૫૧ – मेरे तो गिरधर गोपाल: અલ્પા શાહ

“મેરે તો ગિરિધર ગોપાલ” લેખમાળા ના અંતે  મારા અંતરની અનુભૂતિનું આલેખન…

મિત્રો, જાન્યુઆરી ૨૦૨૦ માં શરુ થયેલી આ “મેરે તો ગિરિધર ગોપાલ” લેખમાળાનો છેલ્લો લેખ આજે હું અહીં રજુ કરું છું. જયારે મેં જાન્યુઆરીમાં આ લેખમાળા શરુ કરી ત્યારે મને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે મીરાંબાઈ અને તેમના પદો વિષે લખતા લખતા મીરાંબાઈ સ્વયં મારા ભાવવિશ્વ માં સમાઈ જશે. મારી સંવેદનાઓનું અભિન્ન અંગ બની જશે. આ એક વર્ષ દરમિયાન આ લેખમાળાને ઓપ આપતા આપતા મારુ ભાવવિશ્વ, મારુ વિચારવિશ્વ અને મારી સંવેદનાઓ કેવી રીતે એક નવાજ સ્વરૂપે નિખરી તેની આજે મારે તમારી સાથે વાત કરવી છે. મારી સ્વ-અનુભૂતિ ને તમારી સાથે વહેંચવી છે.

  સૌ પ્રથમ આ લેખમાળા લખવાના બીજ કેવી રીતે રોપાયા તેની થોડી વાત કરીએ.તમે કદાચ જાણતા જ હશો કે લેખનની દુનિયામાં હજી હું પા પા પગલી ભરું છું. મારે માટે લખવું એ એક આંતરસ્ફૂર્ણાનો વિષય હતો અને આવી રીતે નિયમિત નિયત સમયે લેખ લખવા એતો મારા માટે તદ્દન નવીજ વાત હતી. ડિસેમ્બર ૨૦૧૯ માં “બેઠક” ના સંચાલિકા આપણા લાડીલા પ્રજ્ઞાબેને મારી સાથે વાત કરી અને મને ૨૦૨૦માં દર અઠવાડિયે આ બ્લોગ પર એક લેખ લખવાનું આમંત્રણ આપ્યું.  I was not confident about the power of my pen and I was skeptical that if I will be able to do justice in writing a weekly article due to my limited experience.  But Pragnaben was able to recognize the strength of my pen and she persuaded me to write the weekly article. I will be ever grateful to Pragnaben for her persistent efforts in motivating me to take up this project. Without her constant support and motivation my writing journey would not have this added feather in it. મને આ લેખમાળા રજુ કરવાની તક આપવા બદલ હું “બેઠક” અને પ્રજ્ઞાબેનનો અંત:કરણપૂર્વકનો આભાર માનું છું. પ્રજ્ઞાબેને મને બે-ત્રણ વિષય સજેસ્ટ કર્યા અને મીરાંબાઈનો વિષય મને તરત સ્પર્શી ગયો. અને આમ આ લેખમાળાના અસ્તિત્વના બીજ રોપાયા.

મીરાંબાઈ – આ નામને કોઈ ઔપચારિક ઓળખની ક્યાં જરૂર છે. આ નામ પડતાજ આપણાં માનસપટ પર મંજીરાનો રણકાર અને તાનપુરાના તાન સાથે ગિરિધર ગોપાલ ની ઝાંખી થવા લાગે છે. જયારે આ લેખમાળાની શરૂઆત કરી ત્યારે મીરાંબાઈના જીવન ચરિત્ર અને તેમના પદો વિષે મને માત્ર ઉપરછલ્લી માહિતી હતી. પણ હા, મીરાંબાઈના ગિરિધર ગોપાલ પ્રત્યેના  દ્રઢ વિશ્વાસથી હું સુપેરે પરિચિત હતી. મીરાંબાઈના એ દ્રઢ વિશ્વાસ ની સરખામણીએ તો સાવ નગણ્ય અને ક્ષુલ્લક પણ મારા ઠાકોરજીમાં રહેલો દ્રઢ વિશ્વાસજ મને મારા જીવનના ઝંઝાવાતો સામે ઝઝૂમવાનું બળ પૂરું પાડે છે અને કદાચ એટલે જ મીરાંબાઈનો વિષય મને તરત જ સ્પર્શી ગયો…

ધીમે ધીમે હું વાંચન દ્વારા મીરાંબાઈ અને તેમના પદો વિષે વધુ માહિતી મેળવતી ગઈ અને મીરાંબાઈ ના વ્યક્તિત્વને સમજવાનો પ્રયત્ન કરતી ગઈ. આ લેખમાળામાં મારે માત્ર  માહિતી લેખ નહતા લખવા, મારે તો મીરાંબાઈના ભાવવિશ્વમાં ડોકિયું કરવું હતું એમની સંવેદનાઓને એકવીસમી સદીની સ્ત્રીની નજરે સમજવાનો પ્રયત્ન કરવો હતો.

