વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો,
પ્રેમની અભિવ્યક્તિના મહિના ફેબ્રુઆરીના અંત તરફ આપણે સૌ આગળ ધપી રહ્યા છીએ. ફેબ્રુઆરી મહિનાનો અંત આવશે પણ પ્રેમની ધારા તો શાશ્વત છે અને અનંતકાળ સુધી વહેતી રહેશે. “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત આજે આ અનંત અને અતોનાત પ્રેમને ઉજાગર કરતી, કવિવર રવીન્દ્રનાથ ટાગોર લિખિત એક ખુબ ભાવપૂર્ણ બંગાળી કવિતા જેનું શીર્ષક છે ” কতবার ভেবেছিনু” અથવા “કેટલી વાર કરું વિચાર…”નો ભાવાનુવાદ અને રસાસ્વાદ માણીશું.આ કવિતામાં ગુરુદેવે જેણે પ્રેમનો પ્રત્યક્ષ એકરાર કર્યો નથી એવા પ્રેમીના મૃદુ મનોભાવોનું ખુબ બારીકાઈથી આલેખન કરેલું છે. આ કાવ્યના બંગાળી શબ્દો and English transliteration તમે આ લિંક પર જોઈ શકશો. http://anondogaan.blogspot.com/2014/01/kotobaro-bhebechhinu-lyrics-translation.html
ગુરુદેવની ગૂઢ અને ગહન અર્થ ધરાવતી કવિતાઓને સંપૂર્ણપણે સમજવાની મારી કોઈ પાત્રતા નથી છતાંય અત્રે મેં આ કવિતાનો પદ્ય ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે જે હું રજુ કરું છું.

આ કવિતામાં ગુરુદેવે પ્રેમની પરાકાષ્ઠા સમાન દાસ્ય ભાવે પ્રેમ કરતા પ્રેમીના ભાવજગતનું તાદ્રશ વર્ણન કર્યું છે. કાવ્યની પ્રથમ બે પંક્તિઓ પરથી એવું ફલિત થાય છે કે અહીં પ્રેમીના પોતાના મનમાં જ રચાયેલો સંવાદ રજુ થયેલ છે. ગુરુદેવની કલમે અહીં પ્રિયજનને દેવ અને પ્રેમને પૂજા તરીકે પ્રસ્થાપિત કર્યા છે. દાસ્ય ભાવે એકપક્ષીય પ્રેમની પાવક જ્વાળામાં પ્રજ્વલિત થતા પ્રેમીની વેદના અને વ્યથા આ કાવ્યના શબ્દે શબ્દમાં નીતરે છે. કાવ્યની છેલ્લી બે પંક્તિઓ દ્વારા એવું ફલિત થાય છે કે આ પ્રેમ અવ્યક્ત રહેવાજ સર્જાયેલો છે અને એજ આ પ્રેમની અંતિમ નિયતિ છે.
ગુરુદેવની કલમે અવતરેલું આ સુંદર કાવ્ય એક ખુબ પ્રખ્યાત બંગાળી ગીત તરીકે પરિવર્તિત થયું છે. આ ગીતનું સ્વરાંકન પણ કવિવરે પોતે કરેલું છે. કવિવરે આ કાવ્યની રચના એક English song પરથી પ્રભાવિત થયા બાદ કરી હતી.આ કાવ્યમાં કવિવરે મૂળ ગીતનું હાર્દ જળવાઈ રહે તેવી રીતે બંગાળી શબ્દોની શબ્દગૂંથણી કરી છે. This song is based on the English song titled “To Celia” written by famous English playwright and poet Benjamin Jonson and first published in 1616. This English song is famous as “Drink to me only with thine eyes” song. You can find the lyrics of the original English song here. https://www.poetrybyheart.org.uk/poems/song-to-celia/. કવિવરે બંગાળી ગીતનું સ્વરાંકન પણ English song પ્રમાણેજ કરેલું છે. આ બંગાળી ગીતનું હિન્દીમાં પણ રૂપાંતર થયેલું છે અને તેનું સ્વરાંકન પણ English song પ્રમાણેજ થયેલું છે અને મેં પણ આ ગુજરાતી ભાવાનુવાદમાં શબ્દોની ગૂંથણી એ જ સ્વરાંકન પ્રમાણે કરવાનો પ્રયત્ન કરેલ છે.
