૮.”જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો,

૨૦૨૧ ના માર્ચ મહિનાની શુભ શરૂઆત થઇ ચુકી છે. “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત આ મહિને આપણે એક નવાજ વિષય પરની વિવિધ કવિતાઓનો ભાવાનુવાદ અને રસાસ્વાદ માણીશું. આ મહિનાનો વિષય છે “મન” એટલેકે Mind. મારુ,તમારું, આપણું મન. આ વિષય પર દરેક ભાષામાં મનભરીને સાહિત્યનું સર્જન થયેલું છે અને મનોવિજ્ઞાનીઓનો તો આ ગમતો વિષય. આપણા ભાવજગતનું કેન્દ્રબિંદુ એટલે આપણું મન,આપણી સંવેદનાઓનો સરવાળો એટલે આપણું મન, આપણા અસ્તિત્વનો એટલે પર્યાય આપણું મન. હમણાં મેં  “મન” એટલે કે “Mind” ની એક ટચુકડી પણ સચોટ વ્યાખ્યા વાંચી.  Mind – A Beautiful Servant but a dangerous master! શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ મન વિષે આજ સમજાવેલું છે.

बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जित: |
अनात्मनस्तु शत्रुत्वे वर्ते तात्मैव शत्रुवत्

આ મનને જો આપણે વશમાં રાખીએ તો મન આપણું  અંગત મિત્ર અને જો મન આપણને વશમાં રાખે તો આપણો જન્મજાત શત્રુ.

આ લેખમાળા અને વિષય અંતર્ગત આજે આપણે અમેરિકાની સુપ્રીસિદ્ધ કવિયત્રી Emily Dickinson લિખિત English કવિતા “The Brain is Wider than the Sky” નો ભાવાનુવાદ અને રસાસ્વાદ માણીશું. આ લિંક પર તમે original English poem જોઈ શકશો https://www.americanpoems.com/poets/emilydickinson/the-brain-is-wider-than-the-sky/. અત્રે મેં આ કવિતાનો પદ્ય ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે જે હું રજુ કરું છું.

શાબ્દિક રીતે  નાનકડી લાગતી આ  કવિતામાં કવિયત્રી મનને લગતી અતિ વિશાળ વાત કહી જાય છે. અહીં કવિયત્રીએ Brain શબ્દનો ઉપયોગ કર્યો છે. આમતો brain નો અર્થ મગજ – એટલે કે આપણા શરીરમાં રહેલું એક અંગ. પણ આ કવિયત્રીના લખાણની એક લાક્ષણિકતા એ હતી કે તેઓ નિરાકાર, તાત્ત્વિક વિષયોને એક નક્કર tangible રીતે રજુ કરતા. એટલે અહીં brain ને મનના સંદર્ભમાં રજુ કરાયેલ છે.

પ્રથમ પંક્તિઓમાં કવિયત્રી આ મનને આકાશ સાથે સરખાવતાં મનની infinite વિશાળતાનો ચિતાર આપે છે. કાવ્યમાં બહુ સહજ રીતે રજુ કર્યું છે કે અનંત સુધી વિસ્તરી શકતું મન આપણા અસ્તિત્વને પણ ગળી જઈ શકવા સમર્થ છે અને આખેઆખ્ખું આભ મનમાં સમાઈ જાય  એ રૂપક દ્વારા કવિયત્રી મનની અનંતતા ને છતી કરે છે. આગળ જતા કવિયત્રી મનની ગહેરાઈની ઝાંખી કરાવે છે.સાગરનું સમગ્ર પાણી અને બીજી સંપત્તિની ઉપમા દ્વારા કહે છે there is nothing that our mind cannot comprehend or absorb એટલે કે સમગ્ર સાગરની સમર્થતાને મન પોતાનામાં સરળતાથી સમાવી શકે એટલી ઊંડાઈ આ મન ધરાવે છે. ત્રીજો stanza પહેલા બે stanzas થી ઘણો જુદો છે. અહીં કવિયત્રી પરમ ચેતનાનો સ્વીકાર કરતા કહે છે કે આપણું મન એ પરમ ચેતનાનો એક અતિ સૂક્ષ્મ ભાગ છે. Our mind and consciousness are part and parcel of that omnipotent, omnipresent supreme consciousness. અને આ દિવ્યતાના શરણું જ આ મનને વશમાં કરી શકશે.અને જેમ સ્વર છેવટે નાદબ્રહ્મમાં સમેટાય તેમ આપણા મનની ચેતનાની અંતિમ ગતિ પણ એ પરમ ચેતનાજ છે

