક્ષિણ્ય અને સ્ત્રી સન્માનના સંસ્કારોનું સિંચન કરે છે. જરૂરિયાત અનુસાર મા દીકરા માટે friend, philosopher and guide સુધીની બધીજ ભૂમિકાઓ ભજવે છે. અને જોતજોતામાં એજ દીકરો એક પુરુષ બનીને મા નો હાથ ઝાલી લે અને માને કહે કે “હું બેઠો છું ને તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી” અને એ ક્ષણે માને પોતાનું જીવ્યું સાર્થક થયેલું લાગે છે અને બધીજ અપેક્ષાઓ પરિપૂર્ણ થઇ હોય તેવું લાગે છે… “Being a mother to a little boy and helping him discover the world is one of the greatest experiences in a woman’s life, which makes objective goals dull in comparison. The connection between a mother and her son opens the gate to a new world of wonder and love.”  

આ કવિતામાં તો દીકરાએ પોતાની લાગણીઓ શબ્દોમાં વ્યક્ત કરી છે પણ મોટાભાગે દીકરાઓની લાગણીઓ આ રીતે શબ્દોમાં વ્યક્ત થતી નથી પણ વર્તન અને વ્યવહારમાંજ વ્યક્ત થાય છે. મા અને દીકરાના ભાવવિશ્વને માત્ર મા અને દીકરોજ સમજી શકે. પિતામાટે પણ આ ભાવવિશ્વ તેમની સમજ બહારનું હોય છે.(પિતાનું અને પુત્રનું પોતાનું એક જુદું ભાવવિશ્વ હોય પણ તેની વાત ફરી ક્યારેક…). I have personally experienced the depth and the strength of the bond between a mother and a son and the challenges and charms the bond bring along…    

તો ચાલો આજે મા-દીકરાના ભાવવિશ્વમાં વિહરતા વિહરતા હું મારી કલમને વિરામ આપું છું. આવતા અઠવાડિયે આજ વિષય પરની એક બીજી  કવિતા સાથે ફરી મળીશું.તમારા માર્ગદર્શન અને અભિપ્રાયોની અપેક્ષા સાથે…. 

– અલ્પા શાહ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.