વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો,
માર્ચ મહિનાના અંતિમ ગુરુવારના પડાવ પર આપણે આવી પહોંચ્યા છીએ. આ લેખમાળા અંતર્ગત “મન” વિષય પરની આ અંતિમ કવિતામાં આપણે આપણા મનમાં સર્જાતી અસીમ અને અનંત કલ્પનાઓની સંગે સફર કરીશું અને કવિવર શ્રી રબીન્દ્રનાથ ટાગોરની સુપ્રસિદ્ધ બંગાળી રચના ” কোথাও আমার হারিয়ে যাওয়ার নেই মানা মনে মনে” અર્થાત ” IN MY IMAGINATION” અથવા “મારી કલ્પનામાં…” નો ભાવાનુવાદ જાણીશું અને માણીશું. તમે આ બંગાળી કવિતા અને તેનું અંગ્રેજી ભાષાંતર આ લિંક પર વાંચી શકશો.
http://anondogaan.blogspot.com/2014/11/kothao-amar-hariye-jawar-lyrics.html
ગુરુદેવની સર્વ રચનાઓની જેમ એકદમ સરળ લગતી આ રચના પણ ગૂઢ અર્થથી ભરેલી છે અને તેનામાં રહેલ ઊંડાણ સમજવાની મારી કોઈ પાત્રતા નથી પણ તે છતાંય મેં આ કવિતાનો પદ્ય ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે જે હું રજુ કરું છું.

કવિવરની આ રચનામાં આપણા મનની કલ્પનાઓની અનંતતા અને અમાપતા ને શબ્દદેહ મળેલ છે.કલ્પનાની પવનપાવડી પર ચઢીને આપણું મન શું ના કરી શકે? પોતાના સ્વપ્નનગરમાં ઓગળી પણ જઈ શકે અને મનગમતા ગીતમાં એકાકાર પણ થઇ શકે. તો વળી પરીઓના દેશમાં અને મૌનના પ્રદેશમાં પણ વિહરી શકે. અને ક્યારેક ફૂલોના જંગલોમાં અથવા વાદળોના ગુચ્છાઓમાં ખોવાઈ પણ શકે…આપણી કલ્પનાઓની જાહોજલાલી અનંત છે અને ક્યારે કલ્પનાના ઘોડા કઈ દિશામાં દોડશે તેનું પણ કોઈ ઠેકાણું નહિ…
There are absolutely no boundaries to our mindscape and that limitless mindscape keeps us alive… જરા વિચાર કરો, જો આપણું મન કોઈ કલ્પનાઓ ના કરી શકતું હોત અને આપણે માત્ર અને માત્ર જિંદગીની કઠોર અને કઠિન વાસ્તવિકતાઓ સાથેજ જીવવાનું હોત તો જિંદગી જીવવી અસહ્ય બની જાત. દુનિયાની એકેએક વ્યક્તિને પોતાની કલ્પનાની દુનિયા હોય જ અને એ દુનિયાનો એ પોતે રાજા અને એ કલ્પનાની દુનિયામાં પોતે પોતાની રીતે કોઈ રોકટોક વિના વિહરી શકે.
મનોવિજ્ઞાન પણ Imagination અથવા કલ્પનાને mental health માટેનું એક અવિભાજ્ય અંગ ગણાવે છે. પોતાની આગવી કલ્પનાશ્રુષ્ટિમાં વિહરવાથી આપણું મન આપણી અપેક્ષાઓ અને ઈચ્છાઓ અથવા લક્ષ્યની માનસિક છબી બનાવે છે અને કલ્પનાશ્રુષ્ટિમાં તેની પૂર્તિ પણ થાય છે. અને વિજ્ઞાન પુરવાર કરે છે કે આ કલ્પનાઓ દ્વારા આપણી લાગણીઓને અને તર્કને વહેવા માટે એક ઢાળ મળે છે અને આપણા મન પરનો બોજો ઓછો થાય છે.
