એક સિક્કો – બે બાજુ : 10) વેરની વસુલાત : પૃથ્વીરાજ ચૌહાણ !


રસ્તે કોઈ સ્ટોરમાં -કોઈ સહેજ અથડાઈ જાય તો આપણે તરત જ કહીએ : ભાઈ જરા સાંભળીને ચાલો ને ?
અને એ વ્યક્તિ પણ મોટે ભાગે એમ જ કહેવાની : “ તમે જરા આંખ ખુલી રાખીને ચાલતાં જાઓ ને !” બંને પોતપોતાની દ્રષ્ટિએ સાચાં છે .પણ આપણને ક્યારેય બીજી વ્યક્તિની પરિસ્થિતિનો ખ્યાલ જઆવતો નથી !
બહુ ઓછાં લોકો આ પ્રસંગને જુદી રીતે મુલવશે – “ સોરી ભાઈ , હું અહીં સ્ટોરમાં ફાંફા મારતો હતો – કે ડાફોળીયા મારતી હતી એટલે તમારી અડફટમાં આવી ગઈ ; મને માફ કરો !”
આપણે એવું બોલતાં નથી !
અને સામેવળી વ્યક્તિ પણ : “ સોરી , મારી ભૂલ હતી , હું જરાઉતાવળમાં હતો એટલે તમને ધક્કો વાગી ગયો ! તમને ક્યાંક વાગ્યું તો નથી ને ?” એવું કહીને માફી માંગશે નહીં .
કારણકે આપણે માત્ર આપણી જ દ્રષ્ટિથી વિચારીએ છીએ !
હું તો એમ પણ કહીશ કે ભગવાને મનુષ્યને બે આંખ આપી છે પણ બંને આંખ આગળ જ આપી છે , પંખીઓની જેમ જો બે આંખ કાનની જેમ બે બાજુએ આપી હોત તો આપણે ચારે બાજુનું જોઈ શકત , પણ ભગવાને પણ આપણને માત્ર એક જ દિશામાં જોઈ શકાય તેમ બે આંખો માત્ર આગળનું જોવા જ આપી છે !
એટલે ઘણું ખરું આપણે એક જ દિશાનું વિચારીએ છીએ –
સિક્કાની બીજી બાજુ જોવાનું ભૂલી જઈએ છીએ !ઉતાવળમાં હતો એટલે તમને ધક્કો વાગી ગયો ! તમને ક્યાંક વાગ્યું તો નથી ને ?” એવું કહીને માફી માંગશે નહીં .

કારણકે આપણે માત્ર આપણી જ દ્રષ્ટિથી વિચારીએ છીએ !
હું તો એમ પણ કહીશ કે ભગવાને મનુષ્યને બે આંખ આપી છે પણ બંને આંખ આગળ જ આપી છે , પંખીઓની જેમ જો બે આંખ કાનની જેમ બે બાજુએ આપી હોત તો આપણે ચારે બાજુનું જોઈ શકત , પણ ભગવાને પણ આપણને માત્ર એક જ દિશામાં જોઈ શકાય તેમ બે આંખો માત્ર આગળનું જોવા જ આપી છે !
એટલે ઘણું ખરું આપણે એક જ દિશાનું વિચારીએ છીએ –
સિક્કાની બીજી બાજુ જોવાનું ભૂલી જઈએ છીએ !

