નવી લેખમાળા – “અનુભવની અનુભૂતિ” -કુમુદબેન પરીખ 

મિત્રો ચાલો આવકારીએ કુમુદબેનને 
  વિચારો હોય પણ સાથે લખવાનો ઉત્સાહ હોય તો આપણી આજુબાજુ પણ દેખાતા પ્રસંગો 
આપણને લખવાની પ્રેરણા આપે હા ફક્ત આપણે  હિંમત કરી કલમ ઉપાડવાની હોય છે. જીવનમાં બનતી ઘટનાને વાર્તાબીજ બનાવી વાસ્તવિકતા ને વાર્તા સ્વરૂપે મુકવી એ પણ એક કલા અને આવડત માંગી લે છે.

દરેક વ્યક્તિ પાસે સંવેદના હોય જ છે.એક ગુજરાતના  નાનકડા કડી  ગામના વતની કુમુદબેન આજથી કેટલાય વર્ષ પહેલા બાવીશ વર્ષની ઉંમરે અમેરિકા આવ્યા, તેમના ગામના સૌ પ્રથમ મહિલા હતા જે અમેરિકા આવી વસ્યા. સંવેદનાથી ભરપૂર કુમુદ પરીખ એટલે સરળ સહજ વ્યક્તિત્વ અહીંના વસવાટ દરમયાન જે ગમ્યું અને જે સ્પર્શ્યું તેને શબ્દદેહ આપી વાર્તા સ્વરૂપે લખી મુકતા અને આજે જેના ફળસ્વરૂપે કલમ થકી એક નહીં બે નહિ ત્રણ વાર્તાના પુસ્તકો સર્જાયા “પ્રકૃતિનાં  પગલે ” “અમે ચાલ્યાં ”અને “અજવાળાના પગલે.”આમ જીવનમાં બનતી ઘટનાને વાર્તાબીજ બનાવી વાસ્તવિકતા ને વાર્તા સ્વરૂપે મૂકી.વાચકોને એમની કલમ દ્વારા નવો દ્રષ્ટિકોણ મળ્યો. સરળ ભાષામાં લખાયેલા એમના આ પુસ્તકોને લોકોએ આવકાર્યા. 

કુમુદબેન તેમની લેખન પ્રવૃત્તિનો જશ એમના માર્ગદર્શક શ્રી આનંદરાવ રાવને આપતા કહે છે કે એમણે  મને લખવા માટે સતત પ્રોત્સાહન આપ્યું લખવાની સુઝ આપી.કુમેદબેને તેમના જિંદગીના ઉત્તરાર્ધમાં આ સાહિત્ય પ્રવૃત્તિ શરુ કરી છે અને સફળતા પણ મેળવી છે.

આ આવા અનુભવી લેખકની પખવાડિક રવિવારે લેખમાળા શરુ કરતા આજે આંનદ  અનુભવું છું

કુમુદબેન આપનું ‘બેઠક’નો બ્લોગ “શબ્દોનું સર્જન” પર સ્વાગત છે.

3 thoughts on “નવી લેખમાળા – “અનુભવની અનુભૂતિ” -કુમુદબેન પરીખ 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.