કલ્પના અથવા પરિકલ્પના કરવી તે કદાચ જ્ઞાન મેળવવાથી પણ વધારે અગત્યની છે. Albert Einstein famously said, “Imagination is more important than knowledge. For knowledge is limited to all we now know and understand, while imagination embraces the entire world, and all there ever will be to know and understand.” Imagination will let us explore ideas or things that are not physically present or that do not exist or have never experienced before. And this is the foundation of all the inventions. Imagination is the base of each invention on this planet. અર્થાત આ દુનિયાની એકેએક શોધના પાયામાં ક્યાંક કોઈની કલ્પના રહેલી છે. હા, માત્ર કલ્પનાઓમાં જ રાચવાથી કોઈ લક્ષ્ય પૂર્તિ નહિ થાય કે માનવજીવનના કે આ પૃથ્વીના કલ્યાણમાટે કોઈ નવી શોધ નહિ થાય, તેના માટે તો જ્ઞાન અને પુરુષાર્થની આવશ્યકતા છે. આ કલ્પનાઓને મૂર્તિમંત કરવા પુરુષાર્થની એરણે ચઢવુજ રહ્યું…
પણ એક વાત તો ચોક્કસ કે આપણા મનની કલ્પનાઓજ થકીજ આપણે જીવંત રહી શકીએ છીએ, ધબકતા રહી શકીએ છીએ. આ કલ્પનાઓજ આપણી અંદર એક અનોખી અદકેરી શ્રુષ્ટિનું સર્જન કરે છે અને આપણી બહારની શ્રુષ્ટિની જેમજ કલ્પનાઓની આંતરિક શ્રુષ્ટિ પણ કુદરતની અમૂલ્ય ભેટ છે. જેમ કવિવરના આ કાવ્યમાં દર્શાવ્યું છે તેમ, આપણી કલ્પનાઓ અસીમ છે અને કલ્પનાઓને
જેમ કવિવરના આ કાવ્યમાં દર્શાવ્યું છે તેમ, આપણી કલ્પનાઓ અસીમ છે, અમાપ છે, અનંત છે.અને આપણા મનની કલ્પ્નાઓજ થકીજ આપણે જીવંત રહી શકીએ છીએ, ધબકતા રહી શકીએ છીએ. આ કલ્પ્નાઓજ આપણી અંદર એક અનોખી અદકેરી શ્રુષ્ટિનું સર્જન કરે છે અને આપણી બહારની શ્રુષ્ટિની જેમજ કલ્પનાઓની આંતરિક શ્રુષ્ટિ પણ કુદરતની અમૂલ્ય બક્ષિશ છે. આ અમૂલ્ય બક્ષિશ માટે પરમચેતનાનો આભાર માની હું મારી કલમને આજે વિરામ આપું છું. અને હા,કવિવરનું આ કાવ્યગીત એક નૃત્ય ગીત પણ છે. ચાલો આપણે નાના બાળકોની સાથે તેમની કલ્પનાના ઘોડે ઉડીને તેમની કલ્પનાની દુનિયામાં ડોકિયું કરીએ અને આ બાળ નૃત્ય માણીએ.
આવતા અઠવાડિયે નવો મહિનો શરુ થઇ જશે એટલે એક નવાજ વિષય પરની કવિતાઓ જાણીશું અને માણીશું.તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….
– અલ્પા શાહ
સાચું જ તો કહ્યું છે ને કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ.
રબીન્દ્રનાથ ટાગોરની આ રચનાને શબ્દદેહ થકી મનની કલ્પનાઓની અનંતતા અને અમાપતા નો કાવ્યમય પરિચય
LikeLike
Thank you Rajulben for your kind words!
LikeLike
અલ્પા,કલ્પનાઓ થકીજ આપણે જીવંત છીએ….કવિવરની વાતને સુંદર રીતે મૂકી છે
LikeLike
Thank you Jigishaben for your kind words!
LikeLike