હાં રે દોસ્ત હાલો અમારે દેશ : 43) મેઘાણી અને ચારણી સાહિત્ય !

હે સાંજને સમે જયારે સૂરજ નમે ;
નર નાર લગાતાર સૌ રંગે રમે –
વાચક મિત્રો ! તમે આ અને આવી જાતના દુહાઓ સાંભળ્યાં જ હશે !
પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે આજથી સો વર્ષ પૂર્વે આ જાતનું સાહિત્ય ભદ્ર સમાજમાં એટલું બધું પ્રચલિત નહોતું ! ભણેલ ગણેલ શહેરી ભદ્ર સમાજ ગરબા રાસ તો રમતાં હતાં , દયારામ અને તત્કાલીન કવિઓ ગિરધર , છોટમ વગેરેએ આપણા સંસ્કૃત ડિંગળના છંદ ગ્રન્થો માં છે તેવા છંદો પ્રયોજ્યાં છે ; પણ મેઘાણીએ લોકસાહિત્યની શોધમાં નીકળીને જે ચારણી સાહિત્ય આપણને આપ્યું તે થોડું જુદું અને અજોડ છે ! એમ કહી શકાય કે એ સાહિત્ય લોકોની જીભે પેઢી દરપેઢી રમતું રહ્યું અને સૌરાષ્ટ્રના ડુંગરો અને કોતરો અને ખીણોમાં , આદિવાસી પ્રજા અને મહેનતુ ખેડૂત , ભરવાડ વગેરે દ્વારા જીવતું હતું તે મેઘાણીએ શોધીને આપણી સમક્ષ રજૂ કર્યું !

આમ પણ આપણા ઝવેરચંદ મેઘાણીનો કંઠ હલકદાર છટાવાળો; તેમાં એમની પ્રેક્ષકોને વાતમાં રસ તરબોળ કરીદેવાની કામણગારી રીત ભળે, અને શબ્દોને સજાવી લપેટીને રાગબદ્ધ ગીત ગાય ત્યારે આ દુહા છંદ અગાઉના કોઈ પણ કવિ કે ચારણ કરતાં અજોડ અને અદ્વિતીય હોય તેમાં શંકા ખરી ?
ચારણ જાતનો મેળો ભરાયો હતો ને એમની સભામાં મેઘાણીએ બે કલાક સતત ગાઈને સૌને સ્તબ્ધ કરી દીધા હતા ! ચારણો સ્તબ્ધ થઈને એકે વાણિયાનો ડાયરો માણી રહ્યાં !
ચારણ પ્રજા મુખત્વે રાજા રજવાડાઓના દરબારમાં બેસીને મહારાજાઓ અને તેમના વંશ પરંપરાઓની ખુશામત કરે ! થોડું આશ્ચર્ય થાય , પણ નિવૃત્તિના સમયમાં વોટ્સ એપ દ્વારા આપણે શું એવું જ કામ નથી કરતાં ?
જયારે આ પ્રજાતો રાજાની આશ્રિત પ્રજા હતી ! નવરાશની પળોમાં ભાટાઈ કરતી આ પ્રજા યુદ્ધ દરમ્યાન દુહા છન્દની તાકાતથી મડદાને પણ જીવતા કરી દેતી ( અહીં અતિશયોક્તિ છે , પણ દુહા છંદમાં એ બધું અપેક્ષિત હોય )

આ બધું ગ્રામ્ય પ્રજામાં હોવાથી, ગ્રામ્ય સઁસ્કૃતિમાં હોવાથી , અને અંગ્રેજોએ ઉભા કરેલ બે વર્ગને પરિણામે – સુજ્ઞ સમાજથી દૂર રહેલ . મેઘાણીએ બંને વર્ગ વચ્ચે સેતુ બનીને એ વર્ગની અલૌકિક સાહિત્યિકતાના દર્શન કરાવ્યા .

