વર્ષ ૨૦૨૦ જુદીજ રીતે આવ્યું ન ધારેલું ન વિચારેલું બધું જ થયું.

સરવૈયું.
મિત્રો વર્ષ ૨૦૨૦ જુદીજ રીતે આવ્યું ન ધારેલું ન વિચારેલું બધું જ થયું.
થોડા ડર્યા,ફફડ્યા અરેરાટી વહેંચીએ..ક્યારેક કકળાટ પણ કર્યો અંતે ઘરમાં પડ્યા રહ્યા
પણ આપણે સૌએ ઘરમાં બેસીને પણ બેઠકમાં અનેક પ્રવૃત્તિ કરી.લોકડાઉન દરમ્યાન ઝૂમેં આપણને આખા વિશ્વ સાથે જોડી દીધા.તો ચાલો જોઈએ આપણે બેઠકમાં સૌએ સાથે મળી શું પ્રવૃત્તિ કરી.
 1.  જાન્માયુઆરી મહિનામાં જયશ્નરીબેન દ્વારા વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધાનું આયોજન કર્યું 
 2. ફેબ્મરુઆરી મહિનામાં તો ખુબ ડર્યા એટલે બધાએ સાથે સમૂહ પ્રાર્થના કરી.
 3. માર્ચ મહિનામાં કોઈએ પ્રાર્થના લખી તો કોઈએ ગાઈ તો કોઈએ વળી લખી સ્વરબધ્ધ કરીને, ગાઈને પ્રાર્થના બળ મેળવ્યું 
 4. અપ્રિલ મહિનામાં ઝૂમ પર બેઠક બોલાવી ને બધાએ ટેકનોલોજીને વધાવી. સ્વીકારી અને પ્રકૃતિના કોપનો સામનો કર્યો.
 5. મેં મહિનામાં ગુજરાત ગૌરવ દિવસનું આયોજન કર્યું.વિશ્વભરના લોકો જોડાયા.ભાગ્યેશ જહા ,ઉષાબેન ઉપાદ્યાય ,ઉત્કર્ષ મજમુદાર,નયના પટેલ સાથે બેએરીયાના બધાજ કલાકારોએ ભાગ લીધો સંગીત સાહિત્ય પરસ્યું અને ગુજરાતી હોવાનું ગૌરવ લીધું ૨૫૦થી વધુ લોકો zoom પર જોડાયા.
 6. જુનમાં તો કોઈએ ન કર્યો હોય તવો નાટ્ય નવતર પ્રયોગ zoom પર live કર્યો.બધા જ કલાકારે ઘરમાં જ સ્ટેજ ઉભું કર્યું અને જાતેજ વેશભૂષા સર્જી કલાકાર જ લેખક બન્યો અને ભગવાન ઉપર “તોહમતનામું’ કરી નાટ્યનો નવતર પ્રયોગ કર્યો.અનેક જગ્યાએથી અનેક લોકોએ ભાગ લીધો અને સર્જન અને સર્જકતાને જાણે સાથે મળી ખીલવી.
 7. ત્યારે બાદ બેઠકે છ “વ્યક્તિથી અભિવ્યક્તિ”ની શ્રેણી બેઠકના ઉપકર્મેક્રમે પ્રસ્તુત કરી.જેમાં મીરાં, અવિનાશ વ્યાસ ,કબીર, ઝવેરચંદ મેઘાણી, અને મુનશી અને પ્રેમ એક પરમ તત્વ ની અભિવ્યક્તિ કરી.જેમાં  નાટક સંગીત કવિતા અને સાહિત્ય પીરસી સર્જકો અભિવ્યક્ત થયા.
 8. આ છ શ્રેણી દરમ્યાન અનેક અતિથિવિશેષ અને કલાકાર આવ્યા અને “બેઠક”ને શોભાવી.જેમકે ગૌરાંગ વ્યાસ,ધીરેન અવાશિયા,કૌશિક અમીન,બળવંતભાઈ જાની ,ઉષા ઉપાધ્યાય,રામભાઈ ગઢવી,કેતા ઠક્કર,કૌશિક અમીન, પાર્થિવ ગોહિલ, યામિની વ્યાસ,અન્નપુર્ણાબેન,નીલેશ જોશી મિત્તલ મકરન,વિજય ભટ્ટ, નંદિતા ઠાકોર,શબનમ વિરમાણી,રજનીકુમાર પંડ્યા, પાર્થિવ ગોહિલ,મૌનીક ધારિયા,વાગ્મી કચ્છી,ઉર્જીતા પાલખીવાલાએ નૃત્ય પીરસ્યું તો ફાનાટીકા એ વાચિકમ પ્રસ્તુત કર્યું. અનેક સંસ્આથો સાથે સહયોગ કરી કલા સાહિત્ય અનેક રીતે વિકસાવ્યું  અને પ્રસ્તુત કર્યું.
