એક સિક્કો – બે બાજુ :12) દત્તક બાળક અને જન્મદાતા !


ક્યારેક અધૂરું સ્વપ્નું , અધૂરું ચિત્ર, અધૂરી રહેલી બાજી , ન પુરી થયેલી પઝલની રમત ,અધૂરું રહેલું ગીત બસ અધૂરાં રહે તેમાં જ સૌનું હિત છે !
‘હા , એ અધૂરું છે , એની એક જ બાજુ ધ્યાનમાં આવી છે તે સારું જ છે , નાહકની એની બીજી બાજુ જાણવાનો પ્રયત્ન ના કરશો !’
આ શબ્દો હતાં અમારી દીકરીની એક બેનપણીનાં! આપણે એને રોઝેલીન કહીશું .
પહેલી વાર એ અમારે ઘેર આવી ત્યારે અમે એને પરાણે અમારાં બધાં સાથે જમવા બેસાડી હતી . જો કે એ થોડી અતડી રહેતી હતી ,એનામાં થોડી અદેખાઈ અને ઉતાવળાપણું મેં જોયાં હતાં, પણ એ જ તો અમારી દીકરીની રૂમમેટ બનીને યુરોપમાં એક સેમેસ્ટર સાથે કરવાની હતી! એનાં મા બાપ શ્વેત – અમેરિકન હતાં અને રોઝ ઓરિએન્ટલ હતી . સ્વાભાવિક રીતે જ ખબર પડે કે એ વિયેટનામ કે કોરિયા તરફની હશે .
“ એને એનાં જન્મદાતા પેરેન્ટ્સને શોધવા છે .” એક દિવસ અમારી દીકરીએ અમને કહ્યું ; “ એનાં આ અમેરિકન મા બાપે એને સાઉથ કોરિયા જઈને ત્યાંથી દત્તક લીધી છે .. લગભગ વીસ વર્ષ પહેલાં. હવે એને પોતાનાં જન્મદાતા પેરેન્ટ્સ શોધવા છે . જો કે એનાં આ મમ્મી અને પપ્પાએ એને કહ્યું કે બેટા , તું ખોટી તકલીફ ના લે . એ લોકોએ એમ પણ કહ્યું કે અમારાં પ્રેમમાં તને કાંઈ ઉણપ લાગે છે ? અમારી કોઈ ભૂલ થઇ હો તો કહે ! પણ પોતાનાં સાચા મા બાપ શોધવાનો એને હક્ક છે , બરાબરને , મમ્મી ?” અમારી દીકરીએ મને પૂછ્યું !
હું શું જવાબ આપું ? કેવા સંજોગોમાં એને એની મા એ ત્યજી દીધી હશે ?
એની પણ કોઈ મજબૂરી હશે ને કે જેણે એને એક માસુમ બાળકીને ત્યજવા મજબુર કરી હશે !ઘણા બધા પ્રશ્નો મારા મનમાં પણ ઉદભવ્યા ..પણ યૌવનને ઉંબરે પહોંચી રહરલ રોઝલિનને હવે પોતાની જન્મદાતા જનેતાને શોધવાની તીવ્ર ઈચ્છા થઇ હતી ..
ઘણી વાર આ રીતે વર્ષો પૂર્વે ત્યજી દીધેલ બાળકને મળીને મુશ્કેલી પણ ઉભી થતી હોય છે .
દત્તક બાળકો જયારે પોતાનાં જન્મદાતા માં બાપને શોધે છે ત્યારે કાયમ હેપ્પી એન્ડિંગ જ હોય છે તેમ નથી બનતું .
એ પ્રસંગો ઉપર તો નવલકથાઓ લખાય તેવાં વિચારોના મહાસાગરો અને પરિસ્થિતિનાં મોજાઓ રચાતા હોય છે!
જે વ્યક્તિએ શોધ આદરી હોય છે તેને માત્ર પરિસ્થિતિની એક જ બાજુની ખબર હોય છે .. એને ખબર નથી કે સિક્કાની બીજી બાજુ શું છે ! અને એટલે સતત એન્કઝાયઈટી હોય છે કે સામેની વ્યક્તિ તેને સ્વીકારશે કે નહીં!
જો કે અમેરિક લોકો મારા મતે વધારે નિખાલસ સ્વભાવનાં હોય છે.
એ લોકો સમય આવે ભૂલનો એકરાર કરી , સંજોગોને જવાબદાર ગણીને આગળ પોતાનું ભવિષ્ય રચે છે!
પણ પૂર્વની સંસ્કૃતિમાં એવું હમેંશા બનતું નથી! રોઝેલીનના મનમાં પણ એ જ અનિશ્ચિતતા હતી!
શું થશે ? શું એ લોકો મને સ્વીકારશે ? શું કામ એ માં એ મને દત્તક આપી દીધી હશે? હું એનું કોઈ રહસ્ય તો બહાર નહીં પાડું ને ? એ મને અપમાન કરીને કાઢી મુકશે તો?
ઘણા પ્રશ્નો હતા અને ઉત્તર તો માત્ર ભવિષ્ય જ કહી શકે તેમ હતું !