એમણે ગાંધી યુગનો વિષય લીધો , ચારણોની શૈલી સ્ટાઇલ લીધી અને લખ્યું :
“ પૃથ્વી પર રાજ કોનાં? સાચાં શ્રમજીવીઓનાં!
ખેડુનાં , ખાણિયાનાં, ઉદ્યમવંતોનાં!
રંકોનું રક્ત પાન પી પી ને પે’લવાન
બનતા ધનવાન , જ્ઞાનવાન તેનું સ્થલ ના ! બનતા ધનવાન , જ્ઞાનવાન તેનું સ્થલ ના!”
મેઘાણીએ બીજા એક કાવ્યમાં આ જ ચર્ચરી છંદમાં લખ્યું :
“આખર એની જ જીત સમજી લેજે ખચીત ,
જાગો ભયભી જાલિમો! વિરાટ આવે .
નૂતન શક્તિને ભાન , ગાતાં શ્રદ્ધાનું ગાન
એક તાલ , એક તાન, લોક સૈન્ય આવે ! એક તાલ , એક તાન, લોક સૈન્ય આવે !”
આ છંદ મારો પ્રિય , પણ એ સૌનેય વધુ ગમે કારણ કે એમાં બંધારણને વફાદાર ન રહીયે તો પણ કથનના વેગમાં કોઈ ભૂલ દેખાય નહીં !
મેઘાણીનાં આ છન્દનાં કાવ્યો જેટલાં અહીં લખું તેટલાં ઓછાં ! પણ આ એક વધુ ઉદાહરણ “ભારતતીર્થ” કાવ્યમાંથી :
‘ખાંડનો ખણખણાટ , જયના જયકાર ગાત,
મદછક જે ભાતભાત , આવ્યા રણ વીંધી .
આવ્યા ભેદીને પહાડ , દેતા દસ્યુ શી ત્રાડ
ધરતી ચોગમ ઉજાડ, લજ્જત શું કીધી ! ધરતી ચોગમ ઉજાડ, લજ્જત શું કીધી !’

એવા તો અનેક પ્રચલિત છઁદોમાઁ મેઘાણીએ કાવ્યો રચ્યાં અને ચારણી સાહિત્યને પ્રકાશમાં લાવ્યા !
દલપતરામ વગેરે એ જે ડિંગળ શાસ્ત્રમાંથી લઈને કાવ્યો રચ્યાં છે તેને મેઘાણીએ લોક્સાહિત્યમાંથી ,ચારણો પાસેથી લઈને ચારણી કુંડલિયો છંદ લઈને કાવ્યો રચ્યાં .
તમે પૂછશો ,” સાહિત્ય અમારો વિષય નહીં , અમને એમાં શું સમજ પડે ? એમણે છંદમાં ભૂલો કરી કે સુધારો વધારો કર્યો , અમને તો કાવ્ય ગમે , ઢાલ ગમે એટલે બસ !’
હા,સાચું જ કહ્યું ! પણ બીજી વાર જયારે તમે ગરબા પહેલા સાંભળો :હે મનમાની , મનમાની , રાધા રાણી, કાં રિસાણી?
તો સમજાશે કે એમાં શબ્દોનું પુનરાવર્તન થાય છે :
મેઘાણીએ લખ્યું :
“ઘટમાં ઘોડા થનગને , આતમ વીંઝે પાંખ !
અણદીઠેલી ભોમ પર , યૌવન માંડે આંખ !
આજ અણદીઠી ભૂમિ તણે કાંઠડે
વિશ્વભરના યુવાનોની આંખ અડે
પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે
ગરુડશી પાંખ આતમ વિષે ઉઘડે ! ગરુડશી પાંખ આતમ વિષે ઉઘડે !”
મૂળ છંદની લાક્ષણિકતા જાળવ્યા વિના ભાવ અને ભાષાની તીવ્ર અનુભૂતિથી કાવ્ય ગમે છે !
ઘટમાં ઘોડા થનગને , આતમ વીંઝે પાંખ !
અણદીઠેલી ભોમ પર , યૌવન માંડે આંખ ! આ તો હવે એક પ્રચલિત કહેવત – ઉક્તિ બની ગયાં છે ! યુવાનોને માટે વપરાતી આ ઉક્તિઓ !