 9. આ સાથે આપણા બ્લોગ ઉપર અવિનાશ વ્યાસ,મીરા,કબીર,ઝવેરચંદ મેઘાણી, અને મુનશી જેવા સાહિત્યના વિષયને લઇ ૫૧ અંકની શ્રેણી સર્જાઈ ,લેખકોએ કલમ ને કેળવી અને વાંચન સાથે સર્જન કર્યું.બોસ્ટનના રાજુલ શાહ, અલ્પા શાહ, એલેથી ગીતાબેન ,જીગીષા પટેલ અને રીટા જાનીએ પોતે વાંચન દ્વારા અને સર્જન કરી વિકસી સૌને વિકસાવ્યા.ત્યારે  તેમની નિષ્ઠા.થકી  creativityથી ભરપૂર. ક્ષમતાઓ છલકાઈ એનો અનેરો આનંદ અને અદકેરુ ગૌરવ ‘બેઠક’ને છે.
 10. આ સાથે વાગ્મી કચ્છીએ જયશ્રીબેન મર્ચન્ટ ની વાર્તાઓ અને નયનાબેન પટેલે કલાત્મક રીતે youtube પર વાર્તાઓ વાચિકમ દ્વારા  પ્રસ્તુત કરી.અનેક લોકો સુધી પોહચાડી. જે બેઠકની youtube ચેનલ પર છે.જે તમારા પ્રિયજનો સાથે હવે આ સરળતાથી વહેંચી શકાશે.તો અલ્પાબેન શાહ શબ્દ એક અર્થ અનેક પ્રસ્તુત કરી વિચારો ને ફેલાવ્યા.તો ગુગમ અને બેઠકે સાથે મળી લોકડાઉન સમય દરમ્યાન એકજ વિષય પર અનેક કવિ, કવિયત્રીને ઔડીઓ દ્વારા  51 એપિસોડ બનાવ્યા જે અત્યારે youtube પર બેઠકની ચેનલ પર છે.
 11. બીજી ઓક્ટોબરે  ગાંધીના વિચારોને ઉર્વિશ કોઠારીએ પ્રગટ કર્યા તો નાટક દ્વારા અન્નાબેન સુકલ એ કસ્તુરબાને પ્રસ્તુત કર્યા.
 12. આ સાથે ઇન્ડોનેશિયાથી આપણી સાથે મિત્તલબેન જોડાયા જેમણે ચંદ્રકાંત બક્ષીની નિબંધ અને વાર્તાની શ્રેણી શરુ કરી આ બધી વિડીયો youtube સાથે બેઠકના ફચેબૂક પર પ્રસ્તુત છે.ગમે ત્યારે સાંભળો વાંચવાનો કંટાળો આવે તો સાંભળી સાહિત્યનુ રસપાન કરો.આમ કારોના કાળે બેઠકની સર્જક વૃતિને વધારી,
 13. આ સિવાય અનેક છપાઓએ જેમકે ફિલિંગ , દિવ્ય ભાસ્કર ગુજરાત સમાચાર ગુજરાત newsline ગુજરાત timesએ બેઠકના કાર્યની નોધ લીધી જોનો બેઠક ઋણ સ્વીકાર કરે છે.
 14. નવું વર્ષ અને દિવાળી પણ zoom પર જ ઉજવી જેમાં રામભાઈ જેવા અનેક વડીલોના આશીર્વાદ મેળવ્યા તો પ્રતાપભાઈ જેવા પ્રણેતાની છત્ર છાયા પણ ગુમાવી 
 15.  આ કોરોના કાળે લોકોને હંફાવી દીધા, હરાવી દીધા કે ગભરાવી દીધા પણ  એની સામે ઘણા લોકોએ ઘણી સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરી અનેક નવા જોડાયા.
 16. મા શારદા મા સરસ્વતી મા શકતીનો ત્રિવેણી સંગમ સતત બેઠક પર વરતાયો.દરેક વ્યક્તિના મન કલમ સ્વર અને સ્વાસ્થ્ય મા વહેતો રહે એજ આજ દિવસની તમારા માટે શુભ ભાવના. 

1 thought on “વર્ષ ૨૦૨૦ જુદીજ રીતે આવ્યું ન ધારેલું ન વિચારેલું બધું જ થયું.

 1. Wah! Pragnaben ! Sras સરવૈયું !
  જાણે કે ગાંધી હાટનો ખોટ અને નફા નો હિસાબ ! ને આ જીવન પણ એવું કે એમાં ખોટ પડે તો લખી દેવાનું “ આ આટલું શીખવા મળ્યું !”
  બસ ! સરસ રીતે ઘણું ઘણું જાણ્યું , ઘણું માણ્યું ; થોડું મનાવ્યું અને છેવટે માની લીધું ! આ આપણું સાહિત્ય જગત !
  નવા વર્ષે નવી આશા આકાંક્ષાઓ સાથે બેઠક પર મળવાનો ઉત્સાહ અને આનંદ અનેરાં છે ! Looking forward to 2021..👍

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.