કુંતીએ જયારે કર્ણને કહ્યું કે તું મારો દીકરો છે ત્યારે કર્ણને શું આંનદ થયો હતો ? શું એને લીધે કુંતી અને કર્ણના સંબંધોમાં સુધારો થયો હતો ?
અને એમ તો કૃષ્ણને દેવકીએ ત્યજી દીધો અને પાલક માતા યશોદાએ ઉછેર્યો ! એ માની પણ એક મજબૂરી જ હતી ને ?
હા સત્ય પચાવવાની તમારામાં હિંમત હોય તો શોધ કરો ..
ને કમ્પ્યુટર યુગમાં એક દિવસ એવો આવ્યો કે એને એનાં જન્મદાતા મા બાપનો પત્તો મળ્યો .
એ સાઉથ કોરિયાના seoul શહેરમાં રહેતાં ઉચ્ચ મધ્મ વર્ગના એ ઘરમાં ગઈ જ્યાં તેનાં બાયોલોજિકલ પેરેન્ટ્સ બીજા ચાર સંતાનો સાથે આનંદથી રહેતાં હતાં ! એને ખબર પડી કે એનાથી નાનાં બીજા ચાર બાયોલોજીકલ ભાઈ બેન એનાં પેરેન્ટ્સની સાથે જ રહે છે! અને તે પણ આનંદથી !
“ મને કોઈ અજાણી વ્યક્તિઓને દત્તક પધરાવી દીધી અને બીજાં સંતાનો સાથે એ લોકો આનંદનું જીવન ગુજારે છે?” એ વિચારે રોઝ હવે વધારે દુઃખી થઇ!
તે દિવસે અમારી ઘેર , આપણાં ભારતીય રહેણી કરણી સાચવી રાખીને ,સાથે સાથે અમેરિકન લાઈફ સ્ટાઇલ જીવન જીવતાં અમને જોઈને એને પણ પોતાનાં રૂટ્સ શોધવાની તાલાવેલી લાગેલી ! પણ બે વર્ષ બાદ ,પોતાનાં લોહીના સંસ્કારો , પોતાના જન્મનું મૂળ શોધવા જતાં હવે એ જાણેકે વધારે હતાશ થઇ હતી !
પોતાનાં કુટુંબને મળવા એ કોરિયા પણ ગઈ ! પણ ત્યાં એને એવો આવકાર મળ્યો નહીં!
સૌ આનંદથી જીવન જીવતાં હતાં !
આ બધી વાતો એને હેરાન કરતી હતી … ને પહેલાં કરતાં એ હવે વધારે દુઃખી થઇ ગઈ !
હા , હું મારી આઈડેન્ડિટી એ કુટુંબમાં શોધવા પ્રયત્ન કરું છું જે લોકોને મારી કાંઈ પડી નથી !! એણે દુઃખી થઈને કહ્યું
” એ લોકોને મારા જન્મનાં જીન્સ કરતાં અમેરિકાનાં ડોલરના ડી એન એ વધારે ગમ્યા હતા ! “એણે રિમાર્ક કરેલી ! “ મારી અમેરિકાની ગિફ્ટ તો સૌને ગમી , પણ -પણ ? રૉઝીની આંખમાં આસું હતા .
જોકે એક સત્ય બહાર આવવાથી એને કદાચ સંતોષ થયો હશે , એણે કહ્યું : “ એમાં કશું ખોટું નથી! એ લોકોને જે યોગ્ય લાગ્યું તે કર્યું , અને મેં પણ સત્ય શોધ્યું એટલે હવે થોડો સમય જશે પછી એક સંતોષ તો થશે જ કે હું કોણ છું , ક્યાંથી એવું છું … હા , હું અમેરિકન છું અને આ મારાં પાલ્ય માબાપ જ મારાં સાચા માં બાપ છે !
પ્રત્યેક વાતને બીજી બાજુ છે તેમ જાણવા મળ્યું હતું કે એના જન્મ વેળાએ ભયન્કર દુકાળમાં કોઈના જ બચવાની આશા નહોતી ત્યારે માં બાપે એને એના ઉજ્જવળ ભવિષ્ય માટે આ અમેરિકન દંપતીને દીકરી દત્તક આપી દીધી હતી .. અમે મરી જઈશું પણ અમારી આ દીકરીને તો નવ જીવન મળશે ને ? એ વિચારે એમણે એ પગલું ભર્યું હતું .. હા , એ નામોશી ભરી વાતને લીધે જ એ લોકો એનાથી દૂર રહેતાં હતાં …
“એ પગલું એમણે તારાં હિતને ધ્યાનમાં રાખીને લીધું હતું , બેટા;” મેં એને સમજાવ્યું ; “ તું દુઃખ કરવાને બદલે આનંદ કર કે તને આવાં પ્રેમાળ માતા પિતા અહીં અમેરિકામાં સાંપડ્યાં! નહીંતો તું કદાચ એ દુકાળમાં જીવિત રહી શકી હોત નહીં !” મેં પ્રેમથી એનાં આસું લૂછતાં કહ્યું !

