૪૮ – मेरे तो गिरधर गोपाल: અલ્પા શાહ

મીરાંબાઈના પ્રકીર્ણ પદોની એક ઝલક…

મીરાંબાઈના ઇષ્ટ ગણો કે આરાધ્ય ગણો – તે તો એક માત્ર ગિરિધર ગોપાલ જ હતા. મીરાંબાઈની ગિરિધર ગોપાલ પ્રત્યેની અનન્ય ભક્તિજ તેમની શક્તિ હતી તદુપરાંત મીરાંબાઈએ બીજા દેવી-દેવતાઓ અને મહાપુરુષોના લીલા ચરિત્રોનું વર્ણન કરતા અમુક પદોની રચના કરેલી છે. અમુક વિદ્વાનો એવો પ્રશ્ન ઉઠાવે છે કે મીરાંબાઈ ની અનન્ય નિષ્ઠા તો માત્ર ગિરિધર ગોપાલ પ્રત્યે જ હતી તો પછી મીરાંબાઈ દ્વારા બીજા દેવી દેવતાઓના પદોની રચના શું યોગ્ય ગણાય?  મીરાંબાઈએ તો શ્યામસુંદર સાથે એક અલૌકિક સબંધ બાંધેલો હતો અને તેમનેજ પોતાના પ્રિયતમ માનીને સર્વસ્વ અર્પણ કરી દીધું હતું. પણ જેવીરીતે પરિવારની કુલવધૂનો અનન્ય પ્રેમ સબંધ માત્ર પોતાના પતિ પ્રત્યે હોય છે પણ તે છતાંય પોતાના પતિના અન્ય સબંધીજનો પ્રત્યે પણ આદર અને સેવાભાવ રાખે છે તેવીજ રીતે મીરાંબાઈએ અન્ય દેવી-દેવતાઓ વિષે પદોની રચના કરી તેમાં કશું વિસંગત જણાતું નથી. અને મીરાંબાઈ જેવા ઉચ્ચ આત્મા તો સુપેરે જાણે છે કે

आकाशात् पतितं तोयं यथा गच्छति सागरम्
सर्वदेवनमस्कारः केशवं प्रति गच्छति

અર્થાત, જેવી રીતે આકાશમાંથી વરસતું જળ છેવટે તો સાગરમાં જઈ સમાય છે તેમ સર્વ દેવી દેવતાઓને કરેલા નમસ્કાર તો એક માત્ર પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં જઈને સમાય છે. કહેવાય છે કે જયારે મીરાંબાઈ એક તીર્થસ્થાનથી બીજે તીર્થસ્થાન યાત્રા કરી રહ્યા હતા ત્યારે પ્રસંગ પ્રસંગ પર દેવી-દેવતાઓના  દર્શન કરતી વખતે જે તે દેવી દેવતાઓના પદની રચના કરી હશે..

જેમકે નીચેના શ્રી ચૈતન્ય મહાપ્રભુ પરના પદની રચના મીરાંબાઈએ વૃંદાવનમાં કરી હતી. જયારે તેઓ વૃંદાવનમાં સ્થિત હતા ત્યારે વૈષ્ણવ મહાત્મા શ્રી જીવ ગોસ્વામી કે જે શ્રી ચૈતન્ય મહાપ્રભુ ના શિષ્ય હતા તેમની સાથે સત્સંગ કરેલ હતો. શ્રી ચૈતન્ય મહાપ્રભુની અપૂર્વ પ્રેમભક્તિની મહિમા સાંભળીને તેમની સ્તુતિ કરતા આ પદની રચના કરેલ હતી.   

अब तौ हरि नाम लौ लगी
सब जग को यह माखन चोरा, नाम धर्यो बैरागी
कित छोड़ी वह मोहन मुरली, कित छोड़ी सब गोपी
मूँड़ मुंडाई डोरी कटी बाँधी, माथे मोहन टोपी
माता जसोमति माखन कारण, बाँधे जाके पाँव
श्याम किशोर भयौ नव-गौरा, चैतन्य जाको नाँव
पिंतम्बर को भाव दिखावै, कटी कोपीन कसै
गौर कृष्ण की दासी मीराँ, रसना कृष्ण बसै

નીચેના પદમાં મીરાંબાઈએ શબરીના ભગવદ્પ્રેમને વણી લીધો છે. જેના પણ હૃદયમાં કાયા, વાચા,માણસ અખંડ ભગવદપ્રેમનું ઝરણું વહેતુ હોય તેજ સાચો ભક્ત છે આવાજ કંઈક ભાવને આ પદમાં મીરાંબાઈ એ વણી લીધો છે