૧૮૬૦માં Massachusetts માં જન્મેલા Emily Elizabeth Dickinson ની ગણના અમેરિકાના સુપ્રસિદ્ધ કવિયત્રીઓમાં થાય છે. તેમણે લગભગ ૧૮૦૦ થી વધુ કવિતાઓની રચના કરી છે પણ માત્ર ૧૦ રચનાઓ તેમણે તેમના જીવનકાળ દરમિયાન પ્રકાશિત કરી હતી. તેમની ફિલસુફી પ્રમાણે, કવિતા ફક્ત નિજાનંદ માટે લખાય, પ્રસિદ્ધ કરવાના હેતુ થી નહિ. તેમણે તેમનું મોટાભાગનું જીવન એકાંતમાં વીતાવેલું.તેમની ઘણી બધી કવિતાઓ મૃત્યુના વિષય પર લખાયેલી છે. તેમની કવિતાઓમાં જીવનના અનુભવોનો નિચોડ અને જીવનના સાતત્ય અને અંતિમ સત્ય એવા મૃત્યુને લગતી ફિલોસોફી જોવા મળે છે.

મનની અસીમતા અને મનની અંતિમ ગતિ બંને આ કવિતામાં ચિત્રિત થયા છે.  અનાદિ કાળથી પ્રચંડ સામર્થ્ય ધરાવતા આ મનને વશમાં કેવી રીતે રાખવું તેની અવઢવમાં મનુષ્યજાતિ રહેલી છે. શ્રીમદ ભગવદગીતામાં ધ્યાન યોગમાં દર્શાવ્યા પ્રમાણે અર્જુનને પણ આજ અવઢવ સતાવતી હતી  

चञ्चलं हि मन: कृष्ण प्रमाथि बलवद्दृढम् |
तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ||

અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આ મન તો ખુબ ચંચળ, જિદ્દી અને શક્તિશાળી છે. તેને વશમાં કરવું તો પવનને વશમાં કરવાથી પણ અઘરું છે. તો આ મનને વશ શી રીતે કરવું. આપણે સૌ જાણીએ છીએ કે મર્કટ સમ આ મનને વશમાં રાખવું એ કાંઈ સહેલી વાત તો છે નહિ. આ ચંચળ મનને વશમાં રાખવા માટે મનને તપસ્યા દ્વારા પહેલા કેળવવું પડે. શ્રીમદ ભગવદ ગીતામાં મનને કેવી રીતે કેળવવું તે બહુ સુપેરે સમજાવ્યું છે.

मन: प्रसाद: सौम्यत्वं मौनमात्मविनिग्रह: |
भावसंशुद्धिरित्येतत्तपो मानसमुच्यते |

અર્થાત મૌન,આત્મ-સંયમ,વિચારોની શુદ્ધતા, વાણીની મૃદુતા, અને હેતુની પવિત્રતા જો કેળવવા આવે તો આ મન ધીમે ધીમે કેળવાતું જાય છે અને આપણા વશમાં આવતું જાય છે. અને જેમ કવિયત્રીએ આ કાવ્યમાં દર્શાવ્યું છે તેમ જયારે આપણે આપણું મન પરમચેતનામાં ઓગાળી દઈએ અને એ દિવ્યતાને સર્વ-સંપૂર્ણ રીતે સમર્પિત થઇ જઇયે ત્યારેજ આ મન તેની અંતિમ ગતિને પામી શકે. 

 તો ચાલો, મારા મનને એ પરમચેતના તરફ વાળવાનો પ્રયત્ન કરતા મારી કલમને વિરામ આપું છું. આવતા અઠવાડિયે મન વિશેની એક બીજી સુંદર કવિતા સાથે ફરી મળીશું. તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….

– અલ્પા શાહ

2 thoughts on “૮.”જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

  1. Very beautifully expressed Bhavanuvad. Actually, a very complex idea you have translated so naturally. I think words and bhava, both come to you naturally. Well done, Alpa.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.