પણ તો પ્રશ્ન થાય કે શું કોઈ ખોટું કરે , આપણને ઇજા પહોંચાડે તો તેને પદાર્થપાઠ શીખવાડવાનો જ નહીં ?
એ જ પ્રશ્નને ધ્યાનમાં રાખીને મેં આજે આપણા ઇતિહાસ પર નજર કરી . કોઈ ધક્કો મારે તો આપણે સામે ધક્કો મારીએ; કોઈ કોઈ પણ કારણ સર બે અપ શબ્દો બોલે તો આપણે પણ સામે ચાર ખરાબ શબ્દો સંભળાવવા , એ શું યોગ્ય છે ખરું?હા , તો કેમ ? અથવા ના , તો કેમ નહીં ?
માનવ સંસ્કૃતિના ઇતિહાસમાં ભાગ્યેજ બસ્સો વર્ષ એવાં છે કે જયારે વિશ્વમાં ક્યાંય યુદ્ધ ચાલતું ના હોય ! અર્થાત , છેલ્લાં પાંચ હજ્જાર વર્ષના ઇતિહાસમાં સતત યુદ્ધો થતાં જ રહ્યાં છે ! કારણ કે –
કારણ કે –
જયારે કોઈ માણસ ગુસ્સામાં આપણું ખરાબ કરે છે ત્યારે સ્વાભાવિક રીતે જ આપણને બદલો લેવાનું મન થાય છે જ ! માનવ સ્વભાવ છે ;પણ જયારે આ બદલાની ભાવના રાજા – મહારાજાઓને થાય ત્યારે દેશનો ઇતિહાસ પણ બદલાઈ જાય -છે !!
આપણા દેશમાં એવાં અનેક પ્રસંગો બન્યા છે જયારે એક જ બાજુનો વિચાર કરવાને લીધે ઘણા અનર્થ સર્જાયાં હોય !
તેનું એક ઉદાહરણ પૃથ્વીરાજ ચૌહાણ અને જયમલ રાઠોડ છે !
અગિયારમી સદીમાં આપણા દેશમાં મુસલમાનોએ પગ પેસારો કરી દીધો હતો ..ઉત્તરમાં અફઘાનીસ્થાન અને ત્યાંથી અત્યારના પાકિસ્તાન માં થઈને મહમદ ગીઝની જેવાઓએ દેશને લૂંટવા માંડયો હતો ! સોમનાથને સોળ વખત લૂંટ્યું હતું ! દર વખતે ધન દોલત લૂંટીને એ પાછો જતો રહેતો !
હિંદુ ધર્મમાં આત્મા – પરમાત્મા ની ઉચ્ચ વિચાર સરણીની વાતો અને સર્વ પ્રત્યે સરળ વર્તન , અતિથિ દેવો ભવ વગેરે વગેરે ભાવનાઓથી સઁસ્કૃતિ ગૌરવ જરૂર અનુભવતી હતી પણ , સાથે સાથે એમાં ; “ અમે જ શ્રેષ્ઠ” ની ભાવના ઘર કરી ગઈ હતી અને ત્યારે રાજા મહારાજો પોતાને મહાન ગણતા અને પોતાના અહન્કારને પોષી રહ્યાં હતાં ત્યારે આ રીતે દેશ પાયમાલ બની રહ્યો હતો ..
પંજાબમાં મુસ્લિમ લુંટારાઓએ ( મહંમદ ગીઝની જેવાઓએ )આવીને લૂંટફાટ કરીને ઉત્તરમાં પોતાનું શાસન સ્થાપવા માંડ્યું હતું ..
એ વાતને સો વર્ષ વીતી ગયાં હતાં .. બારમી સદીમાં અજમેરમાં એક પરાક્રમી રાજા – પૃથ્વીરાજ ચૌહાણ જન્મ્યો હતો .. એની કીર્તિ ચારે બાજુએ ફેલાઈ હતી અને ત્યાં જ આ ઇતિહાસની રોમાંચક વાત બને છે : રાજસ્થાનના કનોજ પ્રદેશનો રાજા જયચંદ રાઠોડ તેનું રાજ્ય ખુબ વિશાળ – છેક કનોજ થી વારાણસી સુધીનું હતું , તેની દીકરી સંયુક્તા ( સંયોગિતા ) વીર રાજકુમાર ( અજમેરનો રાજકુમાર )પૃથ્વીરાજના પ્રેમમાં પડે છે ..
જયચંદને તો પૃથ્વીરાજ સાથે વેર હતું ! પણ દીકરીને તો એ જ રાજકુમાર સાથે પ્રેમ થઇ ગયો હતો !!
પ્રિય વાચક મિત્રો ! પૃથ્વીરાજ ચૌહાણ અને જયમલ રાઠોડ વચ્ચેના – આ બંનેના ઝગડાને લીધે ભારત દેશનો ઇતિહાસ બદલાઈ ગયો ! ત્યાર પછી મુસ્લિમ શાસન સમગ્ર દેશમાં છવાઈ ગયું ..
કેવું કારમું પરિણામ !
સિક્કાની એક બાજુએ અપમાન છે : અને બીજી બાજુએ વેર વાળવાની તીવ્ર ઈચ્છા !
વાત એમ બની કે :
જયમલે દીકરીનાં સ્વયંવરમાં બધા રાજકુમારોને બોલાવ્યા , પણ એક બહાદ્દુર રાજકુમાર પૃથ્વીરાજને આમંત્રણ આપ્યું નહીં ; ઉલ્ટાનું , એનું પૂતળું બનાવડાવીને દરવાજે દ્વારપાળની જગ્યાએ મુકાવ્યું !! દાઝ્યાં ઉપર ડામ!
હવે આવું હડહડતું અપમાન પૃથ્વીરાજ કેવી રીતે સહન કરી શકે ?
એ ત્યાં ગયો અને બધાની હાજરીમાં સંયુક્તાનું અપહરણ કરી ગયો !!
હા , સંયુક્તાને (સંયોગિતાને ) તો આ જ શૂરવીર સાથે પરણવું હતું ને ? અને એ પણ આ પ્લોટમાં સામેલ હતી જ . જયમલ અને અન્ય રાજકુમારો હાથ ઘસતા રહી ગયાં..
પણ , જયમલ એને પોતાનું અપમાન સમજીને સમસમીને બેસી રહ્યો ..
એ અરસામાં , પંજાબ સુધી મહમદદ ઘોરી ( મહમદ ગીઝની નહીં , એ સો વર્ષ પૂર્વે આવ્યો હતો ) આવી ગયો હતો અને ત્યાં રાજ કરતો હતો . પૃથ્વીરાજ અજમેરનો રાજા હતો સાથે હવે દિલ્હી નો પણ રાજા બની ગયો હતો . એ હોશિયાર અને બાહોશ હતો એટલે એણે સારો એવો રાજ્યનો વિસ્તાર કરેલો . મહમદ ઘોરી જેવો એ તરફ આવ્યો કે તરત જ પૃથ્વીરાજે એને યુદ્ધમાં ધૂળ ચાટતો કરી દીધો અને જીવતો જવા પણ દીધો ( એ નાસી ગયો તો પીછો કર્યો નહીં ) પૃથ્વીરાજને એમ હશે કે હવે ડરીને ભાગી ગયો છે તો શા માટે એનો પીછો કરવો ? એટલે એને જીવતો જવા દીધો .
પણ વેરની આગમાં સળગતો જયમલ હવે બીજા રજપૂત રાજાઓને પોતાન પક્ષમાં લઈને પૃથ્વીરાજ પર બદલો લેવાનો પેંતરો રચતો હતો . એણે મહંમદ ઘોરીને મદદ કરવાનું વચન આપ્યું .
યુદ્ધ થયું , પણ ઘર ફૂટે ઘર જાય – એ મુજબ કોઈ રજપૂત રાજાઓ પૃથ્વીરાજની મદદે ના આવ્યા . જયમલ રાઠોડના માણસોએ ઉલ્ટાનું પોતાનાં જ રજપૂત ભાઈઓને – પૃથ્વીરાજના માણસોને યુદ્ધમાં હણ્યાં !!
પૃથ્વીરાજ હાર્યો !