મેઘાણીનાં લોકસાહિત્યના આ પાસાને વધારે અલૌકિક રીતે માણવા આવતે અંકે વાત કરીશું . તમને જાણીને નવાઈ લાગશે કે આવી શબ્દો અને સુર ટાલની રમતોની હરીફાઈ થતી ! ચારણો મોટી ડાંગને ટેકે ઉભા ઉભા કલાકો સુધી આમ દુહા લલકારતા ; અને સામસામે દુહા છંદની રમઝટ મંડાતી ! એ બધી વાતો કર્યા વિના લેખને પૂરો ન્યાય ના મળીશકે ! આ શ્રેણી જયારે પુરી થવા આવી છે ત્યારે મેઘાણી સાથેના કેટલાક વિષયોને ન્યાય એવો જ જોઈએ ! અને જે વ્યક્તિએ સાહિત્ય અને તેમાંયે લોકસાહિત્ય જે ખોવાયેલું હતું , જે અસ્પૃશ્ય હતું તે માટે જીવન ખર્ચી દીધું તો એ વિષયને ન્યાય આપવા આ કોલમ નાની પડે છે : આવતે અંકે બીજા મહત્વનાપ્રકારના છંદ દુહાના દ્રષ્ટાંતો સાથે મળીશું !

4 thoughts on “હાં રે દોસ્ત હાલો અમારે દેશ : 43) મેઘાણી અને ચારણી સાહિત્ય !

 1. ગીતાબેન મેઘાણી ના છન્દ અને દુહા બહુજ સરસ દરસાવ્યાં છે સારુ લખાણછે નલિની ત્રિવેદી

  Liked by 1 person

  • Thank you Naliniben & Rajulben ! તમારી વાત સાચી છે ; જયારે ચારણો સામ સામે દુહાઓ લલકારતા હોય અને સૌ ટોળે વળીને એની મોજ માણતાં હોય ; તેવાં દ્રશ્યો મેઘાણીએ નાની ઉંમરમાં , શાળાઓની છુટ્ટી દરમ્યાન પિતાને ઘેર જતી વેળાએ કોઈ ડુંગરોની વચ્ચે આમ જોયાં હતાં. કદાચ ત્યારે જ એમને મનમાં થયું હશે કે આવું અદભુત સાહિત્ય ભણેલ લોકોને પણ જણાવું ! એ પોતે કોલેજમાં ભણ્યા અને પશ્ચિમની સંસ્કૃતિમાં એવું લોક સાહિત્ય હતું તેનો અભ્યાસ કર્યો અને આપણને આપણા અમૂલ્ય ખજાનાનો ખ્યાલ આપ્યો ! We are fortunate to have so much interesting material from legendary Meghani !

   Like

 2. ગીતાબેન,
  વાત તમારી સાચી છે મેઘાણીએ જે સર્જન કર્યું છે એને જો ન્યાય આપવો હોય તો એક ગ્રંથ લખાય પરંતુ આ કોલમમાં તમે ઘણી રસપ્રદ માહિતી પીરસીને વાચકોને રસ તરબોળ કર્યા છે.
  જરાક કલ્પના કરીએ કે જ્યારે ચારણો મોટી ડાંગને ટેકે ઉભા ઉભા કલાકો સુધી દુહા લલકારતા હશે અને સામસામે દુહા છંદની રમઝટ મંડાતી હશે ત્યારે સાંભળનારાઓને કેટલું જોમ ચઢતું હશે? અને એટલે જ એ સમયે યુદ્ધ દરમ્યાન કદાચ ચારણોની હાજરીનું મહત્વ હશે
  ખાસ લઢણથી ગવાતા દુહા તો કોઈપણ સમયે આપણે ભાવથી રણઝણી ઊઠીએ છીએ.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.