શરૂઆતમાં ઘણા અઠવાડિયા હું લેખ લખવાનું ચાલુ કરું ત્યારે શું લખવું કઈ સુજતુ ના હતું. હું ફુલ ટાઈમ જોબ કરું છે એટલે મારો લખવાનો સમય સાંજનો રહેતો.કોઈક કોઈક વાર બુધવારની મધરાત્રી સુધી લેખનો એક અક્ષર પણ ના લખાયો હોય અને ગુરુવારે તો મારે આ લેખ બ્લોગ પ૨ મુકવાનો હોય… પણ પછી માર્ચ મહિનામાં એકદિવસ ઠાકોરજીએ મને પ્રેરણા કરી અને મેં શ્રીકૃષ્ણ કીર્તન સાંભળતા સાંભળતા લેખ લખવાની શરૂઆત કરી અને એ દિવસે મારી કલમ સડસડાટ ચાલતી ગઈ અને સાથે સાથે આંખો અનરાધાર વરસતી ગઈ..એવું લાગ્યું કે જાણે કે ગિરિધર ગોપાલ જ મારો હાથ પકડીને લખાવતા ના હોય…બસ પછી તો મીરાંબાઈની અને શ્યામસુંદર સાથે અંતરનું અતૂટ તાદામ્ય સંધાતું ગયું અને લેખમાળાના લેખ લખતા થતા ૩-૪ કલાક  મીરાંબાઈ અને શ્યામસુંદરની અદીઠ છતાંય પ્રત્યક્ષ હાજરી હું અનુભવવા લાગી.અને એક પછી એક લેખમાં મીરાંબાઈએ તેમના જીવનના વિવિધ પાસાઓ અને સંવેદનાઓને જે રીતે શબ્દો દ્વારા પદ સ્વરૂપે વહેતા મૂક્યા હતા તેમાંથી અમુક ચૂંટેલા પદો અને તેનો રસાસ્વાદ આપ સૌ વાચકો સાથે વહેંચાતો ગયો અને મારુ મીરાંબાઈ અને શ્યામસુંદર સાથે વધુને વધુ નૈકટ્ય રચાતું ગયું

આ લેખમાળા લખાતી હતી તે દરમિયાન મે મહિનામાં, શ્રી ઠાકોરજીએ મારા અંતરનું જોડાણ એક એવી વ્યક્તિ સાથે કરાવ્યું કે જેમનામાં હું પ્રત્યક્ષ મીરાંબાઈના દર્શન કરું છું. તેમના સંપર્કમાં આવ્યા પછી મારો ઠાકોરજી પ્રત્યેના વિશ્વાસ વધુ દ્રઢ થયો અને તેટલુંજ નહિ તેમાં શ્રી ઠાકોરજી પ્રત્યેનો સંપૂર્ણ શરણાગતિનો ભાવ ઉમેરાયો અને હું મીરાંબાઈની સંવેદનાઓને  શરણાગતિના એક નવા જ પરિમાણ થી અનુભવવા લાગી. સાથે સાથે  શ્રી ઠાકોરજીની અસીમ કૃપાનો વધુને વધુ અહેસાસ કરવા લાગી. એવું લાગવા માંડ્યું કે ઠાકોરજી મારી કલમ થકી મને આ સેવા કરવાની આજ્ઞા કરી રહ્યા છે. અને હું એ આજ્ઞા માથે ચડાવી દર અઠવાડિયે આ લેખ દ્વારા શબ્દપુષ્પો શ્રી ઠાકોરજીને અર્પણ કરતી ગઈ અને મીરાંબાઈના મંજીરાના રણકારને અને શ્યામસુંદરની બંસીની સુરાવલીઓથી મારુ આંતરવિશ્વ સજાવતી ગયી. મારા માટે આ લેખની લેખન પ્રવૃત્તિ માત્ર લેખનજ નહિ પણ એથી કંઈક વિશેષ એક અઠવાડિક સેવા ક્રમ બની ગયો… During this year, in the month of September, I went through a major surgery followed by a long recovery period. Initially I was planning to take a break for couple of weeks from the weekly article writing. But the Divine gave me the strength to write and publish articles each week without skipping a single week. If I look back and see, it seems that this was the result of the pure and amazing grace of the Divine.

આજે જયારે હું “મેરે તો ગિરિધર ગોપાલ” લેખમાળાનો છેલ્લો લેખ લખી રહી છું ત્યારે હું મારા કોઈક આધારથી અલગ થઇ જવાની હોવું તેવી વેદનાની અનુભૂતિ કરી રહી છું.આ એક વર્ષમાં આ લેખમાળા લખવામાં  મેં મારી જેટલી બુદ્ધિ/વિચાર/શારીરિક શક્તિ વાપરી છે તેનાથી અનેક ઘણી વધારે મીરાંબાઈની અને શ્યામસુંદરની  કૃપાદ્રષ્ટિ મેળવી છે.મીરાતત્વ અને શ્યામતત્વ મારા ભાવવિશ્વનું એક અભિન્ન અંગ બની ગયા છે. આ લેખમાળા દરમિયાન તેમની સાથે જે ફરજીયાત અઠવાડિક સંપર્ક થતો હતો તેનો તો હવે અંત આવશે પણ પ્રભુ એ મીરાતત્વ અને શ્યામતત્વ મારામાં સદાય ધબકતું રાખે તેવી પ્રભુને નમ્ર વિનંતી…

