એક સિક્કો – બે બાજુ :8) કોરોનાની મહામારી !


“મારી હસ્તી જાણે કે એ રીતે હણાઈ ગઈ ;
માસ્ક પાછળ છુપાયું મોં , ને રહ્યાં છ ફૂટ દૂર –
કોણ છે કહેવાય નહીં !”
મેં કોરોના ઉપર એક હતાશાનો શેર લલકારી દીધો !
કોરોનાએ અમેરિકામાં પ્રવેશ કર્યે એક વર્ષ થયું !
માસ્ક પહેર્યા વિના ક્યારે બહાર નીક્યાં હતાં એ હવે યાદ જ આવતું નથી ! જાણે કે આ આપણી જીવન પદ્ધતિ થઇ ગઈ છે ! બે -ત્રણ વર્ષની ઉંમરનાં બાળકોને તો એમ જ લાગે છે કે જેમ પગમાં ચંપલ પહેરીને બહાર જઈએ તેમ મોં પર માસ્ક પહેરીને બહાર જવાનું હોય !
સૌ પ્રથમ ન્યુયોર્કમાં અને પછી સાનફ્રાન્સિસ્કો અને લોસ એન્જલસમાં કોરોના – કે ત્યારેતો એને ફ્લ્યુ જેવો કોઈ રોગ કહેતાં હતાં -તેનો ભય અને તેના દર્દીઓ હોવાનું બહાર આવ્યું , અને એરપોર્ટ પર સૌના ટેમ્પરેચર માપવાનું શરૂ કર્યું !
બસ ત્યારથી – છેલ્લા એક વરસથી -આ કોરોના વાયરસે દુનિયા હલાવી નાંખી છે !
“ જો કે એમાંથી ઘણું નવું , અને સારું પણ જાણવા મળ્યું છે , હોં!” સુભાષે કહ્યું .
હા , દુઃખની વાત છે કે સમગ્ર વિશ્વમાંથી લગભગ બે મિલિયન લોકો આ કોરોનનો ભોગ બન્યાં , જેઓ હવે કદી પાછાં નહીં આવે ; પણ કાંઈક નવતર જોવા અને જાણવા પણ મિયું છે , હોં ! ને હવે એની રસી બજારમાં આવી રહી છે ત્યારે એ મહામારીને કૈક જુદી રીતે જોવા પ્રયત્ન કરીએ : એણે લાખ્ખો નાં લીધાં એ સત્ય છે , જેણે પોતાનાં પ્રિયજન ગુમાવ્યાં એ પાછાં નથી જ આવવાનાં, એ પણ હકીકત છે જ ;પણ – પણ –
હા , દરેક સિક્કાને બે બાજુઓ હોય છે જ .
સિક્કો ગમે તેટલો પાતળો હોય પણ એને બીજી બાજુ હોવાની જ !
તમે ગમે તે એક પરિસ્થિતિ લો : હું તેને આ રીતે મૂલવું ; અને તમે તેને કોઈ જુદી રીતે મૂલવો!
જુઓ ; “ આ કોરોના સમયમાં ઘરમાં ને ઘરમાં રહીને પાંજરે પુરાયેલ પંખી જેવી હાલત થઇ છે એમ કહીને હું પરિસ્થિતિને દોષ દઉં ;” પણ –
પણ જે લોકો સતત એક સ્થળેથી બીજે સ્થળે પ્લેનમાં જ ઉડા ઉડ કરતા હતાં તેમનાં ઘરવાળાઓને આ સમય સુવર્ણકાળ જેવો મધુર લાગે ! હાશકારો થાય !
“ચાલો , છેવટે એમનાં ટાંટિયા ઘરમાં ટક્યા તો ખરા ! “ એ લોકો કહેશે।
ઘણા લોકોના ધંધા પાણી સાફ થઇ ગયાં! બિચારાઓ મુશ્કેલીમાં મુકાઈ ગયાં ! રેસ્ટોરન્ટ , બ્યુટી પાર્લર , અને નાના નાના સ્ટોર્સ – બધું બંધ ! એક બાજુ અર્થ તંત્ર ખોરવાઈ ગયું હોય તેમ લાગ્યું ! અરે નિશાળો અને ખાનગી ટ્યુશન ક્લાસીસ અને સંગીત સ્કૂલ , ડાન્સિંગ ક્લાસ , રમતગમતનાં પ્રાઇવેટ ક્લાસ બધું જ બંધ થઇ ગયું !
તો બીજી બાજુ કોરોનને લીધે ગ્રોસરી સ્ટોર પૂર બહારમાં ખીલ્યાં! શાકભાજી અને ફળ ફળાદિનાં ધંધા ખીલી ઉઠ્યાં!
બધાં ઝાઝું ઘેર રહે અને રસોઈ પણ થવા લાગી ઝાઝી ! એટલે અનાજ પાણીના ધંધામાં તેજી આવી !
સ્ટોક માર્કેટ પણ ચઢ ઉતર કરવા સાથે ટકી રહ્યું !
અને સૌથી મોટો ફાયદો તો એ થયો કે કુટુંબમાં સાનિધ્ય વધ્યું !
ઘર રહીને નોકરી કરવાને લીધે છોકરાઓ અને ઘરની અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક વધ્યો ! ઘરકામમાં બધાંનો સાથ સહકાર મળ્યો !
ડ્રાંઈવિંગ ઓછું થયું એટલે ઝૂમ મિટિંગો દ્વારા જાણે કે રોજ મળતાં હોઈએ એવો આનંદ આવે !
મંદિરો કે અન્ય સોસ્યલ સ્થળોએ જવાનું બંધ થયું એ સાચું , પણ સાથે સાથે જેને વર્ષોથી જોયાં ના હોય તે સૌને વિડિઓ મીટીંગોમાં જોવાનું સામાન્ય થઇ ગયું ! અને સિનિયર મિત્રો જેઓ ક્યારેય સ્માર્ટ ફોન કે કમ્પ્યુટર કે સ્માર્ટ નોટબુકને ધ્યાનથી સમજવા પ્રયત્ન નહોતાં કરતાં , તે સૌ વડીલો પણ કમ્પ્યુટર પર વિડિઓ કોલ કરતાં થઇ ગયાં!” સુભાષે હકારત્મક દ્રષ્ટિથી બધું સમજાવતા કહ્યું !
લો , સિક્કાની આ બીજી બાજુ છે ને ?
સુંદર તડકો નીકળ્યો હોય તો કોઈને એ જોઈને આનંદ થાય ! કોઈ એ તડકાને આવકારે ; અને કોઈને એ જોઈને ફરિયાદ કરવાનું સૂઝે :
“ જરા વાદળછાયું વાતાવરણ હોત તો બહાર ચાલવાની મઝા આવત ! આવા તડકામાં ચામડી બળી જાય અને સ્કિન કેન્સર થવાની શક્યતાઓ વધી જાય !”
તમે જીવનને કઈ દ્રષ્ટિથી જુઓ છો તે મહત્વનું છે ; પાણીથી અર્ધ ભરેલા એક ગ્લાસને જોઈને તમને શું વિચાર આવે છે ? કે આ ગ્લાસ અર્ધો ભરેલો છે ? કે તમે વિચારો છો આ જો , અર્ધો ખાલી ગ્લાસ મારા નસિબમાં આવ્યો ?
જીવનને તમે નકારાત્મક દ્રષ્ટિથી જુઓ છો ?
કે તમે દરેક પરિસ્થિતિમાં કૈક હકારાત્મક શોધવા પ્રયત્ન કરો છો ?
સુભાષે મને સમજાવ્યું .