દંત કથા મુજબ ઘોરીએ એને આંખે આંધળો કરી દીધો , અને એ મરાયો .
પણ હકીકતે ઘોરીએ પૃથ્વીરાજને તો માર્યો , પણ પાછા ફરતાં જયમલને પણ મારી નાખ્યો !! તારા જેવા શત્રુને તો ઉગતો જ ડામવો જોઈએ એમ કહીને ! અને પછી હવે ભારતમાં કોઈ શૂરવીર રાજા રહ્યો નહોતો એટલે એને આખા ભારતમાં ચઢાઈ કરવાનું ખુલ્લું મેદાન મળી ગયું !
દેશ મુસ્લિમ શાસન હેઠળ આવી ગયું !
કેમ ?
કારણકે હિંદુ રાજાઓ પોતપોતાના અહમ અને અભિમાનમાં એક બીજાને મદદ કરવાનું ભૂલી ગયા હતા ! જયમલની દીકરી સંયુક્તાને પૃથ્વીરાજ સાથે પ્રેમ થયો એટલે જયમલે પૃથ્વીરાજનું અપમાન કર્યું ; પૃથ્વીરાજે શૂરવીર યોદ્ધાની જેમ રાજકુંવરીનું અપહરણ કર્યું , જયમલે વળતો બદલો લીધો એને ઘોરીને મદદ કરી !!! દેશ મુસ્લિમોના હાથમાં આવી ગયો …
બદલો લેવાની લ્હાયમાં શું કરી રહ્યા હતાં તે ભુલાઈ ગયું !!
કોઈ સામી છાતીએ ઘા ઝીલે છે ; કોઈ પાછળથી વાર કરે છે ;
પણ પોતાનાંજ જયારે દુશ્મન બને છે ત્યારે સઘળું સત્યાનાશ નીવડે છે !
બંને પોતાની દ્રષ્ટિથી સાચાં હતાં: બન્નેને બદલો લેવાનો હક્ક હતો . પણ સહેજ જ જો વિચાર્યું હોત તો જયમલ દુશમનને મદદ કરવા જાત નહીં .
પણ જયારે આપણને એ વાત સમજાય છે કે દેશનો દુશ્મન , એનો વિશ્વાસ ના કરાય , ત્યારે સારો ઇતિહાસ પણ રચાય છે . આપનો દેશ આવી જ રીતે બે હજાર વર્ષ પહેલાં ગુલામ થઇ ગયો હોત, જો ચાણક્ય જેવો સમજુ માણસ દેશને ના મળ્યો હોત તો ! આજે પણ આપણે ચાણક્યને યાદ કરીએ છીએ કારણકે એને સિક્કાની બીજી બાજુ શું છે તે દેખાઈ ગયું હતું . એણે પરદેશી સિકંદરને મદદ ના કરવા દેશના રાજાઓને સમજાવ્યું હતું તેથી દેશ ગુલામ થતા બચી ગયો હતો . . તો એની વાત કરીશું આવતે અઠવાડીએ ..

