૪. “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

Spanish poem “Amemos” Or “ચાલને કરી લઈએ પ્રેમ…” By  Amando Nervo

Love is the essential existential fact. It is our ultimate reality and our purpose on earth. – Marianne Williamson

અર્થાત પ્રેમ છે એક સત્ય નિર્વિકાર અને પ્રેમ જ છે આપણા અસ્તિત્વનો સાર…

નમસ્કાર મિત્રો, ૨૦૨૧ નો બીજો મહિનો એટલેકે ફેબ્રુઆરી મહિનો શરુ થઇ ગયો છે અને ચારેકોરે પ્રેમના એકરારના દિવસની એટલે કે Valentine’s day ની મહેક ફેલાવા માંડી છે. “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત ફેબ્રુઆરી મહિનામાં આપણે “પ્રેમ” વિષય ઉપર આધારિત જુદી જુદી ભાષાઓની કવિતાઓનો રસાસ્વાદ અને ભાવાનુવાદ જાણીશું, માણીશું અને સમજીશું.

આજની પ્રેમ વિશેની કવિતા એક સુંદર સ્પેનિશ કવિતા છે, જેનું શીર્ષક છેAmemos  અર્થાત “Let’s love” અથવા ચાલને કરી લઈએ પ્રેમ…”. પ્રેમનું માહાત્મ્ય સમજાવતી નાનકડી કવિતા ના કવિ છે Amando Nervo. કવિતાની સ્પેનિશ ભાષામાં રજૂઆત લિંક પર જોઈ શકશો. https://medium.com/@symarroun/la-poema-amemos-de-amado-nervo-f97937d8c7fc

અત્રે મેં આ કવિતાનો પદ્ય ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે જે હું રજુ કરું છું.

૧૮૭૦માં મેક્સિકોમાં જન્મેલા Amando Nervo, Juan Crisóstomo Ruiz de Nervo નામે પણ ઓળખાતા. Spanish languageના ખુબ જાણીતા કવિની મોટાભાગની રચનાઓમાં તેમના અને તેમના આંતરમન વચ્ચેના સંવાદની રજૂઆત થયેલ જણાય છે. સ્વ સાથેનો સંઘર્ષના આલેખન  અને આંતરિક શાંતિની ખોજની સફર તેમની કલમ દ્વારા પ્રગટી છે. ૧૮૯૫માં તેમણે તેમની પ્રથમ નવલકથા El bachiller publish કરી.

આ ટચુકડી કવિતામાં કવિ મનુષ્યજીવનનો અને અસ્તિત્વનો અર્થ સ્પષ્ટપણે બહુ થોડા શબ્દોમાં સમજાવી જાય છે.હાસ્ય અને રુદન નું રૂપક આપીને શરૂઆત કરતા  કવિ કહે છે કે આપણે પામર મનુષ્ય છીએ જેને આગલી ઘડીએ  શું થવાનું છે તેની ખબર નથી. આપણા જીવન અને મૃત્યુ પર આપણું કોઈ શાણપણ કે ડહાપણ ચાલતું નથી અને આ ભવસાગરમાં આપણે સૌ એક અદ્રશ્ય મુકામ તરફ તરી રહ્યા છીએ.અને છેલ્લે કવિ બહુ તર્કબદ્ધ વાત કરતા કહે છે કે જો મનુષ્ય જીવન આમજ અનિશ્ચિતતા અને ક્ષણભંગુરતા ની વચ્ચે હિલોળા લેતું હોય તો ચાલને આપણે એકમેક ને પ્રેમ કરી લઈએ, કદાચ તેનાથીજ આ જીવન સાર્થક થયું ગણાશે.

આ ટચુકડી કવિતા કેટલો ગહન સંદેશ આપી જાય છે.કવિ આ કવિતામાં આલેખે છે એમ પ્રેમ માં એટલે કે આ અઢી અક્ષરના ટચુકડા શબ્દમાં સમગ્ર જીવનને સાર્થક બનાવવાની પ્રચંડ તાકાત  રહેલી છે. કેટલી સચોટ વાત છે! આપણે જન્મ્યા ત્યારથી પ્રેમ અનેકાક સ્વરૂપે આપણા જીવનમાં પ્રગટતો અને પ્રસરતો રહીને જીવનચાલક ઇંધણ પૂરું પાડે છે.પ્રેમ એક એવું તત્વ છે કે જેની વ્યાખ્યા માટે શબ્દો વામણા પુરવાર થાય. પ્રેમ તો એક અનુભૂતિ છે. એક એવી અનુભૂતિ કે જે તમારા મન, તન અને આત્માને ભલેને થોડા સમય માટે પણ આનંદમય સ્થિતિ માં લઇ જાય. અહીંયા હું માત્ર સ્ત્રી અને પુરુષ વચ્ચેના પ્રેમની વાત નથી કરતી. પ્રેમ તો કોઈ પણ વ્યક્તિ સાથે થાય, કોઈ શોખ સાથે પણ થાય, કોઈ સ્થળ સાથે પણ થાય અને પરમાત્મા અને પ્રકૃતિ સાથે પણ થાય.

શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ભગવાને સ્વયં કહેલ છે કે ભક્તિયોગ પ્રભુ પ્રાપ્તિનો શ્રેષ્ઠ માર્ગ છે. ભક્તિના મૂળમાં તો પ્રભુ પ્રત્યેની પ્રીત જ રહેલી છેને!  અને મીરા અને શબરીની પ્રેમલક્ષણા ભક્તિથી તો આપણે સૌ વાકેફ છીએજ. આ દુનિયાના દરેક દરેક સંબંધનો મિનારો પ્રેમના પાયે જ ટટ્ટાર રહી શકે છે. માતા-પિતા અને બાળકના સબંધ સિવાયના મોટાભાગના સંબંધોમાં સકારણ પ્રેમની હાજરી હોય છે એટલે કે પ્રેમની લેવડ-દેવડ હોય છે.  આ દુનિયામાં Mother Teresa  જેવા અમુક જ વિરલ વ્યક્તિત્વો હોય જે પોતાની આસપાસ અકારણ પ્રેમનો ઉજાસ પાથરે છે અને સેવા દ્વારા સર્વેને પ્રેમની લ્હાણી કરવામાંજ સમગ્ર જીવન વ્યતીત કરે છે. મને Mother Teresa નું આ વાક્ય ખુબ ગમે છે.

Spread love everywhere you go. Let no one ever come to you without leaving happier.

અર્થાત તમારા આસપાસ તમે પ્રેમનો એવો ઉજાસ પાથરો કે તમારી પાસે આવેલ દરેક વ્યક્તિ આવ્યો હતો તેના કરતા વધુ ઉલ્લાસ થી પાછો જાય.ઈશ્વરે પ્રત્યેક જીવમાં પ્રેમને પામવાની અને બીજાને પ્રેમ આપવાની ભરપૂર શક્તિ મુકેલી છે. જરુર છે માત્ર આ આડંબર અને અહંનો અંચળો ખસેડીને અકારણ પ્રેમ આપવાની એ શક્તિને ખીલવવાની અને પછી સર્વેને અકારણ હેતની હેલીમાં ભીંજવવાની. જેમ કવિ કહે છે તેમ, શી ખબર આ અકારણ પ્રેમની લ્હાણી કરવી એજ કદાચ આપણા જીવનનો સાર હશે… Afterall, Love is the essential existential fact. It is our ultimate reality and our purpose on earth.

તો ચાલો, પ્રેમ આપવાની મારી શક્તિને વધુને વધુ ખીલવી શકું અને મારી આસપાસ હું અકારણ પ્રેમની લ્હાણી કરી શકું તેવી પ્રાર્થના સાથે આજે મારી કલમને વિરામ આપું છું . Espero verte pronto, hasta el próximo poema! અર્થાત ફરી મળીશું આવતા ગુરુવારે એક બીજા આવા જ એક સુંદર કાવ્ય સાથે.

 તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….

અલ્પા શાહ

8 thoughts on “૪. “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

 1. ખુબ સરસ ભાવાનુવાદ પ્રેમ બધી સીમા ઓળંગી જાય છે પછી તમે કોઇ પણ ભાષામાં એને વ્યક્ત કરો માનવીની સંમવેદના સરખી જ હોય છે. અલ્પા પ્રેમની અભિવ્યક્તિ સરસ કરી છે અભિનંદન..

  Like

  • Thanks Pragnaben. Yes! Love is beyond the boundries of language, country and culture. Human psyche remains the same universally and so will the feelings that makes us human.

   Like

 2. અલ્પા , કાવ્યની પસન્દગી સરસ છે ! પ્રશ્ન થયો કે એ કવિ અને એ કાવ્ય કેવી રીતે નજરે પડ્યાં ! ( How did u find out about that poet? ભાવાનુવાદ પણ સરસ છે ! Abhinandn

  Like

  • Thank you Geetaben. I found out about this (And other poets) during my research I do for writing this series. Glad that you were able to enjoy it!

   Like

 3. Very heart touching Bhavanuvad of the Spanish poem. How the depth of love and frailty of human life are juxtaposed so artistically. Alpa, your ffort is really admirable. Thanks for sharing such beautiful poem and translation in Gujarati. Heartiest congratulations, Alpa.

  Like

  • Thank you so much for your kind words. Isn’t Love is the essence of human life as explained in the original poem (and in my bhavanuvad!). It is amazing to get to know different cultures and different poets along with their creations!

   Like

 4. વાહ અલ્પા,”કોઈ જ કારણ વિના કરી લઈએ પ્રેમ અપાર” ખૂબ સુંદર કાવ્ય! વેલેન્ટાઈન ડે નજીક આવે છે ત્યારે અલ્પા તે પ્રેમની પરિભાષા સમજાવતાં સુંદર કાવ્યની રજૂઆત કરી અને મારા મનને બાગ બાગ કરી દીધું. પ્રેમનો અદ્ભૂત સંદેશ! અભિનંદન…

  Like

  • Thank you so much Jigishaben for your kind words. Let’s try to love others around us without any rhyme or reason from this Valentine’ s day!

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.