જીવનમાં પણ મૉટે ભાગે પતિ પત્ની એક સિક્કાની બે બાજુઓ જેવાં જ હોય છે ને ? અને ભગવાને એમને સમજી ને જ એ રીતે ઘડ્યાં છે ! જેથી તેઓ બંને બાજુનો અભ્યાસ કરી શકે અને તેમાંથી તારતમ્ય કાઢે , અને જીવનનો સાચો પથ પોતાની જાતે ઘડી શકે !
હેડ અને ટેઈલ ! એક સિક્કાની બે બાજુઓ ! એક પરિસ્થિને જોવાના બે અભિગમ ! પણ એટલે કે એક બાજુ” માથું અને બીજી બાજુ પૂંછડી નહીં , પણ , “એક બાજુ” જ્યાં કોઈ માથું કે વ્યક્તિની મુદ્રા છે , અને “બીજી બાજુ” જ્યાં તે સિવાયનું બીજું કશુંક છે ! જીવનની પરિસ્થિતિનું સાચું દર્શન !

દામ્પત્ય જીવન સફળ બને છે જયારે તેમાં સિક્કાની બેઉ બાજુઓ હોય છે ! બંને તરફથી પરિસ્થિતિનો ક્યાસ કાઢવાનો !
આ સંસાર છે , કારણકે એમાં પણ તુંડે તુંડે મતિઃ ભિન્ના છે !

આપણે મનુષ્ય છીએ , સ્વતંત્ર રીતે વિચારી શકીએ છીએ ! અને એટલે જ તો સંસાર ચાલે છે ! નહીં તો ગાયોના ધણની જેમ નીચી મુંડી કરીને ઘાંસ ચરતાં ન હોત ?
અહીં બે પક્ષ છે : બે ભિન્ન વિચાર ધારાઓ પણ છે ; પણ એ તો ભેગાં મળીને એક શુદ્ધ વિચાર મોતી બને છે ! નિંભાડામાં તપ્યાં પછીનું એ વિચાર મોતી ! આખરે તો એ સૌ ભેળાં મળીને એક સુંદર સંસાર માળા ઘડે છે !
તુમ મોતી હમ ધાગા !