3 thoughts on “એક સિક્કો – બે બાજુ :12) દત્તક બાળક અને જન્મદાતા !

 1. Dear Geetaben and Subhashbhai,

  Keep up the good work. You are doing a great job.

  My take on this event is never go back too far in the past. The world keeps on rotating, changing, and nothing exactly happens as we believe / perceive should happen. “Move on” with what we have, and consider that we are the luckiest people in the world, just that we are alive and well.

  Bharat Thakkar.

  Liked by 1 person

  • ઘણી વખત જીવનમાં બધું ખાધું પીધું ને રાજ કીધું એ રીતે happy ending બનતું નથી ! ત્યારે દુઃખ થાય , નિરાશા પણ મળે પણ જીવન અટકતું નથી Life has to go on ! Thanks , Bharatbhai !

   Like

   • I wrote this today. નિયતિ and ભાગ્ય are least understood words in our vocabulary.

    Muddai lakh bura chahe kya hota hai, wahi hota he jo manjure khuda hota he

    ફૂલની નિયતિ

    ખીલે તે પહેલાં મુરઝાય જે ફૂલ
    તેની નિયતિ વિષે શું કહેવું?
    જે રજકણ ઉડી ના શકે
    તેના ભાગ્યમાં પાંખો નથી શું?

    રાતદિન હરેક જીવ
    દુર્ભાગ્ય ઓઢી સંતાડી ફરે.
    કોઈ કણસે, અકાળે મરે,
    અણધાર્યું અકલ્પ્યું રોજ રોજ બને.

    શોક ઘડીક જીવ કરે,
    પછી આનંદમાં મશગૂલ,
    ગાંડો હાથી મદીરામાં ગળાબૂડ.
    નિયતિની પીઠ પર ચઢી જીવ નાચ કરે.
    એ જીવની ગરિમા વિષે શું કહેવું?
    તેના ભાગ્યમાં સુખ નથી એ ખરું?

    નિયતિને ભોળવી પટાવી જો શકો
    ફૂલ કદી ના મુરઝાશે ખીલતાં પહેલાં.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.