હવે પછી જયારે જયારે હું મંજીરાનો રણકાર સાંભળીશ ત્યારે ત્યારે આ મીરાંતત્વ સાથે નૈકટ્ય સાધવાના પ્રયાસ સમી આ “મેરે તો ગિરિધર ગોપાલ” શ્રેણીની સર્જનયાત્રા દરમિયાનના સુખદ સંસ્મરણો સંભારતી રહીશ. આ લેખના અંતમાં મારે તમારી સાથે એ કાવ્યસંગીત વહેંચવું છે કે જેને સતત સાંભળતા સાંભળતા મેં આ લેખમાળાના લગભગ અડધાથી વધારે લેખ લખ્યા છે. ખુબ ભાવપૂર્ણ ગવાયેલ આ ગીત થકી મારૂ સમગ્ર ભાવવિશ્વ એ કલાકો માટે મીરામય અને શ્યામમય બની જતું અને મારી કલમના શબ્દપુષ્પો શ્રી શ્યામસુંદરના ચરણોમાં અર્પણ થતા રહેતા…આ ગીતના શબ્દો કવિયત્રી પન્નાબેન નાયકના છે અને મધુર ભાવવાહી સ્વર છે નમ્રતાબેન શોધનનો..

૨૦૨૧માં આપણે મારી કલમ થકી એક તદ્દન નવા જ વિષય સાથે ફરી મળીશું. આ લેખમાળાની સફર દરમિયાન તમે સૌ વાંચકો મારી સાથે રહ્યા તે બદલ ફરી એકવાર તમારો સૌનો આભાર માનું છું. આ લેખમાળા ના લેખોમાં જે પણ ક્ષતિ રહી ગઈ છે તે બદલ ક્ષમા યાચું છું. અને આ સાથે “તેરા તુઝકો અર્પણ” ના નાતે “મેરે તો ગિરિધર ગોપાલ” શ્રેણી ના સમગ્ર ૫૧ લેખો મારા ઇષ્ટ શ્રી ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરીને અશ્રુભરી આંખે મારી કલમને હાલ પૂરતો વિરામ આપું છું. જય શ્રી કૃષ્ણ! 

– અલ્પા શાહ.

6 thoughts on “૫૧ – मेरे तो गिरधर गोपाल: અલ્પા શાહ

 1. તમે ખૂબ સુંદર ભાવ સૃષ્ટિ સર્જી. એમાં વહી જવાની અમને પણ મજા પડી. ખૂબ ખૂબ અભિનંદન. છેલ્લે પન્નબેનનું સુંદર કાવ્ય નમ્રતા બેનના મધુર કંઠે ચાર ચાંદ લગાવી ગયું.

  Like

 2. વાહ સરસ જેમ મીરાંને ઔપચારીક ઓળખની જરૂર નહિ તેમ અલ્પાબેન તમારી પણ એક ઓળખ અમારાં મનમાં વસી ગઈ છે..સરસ કાવ્ય પઠન નમ્રતાબેન નાં કંઠે સરસ👌

  Like

 3. અલ્પા,
  ઘણીવાર એવું સાંભળીએ કે સાક્ષાત પ્રભુની પ્રેરણાથી ચેતનાઓ જાગૃત થાય. આપણે પ્રભુમય બનતા જઈએ ત્યારે મનમાં અહોભાવ જાગે.

  મીરાંબાઈ અને શ્યામસુંદર સાથેનું તારા અંતરનું અતૂટ તાદામ્ય આ લેખમાળામાં અનુભવાયું છે. મીરાંબાઈના જીવનના અનેકવિધ પાસાઓ, સંવેદનાઓને શાબ્દિક સ્વરૂપે અહીં રજૂ કર્યા એનો રસાસ્વાદ સતત માણ્યો છે.

  આ લેખમાળાનું સમાપન થયું છે પણ મીરાંબાઈ અને શ્યામસુંદર સાથેનું તારું નૈકટ્ય તો અતૂટ રહેશે. ઠાકોરજી પર જેમને સંપૂર્ણ વિશ્વાસ છે, જેનામાં એમના પ્રત્યે સંપૂર્ણ શરણાગતિનો ભાવ છે એમને ક્યારેય ઠાકોરજી એમનાથી અલગ કરતાં નથી.

  મીરાંબાઈનું જે ભાવવિશ્વ તારામાં ઉઘડ્યું એનો પરિચય તારા લખાણ દ્વારા વાચકને પણ થયો છે.

  અભિનંદન અને શુભેચ્છા,

  Like

  • Rajulben – Thank you so much for your warm and kind words!! શ્રી ઠાકોરજીની કૃપા આપણા સૌ પર સદા બની રહે તેવી પ્રાર્થના.

   Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.