अच्छे मीठे चख चख, बोर लाइ भीलनी
ऐसी कहा अचारवती, रूप नहीं एक रती
नीच कुल ओछी जात, अति ही कुचीलणी
झूठे फल लीन्हे राम, प्रेम की प्रतीत जाण
ऊंच नीच जाने नहीं, रस की रसीलणी
ऐसी कहा वेद पढ़ी, छिन मे विमाण चढ़ी
हरिजी सू बंध्यो हेत,वैकुण्ठ मे झूलणी
ऐसी प्रीत करे सोइ, दस मीराँ तरे जोई
पतित पावन
प्रभु, गोकुल अहिरणी

આ પદમાં મીરાંબાઈએ અનેક દેવ-દેવીઓના આહવાનનું નિરૂપણ શબ્દો દ્વારા કર્યું છે પણ છેલ્લે તો તેમના ગિરિધર ગોપાલ પાસેજ સર્વે દેવોની ભક્તિની યાચના કરેલ છે જે તેમના શ્યામસુંદર પ્રત્યેના સમર્પણની સાક્ષી પુરે છે.

निज मंदिरिया में घूमता पधारो गणपत
ब्रह्मा भी आवो, विष्णु भी आवो, संग में पधारो सरस्वती
नांदे चढ़या शिव शंकर पधारो, संग में पधारो पार्वती
राम भी आवो लक्ष्मण आवो, संग में पधारो सिया सती
मीराँ के प्रभु गिरिधर नागर, म्हने देवो प्रभु भक्ति

મીરાંબાઈએ માં જગદંબાની સ્તુતિ અને ગરબાનું માહાત્મ્ય દર્શાવતી તેમની ભાવનોને નીચેના ગુજરાતી પદ દ્વારા રજુ કરેલ છે.

કૃપા કરજો અંબા આજ મને કૃપા કરજો
બારે ગાત્રીસી રસોઈ કરું માં, ભોજે ભાવે જમવા
ચોસઠે જોગણી ટોળે વળી માં, આવજો ગરબે રમવા
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, શુમ્ભ, નીશુંમ્ભ ને દમવા

અને અંતે કૃપાનિધાન શ્રી રામ પ્રત્યેના તેમના પ્રેમને પણ તેમને શબ્દોમાં વહાવ્યો છે. આ પદની ખાસ ખાસિયત એ છે કે અહીં છેલ્લી પંક્તિમેં મીરાંબાઈ એ “મીરાં કે પ્રભુ ગિરિધર નાગર” ને સ્થાને “મીરાં કે પ્રભુ રામ સિયાવર” તેમ આલેખ્યું છે.

मेरे तो एक रसिया जजमान
कौन बने जन जन का भिक्षुक, घर घर करत बखान
राम लखन अरु भरत शत्रुघन, अग्रवाणी हनुमान
मीराँ के प्रभु राम सियावर, तुम्ही कृपानिधान

મીરાંબાઈએ “સત્યભામા નું રૂસણું” ના શીર્ષક હેઠળ એક અદભુત પદની રચના કરેલ છે. જે ખુબ લાબું હોવાથી અત્રે લખતી નથી પણ આ ગુજરાતી પદમાં જયારે પારિજાતના વૃક્ષ માટે મહારાણી સત્યભામાજી શ્રી કૃષ્ણ થી રિસાઈ ગયા હતા તે પ્રસંગનું આબેહૂબ વર્ણન આ પદ માં કર્યું છે. એક સ્ત્રીજ બીજી સ્ત્રીના  હૃદયની મર્મવ્યથા સમજી શકે અને તેની પ્રતીતિ આ પદ વાંચવાથી થશે.

આપણે છેલ્લા અડતાલીશ સપ્તાહથી મીરાંબાઈના પદો થકી મીરાંબાઈના ચરિત્રને અને તેમની અનન્ય પ્રેમલક્ષણા ભક્તિને સમજવાનો પ્રયત્ન કર્યો. મીરાંબાઈએ તેમના જીવનકાળ દરમિયાન રચેલા પદો તો એક વિશાળ જળરાશિ સમાન છે અને આપણે તો છેલ્લા અડતાલીશ સપ્તાહમાં એ જળરાશીના થોડા બુંદોની છાલક થી ભીંજાયા. જેમ દરેક સફરને એક શરૂઆતની સાથો સાથ એક અંત પણ હોય છે તેમ આ લેખમાળા પણ હવે તેના અંત તરફ સરકી રહી છે. આજે મીરાંબાઈના ઇષ્ટ એવા ગિરિધર ગોપાલના ચરણોમાં વંદન સાથે હું મારી કલમને આજે વિરામ આપું છું. હજુ આ લેખમાળાના ત્રણ-ચાર લેખ બાકી રહેલ છે તો ફરી મળીશું આવતા ગુરુવારે... ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણતમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….

અલ્પા શાહ

1 thought on “૪૮ – मेरे तो गिरधर गोपाल: અલ્પા શાહ

  1. વાહ સરસ અભિવ્યક્તિ મીરાં માટે કૃષ્ણનાં ચરણોમાં સમર્પિત ભાવ🙏

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.