ગુરુદેવે આ કાવ્ય કેવા સંજોગને સંદર્ભમાં રાખીને લખ્યું હતું તેની તો મને ખબર નથી પણ ઋજુ લાગણીઓને દર્શાવતા આ કાવ્યમાં જે એકપક્ષીય, અવ્યક્ત પ્રેમ unexpressed love નું આલેખન થયેલ છે એ કદાચ સૌથી વધુ પીડાદાયક પ્રેમ ગણી શકાય. અહીં સામેનું પાત્ર તમારી તેના પ્રત્યેની લાગણીઓથી તદ્દન અજાણ હોવાથી પ્રેમનો પ્રતિસાદ સાંપડતો નથી. The most painful love there is, is the love left unshown and an affection left unknown. And the most painful thing about such unexpressed love is, it never fades away. આ અવ્યક્ત પ્રેમ માત્ર સ્ત્રી અને પુરુષ વચ્ચે જ હોય એવું જરૂરી નથી, દુનિયાના કોઈ પણ સંબંધમાં અવ્યક્ત પ્રેમનું અસ્તિત્વ હોઈ શકે.
મારી દ્રષ્ટિએ પ્રેમ એતો લાગણીઓનું વહેતુ ઝરણું છે. આ પ્રેમના ઝરણામાં જો સામેની વ્યક્તિ ભીંજાય નહિ તો પ્રેમનું સાતત્ય અપૂર્ણ રહે છે. Any type of relationship is meaningless if you do not express your genuine emotions and feelings through your actions, gestures, and words. એટલે એનો મતલબ એવો નહિ કે જેને તમે પ્રેમ કરતા હોવ એને તમારે સતત I love you કહેવું પડે. સામેની વ્યક્તિ તરફનો પ્રેમ તમારા વાણી, વર્તન અને વ્યવહારમાં અભિવ્યક્ત થવો જોઈએ. સામેની વ્યક્તિને તમારા પ્રેમનો અહેસાસ થવો જોઈએ. ઘણીવાર અડોઅડ રહીને પણ બે વ્યક્તિઓ જળકમળ રહે છે અર્થાત પ્રેમની છાલકે ભીંજાતા નથી અને ઘણી વાર માઈલો દૂરથી બે વ્યક્તિઓ વચ્ચે પ્રેમની ઉષ્માનો અનુભવ થાય છે. મનોવિજ્ઞાન પણ કહે છે કે લાગણીઓને તો પ્રદર્શિત કરવીજ જોઈએ. પ્રખ્યાત મનોવિજ્ઞાની Sigmund Freud કહે છે કે Unexpressed emotions will never die. They are buried alive and will come forth later in uglier ways. માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ પ્રેમને, લાગણીને અભિવ્યક્ત કરવી જરૂરી બની રહે છે. અને આ પ્રેમને અભિવ્યક્ત કરવા માટે કારણ હોવું પણ જરૂરી નથી. અકારણ અભિવ્યક્તિનો આનંદજ અનેરો છે – આપણા માટે અને સામેની વ્યક્તિ માટે. Just try it out. Without any reason, express your love and feelings with genuine affectionate words to someone you love and see how their face lit up!!
તો ચાલો, આજે જીવનના દરેક સંબંધમાં કારણ-અકારણ પ્રેમ અને લાગણીની અભિવ્યક્તિ કરવાનો નિર્ણય કરીએ અને ગુરુદેવની આ સુંદર રચનાના બંગાળી ગીત અને “Drink to me only with thine eyes” ની મેડલી સ્વાગતલક્ષ્મી દાસગુપ્તાના મધુર સ્વરમાં સાંભળતા સાંભળતા મારી કલમને વિરામ આપું છું. આવતા અઠવાડિયે એક નવા વિષયની કવિતા સાથે ફરી મળીશું. તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે.
– અલ્પા શાહ
Alpa , your effort to bring best poetries are not in vain . I enjoy it often . And yr translation of Tagore’s poem is much appreciated ! Keep up the good work!
LikeLike
Thank you Geetaben for your kind words. I am glad that you are enjoying exploring different poems as much as I do! I really enjoy knowing more about poems from different culture and languages!
LikeLike
કવિવરની કવિતાનાં ભાવને સુંદરરીતે અલ્પા તેં ઝીલ્યો છે.”શી રીતે સમજાવું મારો પ્રેમ હું તમને” વાહ
LikeLike
Thank you Jigishaben for your kind words!!
LikeLike