 

5 thoughts on “એક સિક્કો – બે બાજુ : 10) વેરની વસુલાત : પૃથ્વીરાજ ચૌહાણ !

 1. આવા લેખ અત્યારે જરુરી છે. આપ બંનેને અભિનંદન. આવા લેખ માટે આપણા ભણેલા (ગણેલા)ભાઈઓ ને બહેનો આ લેખ વાંચી તો જતા હશે, પણ બે શબ્દો પ્રતિસાદ પેટે લખવાનો સમય ફાળવી શકતા નથી! બહુ ડાહ્યો બહુ ખરડાય ખરુને? મારા આપને દિલથી અભિનંદન.

  Liked by 1 person

 2. Thank you Chamanbhai ! આવાં સુંદર પ્રેરણાત્મક પ્રતિસાદ માટે ! આ કોરોના કાળમાં આપણે ઘણું ઘણું અભૂતપૂર્વ બનતું નિહાળ્યું છે ત્યારે દરેક પરિસ્થિતિને બીજી દ્રષ્ટિથી વિચારવાનો સમય પણ મળ્યો છે ! ભારતના ઇતિહાસ સાથે વિશ્વના ઇતિહાસનું પણ વિહંગાવલોકન કરવાની તક મળી ત્યારે સમજાયું કે આપણે આપણી જાતને મહાન કહી કહીને એટલા નીચાં પડી ગયાં હતાં ! જો કે ગતમ ન શોચ્યમ ! હવે કાંઈક નવું સ્વીકારતાં થયાં ! સંસકૃતી મહાન છે , પણ એનેય બીજી બાજુ છે – જે ભુલાઈ ગયેલ .. આપનો આભાર.

  Like

 3. લેખ ૧૦ એક સિક્કો બે બાજુ
  પૃથ્વીના ચૌહાન
  આ લેખમાં શીખવા મળે કે વેર વૃત્તિ બંને ત્યાં સુધી ના રાખવી જોઈએ કારણ કે બે ના ઝગડા મા હંમેશા ત્રીજો ફાવે અને દુશ્મન નો દુશ્મન ભાઇ અને પોતા નો સ્વાર્થ સંતોષાય જાય પછી તું કોણ અને હું કોણ અને બીજા દગો દે તે સહન થાય પરંતુ જ્યારે પોતાના દગો દે છે ત્યારે દિલપર મોટી અને ઉંડી ચોટ લાગે છે જે વિસરી શંકાથી નથી
  ખુબ ખુબ ધન્યવાદ ગીતાબેન અને સુભાષભાઇ

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.