નવી કોલમ”હોપસ્કોપ”-મૌલિક નાગર

WhatsApp Image 2020-09-05 at 8.54.48 AM

 

મિત્રો 
હવે થી દર શનિવારે આપણે બીજા લેખકોની સાથે નવી કોલમ રજુ કરશું.  
લેખકનું નામ છે મૌલિક નાગર ને શ્રેણીનું નામ છે “હોપસ્કોપ”
જેની ઓળખ એના નામમાં છે મૌલિક જેના વિચારો છે અને સહજ જેની પ્રકૃતિ છે. 
સંગીત જેનો પ્રેમ છે. જેણે એને પ્રાકૃતિક રૂપે જીવતા શીખવ્યું છે અને શબ્દસાહિત્યએ એમને પ્રમાણિકતાથી કહેતા અને સ્વીકારતા શીખવ્યું છે. સારા વિચારો થકી એણે પોતાનું વ્યક્તિત્વને ખીલવ્યું છે. મનની મોસમમાં સદા બહાર ખીલતો આ લેખક અનેકને લખવાની પ્રેરણા પણ આપે છે.એનો પોતાનો બ્લોગ છે. સંગીત અને સાહિત્યનો આટલો સુમેળ જે વ્યક્તિત્વમાં હોય નિસર્ગનું છલકાતું વાતાવરણ આપણા બ્લોગ પર લાવશે તો નવાઈ ન પામતા!
હવે વાત કરીએ તેમના વિષયની.  વિષય પણ કેવો? આશા જગાડે તેવો “હોપસ્કોપ” ભાઈ હોપ સાંભળ્યું છે સ્તેથોસ્કોપ સાંભળ્યું છે, હોપસ્કોપ એટલે શું ? મિત્રો ડો.એટલે hope આશા અને શબ્દ ‘સ્કોપ’માં પણ આશા જ દેખાય છે.મૌલિકે બહુ સરસ વાત કરી છે “વાંચન એટલે આંખથી આંખ ઉઘડવાની પ્રવૃત્તિ”આ શ્રેણીમાં મૌલિકભાઈ એમના પત્ની ડો. અંજલિના અને તેમના અનુભવનો ખજાનો લઈને આવશે.
મૌલિકભાઈના લખાણમાં એક પ્રકારનું આકર્ષણ અને ઊંડાણ છે અને માટે જ એ ગહન વાતને પણ એ સરળતાથી સપાટી પર મૂકી પીરસી શકે છે.આપ સૌ સમજી શકો છો કે ડોક્ટરનું જીવન એટલું સહેલું નથી હોતું, ક્યારેક વેદના તો ક્યારેક સંવેદના,ક્યારેક આશા તો ક્યારેક નિરાશા….મારી તમારી અને આપણી વાતો. તેમ છતાં એક ડોક્ટરના જીવનની એક એક પળ એટલે આશાનું એક કિરણ. ડો. સ્ટેથોસ્કોપ મૂકે તો પણ “હોપસ્કોપ” બાજુમાં રાખતો નથી.  
મિત્રો લેખકને વધાવવાની જવાબદારી તમારી છે.
મૌલિકભાઈ આપનું બેઠકનો બ્લોગ શબ્દોનું સર્જન પર સ્વાગત છે.  

SHARE THIS:

6 thoughts on “નવી કોલમ”હોપસ્કોપ”-મૌલિક નાગર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.