અને તોયે મેં તો કરૂણ કાવ્ય પંક્તિઓ લખી :

‘આવો સમો ના પ્રભુ દે કદાપિ , કે જીવન તૂટ્યાં કંઈક શ્વાસો રૂંધ્યાંથી !
જીવ ગૂંગળાયો , રૂંધાયો હવા વિણ, પ્રભુ એવો દિન ના તું દે જે કદાપિ !
માનવ ને માનવથી છેટાં રહેવાનું , ડરીને ડરીને જીવન જીવવાનું ;
ને તોયે એ ડર તો સતત રહેવાનો , કે રખે આ દિવસ અલવિદા કહેવાનો !’

સુભાષે મને આશ્વાશન આપતાં , ફરીથી હકારાત્મક વિચાર કરવા સમજાવ્યું .
કોરોના મહામારીમાંથી જયારે હેમખેમ બહાર આવશું ત્યારે
જીવનને એક નવો અભિગમ પ્રાપ્ત થશે , એક નવી જીવન શૈલી અસ્તિત્વમાં આવશે !
ગઝલ પણ એવી જ લખાશે :
“માસ્ક પહેરીને ફરનારાઓ હાથને પણ સ્વચ્છ રાખો ;
જો જીવનન જીવવું હોય તો છ ફૂટની દુરી રાખો !”
કોરોના એ જીવનને જુદી રીતે જીવતા શીખવાડ્યું છે ,
સિક્કાની આ બીજી બાજુ છે – જે હકારત્મક છે ! “સુભાષે સમજાવ્યું.

7 thoughts on “એક સિક્કો – બે બાજુ :8) કોરોનાની મહામારી !

 1. ગીતાબેન અને સુભાષભાઇ
  લેખ ૮ મહામારી થોડા મા ઘણું સમજાવ્યું કંઈક ગુમાવ્યું તો કંઈક મેળવ્યું કોરોના એ સ્વચ્છતા રાખવાનું અને સરળ જીવન જીવતાં શીખવાડી દીધું ઝુમ ના માધ્યમ થી બધાને મળીને ખુશ રહેતાં પણ શીખવાડી દીધું બંને ને ખુબખુબ ધન્યવાદ

  Liked by 1 person

  • Thank you Vasuben ! આ કોરોના જેવા નાનકડા જંતુએ આખી દુનિયા ઉંધી કરી દીધી ! જે નરી આંખે દેખાતું નથી એ નાકડું જંતુ કેવી તાકાતથી ભલભલા માનવીઓને ધૂળ ચાટતાં કરી દે છે ?

   ‘આવો સમો ના પ્રભુ દે કદાપિ , કે જીવન તૂટ્યાં કંઈક શ્વાસો રૂંધ્યાંથી !
   જીવ ગૂંગળાયો , રૂંધાયો હવા વિણ, પ્રભુ એવો દિન ના તું દે જે કદાપિ !
   માનવ ને માનવથી છેટાં રહેવાનું , ડરીને ડરીને જીવન જીવવાનું ;
   ને તોયે એ ડર તો સતત રહેવાનો , કે રખે આ દિવસ અલવિદા કહેવાનો

   આભાર !

   Like

 2. ગીતાબેન સુભાસભાઈ લેખ સરસ લખ્યો છે
  આજની વાત બેરાબર દર્સાવી છૅ આજનું દર્દ પણ મટી જશે અને નવું જીવન જ જીવીશુ
  અધૂરી આશા જીવન અધૂરા છતાં અધૂરે જીવન મધુરા એક સિકા ની બે બાજુ
  ધન્યવાદ
  નલિની ત્રિવેદી

  Liked by 1 person

 3. મુશ્કેલી આવેછે તો સાથે તેનો ઉકેલ શોધવા ની કોશિશ શરૂ થઈ જાયછે સમયનું ચક્ર ચાલ્યાજ કરેછે
  યે જિંદગી જિંદા દિલીસે જી લે ગીતાબેન સુભાષ ભાઈ
  એક સિકા ની બે બાજુ બરાબર છે
  નલિની ત્રિવેદી

  Liked by 1 person

  • Thanks Naliniben ! મુશ્કેલી આવે છે , પણ ક્યારેક સારું કરવા જઈએ અને આડું વેતરાઈ જાય ! મુસિબત આવી પડે અને અમારાં આ પ્રસંગમાં તો છેક ટી વી માયે આવી ગયાં ! માત્ર કોઈનું ભલું કરવા ગયાં અને અમે જ ભૂલા પડ્યાં ! વાંચો next article #9

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.